< યશાયા 16 >

1 અરણ્યને માર્ગે સેલાથી સિયોનની દીકરીના પર્વતની પાસે દેશના અમલદારને માટે હલવાન મોકલો.
你們當將羊羔奉給那地掌權的, 從西拉往曠野,送到錫安城的山。
2 માળા તોડી પાડ્યાને લીધે ભટકતા પક્ષી જેવી મોઆબની સ્ત્રીઓ આર્નોન નદીના કિનારા પર આવશે.
摩押的居民在亞嫩渡口, 必像遊飛的鳥,如拆窩的雛。
3 “સલાહ આપો, ઇનસાફ કરો; બપોરે તારી છાયા રાતના જેવી કર; કાઢી મૂકેલાઓને સંતાડ; ભટકનારાઓનો વિશ્વાસઘાત કરીશ નહિ.
求你獻謀略,行公平, 使你的影子在午間如黑夜, 隱藏被趕散的人,不可顯露逃民。
4 મોઆબના કાઢી મૂકેલાઓને તારી પાસે રહેવા દે, તેઓનો વિનાશ કરનારાઓથી તેઓનું સંતાવાનું સ્થાન થા.” કેમ કે જુલમનો અંત આવશે અને વિનાશ બંધ થઈ જશે, જેઓ દેશને પગતળે છૂંદી નાખનારા હતા તેઓ દેશમાંથી ચાલ્યા ગયા હશે.
求你容我這被趕散的人和你同居。 至於摩押,求你作他的隱密處, 脫離滅命者的面。 勒索人的歸於無有, 毀滅的事止息了, 欺壓人的從國中除滅了,
5 ત્યારે કૃપામાં એક સિંહાસન સ્થાપિત કરવામાં આવશે; અને દાઉદના તંબુમાંથી તે પર એક સત્યનિષ્ઠ પુરુષ વિશ્વાસુપણે બિરાજશે. જેમ તે ન્યાય ચાહે છે તેમ તે ઇનસાફ કરશે અને પ્રામાણિકપણે વર્તશે.
必有寶座因慈愛堅立; 必有一位誠誠實實坐在其上, 在大衛帳幕中施行審判, 尋求公平,速行公義。
6 અમે મોઆબના ઘમંડ, તેના અહંકાર, તેની બડાઈ અને તેના ક્રોધ વિષે સાંભળ્યું છે. પણ તેની બડાશો ખાલી બકવાસ જ છે.
我們聽說摩押人驕傲, 是極其驕傲; 聽說他狂妄、驕傲、忿怒; 他誇大的話是虛空的。
7 તેથી મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેઓમાંના દરેક વિલાપ કરશે. ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષવાડીઓને માટે તમે શોક કરશો.
因此,摩押人必為摩押哀號; 人人都要哀號。 你們摩押人要為吉珥‧哈列設的葡萄餅哀歎, 極其憂傷。
8 કેમ કે હેશ્બોનનાં ખેતરો અને સિબ્માહની દ્રાક્ષવાડીઓ કસ વગરની થઈ ગઈ છે. દેશના અધિપતિઓએ ઉત્તમ દ્રાક્ષાને પગ તળે ખૂંદી નાખી છે, તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં ફેલાવો પામતી. તેની ડાળીઓ વિદેશમાં પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી.
因為希實本的田地 和西比瑪的葡萄樹都衰殘了。 列國的君主折斷其上美好的枝子; 這枝子長到雅謝延到曠野, 嫩枝向外探出,直探過鹽海。
9 તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માહની દ્રાક્ષવાડીને માટે રડીશ; હે હેશ્બોન તથા એલઆલેહ, હું તને મારાં આંસુઓથી સિંચીશ. કેમ કે તારા ઉનાળાંનાં ફળ પર તથા તારી ફસલ પર હર્ષનાદ થયો છે.
因此,我要為西比瑪的葡萄樹哀哭, 與雅謝人哀哭一樣。 希實本、以利亞利啊, 我要以眼淚澆灌你; 因為有交戰吶喊的聲音 臨到你夏天的果子, 並你收割的莊稼。
10 ૧૦ ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતાં રહ્યાં છે; દ્રાક્ષવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ. દ્રાક્ષકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ; મેં હર્ષનાં ગાયન બંધ કર્યાં છે.
從肥美的田中奪去了歡喜快樂; 在葡萄園裏必無歌唱,也無歡呼的聲音。 踹酒的在酒醡中不得踹出酒來; 我使他歡呼的聲音止息。
11 ૧૧ તેથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ વાગે છે અને કીર-હેરેસને માટે મારી આંતરડી કકળે છે.
因此,我心腹為摩押哀鳴如琴; 我心腸為吉珥‧哈列設也是如此。
12 ૧૨ જ્યારે મોઆબ દેખાશે અને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, અને પોતાના સભાસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેની પ્રાર્થનાથી કંઈ પ્રાપ્ત થશે નહિ.
摩押人朝見的時候,在高處疲乏,又到他聖所祈禱,也不蒙應允。
13 ૧૩ યહોવાહે મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે.
這是耶和華從前論摩押的話。
14 ૧૪ ફરીથી યહોવાહે આ પ્રમાણે કહ્યું, “ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ અદ્રશ્ય થઈ જશે; તેના ઘણા લોકો તુચ્છ ગણાશે અને તેનો શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”
但現在耶和華說:「三年之內,照雇工的年數,摩押的榮耀與他的群眾必被藐視,餘剩的人甚少無幾。」

< યશાયા 16 >