< યશાયા 20 >

1 આશ્શૂરના રાજા સાર્ગોનના મોકલ્યાથી જે વર્ષે સેનાધિપતિ આશ્દોદ આવ્યો અને આશ્દોદની સાથે લડીને તેણે એને જીતી લીધું.
בִּשְׁנַת בֹּא תַרְתָּן אַשְׁדּוֹדָה בִּשְׁלֹחַ אֹתוֹ סַֽרְגוֹן מֶלֶךְ אַשּׁוּר וַיִּלָּחֶם בְּאַשְׁדּוֹד וַֽיִּלְכְּדָֽהּ׃
2 તે જ સમયે યહોવાહે આમોસના દીકરા યશાયાની મારફતે કહ્યું કે, “જા અને તારી કમર પરથી ટાટ ઉતાર અને તારા પગમાંથી પગરખાં ઉતાર.” તેણે એ પ્રમાણે કર્યુ, તે ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો.
בָּעֵת הַהִיא דִּבֶּר יְהֹוָה בְּיַד יְשַֽׁעְיָהוּ בֶן־אָמוֹץ לֵאמֹר לֵךְ וּפִתַּחְתָּ הַשַּׂק מֵעַל מׇתְנֶיךָ וְנַעַלְךָ תַחֲלֹץ מֵעַל רַגְלֶךָ וַיַּעַשׂ כֵּן הָלֹךְ עָרוֹם וְיָחֵֽף׃
3 યહોવાહે કહ્યું, “મિસર તથા કૂશ સંબંધી ત્રણ વર્ષ સુધી ચિહ્ન તથા કૌતુકને અર્થે, મારો સેવક યશાયા જેમ ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફર્યો છે”
וַיֹּאמֶר יְהֹוָה כַּאֲשֶׁר הָלַךְ עַבְדִּי יְשַֽׁעְיָהוּ עָרוֹם וְיָחֵף שָׁלֹשׁ שָׁנִים אוֹת וּמוֹפֵת עַל־מִצְרַיִם וְעַל־כּֽוּשׁ׃
4 તેમ આશ્શૂરનો રાજા મિસરના બંદીવાનોને તથા કૂશના પ્રવાસીઓને, જુવાનો તથા વડીલોને, ઉઘાડે શરીરે તથા પગે, નિર્વસ્ત્ર અવસ્થામાં મિસરને લાજ લાગે એવી રીતે લઈ જશે.
כֵּן יִנְהַג מֶֽלֶךְ־אַשּׁוּר אֶת־שְׁבִי מִצְרַיִם וְאֶת־גָּלוּת כּוּשׁ נְעָרִים וּזְקֵנִים עָרוֹם וְיָחֵף וַחֲשׂוּפַי שֵׁת עֶרְוַת מִצְרָֽיִם׃
5 તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે.
וְחַתּוּ וָבֹשׁוּ מִכּוּשׁ מַבָּטָם וּמִן־מִצְרַיִם תִּפְאַרְתָּֽם׃
6 તે દિવસે આ કાંઠાના રહેવાસીઓ કહેશે કે, “નિશ્ચિત, આપણી આશાનો સ્રોત, જ્યાં આશ્શૂરના રાજાથી છૂટકો પામવા સહાયને માટે દોડતા હતા, તેની આ દશા છે; તો આપણે કેવી રીતે બચીશું?”
וְאָמַר יֹשֵׁב הָאִי הַזֶּה בַּיּוֹם הַהוּא הִנֵּה־כֹה מַבָּטֵנוּ אֲשֶׁר־נַסְנוּ שָׁם לְעֶזְרָה לְהִנָּצֵל מִפְּנֵי מֶלֶךְ אַשּׁוּר וְאֵיךְ נִמָּלֵט אֲנָֽחְנוּ׃

< યશાયા 20 >