< યશાયા 14 >
1 ૧ કેમ કે યહોવાહ યાકૂબ પર દયા કરશે; તે ફરીથી ઇઝરાયલને પસંદ કરશે અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. વિદેશીઓ તેઓની સાથે જોડાશે અને તેઓ યાકૂબના સંતાનોની સાથે જોડાશે.
Бо Господь змилосе́рдиться над Яковом, і вибере зно́ву Ізраїля, і на їхній землі їх посе́лить. І чужи́нець долучений буде до них, і приє́днані будуть до дому Якового.
2 ૨ લોકો તેઓને તેઓના વતનમાં પાછા લાવશે. પછી યહોવાહની ભૂમિમાં ઇઝરાયલીઓ તેઓને દાસ અને દાસી તરીકે રાખશે. તેઓ પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે અને તેઓના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે.
І наро́ди їх ві́зьмуть, і їх попрова́дять до їхнього місця, а Ізраїлів дім на Господній землі за рабів та за невільниць їх при́йме собі на спа́дщину. І ві́зьмуть вони до неволі тих, хто їх понево́лив, і вони над своїми гноби́телями запанують!
3 ૩ યહોવાહ તને તારા કલેશથી તથા તારા સંતાપથી અને તમે જે સખત વૈતરું કર્યું છે તેમાંથી વિસામો આપશે.
І буде в той день, як Господь дасть тобі відпочи́нок із терпі́ння твого та з неспоко́ю твого, та з праці тяжко́ї, яку ти був мусів робити,
4 ૪ તે દિવસે તું બાબિલના રાજાને મહેણાં મારીને આ ગીત ગાશે, “જુલમીનો કેવો અંત આવ્યો છે, તેના ઉગ્ર ક્રોધનો કેવો અંત થયો છે!
то ти заспіваєш оцю пісню глумли́ву про царя Вавилону та й скажеш: Як гноби́тель минувся, — минулося гно́блення!
5 ૫ યહોવાહે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી તોડી છે,
Господь зламав кия безбожних і же́зла пану́ючих,
6 ૬ જે સોટી કોપમાં લોકોને નિરંતર મારતી અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાહે ભાગી નાખી છે.
що наро́ди постійним ударом у лютості бив, що в гніві гноби́в був людей переслі́дуванням безупи́нним.
7 ૭ આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થયેલી છે; તેઓ ગીતો ગાઈને હર્ષનાદ કરવા માંડે છે.
Спочи́ла була́, заспоко́їлася вся земля, і виспівує го́лосно.
8 ૮ હા, લબાનોનનાં દેવદાર અને એરેજવૃક્ષો તારે લીધે આનંદ કરે છે; તેઓ કહે છે, ‘તું પડ્યો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી.’
Кипари́си та ке́дри лива́нські тобою втішаються й кажуть: „Відко́ли ти ліг, не прихо́дить на нас дровору́б!“
9 ૯ જ્યારે તું ઊંડાણમાં જાય ત્યારે શેઓલ તને ત્યાં મળવાને આતુર થઈ રહ્યું છે. તે તારે લીધે પૃથ્વીના સર્વ રાજાઓને તથા મૂએલાઓના આત્માઓને જાગૃત કરે છે, વિદેશીઓના સર્વ રાજાઓને તેમના રાજ્યાસન પરથી ઉતાર્યા છે. (Sheol )
Завору́шивсь тобою іздо́лу шео́л назу́стріч твоєму прихо́ду; померлих тобі побуди́в, усіх проводирі́в на землі, і підняв з їхніх тро́нів всіх лю́дських царів. (Sheol )
10 ૧૦ તેઓ સર્વ બોલી ઊઠશે અને તને કહેશે, ‘તું પણ અમારા જેવો નબળો થયો છે, તું અમારા સરખો થયો છે.
Вони всі зачну́ть говорити та й скажуть тобі: „І ти ослабі́в, як і ми, став подібний до нас!“
11 ૧૧ તારા વૈભવને તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના અવાજને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે.’ (Sheol )
Зіпхну́та в шео́л твоя го́рдість та гра твоїх арф; ви́стелено під тобою черво́ю, і червя́к накриває тебе. (Sheol )
12 ૧૨ હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓ પર જય પામનાર, તને કેમ કાપી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે!
Як спав ти з небе́с, о сину зірни́ці досві́тньої, я́сная зо́ре, ти розбився об землю, погро́мнику лю́дів!
13 ૧૩ તેં તારા હૃદયમાં કહ્યું હતું, ‘હું આકાશમાં ઊંચે ચઢીશ અને ઈશ્વરના તારાઓ કરતાં પણ મારું સિંહાસન ઊંચું રાખીશ અને હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ;
Ти ж сказав був у серці своєму: „Зійду́ я на небо, повище зір Божих поста́влю престола свого́, сяду я на горі збору богів, на кі́нцях півні́чних,
14 ૧૪ હું સર્વથી ઊંચાં વાદળો પર ચઢી જઈશ; અને હું પોતાને પરાત્પર ઈશ્વર સમાન કરીશ.’
підійму́ся понад гори хмар, уподі́бнюсь Всеви́шньому!
15 ૧૫ તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે! (Sheol )
Та ски́нений ти до шео́лу, до найгли́бшого гро́бу! (Sheol )
16 ૧૬ જ્યારે તેઓ તને જોશે તને નિહાળશે; તેઓ તારા વિશે વિચાર કરશે. તેઓ કહેશે કે ‘શું આ એ જ માણસ છે, જેણે પૃથ્વીને થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં,
Ті, що на тебе дивитися бу́дуть, пригляда́тися будуть до тебе, зве́рнути увагу на тебе: „Чи то той чоловік, що змушував землю тремтіти, що знево́лював царства труси́тись,
17 ૧૭ જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું, જેણે તેમનાં નગરો પાયમાલ કરી નાખ્યાં હતાં, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘરે જવા ન દીધા, તે શું આ છે?’
що він оберта́в у пустиню вселе́нну, а міста її бу́рив, що в'я́знів своїх не пускав він додо́му?
18 ૧૮ સર્વ દેશોના રાજાઓ, તેઓ સર્વ, મહિમામાં, પોતપોતાની કબરમાં સૂતેલા છે.
Усі царі лю́дів, вони всі у славі лягли́, кожен у своїй усипа́льні,
19 ૧૯ પરંતુ જેઓને તલવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, જેઓ ખાડાના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વેષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે.
ти ж від гро́бу свого відки́нений геть, мов галу́зка бридка́, ото́чений вбитими та мечем переши́тими, що до гро́бу між камінь спуска́ються, як пото́птаний труп.
20 ૨૦ તું ખૂંદાયેલા મૃતદેહ જેવો છે, તને તેઓની સાથે દાટવામાં આવશે નહિ, કારણ કે તેં જ તારા દેશનો નાશ કર્યો છે. તેં જ તારા પોતાના લોકની કતલ કરી છે દુર્જનોનાં સંતાનના નામ ફરી કોઈ લેશે નહિ.”
Ти не бу́деш поєднаний з ними у гро́бі, бо землю свою зруйнува́в, свій наро́д повбивав. Насіння злочинців повік не згада́ється!
21 ૨૧ તેઓના પિતૃઓના અન્યાયને લીધે તેઓના દીકરાઓને સંહાર માટે તૈયાર કરો, રખેને તેઓ ઊઠે અને પૃથ્વીનું વતન પામે, તથા જગતને નગરોથી ભરી દે.
Його ді́тям зготу́йте різню за вину їхніх батькі́в, щоб вони не повстали, і землі не вспадкува́ли, і не напо́внили світу міста́ми.
22 ૨૨ સૈન્યોના યહોવાહ કહે છે, “હું તેઓની સામે ઊઠીશ.” “બાબિલમાંથી તેઓનું નામ તથા શેષ સંતાનોને કાપી નાખીશ,” યહોવાહનું વચન એવું છે.
І на них Я повста́ну, — говорить Господь Саваот, — і ви́тну ім'я́ Вавило́ну й оста́нок його, і наща́дка й ону́ка, говорить Господь!
23 ૨૩ “હું તેને પણ ઘુવડોનું વતન તથા પાણીનાં ખાબોચિયાં જેવું કરી દઈશ અને હું વિનાશના ઝાડુથી તેને સાફ કરી નાખીશ.” આ સૈન્યોના યહોવાહનું વચન છે.
І вчиню́ Я його їжако́ві осе́лею та во́дним багно́м, і мітло́ю вигу́блення позаміта́ю його́, говорить Господь Саваот!
24 ૨૪ સૈન્યોના યહોવાહે શપથ લીધા છે, “નિશ્ચિત, જે પ્રમાણે મેં ધારણા કરી છે, તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે ઠરાવ કર્યો છે તે કાયમ રહેશે:
Присягав був Господь Саваот та казав: Поправді, — як ми́слив собі Я, так ста́неться, й як Я був врадив — те спо́вниться,
25 ૨૫ એટલે મારા દેશમાં હું આશ્શૂરનાં ટુકડેટુકડા કરીશ અને મારા પર્વતો પર હું તેને પગ નીચે ખૂંદી નાખીશ. ત્યારે તેની ઝૂંસરી તેઓ પરથી ઊતરી જશે અને તેનો ભાર તેઓના ખભા પરથી ઊતરી જશે.”
щоб стовкти́ асирі́йця в країні Моїй, і на го́рах Моїх розтопчу́ Я його! І ярмо́ його зді́йметься з них, і тяга́р його скинеться з їхніх раме́н!
26 ૨૬ જે સંકલ્પ આખી પૃથ્વી વિષે કરેલો છે તે એ છે અને જે હાથ સર્વ દેશો સામે ઉગામેલો છે તે એ છે.
Це та рада, яка про всю землю ура́джена, і це та рука, що простя́гнена на всі наро́ди.
27 ૨૭ કેમ કે સૈન્યોના યહોવાહે જે યોજના કરી છે; તેમને કોણ રોકશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?
Бо врадив Госпо́дь Савао́т, і хто Його раду відмі́нить? А рука Його ви́тягнена, — й хто відве́рне її?
28 ૨૮ આહાઝ રાજા મરણ પામ્યો તે વર્ષે આ જાહેરાત કરવામાં આવી:
У році смерти царя Аха́за було таке пророцтво:
29 ૨૯ હે સર્વ પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, એ માટે હરખાશો નહિ. કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે અને તેમાંથી ઊડતા સાપ પેદા થશે.
Не ті́шся, уся филисти́мськая зе́мле, що зла́мане же́зло, яке тебе вдарило, бо з гадю́чого ко́реня ви́повзе люта змія́, і огни́стий летю́чий драко́н буде пло́дом її!
30 ૩૦ ગરીબોના પ્રથમજનિત ખાશે અને જરૂરતમંદો સુરક્ષામાં સૂઈ જશે. હું તારા મૂળને દુકાળથી મારી નાખીશ અને તારા સર્વ બચેલાની કતલ કરવામાં આવશે.
І па́стися будуть перво́рідні бідних, і вбогі безпечно лежатимуть, а твій корень Я голодом ви́морю, і рештки твої він доб'є!
31 ૩૧ વિલાપ કર, હે પલિસ્તી દેશ; વિલાપ કર, હે નગર તું પીગળી જા. કેમ કે ઉત્તર તરફથી ધુમાડાનાં વાદળ આવે છે અને તેમના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી.
Плач же, брамо, ти ж місто, кричи, — розпливла́ся ти, вся филисти́мськая зе́мле, бо прихо́дить із пі́вночі дим, і не буде ніко́го, хто відстав би з його воякі́в!
32 ૩૨ તો દેશના સંદેશવાહકોને કેવો ઉત્તર આપવો? તે આ કે, યહોવાહે સિયોનનો પાયો નાખેલો છે અને તેમના લોકોમાંના જેઓ દીન છે તેઓ તેમાં આશ્રય લઈ શકે છે.
І що́ відпові́сться наро́днім посла́м? — Що Сіона Господь заложи́в, і схова́ються в ньому убогі з наро́ду Його!