< હોશિયા 10 >

1 ઇઝરાયલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે. તેણે ફળની અધિકતા પ્રમાણે, વધારે અને વધારે વેદીઓ બાંધી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં, તેણે સુશોભિત પવિત્રસ્તંભો બનાવ્યા છે.
以色列原是一枝茂盛結實繁多的葡萄樹,但他的收薐愈豐,祭壇也愈多;土地愈富饒,石柱也愈美觀。
2 તેઓનું હૃદય કપટી છે; હવે તેઓ પોતાના અપરાધની સજા ભોગવશે. યહોવાહ તેઓની વેદીઓ તોડી નાખશે; તે તેઓનાં ભજનસ્તંભોનો નાશ કરશે.
他們心懷二意,因此必遭懲罰;上主必拆毀他們的祭壇,打倒他們的石柱。
3 કેમ કે હવે તેઓ કહેશે, “અમારે કોઈ રાજા નથી, કેમ કે અમે યહોવાહનો ભય રાખતા નથી. અને રાજા પણ અમારે માટે શું કરી શકે છે?”
那時他們要說:「哎! 我們沒有君王,因為我們不敬畏上主;可是君王能為我們作什麼呢﹖
4 તેઓ મિથ્યા વચનો બોલે છે કરાર કરતી વખતે જૂઠા સમ ખાય છે. તેઓના ચુકાદાઓ ખેતરના ચાસમાં ઊગી નીકળતા ઝેરી છોડ જેવા હોય છે.
他們任意講空話,發虛誓,立盟約....因此,正義有如田畦間的苦菜叢生。
5 બેથ-આવેનના વાછરડીઓને કારણે, સમરુનના લોકો ભયભીત થશે. કેમ કે તેના માટે શોક કરે છે, તેઓના દબદબાને લીધે, વ્યભિચારી યાજકો આનંદ કરતા હતા, પણ તેઓ ત્યાં રહ્યા નથી.
撒馬黎雅的居民必為貝特文的牛犢焦慮,他的人民必為牠舉哀,他的僧侶也要為牠我去的榮華而哀號,因為牠被人奪去。
6 કેમ કે મહાન રાજાને માટે બક્ષિસ તરીકે તેને આશ્શૂર લઈ જવામાં આવશે. એફ્રાઇમ બદનામ થશે, ઇઝરાયલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે.
連牠也被帶到亞述去,作為大王的頁物。厄弗辣因得到旳只是恥辱,以色列必要因自己的偶像而蒙羞。
7 પાણીની સપાટી પરના લાકડાના પાટિયાની જેમ, સમરુનનો રાજા નાશ પામ્યો છે
撒馬黎雅滅亡了,她的君王有如一片浮在水面的乾草。
8 ઇઝરાયલના પાપના કારણે ભક્તિસ્થાનો નાશ પામશે. તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે. લોકો પર્વતોને કહેશે કે, “અમને ઢાંકી દો!” અને ડુંગરોને કહેશે કે, અમારા પર પડો!”
貝特阿文的高丘──以色列的罪過淵藪──將被摧毀,荊棘和蒺藜要攀他們的祭壇;那時他們要對山說:「遮蓋我們吧!」對丘陵說:「倒在我們身上吧!」
9 “ઇઝરાયલ, ગિબયાહના દિવસોથી તું પાપ કરતો આવ્યો છે; શું ગિબયાહમાં દુષ્ટ કૃત્યો કરનારાઓ સામે યુદ્ધ કરવું ન પડે એ મતલબથી તેઓ ત્યાં પડી રહ્યા છે!
以色列! 從基貝亞的日子起,你就犯罪,你就在那裏抗拒;難道基貝亞的戰禍不會波及那些惡人嗎﹖
10 ૧૦ મારી મરજીમાં આવશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ. જ્યારે તેઓ પોતાના બે અન્યાયને કારણે બંધનમાં હશે ત્યારે પ્રજાઓ તેઓની વિરુદ્ધ એકત્ર થશે.
我必來懲罰他們:列邦必要聯合起來攻打他們,為懲罰他們的雙重罪過。
11 ૧૧ એફ્રાઇમ એક તાલીમ પામેલી વાછરડી કે જેને અનાજ મસળવાના ખળામાં ફરવાનું ગમે છે તેના જેવો છે, મેં તેની સુંદર ગરદન પર ઝૂંસરી મૂકી છે. હું એફ્રાઇમ પર ઝૂંસરી મૂકીશ; યહૂદા ખેડશે; યાકૂબ કઠણ જમીન તોડશે.
厄弗辣因原是一頭馴服的母牛,善愛打麥,可是我要將軛加在牠肥壯的頸項上;我要給厄弗辣因上套,以色列必要耕田,雅各伯必要耙地。
12 ૧૨ પોતાને સારુ નેકી વાવો, વિશ્વાસનીયતાનાં ફળ લણો. તમારી પડતર જમીન ખેડો, કેમ કે તેઓ આવે અને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી, યહોવાહને શોધવાનો સમય છે.
你們應該播種正義,才可收割仁慈的果實;你們應該開墾荒地,因為現在是尋求上主的時候;應尋求衪,直到衪來給他們降下正義。
13 ૧૩ તમે દુષ્ટતા ખેડી છે; તમે અન્યાયના ફળની કાપણી કરી છે. તમે કપટનાં ફળ ખાધાં છે. કેમ કે તેં તારી યોજનાઓ પર, તારા મોટા સૈન્ય પર ભરોસો રાખ્યો છે.
為什麼你們種了邪惡,收割了罪孽,吃了謊言的果實呢﹖因為你依賴了你的戰車,和和你的勇士眾多;
14 ૧૪ તારા લોકો મધ્યે કોલાહલ થશે, જેમ યુદ્ધને દિવસે શાલ્માને બેથ-આર્બેલનો નાશ કર્યો, તેમ તારા કિલ્લેબંધ નગરોનો નાશ થશે. માતાઓ તેઓનાં બાળકોને પછાડીને તેઓના ચૂરેચૂરા કરશે.
因此,在你的城邑中要發生騷動,你的一切堡壘將被拆毀,就如沙耳曼毀滅貝特阿爾貝時,在戰爭之日,母親被摔死在兒子身上一樣。
15 ૧૫ કેમ કે, તારી અતિશય દુષ્ટતાને કારણે, હે બેથેલ, તારી સાથે પણ એવું જ કરશે. જ્યારે તે દિવસ આવશે ત્યારે ઇઝરાયલના રાજાનો સંપૂર્ણ નાશ થઈ જશે.
因了你的窮凶極惡,以色列家,我也要同樣對待你:以色列的君王將在風暴中完全淪亡。

< હોશિયા 10 >