< હોશિયા 7 >
1 ૧ જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઇમનાં પાપ, સમરુનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયાં. કેમ કે તેઓ દગો કરે છે, ચોર અંદર ઘૂસીને, શેરીઓમાં લૂંટફાટ ચલાવે છે.
Quand j’ai voulu guérir Israël, l’iniquité d’Éphraïm s’est découverte, et les méchancetés de Samarie; car ils ont pratiqué la fausseté, et le voleur entre, [et] la troupe des brigands assaille dehors.
2 ૨ તેઓ પોતાના મનમાં વિચાર કરતા જ નથી કે, તેઓનાં સર્વ દુષ્ટ કાર્યો મારા સ્મરણમાં છે. તેઓનાં પોતાનાં કાર્યોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા છે; તેઓ મારી નજર આગળ જ છે.
Et ils ne se sont pas dit dans leur cœur que je me souviens de toute leur méchanceté. Maintenant leurs méfaits les environnent, ils sont devant ma face.
3 ૩ તેઓની પોતાની દુષ્ટતાથી રાજાને, પોતાનાં જૂઠાણાંથી સરદારોને રાજી કરે છે.
Ils réjouissent le roi par leur méchanceté, et les princes par leurs mensonges.
4 ૪ તેઓ બધા જ વ્યભિચારીઓ છે; તેઓ ભઠિયારાએ સળગાવેલી ભઠ્ઠી જેવા છે, લોટને મસળે ત્યારથી તેને ખમીર ચઢે ત્યાં સુધી આગને બંધ કરે છે.
Tous, ils commettent l’adultère, comme un four allumé par le boulanger, qui cesse de l’attiser depuis qu’il s’est mis à pétrir la pâte jusqu’à ce qu’elle ait levé.
5 ૫ અમારા રાજાના જન્મ દિવસે સરદારો મદ્યપાનની ગરમીથી માંદા પડ્યા છે. તેણે હાંસી ઉડાવનારાઓ સાથે સહવાસ રાખ્યો છે.
Au jour de notre roi, les princes se sont rendus malades par l’ardeur du vin; il a tendu sa main aux moqueurs.
6 ૬ કેમ કે પોતાનું હૃદય ભઠ્ઠીની જેમ તૈયાર કરીને, તેઓ કપટભરી યોજના ઘડે છે. તેઓનો ક્રોધ આખી રાત બળતો રહે છે; સવારમાં તે અગ્નિના ભડકાની પેઠે બળે છે.
Car ils ont appliqué leur cœur comme un four à leurs embûches: toute la nuit, leur boulanger dort; le matin, il brûle comme un feu de flammes.
7 ૭ તેઓ બધા ભઠ્ઠીની જેમ ગરમ છે, તેઓ પોતાના ન્યાયાધીશોને ભસ્મ કરી જાય છે. તેઓના બધા રાજાઓ માર્યા ગયા છે; તેઓમાંનો કોઈ મને વિનંતી કરતો નથી.
Ils sont tous ardents comme un four, et ils dévorent leurs juges: tous leurs rois sont tombés; nul d’entre eux ne m’invoque.
8 ૮ એફ્રાઇમ વિવિધ લોકો સાથે ભળી જાય છે, તે તો ફેરવ્યા વગરની પૂરી જેવો છે.
Éphraïm s’est mêlé avec les peuples; Éphraïm est un gâteau qu’on n’a pas retourné.
9 ૯ પરદેશીઓએ તેનું બળ નષ્ટ કર્યું છે, પણ તે તે જાણતો નથી. તેના માથાના વાળ સફેદ થયા છે, પણ તે જાણતો નથી.
Des étrangers ont consumé sa force, et il ne le sait pas. Des cheveux gris sont aussi parsemés sur lui, et il ne le sait pas.
10 ૧૦ ઇઝરાયલનું ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે; તેમ છતાં, તેઓ યહોવાહ પોતાના ઈશ્વરની પાસે પાછા આવ્યા નથી, આ બધું છતાં, તેઓએ તેમને શોધ્યા પણ નથી.
Et l’orgueil d’Israël témoigne en face contre lui, et ils ne se tournent pas vers l’Éternel, leur Dieu, et ils ne le recherchent pas malgré tout cela.
11 ૧૧ એફ્રાઇમ મૂર્ખ કબૂતરનાં જેવો ભોળો છે, મિસરને બોલાવે છે, તેઓ આશ્શૂરની તરફ જાય છે.
Éphraïm est devenu comme une colombe niaise, sans intelligence; ils appellent l’Égypte, ils vont vers l’Assyrie.
12 ૧૨ જ્યારે તેઓ જશે, ત્યારે હું તેઓના પર મારી જાળ પાથરીશ, હું તેઓને આકાશના પક્ષીઓની જેમ નીચે લાવીશ. તેઓની જમાતને કહી સંભળાવ્યું તે પ્રમાણે હું તેઓને સજા કરીશ.
Dès qu’ils iront, j’étendrai sur eux mon filet, je les ferai descendre comme les oiseaux des cieux. Je les châtierai selon que leur assemblée l’a entendu.
13 ૧૩ તેઓને અફસોસ! કેમ કે તેઓ મારી પાસેથી ભટકી ગયા છે. તેઓનો નાશ થાઓ! તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે. હું તેઓને બચાવવા ઇચ્છતો હતો, પણ તેઓએ મારી વિરુદ્ધ જૂઠી વાતો કરી છે.
Malheur à eux, car ils se sont enfuis loin de moi! Ruine sur eux, car ils se sont rebellés contre moi! Et moi, je voulais les racheter, mais ils disent des mensonges contre moi;
14 ૧૪ તેઓ પોતાના હૃદયથી મને પોકારતા નથી, પણ તેઓ પથારીમાં પડ્યા પડ્યા વિલાપ કરે છે. તેઓ અનાજ અને દ્રાક્ષારસ મેળવવા પોતાના પર પ્રહાર કરે છે, તેઓ મારાથી પાછા ફરે છે.
et ils n’ont pas crié à moi dans leur cœur, quand ils ont hurlé sur leurs lits. Ils se rassemblent pour du froment et du moût; ils se sont retirés de moi.
15 ૧૫ મેં તેઓના હાથોને તાલીમ આપીને બળવાન કર્યા છે, છતાં પણ તેઓ મારી વિરુદ્ધ ઈજા કરવાની યોજના કરે છે.
Et moi, j’ai châtié; j’ai fortifié leurs bras: et ils ont médité le mal contre moi;
16 ૧૬ તેઓ પાછા આવે છે, પણ તેઓ મારી તરફ, એટલે આકાશવાસી તરફ પાછા ફરતા નથી. તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ્ય જેવા છે. તેઓના સરદારો પોતાની તોછડી જીભને કારણે તલવારથી નાશ પામશે. આ કારણે મિસર દેશમાં તેઓની મશ્કરી થશે.
ils retournent, [mais] non au [Très]-Haut; ils sont comme un arc trompeur. Leurs princes tomberont par l’épée, à cause de l’insolence de leur langue: cela fera d’eux un objet de risée dans le pays d’Égypte.