< હોશિયા 12 >
1 ૧ એફ્રાઇમ વાયુ પર નિર્વાહ કરે છે. પૂર્વના પવન પાછળ જાય છે. તે જૂઠ તથા હિંસાની વૃદ્ધિ કરે છે, તેઓ આશ્શૂરની સાથે કરાર કરે છે, અને મિસરમાં જૈતૂનનું તેલ લઈ જવામાં આવે છે.
Ephraim chases the wind and pursues the east wind all day long; he multiplies lies and violence; he makes a covenant with Assyria and sends olive oil to Egypt.
2 ૨ યહૂદિયા વિરુદ્ધ યહોવાહને દલીલ છે તેઓ યાકૂબને તેનાં કૃત્યોની સજા આપશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને સજા આપશે.
The LORD also brings a charge against Judah. He will punish Jacob according to his ways and repay him according to his deeds.
3 ૩ ગર્ભસ્થાનમાં તેણે પોતાના ભાઈની એડી પકડી, અને પુખ્ત ઉંમરે તેણે ઈશ્વર સાથે બાથ ભીડી.
In the womb he grasped his brother’s heel, and in his vigor he wrestled with God.
4 ૪ તેણે દેવદૂત સાથે બાથ ભીડી અને જીત્યો. તે રડ્યો અને કૃપા માટે યાચના કરી. તે બેથેલમાં ઈશ્વરને મળ્યો; ત્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી.
Yes, he struggled with the angel and prevailed; he wept and sought His favor; he found Him at Bethel and spoke with Him there —
5 ૫ હા, યહોવાહ, સૈન્યોના ઈશ્વર છે; “યહોવાહ” તે તેમનું સ્મારક નામ છે જેના ઉચ્ચારથી તેમને બોલાવવામાં આવે છે.
the LORD is the God of Hosts— the LORD is His name of renown.
6 ૬ માટે તમારા ઈશ્વરની તરફ પાછા ફરો. ન્યાય અને વિશ્વાસુપણાને વળગી રહો, તમારા ઈશ્વરની રાહ જોતા રહો.
But you must return to your God, maintaining love and justice, and always waiting on your God.
7 ૭ વેપારીઓના હાથમાં તો ખોટાં ત્રાજવાં છે, તેઓને છેતરપિંડી ગમે છે.
A merchant loves to defraud with dishonest scales in his hands.
8 ૮ એફ્રાઇમ કહે છે, “ખરેખર, હું તો ધનવાન થયો છું, મને સંપત્તિ મળી છે. મારાં સર્વ કાર્યમાં તેઓને કોઈ પણ અન્યાય જડશે નહિ, કે જેનાથી પાપ થાય.”
And Ephraim boasts: “How rich I have become! I have found wealth for myself. In all my labors, they can find in me no iniquity that is sinful.”
9 ૯ “મિસર દેશથી હું યહોવાહ તમારો ઈશ્વર છું. જેમ મુકરર પર્વના દિવસોમાં તું વસતો હતો, તેમ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ.
But I am the LORD your God ever since the land of Egypt. I will again make you dwell in tents, as in the days of the appointed feast.
10 ૧૦ મેં પ્રબોધકો સાથે વાત કરી છે. મેં તેઓને ઘણાં સંદર્શનો આપ્યાં છે. મેં તેઓને પ્રબોધકો મારફતે દ્રષ્ટાંતો આપ્યા છે.”
I spoke through the prophets and multiplied their visions; I gave parables through the prophets.
11 ૧૧ જો ગિલ્યાદમાં દુષ્ટતા છે, લોકો તદ્દન વ્યર્થતારૂપ છે. તેઓ ગિલ્ગાલમાં બળદોનું બલિદાન કરે છે; તેઓની વેદીઓ ખેતરના ચાસમાંના પથ્થરના ઢગલા જેવી છે.
Is there iniquity in Gilead? They will surely come to nothing. Do they sacrifice bulls in Gilgal? Indeed, their altars will be heaps of stones in the furrows of the field.
12 ૧૨ યાકૂબ અરામ દેશમાં નાસી ગયો છે; ઇઝરાયલે પત્ની મેળવવા માટે સેવા કર્યું, તેણે પત્ની મેળવવા માટે ઘેટાંને ચરાવ્યાં.
Jacob fled to the land of Aram and Israel worked for a wife— for a wife he tended sheep.
13 ૧૩ પ્રબોધક મારફતે યહોવાહ ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લાવ્યા, પ્રબોધક દ્વારા તેઓનું રક્ષણ થયું.
But by a prophet the LORD brought Israel out of Egypt, and by a prophet he was preserved.
14 ૧૪ એફ્રાઇમે યહોવાહને ઘણા ગુસ્સે કર્યાં છે. તેના રક્તપાત માટે પ્રભુ તેને જ જવાબદાર ઠેરવશે અને તેઓએ જે અપરાધો કર્યા છે તેનો દોષ તેઓના માથે નાખશે.
Ephraim has provoked bitter anger, so his Lord will leave his bloodguilt upon him and repay him for his contempt.