< હિબ્રૂઓને પત્ર 9 >
1 ૧ હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું.
સ પ્રથમો નિયમ આરાધનાયા વિવિધરીતિભિરૈહિકપવિત્રસ્થાનેન ચ વિશિષ્ટ આસીત્|
2 ૨ કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો, તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્રસ્થાન કહેવાતું હતું.
યતો દૂષ્યમેકં નિરમીયત તસ્ય પ્રથમકોષ્ઠસ્ય નામ પવિત્રસ્થાનમિત્યાસીત્ તત્ર દીપવૃક્ષો ભોજનાસનં દર્શનીયપૂપાનાં શ્રેણી ચાસીત્|
3 ૩ અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમપવિત્રસ્થાન કહેવાતું હતું.
તત્પશ્ચાદ્ દ્વિતીયાયાસ્તિરષ્કરિણ્યા અભ્યન્તરે ઽતિપવિત્રસ્થાનમિતિનામકં કોષ્ઠમાસીત્,
4 ૪ તેમાં સોનાની ધૂપવેદી તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી, એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા,
તત્ર ચ સુવર્ણમયો ધૂપાધારઃ પરિતઃ સુવર્ણમણ્ડિતા નિયમમઞ્જૂષા ચાસીત્ તન્મધ્યે માન્નાયાઃ સુવર્ણઘટો હારોણસ્ય મઞ્જરિતદણ્ડસ્તક્ષિતૌ નિયમપ્રસ્તરૌ,
5 ૫ અને તે પર ગૌરવી કરુબિમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી; હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી.
તદુપરિ ચ કરુણાસને છાયાકારિણૌ તેજોમયૌ કિરૂબાવાસ્તામ્, એતેષાં વિશેષવૃત્તાન્તકથનાય નાયં સમયઃ|
6 ૬ હવે ઉપર દર્શાવ્યાં મુજબ બધું તૈયાર થયા બાદ યાજકો કરાર કોશના આગળના ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે.
એતેષ્વીદૃક્ નિર્મ્મિતેષુ યાજકા ઈશ્વરસેવામ્ અનુતિષ્ઠનતો દૂષ્યસ્ય પ્રથમકોષ્ઠં નિત્યં પ્રવિશન્તિ|
7 ૭ પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર ફક્ત પ્રમુખ યાજક જતો હતો; પણ તે લોહીનું અર્પણ કર્યા વિના જઈ શકતો ન હતો, જે તે પોતાના માટે તથા લોકોના અપરાધને માટે અર્પણ કરતો હતો.
કિન્તુ દ્વિતીયં કોષ્ઠં પ્રતિવર્ષમ્ એકકૃત્વ એકાકિના મહાયાજકેન પ્રવિશ્યતે કિન્ત્વાત્મનિમિત્તં લોકાનામ્ અજ્ઞાનકૃતપાપાનાઞ્ચ નિમિત્તમ્ ઉત્સર્જ્જનીયં રુધિરમ્ અનાદાય તેન ન પ્રવિશ્યતે|
8 ૮ તેથી પવિત્ર આત્મા એવું જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ હજી ઊભો છે ત્યાં સુધી પરમપવિત્રસ્થાનનો માર્ગ ખુલ્લો થયેલો નથી.
ઇત્યનેન પવિત્ર આત્મા યત્ જ્ઞાપયતિ તદિદં તત્ પ્રથમં દૂષ્યં યાવત્ તિષ્ઠતિ તાવત્ મહાપવિત્રસ્થાનગામી પન્થા અપ્રકાશિતસ્તિષ્ઠતિ|
9 ૯ વર્તમાનકાળને સારુ તે મંડપ ઉપમારૂપ હતો, જે પ્રમાણે આ પ્રકારનાં અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતાં, ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરવાને અસમર્થ હતાં.
તચ્ચ દૂષ્યં વર્ત્તમાનસમયસ્ય દૃષ્ટાન્તઃ, યતો હેતોઃ સામ્પ્રતં સંશોધનકાલં યાવદ્ યન્નિરૂપિતં તદનુસારાત્ સેવાકારિણો માનસિકસિદ્ધિકરણેઽસમર્થાભિઃ
10 ૧૦ તેઓ, ખાવા, પીવા તથા અનેક પ્રકારની સ્નાનક્રિયા સાથે કેવળ શારીરિક વિધિઓ જ હતા, તે સુધારાનો યુગ આવવાના સમય સુધી જ ચાલવાના હતા.
કેવલં ખાદ્યપેયેષુ વિવિધમજ્જનેષુ ચ શારીરિકરીતિભિ ર્યુક્તાનિ નૈવેદ્યાનિ બલિદાનાનિ ચ ભવન્તિ|
11 ૧૧ ખ્રિસ્ત, હવે પછી થનારી સર્વ બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને, હાથથી તથા પૃથ્વી પરના પદાર્થોથી બનાવેલ નહિ એવા અતિ મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને,
અપરં ભાવિમઙ્ગલાનાં મહાયાજકઃ ખ્રીષ્ટ ઉપસ્થાયાહસ્તનિર્મ્મિતેનાર્થત એતત્સૃષ્ટે ર્બહિર્ભૂતેન શ્રેષ્ઠેન સિદ્ધેન ચ દૂષ્યેણ ગત્વા
12 ૧૨ બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા. (aiōnios )
છાગાનાં ગોવત્સાનાં વા રુધિરમ્ અનાદાય સ્વીયરુધિરમ્ આદાયૈકકૃત્વ એવ મહાપવિત્રસ્થાનં પ્રવિશ્યાનન્તકાલિકાં મુક્તિં પ્રાપ્તવાન્| (aiōnios )
13 ૧૩ કેમ કે જો બકરાનું લોહી, ગોધાઓનું લોહી તથા વાછરડીની રાખ, અપવિત્રો પર છાંટવાથી તે શરીરને શુદ્ધ અને પવિત્ર કરે છે,
વૃષછાગાનાં રુધિરેણ ગવીભસ્મનઃ પ્રક્ષેપેણ ચ યદ્યશુચિલોકાઃ શારીરિશુચિત્વાય પૂયન્તે,
14 ૧૪ તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે? (aiōnios )
તર્હિ કિં મન્યધ્વે યઃ સદાતનેનાત્મના નિષ્કલઙ્કબલિમિવ સ્વમેવેશ્વરાય દત્તવાન્, તસ્ય ખ્રીષ્ટસ્ય રુધિરેણ યુષ્માકં મનાંસ્યમરેશ્વરસ્ય સેવાયૈ કિં મૃત્યુજનકેભ્યઃ કર્મ્મભ્યો ન પવિત્રીકારિષ્યન્તે? (aiōnios )
15 ૧૫ માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતાં, તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે મરણ આપે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે. (aiōnios )
સ નૂતનનિયમસ્ય મધ્યસ્થોઽભવત્ તસ્યાભિપ્રાયોઽયં યત્ પ્રથમનિયમલઙ્ઘનરૂપપાપેભ્યો મૃત્યુના મુક્તૌ જાતાયામ્ આહૂતલોકા અનન્તકાલીયસમ્પદઃ પ્રતિજ્ઞાફલં લભેરન્| (aiōnios )
16 ૧૬ કેમ કે જ્યાં વસિયતનામું છે, ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે.
યત્ર નિયમો ભવતિ તત્ર નિયમસાધકસ્ય બલે ર્મૃત્યુના ભવિતવ્યં|
17 ૧૭ કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે; એ વસિયતનામું કરનાર જીવિત હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું?
યતો હતેન બલિના નિયમઃ સ્થિરીભવતિ કિન્તુ નિયમસાધકો બલિ ર્યાવત્ જીવતિ તાવત્ નિયમો નિરર્થકસ્તિષ્ઠતિ|
18 ૧૮ એ માટે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ ન હતી.
તસ્માત્ સ પૂર્વ્વનિયમોઽપિ રુધિરપાતં વિના ન સાધિતઃ|
19 ૧૯ કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવી પછી, પાણી, કિરમજી ઊન તથા ઝૂફા સહિત વાછરડાનું તથા બકરાનું લોહી લીધું, અને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,
ફલતઃ સર્વ્વલોકાન્ પ્રતિ વ્યવસ્થાનુસારેણ સર્વ્વા આજ્ઞાઃ કથયિત્વા મૂસા જલેન સિન્દૂરવર્ણલોમ્ના એષોવતૃણેન ચ સાર્દ્ધં ગોવત્સાનાં છાગાનાઞ્ચ રુધિરં ગૃહીત્વા ગ્રન્થે સર્વ્વલોકેષુ ચ પ્રક્ષિપ્ય બભાષે,
20 ૨૦ ‘જે કરાર ઈશ્વરે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે.
યુષ્માન્ અધીશ્વરો યં નિયમં નિરૂપિતવાન્ તસ્ય રુધિરમેતત્|
21 ૨૧ તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સઘળાં પાત્રો પર પણ લોહી છાંટ્યું હતું.
તદ્વત્ સ દૂષ્યેઽપિ સેવાર્થકેષુ સર્વ્વપાત્રેષુ ચ રુધિરં પ્રક્ષિપ્તવાન્|
22 ૨૨ નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તદ્વારા શુદ્ધ કરાય છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.
અપરં વ્યવસ્થાનુસારેણ પ્રાયશઃ સર્વ્વાણિ રુધિરેણ પરિષ્ક્રિયન્તે રુધિરપાતં વિના પાપમોચનં ન ભવતિ ચ|
23 ૨૩ સ્વર્ગમાંની વસ્તુઓના નમૂનાનાં પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા બલિદાનોથી શુદ્ધ કરવામાં આવે એવી અગત્ય હતી.
અપરં યાનિ સ્વર્ગીયવસ્તૂનાં દૃષ્ટાન્તાસ્તેષામ્ એતૈઃ પાવનમ્ આવશ્યકમ્ આસીત્ કિન્તુ સાક્ષાત્ સ્વર્ગીયવસ્તૂનામ્ એતેભ્યઃ શ્રેષ્ઠે ર્બલિદાનૈઃ પાવનમાવશ્યકં|
24 ૨૪ કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.
યતઃ ખ્રીષ્ટઃ સત્યપવિત્રસ્થાનસ્ય દૃષ્ટાન્તરૂપં હસ્તકૃતં પવિત્રસ્થાનં ન પ્રવિષ્ટવાન્ કિન્ત્વસ્મન્નિમિત્તમ્ ઇદાનીમ્ ઈશ્વરસ્ય સાક્ષાદ્ ઉપસ્થાતું સ્વર્ગમેવ પ્રવિષ્ટઃ|
25 ૨૫ જેમ અગાઉ પ્રમુખ યાજક બીજાનું લોહી લઈને દર વર્ષે પરમપવિત્રસ્થાનમાં જતો હતો, તેમ તેને વારંવાર પોતાનું બલિદાન અર્પણ કરવાની જરૂરિયાત રહી નથી.
યથા ચ મહાયાજકઃ પ્રતિવર્ષં પરશોણિતમાદાય મહાપવિત્રસ્થાનં પ્રવિશતિ તથા ખ્રીષ્ટેન પુનઃ પુનરાત્મોત્સર્ગો ન કર્ત્તવ્યઃ,
26 ૨૬ કેમ કે જો એમ હોત, તો સૃષ્ટિના આરંભથી ઘણી વખત તેમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત; પણ હવે છેલ્લાં સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા. (aiōn )
કર્ત્તવ્યે સતિ જગતઃ સૃષ્ટિકાલમારભ્ય બહુવારં તસ્ય મૃત્યુભોગ આવશ્યકોઽભવત્; કિન્ત્વિદાનીં સ આત્મોત્સર્ગેણ પાપનાશાર્થમ્ એકકૃત્વો જગતઃ શેષકાલે પ્રચકાશે| (aiōn )
27 ૨૭ જેમ માણસોને એક વખત મરવાનું, અને ત્યાર બાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે.
અપરં યથા માનુષસ્યૈકકૃત્વો મરણં તત્ પશ્ચાદ્ વિચારો નિરૂપિતોઽસ્તિ,
28 ૨૮ તેમ ખ્રિસ્તે ઘણાંઓનાં પાપ માથે લેવા માટે એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ તેમની વાટ જુએ છે તેઓના સંબંધમાં ઉદ્ધારને અર્થે તે બીજી વખત પાપ વગર પ્રગટ થશે.
તદ્વત્ ખ્રીષ્ટોઽપિ બહૂનાં પાપવહનાર્થં બલિરૂપેણૈકકૃત્વ ઉત્સસૃજે, અપરં દ્વિતીયવારં પાપાદ્ ભિન્નઃ સન્ યે તં પ્રતીક્ષન્તે તેષાં પરિત્રાણાર્થં દર્શનં દાસ્યતિ|