< હોશિયા 5 >
1 ૧ “હે યાજકો, તમે આ સાંભળો. હે ઇઝરાયલ લોકો, ધ્યાન આપો. હે રાજકુટુંબ તું સાંભળ. કેમ કે તમારી વિરુદ્ધ ચુકાદો આવી રહ્યો છે. મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતા, તાબોર પર જાળની જેમ પ્રસરેલા છો.
Hear ye this, O ye priests, And hearken, O house of Israel, And give ear, O house of the king! For judgment is coming upon you, Because ye have been a snare at Mizpah, And an outspread net upon Tabor.
2 ૨ બંડખોરો ભ્રષ્ટાચારમાં નિમગ્ન થયા છે, પણ હું તમને સર્વને શિક્ષા કરનાર છું.
By their sacrifices they commit deep transgression, And I will bring chastisement upon them all.
3 ૩ હું એફ્રાઇમને ઓળખું છું, ઇઝરાયલ મારાથી છુપાયેલું નથી. કેમ કે હે, એફ્રાઇમ તું તો ગણિકાના જેવું છે; ઇઝરાયલ અપવિત્ર છે.
I know Ephraim, And Israel is not hidden from me; For thou committest fornication, O Ephraim, And Israel is defiled.
4 ૪ તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ પાછા ફરતાં રોકશે, કેમ કે તેઓમાં વ્યભિચારનો આત્મા છે, તેઓ યહોવાહને જાણતા નથી.
They will not frame their doings To return to their God; For a spirit of fornication is within them, And they have no regard to Jehovah.
5 ૫ ઇઝરાયલનો ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે; ઇઝરાયલ તથા એફ્રાઇમ પોતાના અપરાધમાં ઠોકર ખાશે; યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાશે.
The pride of Israel testifieth to his face; Therefore shall Israel and Ephraim fall in their iniquity; Judah also shall fall with them.
6 ૬ તેઓ યહોવાહની શોધ કરવા પોતાનાં ટોળું તથા જાનવર લઈને જશે, પણ તે તેઓને મળશે નહિ, કેમ કે તે તેઓની પાસેથી જતા રહ્યા છે.
With their flocks and with their herds shall they go to seek Jehovah, And shall not find him; He hath withdrawn himself from them.
7 ૭ તેઓ યહોવાહને અવિશ્વાસુ થયા છે, કેમ કે તેઓએ બીજા કોઈનાં સંતાનોને જન્મ આપ્યો છે. હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેમના વતન સહિત નાશ કરશે.
They have been false to Jehovah, For they have begotten strange children; Now shall the new moon consume them with their possessions.
8 ૮ ગિબયાહમાં શિંગ તથા રામામાં રણશિંગડું વગાડો. બેથ-આવેનમાં ભયસૂચક વગાડો: ‘હે બિન્યામીન અમે તારી પાછળ છીએ!’
Blow ye the trumpet in Gibeah, And the cornet in Ramah; Cry aloud at Bethaven! Look behind thee, O Benjamin!
9 ૯ શિક્ષાના દિવસે એફ્રાઇમ વેરાન થઈ જશે. જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલના કુળોને જાહેર કર્યું છે.
Ephraim shall be desolate in the day of rebuke; Among the tribes of Israel do I make known what is sure.
10 ૧૦ યહૂદિયાના આગેવાનો સરહદના પથ્થર ખસેડનારના જેવા છે. હું મારો ક્રોધ પાણીની જેમ તેઓના પર રેડીશ.
The princes of Judah are like them that remove the land mark; I will pour out my wrath upon them like water.
11 ૧૧ એફ્રાઇમ કચડાઈ ગયો છે, તે ન્યાયનીરૂએ કચડાઈ ગયો છે, કેમ કે તે મૂર્તિઓની પાછળ ચાલવા રાજી હતો,
Ephraim is oppressed; he is crushed with punishment, Because he willingly walked after the decree.
12 ૧૨ તેથી હું એફ્રાઇમને ઉધાઈ સમાન, યહૂદિયાના લોકોને સડારૂપ છું.
I am as a moth to Ephraim, And as rottenness to the house of Judah.
13 ૧૩ જ્યારે એફ્રાઇમે પોતાની બીમારી જોઈ, અને યહૂદિયાએ પોતાનો ઘા જોયો, ત્યારે એફ્રાઇમ આશ્શૂરની પાસે ગયો અને મોટા રાજા યારેબની પાસે સંદેશાવાહક મોકલ્યો. પણ તે તમને સાજા કરી શકે એમ નથી કે, તમારા ઘા રુઝાવી શકે એમ નથી.
When Ephraim saw his sickness, And Judah his wound, Then went Ephraim to the Assyrian, And Judah sent to the hostile king; But he will not be able to heal you, Nor will he cure you of your wound.
14 ૧૪ કેમ કે હું એફ્રાઇમ પ્રત્યે સિંહની જેમ, યહૂદિયાના લોકો પ્રત્યે જુવાન સિંહ જેવો થઈશ. હું, હા હું જ, તેઓને ફાડી નાખીને જતો રહીશ; હું તેમને પકડી લઈ જઈશ, તેઓની રક્ષા કરનાર કોઈ હશે નહિ.
For I will be as a lion to Ephraim, And as a young lion to the house of Judah. I, even I, will tear, and will depart; I will take away, and none shall rescue.
15 ૧૫ તેઓ પોતાનો અપરાધ કબૂલ કરીને મારું મુખ શોધશે; પોતાના દુ: ખના સમયે તેઓ મને આતરુતાથી શોધશે, ત્યારે હું મારે સ્થાને પાછો જઈશ.”
I will go back to my place, Till they have suffered for their sin, and seek my face! In their affliction they will seek me early.