< હોશિયા 2 >
1 ૧ “મારા લોકો! તમારા ભાઈઓને આમ્મી અને, તમારી બહેનોને રૂહામા કહીને બોલાવો, “તું તેના પર દયા રાખશે.”
你们要称你们的弟兄为阿米,称你们的姊妹为路哈玛。
2 ૨ તમારી માતાને આજીજી કરો, તેને સમજાવો, કેમ કે તે મારી પત્ની નથી, હું તેનો પતિ નથી. તેને સમજાવો કે તે પોતાની આગળથી તેની ગણિકાવૃતિ અને પોતાના સ્તનોમાંથી વ્યભિચારના કાર્યો દૂર કરે.
你们要与你们的母亲大大争辩; 因为她不是我的妻子, 我也不是她的丈夫。 叫她除掉脸上的淫像 和胸间的淫态,
3 ૩ જો તેમ નહિ, તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ તેના જન્મદિવસે તે હતી તેવી તેની નિર્વસ્ત્ર દશા હું બતાવીશ. હું તેને અરણ્ય સમાન કરીને, સૂકી ભૂમિ જેવી કરી દઈશ, હું તેને પાણી વગર તરસે મારી નાખીશ.
免得我剥她的衣服, 使她赤体,与才生的时候一样, 使她如旷野,如干旱之地, 因渴而死。
4 ૪ હું તેનાં સંતાન પર દયા રાખીશ નહિ, કેમ કે તેઓ એક ગણિકાનાં સંતાનો છે.
我必不怜悯她的儿女, 因为他们是从淫乱而生的。
5 ૫ કેમ કે તેમની માતા ગણિકા છે, તેમનો ગર્ભધારણ કરનારીએ શરમજનક કાર્ય કર્યું છે. તેણે કહ્યું, “હું મારા પ્રીતમોની પાછળ જઈશ, કેમ કે, તેઓ મને મારી રોટલી, પાણી, મારું ઊન, મારું શણ, મારું તેલ અને પીણું આપે છે.”
他们的母亲行了淫乱, 怀他们的母做了可羞耻的事, 因为她说:我要随从所爱的; 我的饼、水、羊毛、麻、油、酒 都是他们给的。
6 ૬ તેથી, હું તેના માર્ગમાં કાંટાની વાડ બાંધીશ. હું તેની વિરુદ્ધ દીવાલ બાંધીશ, જેથી તે કોઈ માર્ગ શોધી શકે નહિ.
因此,我必用荆棘堵塞她的道, 筑墙挡住她, 使她找不着路。
7 ૭ તે પોતાના પ્રેમીઓની પાછળ જશે, પણ તે તેઓને પામી શકશે નહિ. તે તેઓને શોધશે, પણ તેઓ તેને મળશે નહિ. ત્યારે તે કહેશે કે, “હું મારા પતિને ઘરે પાછી જઈશ, કેમ કે હમણાંના કરતાં તે વખતે મને વધારે સારું હતું.”
她必追随所爱的,却追不上; 她必寻找他们,却寻不见, 便说:我要归回前夫, 因我那时的光景比如今还好。
8 ૮ કેમ કે તે જાણતી નહોતી કે, હું તેને અનાજ, નવો દ્રાક્ષારસ અને તેલ આપનાર હતો, જે સોનું તથા ચાંદી તેઓ બઆલ માટે વાપરતા હતા, તે મબલખ પ્રમાણમાં આપતો હતો.
她不知道是我给她五谷、新酒,和油, 又加增她的金银; 她却以此供奉巴力。
9 ૯ તેથી ફસલના સમયે હું તેનું અનાજ અને મારો નવો દ્રાક્ષારસ તેની મોસમમાં પાછા લઈ લઈશ. તેની નિર્વસ્ત્રતા ઢાંકવા, મેં જે મારું ઊન તથા શણ આપ્યાં હતાં તે પણ હું પાછાં લઈ લઈશ.
因此到了收割的日子, 出酒的时候, 我必将我的五谷、新酒收回, 也必将她应当遮体的羊毛和麻夺回来。
10 ૧૦ પછી હું તેના પ્રેમીઓની નજર આગળ તેને ઉઘાડી કરીશ, મારા હાથમાંથી તેને કોઈ બચાવી શકશે નહિ.
如今我必在她所爱的眼前显露她的丑态; 必无人能救她脱离我的手。
11 ૧૧ હું તેનો તમામ આનંદ, તેના ચંદ્રદર્શનના દિવસો, તેના વિશ્રામવારો તથા તેનાં મુકરર પર્વો તે સર્વનો હું અંત આણીશ.
我也必使她的宴乐、节期、月朔、安息日, 并她的一切大会都止息了。
12 ૧૨ “હું તેની દ્રાક્ષવાડીઓ તથા અંજીરનાં વૃક્ષોનો નાશ કરીશ, જેના વિષે તે એમ કહે છે કે, ‘આ તો મારા પ્રેમીઓએ મને આપેલું વેતન છે.’ હું તેઓને જંગલ બનાવી દઈશ, જંગલી પશુઓ તેને ખાઈ જશે.
我也必毁坏她的葡萄树和无花果树, 就是她说“这是我所爱的给我为赏赐”的。 我必使这些树变为荒林, 为田野的走兽所吃。
13 ૧૩ જે દિવસોમાં તે બઆલની આગળ ધૂપ બાળતી હતી તે દિવસોને માટે હું તેને સજા કરીશ. કેમ કે તે બુટ્ટી તથા આભૂષણોનો શણગાર કરીને, પ્રેમીઓની પાછળ ફરતી હતી અને મને ભૂલી ગઈ હતી.” એવું યહોવાહ કહે છે.
我必追讨她素日给诸巴力烧香的罪; 那时她佩带耳环和别样妆饰, 随从她所爱的,却忘记我。 这是耶和华说的。
14 ૧૪ તેથી હું તેને ફોસલાવીને. તેને અરણ્યમાં લાવીશ અને તેની સાથે નમ્રતાથી બોલીશ
后来我必劝导她,领她到旷野, 对她说安慰的话。
15 ૧૫ તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ. જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં, મિસરમાંથી બહાર નીકળી આવી તે દિવસોમાં કરતી હતી તેમ તે ઉત્તર આપશે.
她从那里出来,我必赐她葡萄园, 又赐她亚割谷作为指望的门。 她必在那里应声, 与幼年的日子一样, 与从埃及地上来的时候相同。
16 ૧૬ આ યહોવાહની ઘોષણા છે કે, “તે દિવસે એવું થશે” “કે તે મને ‘મારા પતિ’ કહીને બોલાવશે, ફરીથી ‘મારા બઆલ’ એવું કહીને નહિ બોલાવશે.
耶和华说:“那日你必称呼我伊施,不再称呼我巴力;
17 ૧૭ કેમ કે હું તેના મુખમાંથી બઆલના નામો દૂર કરીશ; ક્યારેય તેનાં નામોનું સ્મરણ કરવામાં આવશે નહિ.”
因为我必从我民的口中除掉诸巴力的名号,这名号不再提起。
18 ૧૮ “તે દિવસે હું તેઓને માટે, જંગલી પશુઓ સાથે, આકાશના પક્ષીઓ સાથે, જમીન પર ચાલનારાં પશુઓ સાથે કરાર કરીશ કે, હું દેશમાંથી ધનુષ્ય, તલવાર તથા યુદ્ધનું ખંડન કરીશ, હું તેઓને સુરક્ષિત રીતે સુવાડીશ.
当那日,我必为我的民,与田野的走兽和空中的飞鸟,并地上的昆虫立约;又必在国中折断弓刀,止息争战,使他们安然躺卧。
19 ૧૯ હું સદાકાળને માટે તારી સાથે મારી સગાઈ કરીશ. હું નેકીથી, ન્યાયીપણાથી, વિશ્વાસયોગ્યતા તથા કૃપાથી તારી સાથે મારી સગાઈ કરીશ.
我必聘你永远归我为妻,以仁义、公平、慈爱、怜悯聘你归我;
20 ૨૦ હું વિશ્વાસુપણાથી તારી સાથે સગાઈ કરીશ. અને તું યહોવાહને ઓળખશે.
也以诚实聘你归我,你就必认识我—耶和华。
21 ૨૧ અને તે દિવસે, હું જવાબ આપીશ” આ યહોવાહની ઘોષણા છે. “હું આકાશોને જવાબ આપીશ, તેઓ પૃથ્વીને જવાબ આપશે.
耶和华说:那日我必应允, 我必应允天,天必应允地;
22 ૨૨ પછી પૃથ્વી અનાજને, દ્રાક્ષારસને તથા તેલને જવાબ આપશે, તેઓ યિઝ્રએલને જવાબ આપશે.
地必应允五谷、新酒,和油, 这些必应允耶斯列民。
23 ૨૩ હું મારા માટે તેને દેશમાં રોપીશ. લો રૂહામા જે કૃપા પામેલી ન હતી તે પર હું કૃપા કરીશ. જેઓ મારા લોકો નથી તેઓને કહીશ કે, ‘તમે મારા લોકો છો,’ અને તેઓ કહેશે, ‘તમે અમારા ઈશ્વર છો.’”
我必将她种在这地。 素不蒙怜悯的,我必怜悯; 本非我民的,我必对他说: 你是我的民; 他必说:你是我的 神。”