< હોશિયા 1 >

1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસન દરમ્યાન બેરીના દીકરા હોશિયાની પાસે યહોવાહનું વચન આવ્યું તે આ છે.
होशेय, जो बैरीचा मुलगा यास परमेश्वराचा संदेश मिळाला. त्यावेळी उज्जीया, योथाम, आहाज आणि हिज्कीया हे यहूदाचे राजे होते आणि इस्राएलमध्ये योवाशाचा मुलगा यराबाम राज्य करीत होता.
2 જ્યારે યહોવાહ પ્રથમ વખત હોશિયા મારફતે બોલ્યા, ત્યારે તેમણે તેને કહ્યું, “જા, ગણિકા સાથે લગ્ન કર. તેને બાળકો થશે અને તેને પોતાનાં કરી લે. કેમ કે મને તજીને દેશ વ્યભિચારનું મોટું પાપ કરે છે.”
हा परमेश्वराचा होशेयला आलेला पहिलाच संदेश होता, तो होशेयला म्हणाला, “जा एका वेश्येसोबत लग्न कर व जी मुले होतील ती तिच्या जारकर्माचे परिणाम असतील कारण परमेश्वराचा त्याग करणे हे जारकर्म हा देश करीत आहे.”
3 તેથી હોશિયાએ જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે લગ્ન કર્યાં. તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
म्हणून होशेयने ने दिब्लाइमाची मुलगी गोमर हिच्याशी लग्न केले. ती गरोदर राहिली व तिला मुलगा झाला.
4 યહોવાહે હોશિયાને કહ્યું, “તેનું નામ યિઝ્રએલ રાખ. કેમ કે થોડા જ સમયમાં યિઝ્રએલના લોહીના બદલા માટે હું યેહૂના કુટુંબનો નાશ કરીશ, હું ઇઝરાયલના રાજ્યનો અંત લાવીશ.
परमेश्वर होशेयला म्हणाला, त्याचे नाव इज्रेल ठेव, कारण काही वेळानंतर मी येहूच्या घराण्याला त्यांनी इज्रेल येथे केलेल्या रक्तपातामुळे शिक्षा करणार आहे व इस्राएल घराण्याच्या राज्याचा शेवट करणार आहे.
5 તે દિવસે એવું થશે કે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ.”
त्या दिवशी मी इज्रेलच्या दरीत इस्राएलचे धनुष्य मोडेन.
6 ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું, તેનું નામ લો-રૂહામા પાડ, કેમ કે હવે પછી હું કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ તેઓને કદી માફ કરીશ નહિ.
गोमर पुन्हा गरोदर झाली आणि तिला मुलगी झाली तेव्हा परमेश्वर होशेय ला म्हणाला हिचे नांव लो-रुहामा ठेव कारण यापुढे मी इस्राएल राष्ट्रावर दया करणार नाही व त्यास क्षमा करणार नाही.
7 પરંતુ હું યહૂદિયાના લોકો પર દયા કરીશ, યહોવાહ તેમનો ઈશ્વર થઈને હું તેઓનો ઉદ્ધાર કરીશ. ધનુષ્ય, તલવાર, યુદ્ધ, ઘોડા કે ઘોડેસવારોથી હું તેઓનો ઉદ્ધાર નહિ કરું.
तरीही मी यहूदाच्या घराण्यावर दया करीन मी परमेश्वर त्यांना धनुष्य, तलवार, लढाई, घोडे किंवा घोडेस्वार यांच्या बळाने नाही तर त्यांना स्वबळाने सोडवेन.
8 લો-રૂહામાને સ્તનપાન છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
मग लो-रुहामाचे दुध तुटल्यावर गोमर गर्भवती होऊन तिला मुलगा झाला.
9 ત્યારે યહોવાહે કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ, કેમ કે તમે મારા લોકો નથી, હું તમારો ઈશ્વર નથી.”
मग परमेश्वर म्हणाला, त्याचे नांव लो-अम्मी ठेव, कारण तुम्ही माझे लोक नाही आणि मी तुमचा देव नाही.
10 ૧૦ તોપણ ઇઝરાયલ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાશે કે ન ગણી શકાશે. તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે, “તમે મારા લોકો નથી,” તેને બદલે એવું કહેવામાં આવશે કે, “તમે જીવંત ઈશ્વરના લોકો છો.”
१०जरी इस्राएलच्या लोकांची संख्या समुद्राच्या वाळूकणांसारखी असेल जी मोजता येत नाही हे असे घडेल की, जिथे तुम्ही माझे लोक नव्हते तेथे त्यांना जिवंत देवाचे पुत्र असे म्हणतील.
11 ૧૧ યહૂદિયાના લોકો તથા ઇઝરાયલના લોકો એકત્ર થશે. તેઓ પોતાના માટે એક આગેવાન નીમીને, દેશમાંથી ચાલી નીકળશે, કેમ કે યિઝ્રએલનો દિવસ મોટો થશે.
११यहूदाचे लोक व इस्राएलचे लोक एकत्र येऊन आपणावर एक पुढारी नेमतील व त्या देशातून निघून येतील तेव्हा इज्रेलाचा दिवस महान होईल.

< હોશિયા 1 >