< હોશિયા 9 >

1 હે ઇઝરાયલ, બીજા લોકોની જેમ આનંદ ન કર. કેમ કે તું તારા ઈશ્વરને ભૂલીને યહોવાહને વિશ્વાસુ નથી રહ્યો. દરેક ખળીમાં તેં વેતન આપવા ચાહ્યું છે.
Kada ku yi farin ciki, ya Isra’ila; kada ku yi murna kamar waɗansu al’ummai. Gama kun yi rashin aminci ga Allahnku; kuna son hakkokin karuwa a kowace masussuka.
2 પણ ખળીઓ તથા દ્રાક્ષકુંડો તેઓનું પોષણ કરશે નહિ; તેને નવા દ્રાક્ષારસની ખોટ પડશે નહિ.
Masussukai da wuraren matsin inabi ba za su ciyar da mutane ba; sabon ruwan inabi zai kāsa musu.
3 તેઓ યહોવાહના દેશમાં રહી શકશે નહિ; પણ એફ્રાઇમ ફરીથી મિસર જશે. આશ્શૂરમાં તેઓ અપવિત્ર અન્ન ખાશે.
Ba za su ci gaba da zama a ƙasar Ubangiji ba; Efraim zai koma Masar yă kuma ci abinci marar tsarki a Assuriya.
4 તેઓ યહોવાહને દ્રાક્ષારસના અર્પણો ચઢાવશે નહિ, કે તેઓનાં અર્પણો તેઓને ખુશ કરશે નહિ. તેઓનાં બલિદાનો શોક કરનારાઓનાં ખોરાક જેવાં થઈ પડશે. જેઓ તે ખાશે તેઓ અપવિત્ર થશે. કેમ કે તેઓનું અન્ન ફક્ત તેઓના પૂરતું છે; તે યહોવાહના ઘરમાં દાખલ થશે નહિ.
Ba za su zuba hadayun ruwan inabi ga Ubangiji ba, ba kuwa hadayunsu za su gamshe shi ba. Irin hadayun nan za su zama musu kamar burodin masu makoki; duk wanda ya ci su zai ƙazantu. Wannan abincin zai zama na kansu ne; ba zai zo cikin haikalin Ubangiji ba.
5 તમે ઠરાવેલા પર્વના દિવસોમાં એટલે યહોવાહના ઉત્સવોના દિવસોમાં શું કરશો?
Me za ku yi a ƙayyadaddiyar ranar bukukkuwarku, a ranakun bikin Ubangiji?
6 કેમ કે, જો તેઓ વિનાશમાંથી જતા રહ્યા છે, તોપણ મિસર તેઓને એકત્ર કરશે, મેમ્ફિસ તેમને દફનાવશે. તેઓના સુંદર ચાંદીના દાગીના કાંટાળા છોડને હવાલે થશે, તેઓના તંબુઓમાં કાંટા ઊગી નીકળશે.
Ko da sun kuɓuta daga hallaka, Masar za tă tattara su, Memfis kuma za tă binne su. Sarƙaƙƙiya za tă mamaye kayan azurfansu, ƙayayyuwa su tsiro a cikin tentunansu.
7 શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે; ઇઝરાયલ તે જાણશે; તારા પુષ્કળ અન્યાયને કારણે તારા મોટા વૈરને કારણે “પ્રબોધક મૂર્ખ ગણાય છે, અને જે માણસમાં ઈશ્વરનો આત્મા છે તે ઘેલો છે.”
Kwanakin hukunci suna zuwa, kwanakin ba da lissafi suna a kusa. Bari Isra’ila su san da wannan. Saboda zunubanku sun yi yawa ƙiyayyarku kuma ta yi yawa, har ake ɗauka annabi wawa ne, mutumin da aka iza kuwa mahaukaci.
8 પ્રબોધક જે મારા ઈશ્વરની સાથે છે તે એફ્રાઇમનો ચોકીદાર છે, પણ તેના બધા માર્ગોમાં પક્ષીઓની જાળ છે, તેના ઈશ્વરના ઘરમાં વૈર છે.
Annabi, tare da Allahna, su ne masu tsaro a bisa Efraim, duk da haka tarko na jiransa a dukan hanyoyi, da kuma ƙiyayya a cikin gidan Allahnsa.
9 ગિબયાહના દિવસોમાં થયા હતા તેમ, તેઓ અતિ ભ્રષ્ટ થયા છે. ઈશ્વર તેઓના અપરાધોને યાદ કરીને, તેઓનાં પાપોની સજા કરશે.
Sun nutse da zurfi cikin lalaci, kamar a kwanakin Gibeya. Allah zai tuna da muguntarsu yă kuma hukunta su saboda zunubansu.
10 ૧૦ યહોવાહ કહે છે કે, “જેમ અરણ્યમાં દ્રાક્ષા મળે તે જ રીતે મને ઇઝરાયલ મળ્યું. અંજીરીની મોસમમાં જેમ પ્રથમ અંજીર મળે તેમ મેં તમારા પૂર્વજોને જોયા. પણ તેઓ બઆલ-પેઓર પાસે ગયા, તેઓ શરમજનક વસ્તુને સમર્પિત થયા. તેઓ પોતાની પ્રિય મૂર્તિઓના જેવા ધિક્કારપાત્ર થયા.
“Sa’ad da na sami Isra’ila, ya zama kamar samun inabi a hamada; sa’ad da na ga kakanninku, ya zama kamar ganin’ya’yan itace na farko a itacen ɓaure. Amma sa’ad da suka zo Ba’al-Feyor, suka keɓe kansu wa gumaka bankunya sai suka zama abubuwan banƙyama kamar abubuwan da suke ƙauna.
11 ૧૧ એફ્રાઇમની ગૌરવ પક્ષીની જેમ ઊડી જશે. ત્યાં કોઈ જન્મ, કોઈ ગર્ભવતી અને કોઈ ગર્ભાધાન થશે નહિ.
Darajar Efraim za tă yi firiya tă tafi kamar tsuntsu, ba haihuwa, ba juna biyu, ba ɗaukar ciki.
12 ૧૨ જોકે તેઓ બાળકો ઉછેરે, તોપણ એકપણ પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને દૂર લઈ જઈશ. જ્યારે હું તેઓનાથી દૂર જઈશ ત્યારે તેઓને અફસોસ!
Ko da sun yi renon’ya’ya, zan sa su yi baƙin cikin kowannensu. Kaitonsu sa’ad da na juya musu baya!
13 ૧૩ મેં તૂરને જોયું છે તેવી રીતે એફ્રાઇમ ફળદ્રુપ જમીનમાં રોપાયેલો છે, પણ એફ્રાઇમ પોતાનાં સંતાનને સંહારકની પાસે બહાર લાવશે.”
Na ga Efraim, kamar birnin Taya, da aka kafa a wuri mai daɗi. Amma Efraim zai fitar da’ya’yansu ga masu yanka.”
14 ૧૪ હે યહોવાહ, તેઓને આપો. તમે તેઓને શું આપશો? ગર્ભપાત કરનાર ગર્ભસ્થાન તથા દૂધ વગરનાં સ્તન તેઓને આપો.
Ka ba su, ya Ubangiji Me za ka ba su? Ka ba su mahaifar da za su yi ɓarin ciki da busassun nono.
15 ૧૫ ગિલ્ગાલમાં તેઓનાં બધાં દુષ્ટ કાર્યોને કારણે. ત્યાં હું તેઓને ધિક્કારવા લાગ્યો. તેઓનાં દુષ્કૃત્યોને કારણે, હું તેઓને મારા ઘરમાંથી નસાડી મૂકીશ. હવે પછી હું તેઓના પર પ્રેમ નહિ રાખું. તેઓના બધા સરદારો બંડખોર છે.
“Saboda dukan muguntarsu a Gilgal, na ƙi su a can. Saboda ayyukansu na zunubi, zan kore su daga gidana. Ba zan ƙara ƙaunace su ba; dukan shugabanninsu’yan tawaye ne.
16 ૧૬ એફ્રાઇમ રોગગ્રસ્ત છે, તેઓનું મૂળ સુકાઈ ગયું છે; તેમને ફળ આવશે નહિ. જોકે તેઓને સંતાન થાય, તો પણ હું તેઓના વહાલાં સંતાનનો સંહાર કરીશ.
An ka da Efraim, saiwarsu ta bushe, ba sa ba da amfani. Ko da sun haifi’ya’ya zan kashe waɗanda suka fi ƙauna.”
17 ૧૭ મારા ઈશ્વર તેઓને તરછોડી નાખશે કેમ કે તેઓએ તેમનું સાંભળ્યું નથી. તેઓ પરદેશીઓ મધ્યે ભટકનારા થશે.
Allahna zai ƙi su saboda ba su yi masa biyayya ba; za su zama masu yawo a cikin al’ummai.

< હોશિયા 9 >