< યશાયા 1 >
1 ૧ યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ અને હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.
Saa anisoadehunu a ɛfa Yuda ne Yerusalem ho no baa Amos babarima Yesaia so wɔ Yuda ahemfo Usia, Yotam, Ahas ne Hesekia berɛ so.
2 ૨ હે આકાશો અને પૃથ્વી સાંભળો; કારણ કે યહોવાહ બોલ્યા છે: “મેં બાળકોને ઉછેરીને મોટાં કર્યાં પણ તેઓએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.
Ao, ɔsoro, montie! Ao, asase yɛ aso! Na Awurade akasa: “Matete mma ama wɔanyini, nanso wɔate me so atua.
3 ૩ બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકની ગભાણને ઓળખે છે, પણ ઇઝરાયલ જાણતો નથી, ઇઝરાયલ સમજતો નથી.”
Nantwie nim ne wura, afunumu nso nim ne wura mmoa adididaka, nanso Israel nnim, me nkurɔfoɔ nte aseɛ.”
4 ૪ ઓહ! પ્રજાઓ, પાપીઓ, અપરાધોથી લદાયેલા લોકો, હે ખોટું કરનારનાં સંતાનો, હે સ્વછંદી સંતાનો! તેઓએ યહોવાહનો ત્યાગ કર્યો છે, ઇઝરાયલના પવિત્રને ધિક્કાર્યા છે. તેઓ વિમુખ થઈને પાછા ફરી ગયા છે.
Aa, amumuyɛ ɔman, ɔman a afɔdie adesoa ahyɛ wɔn ma, nnebɔneyɛfoɔ kuo, mma a porɔeɛ ahyɛ wɔn ma! Wɔatwe wɔn ho afiri Awurade ho; Wɔapo Israel Kronkronni no, wɔadane wɔn akyi akyerɛ no.
5 ૫ શું હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે બળવો કર્યા કરો છો? આખું માથું રોગિષ્ઠ, આખું હૃદય કમજોર છે.
Adɛn enti na mopɛ sɛ wɔkɔ so boro mo? Adɛn enti na moda so te atua? Wɔapira mo tiri, na mo akoma nso di yea.
6 ૬ પગના તળિયાથી તે માથા સુધી કોઈ અંગ સાજું નથી; ફક્ત ઘા અને સોળ તથા પાકેલા જખમ છે; તેમને દબાવીને પરુ કાઢવામાં આવ્યું નથી, ઘા સાફ કર્યા નથી, નથી પાટા બાંધ્યા કે નથી તેમને તેલથી નરમ કરવામાં આવ્યા.
Ɛfiri mo nan ase kɔsi mo tiri so ahomeka biara nni mu, apirakuro ne nsoasoaeɛ nko ara akuro a anim deda hɔ na wɔnhohoro so anaa Wɔnkyekyereeɛ anaa wɔmfaa ngo nsrasraa so.
7 ૭ તમારો દેશ ઉજ્જડ થઈ ગયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે; તમારી હાજરીમાં તમારાં ખેતરોને પારકાઓએ ખેદાનમેદાન કરી નાખ્યાં છે - તેથી તમારી ભૂમિ ઉજ્જડ થઈ ગઈ છે.
Mo ɔman ada mpan, wɔde ogya ahyehye mo nkuropɔn; ananafoɔ regye mo mfuo a mo ani tua, na asɛe sɛdeɛ ɛyɛɛ ɛberɛ a ahɔhoɔ tuu mo guiɛ no.
8 ૮ સિયોનની દીકરી દ્રાક્ષવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.
Wɔagya Ɔbabaa Sion te sɛ bobe turo mu sese te sɛ akuraa a ɛsi ɛferɛ afuo mu, te sɛ kuropɔn a atamfoɔ atwa ho ahyia.
9 ૯ જો સૈન્યોના યહોવાહે આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.
Sɛ Awurade tumfoɔ no annya yɛn asefoɔ a, anka yɛayɛ sɛ Sodom, na yɛadane ayɛ sɛ Gomora.
10 ૧૦ હે સદોમના રાજકર્તાઓ, તમે યહોવાહની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ પ્રત્યે કાન દો:
Montie Awurade asɛm, mo Sodom sodifoɔ; montie yɛn Onyankopɔn mmara, mo Gomorafoɔ!
11 ૧૧ યહોવાહ કહે છે, “મારી આગળ તમે અસંખ્ય યજ્ઞો કરો છો તે મારે શા કામના?” “હું ઘેટાના દહનીયાર્પણથી તથા પુષ્ટ જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને બળદો, હલવાન, તથા બકરાનું રક્ત મને પ્રસન્ન કરતું નથી.
“Mo afɔrebɔ ahodoɔ bebree no, ɛdeɛn na ɛyɛ ma me?” Sɛdeɛ Awurade seɛ nie. “Mewɔ ɔhyeɛ afɔrebɔdeɛ ma ɛboro so, deɛ ɛyɛ nnwennini ne mmoa a wɔadɔre sradeɛ; mʼani nnye anantwinini, nnwammaa ne mpapo mogya ho.
12 ૧૨ જયારે તમે મારી સંમુખ આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે કચડો છો, એમ કરવાનું કોણે તમારી પાસે માગ્યું છે?
Sɛ moba mʼanim a hwan na ɔbisa yei firi mo hɔ? Hwan na ɔsomaa mo sɛ monnantenante me efie yi?
13 ૧૩ તમારા વ્યર્થ અર્પણો લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે; ચંદ્રદર્શન તથા વિશ્રામવારની સભાઓ! હું આ દુષ્ટ સભાઓ સહન કરી શકતો નથી.
Monnyae afɔrebɔdeɛ a mode ba a ɛmfra no! Mo aduhwam yɛ me tan. Ɔbosome foforɔ, home nna ne nhyiamu ahodoɔ ne mo nhyiamu fi no afono me.
14 ૧૪ તમારા ચંદ્રદર્શનને અને તમારાં પર્વોને મારો આત્મા ધિક્કારે છે; તેઓ મને બોજારૂપ છે; હું તે સહન કરીને થાકી ગયો છું.
Mo bosome foforɔ afahyɛ ne mo apontoɔ a moahyehyɛ no, me kra kyiri. Ayɛ adesoa ama me; masoa mabrɛ.
15 ૧૫ તેથી જ્યારે તમે પ્રાર્થનામાં હાથ જોડશો, ત્યારે હું મારી નજર ફેરવી લઈશ. જો કે તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, તો પણ હું સાંભળનાર નથી; કેમ કે તમારા હાથ રક્તથી ભરેલા છે.
Sɛ mopagya mo nsa bɔ mpaeɛ a, mɛyi mʼani ato nkyɛn. Sɛ mobɔ mpaeɛ bebree mpo a merentie. “Mogya bebree agu mo nsa ho fi.
16 ૧૬ સ્નાન કરો અને શુદ્ધ થાઓ; મારી આંખ આગળથી તમારાં દુષ્ટ કાર્યો દૂર કરો; ભૂંડું કરવું બંધ કરો;
“Monnwira mo ho na mo ho nte. Monnyi mo nnebɔne mfiri mʼani so! Monnyae bɔne yɛ.
17 ૧૭ સારું કરતા શીખો; ન્યાય શોધો, જુલમથી દુ: ખી થયેલાંને મદદ કરો, અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.”
Monyɛ papa; monhwehwɛ atɛntenenee Monhyɛ wɔn a wɔhyɛ wɔn so nkuran. Monni mma nwisiaa, monka akunafoɔ nsɛm mma wɔn.
18 ૧૮ યહોવાહ કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ” “તમારાં પાપ જો કે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કિરમજના જેવાં રાતાં હોય, તો પણ તેઓ ઊન સરખાં થશે.
“Afei mommra na yɛnnwene mmɔ mu,” sɛdeɛ Awurade seɛ nie. “Sɛ mo bɔne te sɛ kɔben a, ɛbɛyɛ fitaa sɛ sukyerɛmma; mpo sɛ ɛyɛ kɔkɔɔ te sɛ mogya a ɛbɛyɛ fitaa sɛ asaawa foturo.
19 ૧૯ જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો;
Sɛ mopene so na moyɛ ɔsetie a, mobɛdi asase no so nnepa.
20 ૨૦ પણ જો તમે ઇનકાર કરશો અને બળવા કરશો, તો તમે તલવારથી માર્યા જશો,” કેમ કે આ યહોવાહના મુખનું વચન છે.
Na sɛ moampene na mote atua a, akofena bɛdi mo nam.” Awurade na wakasa.
21 ૨૧ વિશ્વાસુ નગર કેમ વ્યભિચારી થઈ ગયું છે! તે ઇનસાફથી, ન્યાયપણાથી ભરપૂર હતું, પણ હવે તે ખૂનીઓથી ભરપૂર છે.
Hwɛ sɛdeɛ kuropɔn nokwafoɔ no adane odwamanfoɔ. Ɛberɛ bi na atɛntenenee ahyɛ no ma na anka tenenee te ne mu, nanso seesei awudifoɔ ahyɛ mu ma!
22 ૨૨ તારી ચાંદી ભેળસેળવાળી થઈ ગઈ છે, તારો દ્રાક્ષારસ પાણીથી મિશ્રિત થયેલો છે.
Wo dwetɛ adane adeɛ a ɛho nni mfasoɔ, wɔde nsuo afra wo nsã papa mu.
23 ૨૩ તારા રાજકર્તાઓ બળવાખોર અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંના દરેક લાંચના લાલચુ છે અને નજરાણાં પાછળ દોડે છે; તેઓ અનાથનું રક્ષણ કરતા નથી, અને વિધવાઓની ન્યાયી અરજ તેઓ સાંભળતા નથી.
Wo sodifoɔ yɛ atuatefoɔ, akorɔmfoɔ yɔnkonom; wɔn nyinaa pɛ adanmudeɛ, na wɔpere akyɛdeɛ ho. Wɔnni mma nwisiaa; na akunafoɔ nsɛm nkɔ wɔn anim.
24 ૨૪ તેથી સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના સામર્થ્યવાન પ્રભુ, એવું કહે છે: “તેઓને અફસોસ! હું મારા શત્રુઓ પર વેર વાળીશ અને મારા દુશ્મનોને હું બદલો વાળી આપીશ;
Enti, Awurade, Otumfoɔ Awurade, deɛ ɔyɛ Kɛseɛ ma Israel no ka sɛ, “Aa, mɛnya ahomegyeɛ afiri mʼatamfoɔ hɔ na matɔ wɔn so were.
25 ૨૫ તારા પર હું મારો હાથ ઉગામીશ, તારામાંથી ભેળસેળ અને સર્વ અશુદ્ધિઓ દૂર કરીશ.
Mɛma me nsa so, atia mo; mɛhohoro wo ho fi korakora na mayi mo ho nkekaawa nyinaa.
26 ૨૬ આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારું નામ ન્યાયી અને વિશ્વાસુ નગર કહેવાશે.”
Mɛma mo atemmufoɔ bio sɛ kane no, ne mo afutufoɔ sɛdeɛ na ɛteɛ, ahyɛaseɛ no. Yei akyi no, wɔbɛfrɛ wo Kuropɔn Tenenee Kuropɔn Nokwafoɔ.”
27 ૨૭ સિયોન ઇનસાફથી, અને પ્રભુ પાસે તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે.
Wɔde atɛntenenee bɛgye Sion bio, na wɔn a wɔnu wɔn ho no, wɔde tenenee bɛgye wɔn.
28 ૨૮ પણ બળવાખોરો તથા પાપીઓનો વિનાશ થશે અને યહોવાહથી વિમુખ થનાર નાશ પામશે.
Nanso atuatefoɔ ne nnebɔneyɛfoɔ deɛ, wɔbɛdwɛre wɔn abɔ mu, na wɔn a wɔpa Awurade akyi bɛyera.
29 ૨૯ “કેમ કે જે એલોન વૃક્ષોને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો અને જે બગીચાને તમે પસંદ કર્યા હતા તેઓથી તમે લજ્જિત થશો.
“Mo ani bɛwu ɛsiane odum anyame a monyaa wɔn mu anigyeɛ no; wɔbɛgu mo anim ase ɛsiane nturo a mosom abosom wɔ mu no enti.
30 ૩૦ જે એલોન વૃક્ષનાં પાંદડાં ખરી પડે છે, અને જે બગીચામાં પાણી નથી, તેના જેવા તમે થશો.
Mobɛyɛ sɛ odum a ne nhahan apo, ne turo a ɛnnya nsuo.
31 ૩૧ વળી જે બળવાન છે તે શણના કચરા જેવો અને તેનું કામ ચિનગારી જેવું થશે; તેઓ બન્ને સાથે બળશે અને તેને હોલવનાર કોઈ મળશે નહિ.”
Ɔhoɔdenfoɔ bɛyɛ sɛ adeɛ a ɛhye ntɛm; nʼadwuma bɛyɛ sɛ ogya nturueɛ; ne mmienu no bɛhye abɔ mu, a obiara rentumi nnum.”