< યશાયા 15 >
1 ૧ મોઆબ વિષે ઈશ્વરવાણી. ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે; ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે.
Gánh nặng về Mô-áp. Ðương ban đêm, A-Mô-áp bị tàn phá và diệt mất; phải, trong ban đêm, Kiệt Mô-áp bị tàn phá và diệt mất!
2 ૨ તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે; નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે. તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે.
Kìa, chúng lên nơi miếu các thần, đến Ði-hôn, trên các nơi cao mà khóc. Dân Mô-áp than vãn vì Nê-bô và Mê-đê-ba; mọi đầu đều sói, mọi râu đều cắt.
3 ૩ તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓના ધાબા પર અને ચોકમાં પોક મૂકીને રડે છે.
Thảy đều thắt bao gai trong các đường phố; thảy đều khóc lóc, sa nhiều nước mắt, trên nóc nhà và nơi sân chợ.
4 ૪ વળી હેશ્બોન અને એલઆલેહ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે. તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.
Hết-bôn và Ê-lê-a-lê kêu la, tiếng nghe thấu đến Gia-hát. Vậy nên linh chiến của Mô-áp đều than khóc, trong tâm thần run rẩy.
5 ૫ મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે; તેમાંથી નાસી ગયેલા સોઆર અને એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે. લૂહીથનાં ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.
Lòng ta ngậm ngùi vì Mô-áp; kẻ sang nó trốn chạy đến Xoa, và đến Ê-lát-Sê-li-sia. Vì họ vừa trèo lên đèo Lu-hít vừa khóc; vì bại hoại mà kêu van trên con đường Hô-rô-na-im.
6 ૬ નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે; ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી.
Các dòng nước ở Nim-rim cạn tắt; cỏ khô, cỏ non chẳng có, không còn một vật xanh nào.
7 ૭ તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છે તે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે.
Vậy nên, những của cải đã được, và những đồ báu đã chứa, họ đều mang sang khe liêu.
8 ૮ કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે; એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે.
Tiếng kêu khóc thảm thương nghe khắp chung quanh bờ cõi Mô-áp; tiếng van la thấu đến Ê-la-im, và đến Bê -e-Ê-lim.
9 ૯ દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ. મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.
Sông ngòi ở Ði-môn đầy những máu; vì ta sẽ còn thêm tai vạ cho Ði-môn, sai sư tử đuổi kịp những người Nô-áp thoát nạn, và những kẻ còn sót lại trong xứ.