< હોશિયા 4 >
1 ૧ હે ઇઝરાયલી લોકો, યહોવાહનું વચન સાંભળો. આ દેશના રહેવાસીઓ સામે યહોવાહ દલીલ કરવાના છે, કેમ કે દેશમાં સત્ય કે વિશ્વાસુપણું કે ઈશ્વરનું ડહાપણ નથી.
ಇಸ್ರಾಯೇಲರೇ, ಯೆಹೋವ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿರಿ: ದೇಶದ ನಿವಾಸಿಗಳಾದ ನಿಮ್ಮ ಮೇಲೆ ಯೆಹೋವ ದೇವರು ಆಪಾದನೆ ಹೊರಿಸಿದ್ದಾರೆ. “ಏಕೆಂದರೆ ದೇಶದಲ್ಲಿ ಸತ್ಯವೂ ಇಲ್ಲ, ದಯೆಯೂ ಇಲ್ಲ, ದೇವರ ತಿಳುವಳಿಕೆಯೂ ಇಲ್ಲ.
2 ૨ શાપ આપવો, જૂઠું બોલવું, ખૂન કરવું, ચોરી કરવી અને વ્યભિચાર કરવો તે સિવાય બીજું કંઈ જ ચાલતું નથી. લોકો સીમાઓ તોડે છે અને રક્તપાત પાછળ રક્તપાત છે.
ಶಪಿಸುವದೂ, ಸುಳ್ಳು ಹೇಳುವುದೂ, ಕೊಲ್ಲುವುದು, ಕದಿಯುವುದೂ, ವ್ಯಭಿಚಾರ ಮಾಡುವುದೂ ಹೆಚ್ಚಾಗಿ ಬಿಟ್ಟಿವೆ. ಅವರು ಎಲ್ಲಾ ಮಿತಿಗಳನ್ನು ಮೀರಿದ್ದಾರೆ. ದೇಶವೆಲ್ಲಾ ರಕ್ತಮಯವಾಗಿದೆ.
3 ૩ તેથી દેશ વિલાપ કરશે, તેમાં રહેનાર દરેક નિર્બળ થઈ જશે જંગલી પશુઓ, આકાશમાંના બધાં પક્ષીઓ સમુદ્રમાંનાં માછલાં સુદ્ધાં મરતાં જાય છે.
ಆದ್ದರಿಂದ ದೇಶವು ದುಃಖಪಡುತ್ತಿದೆ. ಅದರಲ್ಲಿ ವಾಸಿಸುವ ಪ್ರತಿಯೊಬ್ಬನು ಕುಗ್ಗಿಹೋಗಿದ್ದಾನೆ. ಅಡವಿಯ ಮೃಗಗಳೂ ಆಕಾಶದ ಪಕ್ಷಿಗಳೂ, ಸಮುದ್ರ ಮೀನುಗಳು ನಶಿಸಿ ಹೋಗುತ್ತಿವೆ.
4 ૪ પણ કોઈએ દલીલ કરવી નહિ; તેમ કોઈએ બીજા માણસ પર આરોપ કરવો નહિ. હે યાજકો, મારી દલીલ તમારી સામે છે.
“ಆದರೂ ಯಾವನಾದರೂ ವಾದಿಸದಿರಲಿ ಇಲ್ಲವೆ ಬೇರೆಯವರನ್ನು ಖಂಡಿಸದಿರಲಿ. ಏಕೆಂದರೆ ನಿಮ್ಮ ಜನರೆಲ್ಲರೂ ಯಾಜಕನೊಂದಿಗೆ ವಾದಿಸುವವರಾಗಿದ್ದಾರೆ.
5 ૫ હે યાજક તું દિવસે ઠોકર ખાઈને પડશે; તારી સાથે પ્રબોધકો પણ રાત્રે ઠોકર ખાઈને પડશે, હું તારી માતાનો નાશ કરીશ.
ನೀನು ಹಗಲಿನಲ್ಲಿಯೂ, ರಾತ್ರಿಯಲ್ಲಿಯೂ ಬೀಳುವೆ. ಪ್ರವಾದಿಗಳು ನಿನ್ನ ಸಂಗಡ ಮುಗ್ಗರಿಸಿಬೀಳುವರು. ಆದ್ದರಿಂದ ನಾನು ನಿನ್ನ ತಾಯಿಯನ್ನು ನಾಶಮಾಡುವೆನು.
6 ૬ મારા લોકો ડહાપણને અભાવે નાશ પામતા જાય છે, કેમ કે તમે ડહાપણનો અનાદર કર્યો છે તેથી હું પણ તને મારા યાજકપદથી દૂર કરી દઈશ. કેમ કે તું, તારા ઈશ્વરના નિયમ ભૂલી ગયો છે, એટલે હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.
ನನ್ನ ಜನರು ಜ್ಞಾನಹೀನರಾಗಿ ಅಳಿದು ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. “ಏಕೆಂದರೆ ನೀವು ದೈವಜ್ಞಾನವನ್ನು ತಿರಸ್ಕರಿಸಿದ್ದೀರಿ. ನಾನು ಸಹ ಯಾಜಕ ವರ್ಗದಿಂದ ನಿಮ್ಮನ್ನು ವರ್ಜಿಸಿ ಬಿಡುತ್ತೇನೆ. ಏಕೆಂದರೆ ನೀವು ದೇವರ ನಿಯಮವನ್ನು ಮರೆತುಬಿಟ್ಟಿದ್ದೀರಿ, ನಾನು ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಮರೆತುಬಿಡುತ್ತೇನೆ.
7 ૭ જેમ જેમ યાજકોની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપો કરતા ગયા. હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ.
ಯಾಜಕರು ಹೆಚ್ಚಿದ ಹಾಗೆಲ್ಲಾ ಅವರು ನನಗೆ ವಿರೋಧವಾಗಿ ಪಾಪಮಾಡಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ನಾನು ಅವರ ಮಾನವನ್ನು ಅವಮಾನವನ್ನಾಗಿ ಮಾರ್ಪಡಿಸುವೆನು.
8 ૮ તેઓ મારા લોકોનાં પાપ પર નિર્વાહ કરે છે; તેઓ દુષ્ટતા કરવામાં મન લગાડે છે.
ಅವರು ನನ್ನ ಜನರ ಪಾಪವನ್ನು ತಿನ್ನುತ್ತಾರೆ. ಅವರು ದುಷ್ಟತನದ ಮೇಲೆ ಅವರ ಮನಸ್ಸನ್ನು ಇಡುತ್ತಾರೆ.
9 ૯ લોકો સાથે તથા યાજકો સાથે એવું જ થશે. હું તેઓને તેઓનાં દુષ્ટ કૃત્યો માટે સજા કરીશ તેઓનાં કામનો બદલો આપીશ.
ಯಾಜಕನು ಹೇಗೋ ಹಾಗೆಯೇ ಜನರು ಇರುವರು. ನಾನು ಅವರ ಮಾರ್ಗಗಳಿಗೋಸ್ಕರ ಅವರನ್ನು ಶಿಕ್ಷಿಸಿ, ಅವರ ಕೃತ್ಯಗಳಿಗೆ ತಕ್ಕಂತೆ ಪ್ರತಿಫಲ ಕೊಡುವೆನು.
10 ૧૦ તેઓ ખાશે પણ ધરાશે નહિ, તેઓ વ્યભિચાર કરશે પણ તેઓનો વિસ્તાર વધશે નહિ, કેમ કે તેઓ મારાથી એટલે યહોવાહથી દૂર ગયા છે અને તેઓએ મને તજી દીધો છે.
“ಏಕೆಂದರೆ ಅವರು ತಿಂದರೂ ಸಾಕಾಗುವುದಿಲ್ಲ. ಅವರು ವ್ಯಭಿಚಾರ ಮಾಡಿದರೂ ಅಭಿವೃದ್ಧಿ ಆಗುವುದಿಲ್ಲ. ಏಕೆಂದರೆ ಅವರು ಯೆಹೋವ ದೇವರನ್ನೇ ಬಿಟ್ಟುಬಿಟ್ಟಿದ್ದಾರೆ.
11 ૧૧ વ્યભિચાર, દ્રાક્ષારસ તથા નવો દ્રાક્ષારસ તેમની સમજને નષ્ટ કરે છે.
ಮದ್ಯಪಾನ, ದ್ರಾಕ್ಷಾರಸ ಇವು ಜನರನ್ನು ಜ್ಞಾನಹೀನರನ್ನಾಗಿ ಮಾಡುತ್ತವೆ.
12 ૧૨ મારા લોકો લાકડાંની મૂર્તિઓની સલાહ પૂછે છે, તેઓની લાકડીઓ તેઓને ભવિષ્યવાણીઓ કહે છે. કેમ કે અનિચ્છનીય સંગતે તેઓને અવળે માર્ગે દોર્યા છે, તેઓએ પોતાના ઈશ્વરને છોડી દીધા છે.
ನನ್ನ ಜನರು ಮರದ ತುಂಡುಗಳಿಂದ ಕಣಿ ಕೇಳುತ್ತಾರೆ. ಹಿಡಿದ ಕೋಲಿನಿಂದ ಉತ್ತರ ಪಡೆಯಲು ಯತ್ನಿಸುತ್ತಾರೆ. ಏಕೆಂದರೆ ವ್ಯಭಿಚಾರದ ಆತ್ಮವು ಅವರನ್ನು ತಪ್ಪಿಸಿಬಿಟ್ಟಿದೆ. ಅವರು ತಮ್ಮ ದೇವರಿಗೆ ಅಪನಂಬಿಗಸ್ತರಾಗಿ ದ್ರೋಹ ಮಾಡಿದ್ದಾರೆ.
13 ૧૩ તેઓ પર્વતોનાં શિખરો પર બલિદાન કરે છે; ડુંગરો પર, એલોન વૃક્ષો, પીપળ વૃક્ષો તથા એલાહ વૃક્ષોની નીચે ધૂપ બાળે છે. તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.
ಅವರು ಬೆಟ್ಟಗಳ ತುದಿಯಲ್ಲಿ ಬಲಿಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಾರೆ. ಗುಡ್ಡಗಳ ಮೇಲೆ ಏಲಾ, ಲಿಬ್ನೆ, ಏಲಾ ಮರಗಳ ಕೆಳಗೆ ಅವುಗಳ ನೆರಳು ದಟ್ಟವಾಗಿರುವುದರಿಂದ ಧೂಪವನ್ನು ಸುಡುತ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ನಿಮ್ಮ ಪುತ್ರಿಯರು ವ್ಯಭಿಚಾರ ಮಾಡುವರು. ನಿಮ್ಮ ಸೊಸೆಯಂದಿರು ವ್ಯಭಿಚಾರಿಣಿಗಳಾಗುವರು.
14 ૧૪ જ્યારે તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, કે તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ. કેમ કે પુરુષો પોતે જ ગણિકાઓ સાથે વ્યવહાર રાખે છે, દેવદાસીઓની સાથે મંદિરમાં યજ્ઞો કરે છે. આ રીતે જે લોકો સમજતા નથી તેઓનો વિનાશ થશે.
“ನಿಮ್ಮ ಪುತ್ರಿಯರು ವ್ಯಭಿಚಾರ ಮಾಡುವಾಗಲೂ, ನಿಮ್ಮ ಸೊಸೆಯಂದಿರು ವ್ಯಭಿಚಾರ ಮಾಡುವಾಗಲೂ ನಾನು ಅವರನ್ನು ಶಿಕ್ಷಿಸುವುದಿಲ್ಲ. ಏಕೆಂದರೆ ಪುರುಷರು ಸ್ವತಃ ವೇಶ್ಯೆಯರೊಂದಿಗೆ ವಾಸಿಸುತ್ತಾರೆ ಮತ್ತು ದೇವಾಲಯದ ವೇಶ್ಯೆಯರೊಂದಿಗೆ ಬಲಿ ಅರ್ಪಿಸುತ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ವಿವೇಕವಿಲ್ಲದ ಜನರು ನಾಶವಾಗುತ್ತಾರೆ.
15 ૧૫ હે ઇઝરાયલ, જોકે તું વ્યભિચાર કરે, પણ યહૂદિયાને દોષિત થવા દઈશ નહિ. તમે લોકો ગિલ્ગાલ જશો નહિ; બેથ-આવેન પર ચઢશો નહિ. અને “જીવતા યહોવાહના સમ” ખાશો નહિ.
“ಇಸ್ರಾಯೇಲೇ, ನೀನು ವ್ಯಭಿಚಾರ ಮಾಡಿದರೂ, ಯೆಹೂದವು ಆ ದೋಷಕ್ಕೆ ಒಳಗಾಗದಿರಲಿ. “ಗಿಲ್ಗಾಲಿಗೆ ಹೋಗದೆ, ಇಲ್ಲವೆ ಬೇತಾವೆನಿಗೆ ಏರದೇ, ‘ಯೆಹೋವ ದೇವರ ಜೀವದಾಣೆ,’ ಎಂದು ಪ್ರಮಾಣ ಮಾಡದೆ ಇರಲಿ.
16 ૧૬ કેમ કે ઇઝરાયલ અડિયલે વાછરડીની જેમ હઠીલાઈ કરી છે. પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવાહ તેઓને ચારશે.
ಹಠಮಾರಿ ಹಸುವಿನ ಹಾಗೆ ಇಸ್ರಾಯೇಲು ಹಟಮಾರಿಯಾಗಿದೆ. ಈಗ ಯೆಹೋವ ದೇವರು ಹುಲ್ಲುಗಾವಲಲ್ಲಿರುವ ಕುರಿಮರಿಯ ಹಾಗೆ ಅವರನ್ನು ಹೇಗೆ ಮೇಯಿಸುವರು?
17 ૧૭ એફ્રાઇમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે. તેને રહેવા દો.
ಎಫ್ರಾಯೀಮನು ವಿಗ್ರಹಗಳಿಗೆ ಸೇರಿಕೊಂಡಿದ್ದಾನೆ. ಅವನನ್ನು ಅವನಷ್ಟಕ್ಕೆ ಬಿಟ್ಟುಬಿಡು.
18 ૧૮ મદ્યપાન કરી રહ્યા પછી, તેઓ વ્યભિચાર કરવાનું ચાલુ રાખે છે; તેના અધિકારીઓ મોહમાં અંધ થઈ ગયા છે.
ಅವರು ಮಿತಿಮೀರಿ ಕುಡಿಯುತ್ತಾರೆ. ಅವರು ಯಾವಾಗಲೂ ವ್ಯಭಿಚಾರ ಮಾಡುವವರಾಗಿದ್ದಾರೆ. ಅವರನ್ನು ಆಳುವವರು ಅವಮಾನ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಇಷ್ಟಪಡುತ್ತಾರೆ.
19 ૧૯ પવને તેને પોતાની પાંખોમાં વીંટી દીધી છે; તેઓ પોતાનાં બલિદાનોને કારણે શરમાશે.
ಗಾಳಿಯು ಅವರನ್ನು ತನ್ನ ರೆಕ್ಕೆಗಳಿಂದ ಬಂಧಿಸಿದೆ. ಅವರು ತಮ್ಮ ಬಲಿಗಳಿಂದ ನಾಚಿಕೆಪಡುವರು.