< યશાયા 14 >

1 કેમ કે યહોવાહ યાકૂબ પર દયા કરશે; તે ફરીથી ઇઝરાયલને પસંદ કરશે અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. વિદેશીઓ તેઓની સાથે જોડાશે અને તેઓ યાકૂબના સંતાનોની સાથે જોડાશે.
耶和华要怜恤雅各,必再拣选以色列,将他们安置在本地。寄居的必与他们联合,紧贴雅各家。
2 લોકો તેઓને તેઓના વતનમાં પાછા લાવશે. પછી યહોવાહની ભૂમિમાં ઇઝરાયલીઓ તેઓને દાસ અને દાસી તરીકે રાખશે. તેઓ પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે અને તેઓના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે.
外邦人必将他们带回本土;以色列家必在耶和华的地上得外邦人为仆婢,也要掳掠先前掳掠他们的,辖制先前欺压他们的。
3 યહોવાહ તને તારા કલેશથી તથા તારા સંતાપથી અને તમે જે સખત વૈતરું કર્યું છે તેમાંથી વિસામો આપશે.
当耶和华使你脱离愁苦、烦恼,并人勉强你做的苦工,得享安息的日子,
4 તે દિવસે તું બાબિલના રાજાને મહેણાં મારીને આ ગીત ગાશે, “જુલમીનો કેવો અંત આવ્યો છે, તેના ઉગ્ર ક્રોધનો કેવો અંત થયો છે!
你必题这诗歌论巴比伦王说: 欺压人的何竟息灭? 强暴的何竟止息?
5 યહોવાહે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી તોડી છે,
耶和华折断了恶人的杖, 辖制人的圭,
6 જે સોટી કોપમાં લોકોને નિરંતર મારતી અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાહે ભાગી નાખી છે.
就是在忿怒中连连攻击众民的, 在怒气中辖制列国, 行逼迫无人阻止的。
7 આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થયેલી છે; તેઓ ગીતો ગાઈને હર્ષનાદ કરવા માંડે છે.
现在全地得安息,享平静; 人皆发声欢呼。
8 હા, લબાનોનનાં દેવદાર અને એરેજવૃક્ષો તારે લીધે આનંદ કરે છે; તેઓ કહે છે, ‘તું પડ્યો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી.’
松树和黎巴嫩的香柏树 都因你欢乐,说: 自从你仆倒, 再无人上来砍伐我们。
9 જ્યારે તું ઊંડાણમાં જાય ત્યારે શેઓલ તને ત્યાં મળવાને આતુર થઈ રહ્યું છે. તે તારે લીધે પૃથ્વીના સર્વ રાજાઓને તથા મૂએલાઓના આત્માઓને જાગૃત કરે છે, વિદેશીઓના સર્વ રાજાઓને તેમના રાજ્યાસન પરથી ઉતાર્યા છે. (Sheol h7585)
你下到阴间, 阴间就因你震动来迎接你, 又因你惊动在世曾为首领的阴魂, 并使那曾为列国君王的, 都离位站起。 (Sheol h7585)
10 ૧૦ તેઓ સર્વ બોલી ઊઠશે અને તને કહેશે, ‘તું પણ અમારા જેવો નબળો થયો છે, તું અમારા સરખો થયો છે.
他们都要发言对你说: 你也变为软弱像我们一样吗? 你也成了我们的样子吗?
11 ૧૧ તારા વૈભવને તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના અવાજને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે.’ (Sheol h7585)
你的威势和你琴瑟的声音都下到阴间。 你下铺的是虫,上盖的是蛆。 (Sheol h7585)
12 ૧૨ હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓ પર જય પામનાર, તને કેમ કાપી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે!
明亮之星,早晨之子啊, 你何竟从天坠落? 你这攻败列国的何竟被砍倒在地上?
13 ૧૩ તેં તારા હૃદયમાં કહ્યું હતું, ‘હું આકાશમાં ઊંચે ચઢીશ અને ઈશ્વરના તારાઓ કરતાં પણ મારું સિંહાસન ઊંચું રાખીશ અને હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ;
你心里曾说: 我要升到天上; 我要高举我的宝座在 神众星以上; 我要坐在聚会的山上,在北方的极处。
14 ૧૪ હું સર્વથી ઊંચાં વાદળો પર ચઢી જઈશ; અને હું પોતાને પરાત્પર ઈશ્વર સમાન કરીશ.’
我要升到高云之上; 我要与至上者同等。
15 ૧૫ તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે! (Sheol h7585)
然而,你必坠落阴间, 到坑中极深之处。 (Sheol h7585)
16 ૧૬ જ્યારે તેઓ તને જોશે તને નિહાળશે; તેઓ તારા વિશે વિચાર કરશે. તેઓ કહેશે કે ‘શું આ એ જ માણસ છે, જેણે પૃથ્વીને થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં,
凡看见你的都要定睛看你, 留意看你,说: 使大地战抖, 使列国震动,
17 ૧૭ જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું, જેણે તેમનાં નગરો પાયમાલ કરી નાખ્યાં હતાં, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘરે જવા ન દીધા, તે શું આ છે?’
使世界如同荒野, 使城邑倾覆, 不释放被掳的人归家, 是这个人吗?
18 ૧૮ સર્વ દેશોના રાજાઓ, તેઓ સર્વ, મહિમામાં, પોતપોતાની કબરમાં સૂતેલા છે.
列国的君王 俱各在自己阴宅的荣耀中安睡。
19 ૧૯ પરંતુ જેઓને તલવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, જેઓ ખાડાના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વેષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે.
惟独你被抛弃, 不得入你的坟墓, 好像可憎的枝子, 以被杀的人为衣, 就是被刀刺透, 坠落坑中石头那里的; 你又像被践踏的尸首一样。
20 ૨૦ તું ખૂંદાયેલા મૃતદેહ જેવો છે, તને તેઓની સાથે દાટવામાં આવશે નહિ, કારણ કે તેં જ તારા દેશનો નાશ કર્યો છે. તેં જ તારા પોતાના લોકની કતલ કરી છે દુર્જનોનાં સંતાનના નામ ફરી કોઈ લેશે નહિ.”
你不得与君王同葬; 因为你败坏你的国,杀戮你的民。 恶人后裔的名,必永不提说。
21 ૨૧ તેઓના પિતૃઓના અન્યાયને લીધે તેઓના દીકરાઓને સંહાર માટે તૈયાર કરો, રખેને તેઓ ઊઠે અને પૃથ્વીનું વતન પામે, તથા જગતને નગરોથી ભરી દે.
先人既有罪孽, 就要预备杀戮他的子孙, 免得他们兴起来,得了遍地, 在世上修满城邑。
22 ૨૨ સૈન્યોના યહોવાહ કહે છે, “હું તેઓની સામે ઊઠીશ.” “બાબિલમાંથી તેઓનું નામ તથા શેષ સંતાનોને કાપી નાખીશ,” યહોવાહનું વચન એવું છે.
万军之耶和华说: 我必兴起攻击他们, 将巴比伦的名号和所余剩的人, 连子带孙一并剪除。 这是耶和华说的。
23 ૨૩ “હું તેને પણ ઘુવડોનું વતન તથા પાણીનાં ખાબોચિયાં જેવું કરી દઈશ અને હું વિનાશના ઝાડુથી તેને સાફ કરી નાખીશ.” આ સૈન્યોના યહોવાહનું વચન છે.
我必使巴比伦为箭猪所得, 又变为水池; 我要用灭亡的扫帚扫净它。 这是万军之耶和华说的。
24 ૨૪ સૈન્યોના યહોવાહે શપથ લીધા છે, “નિશ્ચિત, જે પ્રમાણે મેં ધારણા કરી છે, તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે ઠરાવ કર્યો છે તે કાયમ રહેશે:
万军之耶和华起誓说: 我怎样思想,必照样成就; 我怎样定意,必照样成立,
25 ૨૫ એટલે મારા દેશમાં હું આશ્શૂરનાં ટુકડેટુકડા કરીશ અને મારા પર્વતો પર હું તેને પગ નીચે ખૂંદી નાખીશ. ત્યારે તેની ઝૂંસરી તેઓ પરથી ઊતરી જશે અને તેનો ભાર તેઓના ખભા પરથી ઊતરી જશે.”
就是在我地上打折亚述人, 在我山上将他践踏。 他加的轭必离开以色列人; 他加的重担必离开他们的肩头。
26 ૨૬ જે સંકલ્પ આખી પૃથ્વી વિષે કરેલો છે તે એ છે અને જે હાથ સર્વ દેશો સામે ઉગામેલો છે તે એ છે.
这是向全地所定的旨意; 这是向万国所伸出的手。
27 ૨૭ કેમ કે સૈન્યોના યહોવાહે જે યોજના કરી છે; તેમને કોણ રોકશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?
万军之耶和华既然定意,谁能废弃呢? 他的手已经伸出,谁能转回呢?
28 ૨૮ આહાઝ રાજા મરણ પામ્યો તે વર્ષે આ જાહેરાત કરવામાં આવી:
亚哈斯王崩的那年,就有以下的默示:
29 ૨૯ હે સર્વ પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, એ માટે હરખાશો નહિ. કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે અને તેમાંથી ઊડતા સાપ પેદા થશે.
非利士全地啊, 不要因击打你的杖折断就喜乐。 因为从蛇的根必生出毒蛇; 它所生的是火焰的飞龙。
30 ૩૦ ગરીબોના પ્રથમજનિત ખાશે અને જરૂરતમંદો સુરક્ષામાં સૂઈ જશે. હું તારા મૂળને દુકાળથી મારી નાખીશ અને તારા સર્વ બચેલાની કતલ કરવામાં આવશે.
贫寒人的长子必有所食; 穷乏人必安然躺卧。 我必以饥荒治死你的根; 你所余剩的人必被杀戮。
31 ૩૧ વિલાપ કર, હે પલિસ્તી દેશ; વિલાપ કર, હે નગર તું પીગળી જા. કેમ કે ઉત્તર તરફથી ધુમાડાનાં વાદળ આવે છે અને તેમના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી.
门哪,应当哀号! 城啊,应当呼喊! 非利士全地啊,你都消化了! 因为有烟从北方出来, 他行伍中并无乱队的。
32 ૩૨ તો દેશના સંદેશવાહકોને કેવો ઉત્તર આપવો? તે આ કે, યહોવાહે સિયોનનો પાયો નાખેલો છે અને તેમના લોકોમાંના જેઓ દીન છે તેઓ તેમાં આશ્રય લઈ શકે છે.
可怎样回答外邦的使者呢? 必说:耶和华建立了锡安; 他百姓中的困苦人必投奔在其中。

< યશાયા 14 >