< હોશિયા 14 >

1 હે ઇઝરાયલ, યહોવાહ તારા ઈશ્વરની પાસે પાછો આવ, કેમ કે તારા અન્યાયને લીધે તું પડી ગયો.
हे इस्राएला, आपला देवा परमेश्वर याकडे परत ये, तुझ्या दुष्टपणामुळे तुझे पतन झाले आहे.
2 તારી સાથે પસ્તાવાના શબ્દો લઈને યહોવાહની પાસે પાછો આવ. તેમને કહો, “અમારાં પાપો દૂર કરો, કૃપાથી અમારો સ્વીકાર કરો, જેથી અમે તમને સ્તુતિના અર્પણ ચઢાવીએ.
कबुलीच्या शब्दासोबत परमेश्वराकडे वळा, त्यास म्हणा, आमचे अधर्म दूर कर आणि दयेने आमचा स्वीकार कर म्हणजे आम्ही तुझी स्तुती करु, आपल्या ओठांचे फळ तुला अर्पू.
3 આશ્શૂર અમને બચાવી શકશે નહિ; અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ. હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ, ‘કે તમે અમારા દેવો છો,’ કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે.”
अश्शूर आम्हास तारणार नाही, आम्ही युध्दासाठी घोड्यावर स्वार होणार नाही, यापुढे आमच्या हाताच्या मूर्तीस आमचा देव म्हणणार नाही, कारण तुझ्यामध्ये अनाथांना दया प्राप्त होते.
4 “તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહિ. હું ઉદારપણાથી તેઓના પર પ્રેમ કરીશ, કેમ કે મારો ક્રોધ તેઓના પરથી પાછો ફર્યો છે.
ज्यांनी मला सोडले ते जर परत मजकडे आले तर मी त्यांना आरोग्य देईन, त्यांच्यावर मोकळ्या मनाने प्रीती करीन, कारण माझा त्यांच्यावरचा राग गेला आहे.
5 હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ; તે કમળની જેમ ખીલશે, લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા નાખશે.
मी इस्राएलास दहीवरासारखा होईल, तो भुकमळासारखा फुलेल आणि लबानोनात देवदारूप्रमाणे मुळ धरील.
6 તેની ડાળીઓ ફેલાઇ જશે, તેનો વૈભવ સુંદર જૈતૂનવૃક્ષના જેવો હશે, અને તેની સુવાસ લબાનોનના જેવી હશે.
त्याच्या फांद्या पसरतील, त्याची सुंदरता जैतून वृक्षासारखी होईल, आणि त्याचा सुगंध लबानोनातील देवदार वृक्षासारखा होईल.
7 તેના છાયામાં રહેનારા લોકો પાછા ફરશે; તેઓ અનાજના છોડની જેમ ફળવાન થશે, દ્રાક્ષાવેલાની જેમ ખીલશે; તેની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.
त्याच्या सावलीत राहणारे लोक परत येतील, ते धान्यासारखे पुनर्जिवित होतील; आणि द्राक्षाप्रमाणे फळ देतील, त्याची प्रतिष्ठा लबानोनाच्या द्राक्षरसासारखी होईल.
8 એફ્રાઇમ કહેશે, ‘મારે મૂર્તિઓ સાથે શો લાગભાગ? હું તેની સંભાળ રાખીશ એવો મેં તેને જવાબ આપ્યો. હું દેવદારના લીલા વૃક્ષ જેવો છું; મારી પાસેથી જ તને ફળ મળે છે.”
एफ्राईम म्हणेल, या मूर्त्यांचे मी काय करु? मी त्यास उत्तर देईन त्याची काळजी घेईन मी सारखा सदाहरित आहे, माझ्यातून तुला फळ मिळते.
9 કોણ જ્ઞાની હશે કે તે આ બાબતોને સમજે? કોણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે તેને આ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાહના માર્ગો સત્ય છે, ન્યાયી માણસ તેના ઉપર ચાલશે, પણ બંડખોરો તેમાં ઠોકર ખાશે.
कोण चतुर आहे ज्याला या गोष्टी समजतील? कोण समंजस आहे ज्याला ते समजेल? परमेश्वराचे मार्ग सरळ आहेत, आणि धार्मिक त्यामध्ये चालतील पण बंडखोर त्यामध्ये अडखळून पडतील.

< હોશિયા 14 >