< યશાયા 18 >
1 ૧ કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાળા દેશને અફસોસ;
Jaj a szárnysuhogás országának, a mely Szerecsenország folyóin túl van;
2 ૨ તમે જે સમુદ્રને માર્ગે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં રાજદૂતો મોકલે છે. ઝડપી સંદેશવાહકો, તમે ઊંચી તથા સુંવાળી પ્રજા પાસે, દૂરની તથા નજીકના ડરનાર લોકો, મજબૂત અને વિજયી પ્રજા પાસે, જેના દેશ નદીઓથી વિભાજિત થયેલા છે, તેની પાસે જાઓ.
A mely követeket küld a tengeren gyékényből csinált tutajokon, vizek színén. Menjetek el gyors hírnökök, a magas és derék néphez, a néphez, a mely rettenetes mióta van és ezután is; a hatalmas és hódító néphez, a melynek földét folyók hasítják át.
3 ૩ હે જગતના સર્વ રહેવાસીઓ અને પૃથ્વી પર રહેનારાઓ, પર્વત પર ધ્વજા ઊંચી કરાય, ત્યારે જોજો; અને રણશિંગડું વાગે ત્યારે સાંભળજો.
Föld kerekségének minden lakói és földnek lakosai meglássátok, mikor a hegyeken zászló emelkedik, és hallgassatok, ha kürt szól!
4 ૪ યહોવાહે મને એમ કહ્યું કે, “હું શાંતિથી મારા નિવાસસ્થાનેથી અવલોકન કરીશ, સૂર્યપ્રકાશમાં ઊકળતી ગરમીના જેવો, કાપણીની ગરમીમાં ઝાકળના વાદળ જેવો રહીશ.”
Mert ezt mondá az Úr nékem: Nyugodtan nézem sátoromból verőfényes melegnél, harmatozó felhőnél aratás hévségében.
5 ૫ કાપણી પહેલાં, જ્યારે ફૂલ પાકીને તેની દ્રાક્ષા થાય છે, ત્યારે તે ધારિયાથી કુમળી ડાળીઓને કાપી નાખશે, તે ફેલાયેલી ડાળીઓને કાપીને દૂર લઈ જશે.
Mert aratás előtt, ha a virágzás véget ér, és a virág érő fürtté lészen, levágja a vesszőket metszőkésekkel, és a kacsokat eltávolítja és lemetszi.
6 ૬ પર્વતોનાં પક્ષીઓને માટે અને પૃથ્વીનાં પ્રાણીઓને માટે તેઓ સર્વને મૂકી દેવામાં આવશે. પક્ષીઓ તેઓના ઉપર ઉનાળો કરશે અને પૃથ્વીનાં સર્વ પ્રાણીઓ તેઓના ઉપર શિયાળો કરશે.
Mind ott hagyatnak a hegyek madarainak és a föld állatainak, és a madarak rajtok nyaralnak, és a föld minden állatai rajtok telelnek.
7 ૭ તે સમયે સૈન્યોના યહોવાહને માટે ઊંચી તથા સુંવાળી પ્રજાથી, દૂરના તથા નજીકના લોકોને ડરાવનાર, મજબૂત અને વિજયી પ્રજા જેનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે, તે સિયોન પર્વત જે સૈન્યોના યહોવાહના નામનું સ્થાન છે, તેને માટે બક્ષિસ લાવશે.
Abban az időben ajándékot viszen a seregek Urának a magas és derék nép; a nép, a mely rettenetes, mióta van és ezután is, a hatalmas és hódító nép, a melynek földét folyók hasítják át; a seregek Ura nevének helyére, Sion hegyére.