< હોશિયા 9 >
1 ૧ હે ઇઝરાયલ, બીજા લોકોની જેમ આનંદ ન કર. કેમ કે તું તારા ઈશ્વરને ભૂલીને યહોવાહને વિશ્વાસુ નથી રહ્યો. દરેક ખળીમાં તેં વેતન આપવા ચાહ્યું છે.
१हे इस्राएला, इतर लोकांसारखा आनंद करु नको, कारण तू आपल्या देवाला सोडून अविश्वासू झाला आहेस, तुला प्रत्येक खळ्यावर व्यभिचाराचे वेतन आवडते.
2 ૨ પણ ખળીઓ તથા દ્રાક્ષકુંડો તેઓનું પોષણ કરશે નહિ; તેને નવા દ્રાક્ષારસની ખોટ પડશે નહિ.
२पण खळे आणि द्राक्षांचे कुंड त्यांना खाऊ घालणार नाही, नवा द्राक्षरस त्यांना निराश करेल.
3 ૩ તેઓ યહોવાહના દેશમાં રહી શકશે નહિ; પણ એફ્રાઇમ ફરીથી મિસર જશે. આશ્શૂરમાં તેઓ અપવિત્ર અન્ન ખાશે.
३ते परमेश्वराच्या देशात राहणार नाहीत, त्याशिवाय एफ्राईम मिसरात परत जाईल, आणि एके दिवशी ते अश्शूरात अमंगळ पदार्थ खातील.
4 ૪ તેઓ યહોવાહને દ્રાક્ષારસના અર્પણો ચઢાવશે નહિ, કે તેઓનાં અર્પણો તેઓને ખુશ કરશે નહિ. તેઓનાં બલિદાનો શોક કરનારાઓનાં ખોરાક જેવાં થઈ પડશે. જેઓ તે ખાશે તેઓ અપવિત્ર થશે. કેમ કે તેઓનું અન્ન ફક્ત તેઓના પૂરતું છે; તે યહોવાહના ઘરમાં દાખલ થશે નહિ.
४ते परमेश्वरास द्राक्षरसाचे पेयार्पणे देणार नाही, व ते त्यास प्रसन्न करु शकणार नाहीत, त्यांचे बलीदान त्यांच्यासाठी शोकाची भाकर होईल जे ते खातील ते अशुद्ध होतील, कारण त्यांचे भोजन त्यांच्यापुरतेच असेल, ते परमेश्वराच्या मंदीरात आणता येणार नाही.
5 ૫ તમે ઠરાવેલા પર્વના દિવસોમાં એટલે યહોવાહના ઉત્સવોના દિવસોમાં શું કરશો?
५परमेश्वराच्या सणाच्या दिवशी नेमलेल्या उत्सवाच्या दिवशी तुम्ही देवासाठी काय कराल?
6 ૬ કેમ કે, જો તેઓ વિનાશમાંથી જતા રહ્યા છે, તોપણ મિસર તેઓને એકત્ર કરશે, મેમ્ફિસ તેમને દફનાવશે. તેઓના સુંદર ચાંદીના દાગીના કાંટાળા છોડને હવાલે થશે, તેઓના તંબુઓમાં કાંટા ઊગી નીકળશે.
६कारण पहा, जर ते नाशापासून वाचले तर, मिसर त्यांना एकत्र करील आणि मोफ त्यांना मुठमाती देईल, वन्य झाडे त्यांचे सोने, रुपे मिळवतील आणि त्यांचे डेरे काट्यांनी भरून जातील.
7 ૭ શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે; ઇઝરાયલ તે જાણશે; તારા પુષ્કળ અન્યાયને કારણે તારા મોટા વૈરને કારણે “પ્રબોધક મૂર્ખ ગણાય છે, અને જે માણસમાં ઈશ્વરનો આત્મા છે તે ઘેલો છે.”
७शासन करण्याचे दिवस येत आहेत, प्रतिफळाचे दिवस येत आहेत, इस्राएल हे जाणणार, तुझ्या महापातकामुळे, वैरभावामुळे आता संदेष्टा मूर्ख बनला आहे.
8 ૮ પ્રબોધક જે મારા ઈશ્વરની સાથે છે તે એફ્રાઇમનો ચોકીદાર છે, પણ તેના બધા માર્ગોમાં પક્ષીઓની જાળ છે, તેના ઈશ્વરના ઘરમાં વૈર છે.
८संदेष्टा जो माझ्या देवासोबत आहे, तो एफ्राईमाचा रखवालदार आहे, पण तो आपल्या सर्व मार्गात पारध्याचा पाश आहे आणि त्यामध्ये देवाच्या घराविषयी वैरभाव भरलेला आहे.
9 ૯ ગિબયાહના દિવસોમાં થયા હતા તેમ, તેઓ અતિ ભ્રષ્ટ થયા છે. ઈશ્વર તેઓના અપરાધોને યાદ કરીને, તેઓનાં પાપોની સજા કરશે.
९गिबात घडलेल्या गोष्टींच्या वेळी झाले त्यासारखा त्यांनी अती भ्रष्टाचार केला आहे. देव त्यांच्या अधर्माची आठवण करून त्यांना त्यांच्या पापासाठी शासन करणार आहे.
10 ૧૦ યહોવાહ કહે છે કે, “જેમ અરણ્યમાં દ્રાક્ષા મળે તે જ રીતે મને ઇઝરાયલ મળ્યું. અંજીરીની મોસમમાં જેમ પ્રથમ અંજીર મળે તેમ મેં તમારા પૂર્વજોને જોયા. પણ તેઓ બઆલ-પેઓર પાસે ગયા, તેઓ શરમજનક વસ્તુને સમર્પિત થયા. તેઓ પોતાની પ્રિય મૂર્તિઓના જેવા ધિક્કારપાત્ર થયા.
१०परमेश्वर म्हणतो, मला इस्राएल जेव्हा आढळला तेव्हा तो रानात द्राक्ष मिळाल्यासारखा होता, अंजीराच्या हंगामातल्या प्रथम फळासारखे तुमचे पुर्वज मला आढळले पण ते बआल-पौराकडे आले आणि लज्जास्पद मूर्तीस त्यांनी आपणास वाहून घेतले ते त्यांच्या मूर्तीसारखे घृणास्पद झाले.
11 ૧૧ એફ્રાઇમની ગૌરવ પક્ષીની જેમ ઊડી જશે. ત્યાં કોઈ જન્મ, કોઈ ગર્ભવતી અને કોઈ ગર્ભાધાન થશે નહિ.
११एफ्राईमाचे गौरव पक्षाप्रमाणे उडून जाईल तिथे जन्म, गरोदरपणा आणि गर्भधारणा होणार नाही.
12 ૧૨ જોકે તેઓ બાળકો ઉછેરે, તોપણ એકપણ પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને દૂર લઈ જઈશ. જ્યારે હું તેઓનાથી દૂર જઈશ ત્યારે તેઓને અફસોસ!
१२जरी त्यांच्या मुलांचे पालन पोषण होऊन ती मोठी झाली तरी मी ते हिरावून घेणार यासाठी की त्यामध्ये कोणी राहू नये. मी त्यांच्यापासून वळून जाईल तेव्हा त्यांच्यावर हाय हाय!
13 ૧૩ મેં તૂરને જોયું છે તેવી રીતે એફ્રાઇમ ફળદ્રુપ જમીનમાં રોપાયેલો છે, પણ એફ્રાઇમ પોતાનાં સંતાનને સંહારકની પાસે બહાર લાવશે.”
१३मी एफ्राईमास पाहिले तेव्हा तो मला सोरासारखा, कुरणात लावलेल्या रोपटयासारखा दिसला पण तरी तो आपल्या मुलास बली देणाऱ्या मनुष्यासारखा होऊन जाईल.
14 ૧૪ હે યહોવાહ, તેઓને આપો. તમે તેઓને શું આપશો? ગર્ભપાત કરનાર ગર્ભસ્થાન તથા દૂધ વગરનાં સ્તન તેઓને આપો.
१४त्यास दे, परमेश्वरा, त्यास काय देशील? त्यांना गर्भपात करणारे गर्भाशय व सुकलेले स्तन त्यांना दे.
15 ૧૫ ગિલ્ગાલમાં તેઓનાં બધાં દુષ્ટ કાર્યોને કારણે. ત્યાં હું તેઓને ધિક્કારવા લાગ્યો. તેઓનાં દુષ્કૃત્યોને કારણે, હું તેઓને મારા ઘરમાંથી નસાડી મૂકીશ. હવે પછી હું તેઓના પર પ્રેમ નહિ રાખું. તેઓના બધા સરદારો બંડખોર છે.
१५कारण त्यांची सर्व अधमता गिल्गालात आहे, तेथेच मला त्यांच्याविषयी द्वेष निर्माण झाला. त्यांच्या पापकृत्यामुळे मी माझ्या घरातून त्यांना हाकलणार त्यांच्यावर प्रेम करणार नाही कारण त्यांचे सर्व अधिकारी बंडखोर आहेत.
16 ૧૬ એફ્રાઇમ રોગગ્રસ્ત છે, તેઓનું મૂળ સુકાઈ ગયું છે; તેમને ફળ આવશે નહિ. જોકે તેઓને સંતાન થાય, તો પણ હું તેઓના વહાલાં સંતાનનો સંહાર કરીશ.
१६एफ्राईम रोगी आहे त्यांचे मूळ सुकून गेले आहे, त्यास फळ येणार नाही, त्यांना जरी मुले झाली तरी मी त्यांची प्रिय मुले मारून टाकीन.
17 ૧૭ મારા ઈશ્વર તેઓને તરછોડી નાખશે કેમ કે તેઓએ તેમનું સાંભળ્યું નથી. તેઓ પરદેશીઓ મધ્યે ભટકનારા થશે.
१७माझा देव त्यांना नाकारेल कारण त्यांनी त्याचे ऐकले नाही, ते देशोदेशी भटकणारे होतील.