< હિબ્રૂઓને પત્ર 9 >

1 હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું.
A miałoć i pierwsze ono przymierze ustawy około służby Bożej i świątnicę świecką.
2 કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો, તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્રસ્થાન કહેવાતું હતું.
Albowiem sprawiony był przybytek pierwszy, w którym był świecznik, i stół, i pokładne chleby, który zwano świątnicą.
3 અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમપવિત્રસ્થાન કહેવાતું હતું.
A za drugą zasłoną był przybytek, który zwano świątnicą najświętszą,
4 તેમાં સોનાની ધૂપવેદી તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી, એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા,
Mając złotą kadzielnicę i skrzynię przymierza zewsząd złotem powleczoną, w której było wiadro złote, mające w sobie mannę, i laska Aaronowa, która była zakwitnęła, i tablice przymierza.
5 અને તે પર ગૌરવી કરુબિમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી; હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી.
A nad skrzynią byli Cherubinowie chwały, którzy zacieniali ubłagalnię, o których rzeczach teraz nie potrzeba mówić o każdej z osobna.
6 હવે ઉપર દર્શાવ્યાં મુજબ બધું તૈયાર થયા બાદ યાજકો કરાર કોશના આગળના ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે.
A to gdy tak przygotowano, do pierwszego przybytku zawsze wchodzą kapłani, służby Boże odprawując;
7 પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર ફક્ત પ્રમુખ યાજક જતો હતો; પણ તે લોહીનું અર્પણ કર્યા વિના જઈ શકતો ન હતો, જે તે પોતાના માટે તથા લોકોના અપરાધને માટે અર્પણ કરતો હતો.
Ale do drugiego raz w rok sam najwyższy kapłan, nie bez krwi, którą ofiaruje sam za się i za ludzkie niewiadomości.
8 તેથી પવિત્ર આત્મા એવું જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ હજી ઊભો છે ત્યાં સુધી પરમપવિત્રસ્થાનનો માર્ગ ખુલ્લો થયેલો નથી.
Przez co daje znać Duch Święty, iż jeszcze nie była objawiona droga do świątnicy, póki jeszcze trwał pierwszy przybytek,
9 વર્તમાનકાળને સારુ તે મંડપ ઉપમારૂપ હતો, જે પ્રમાણે આ પ્રકારનાં અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતાં, ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરવાને અસમર્થ હતાં.
Który był wzorem na ten teraźniejszy czas, w którym dary i ofiary bywają ofiarowane, które nie mogą w sumieniu doskonałym uczynić tego, co służbę Bożą odprawuje;
10 ૧૦ તેઓ, ખાવા, પીવા તથા અનેક પ્રકારની સ્નાનક્રિયા સાથે કેવળ શારીરિક વિધિઓ જ હતા, તે સુધારાનો યુગ આવવાના સમય સુધી જ ચાલવાના હતા.
Tylko w pokarmach i w napojach, i w różnych omywaniach, i w ustawach cielesnych aż do czasu naprawienia włożone były.
11 ૧૧ ખ્રિસ્ત, હવે પછી થનારી સર્વ બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને, હાથથી તથા પૃથ્વી પરના પદાર્થોથી બનાવેલ નહિ એવા અતિ મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને,
Ale Chrystus przyszedłszy, najwyższy kapłan przyszłych dóbr, przez większy i doskonalszy przybytek, nie ręką zbudowany, to jest nie tego budynku;
12 ૧૨ બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા. (aiōnios g166)
Ani przez krew kozłów i cielców, ale przez własną krew swoję wszedł raz do świątnicy, znalazłszy wieczne odkupienie. (aiōnios g166)
13 ૧૩ કેમ કે જો બકરાનું લોહી, ગોધાઓનું લોહી તથા વાછરડીની રાખ, અપવિત્રો પર છાંટવાથી તે શરીરને શુદ્ધ અને પવિત્ર કરે છે,
Albowiem jeźli krew wołów i kozłów, i popiół jałowicy pokrapiający splugawione poświęca ku oczyszczeniu ciała:
14 ૧૪ તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે? (aiōnios g166)
Jakoż daleko więcej krew Chrystusowa, który przez Ducha wiecznego samego siebie ofiarował nienaganionym Bogu, oczyści sumienie wasze od uczynków martwych ku służeniu Bogu żywemu? (aiōnios g166)
15 ૧૫ માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતાં, તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે મરણ આપે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે. (aiōnios g166)
I dlatego jest nowego testamentu pośrednikiem, aby gdyby śmierć nastąpiła na odkupienie onych występków, które były pod pierwszym testamentem, ci którzy są powołani, wzięli obietnicę wiecznego dziedzictwa. (aiōnios g166)
16 ૧૬ કેમ કે જ્યાં વસિયતનામું છે, ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે.
Albowiem gdzie jest testament, potrzeba, aby śmierć nastąpiła tego, który czyni testament.
17 ૧૭ કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે; એ વસિયતનામું કરનાર જીવિત હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું?
Bo testament tych, którzy zmarli, mocny jest, gdyż jeszcze nie jest ważny, póki żyje ten, co testament uczynił.
18 ૧૮ એ માટે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ ન હતી.
Skąd ani on pierwszy testament bez krwi nie był poświęcony.
19 ૧૯ કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવી પછી, પાણી, કિરમજી ઊન તથા ઝૂફા સહિત વાછરડાનું તથા બકરાનું લોહી લીધું, અને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,
Albowiem gdy Mojżesz wszystko przykazanie według zakonu opowiedział wszystkiemu ludowi, wziąwszy krew cielców i kozłów z wodą i z wełną szarłatową, i z hizopem, i same księgi, i lud wszystek pokropił,
20 ૨૦ ‘જે કરાર ઈશ્વરે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે.
Mówiąc: Tać jest krew przymierza, które wam Bóg przykazał.
21 ૨૧ તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સઘળાં પાત્રો પર પણ લોહી છાંટ્યું હતું.
Do tego i przybytek, i wszystko naczynie do służby Bożej należące krwią także pokropił.
22 ૨૨ નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તદ્વારા શુદ્ધ કરાય છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.
A niemal wszystko według zakonu krwią oczyszczone bywa, a bez rozlania krwi nie bywa odpuszczenie grzechów.
23 ૨૩ સ્વર્ગમાંની વસ્તુઓના નમૂનાનાં પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા બલિદાનોથી શુદ્ધ કરવામાં આવે એવી અગત્ય હતી.
A tak potrzeba było, aby kształty onych rzeczy, które są na niebie, temi rzeczami były oczyszczone, a same rzeczy niebieskie lepszemi ofiarami, niżeli te.
24 ૨૪ કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.
Albowiem Chrystus nie wszedł do świątnicy ręką uczynionej, która by była wizerunkiem prawdziwej, ale do samego nieba, aby się teraz okazywał przed oblicznością Bożą za nami,
25 ૨૫ જેમ અગાઉ પ્રમુખ યાજક બીજાનું લોહી લઈને દર વર્ષે પરમપવિત્રસ્થાનમાં જતો હતો, તેમ તેને વારંવાર પોતાનું બલિદાન અર્પણ કરવાની જરૂરિયાત રહી નથી.
A nie iżby często ofiarował samego siebie, jako najwyższy kapłan wchodzi do świątnicy co rok ze krwią cudzą;
26 ૨૬ કેમ કે જો એમ હોત, તો સૃષ્ટિના આરંભથી ઘણી વખત તેમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત; પણ હવે છેલ્લાં સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા. (aiōn g165)
(Bo inaczej musiałby był częstokroć cierpieć od początku świata), lecz teraz przy skończeniu wieków raz objawiony jest ku zgładzeniu grzechu przez ofiarowanie samego siebie. (aiōn g165)
27 ૨૭ જેમ માણસોને એક વખત મરવાનું, અને ત્યાર બાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે.
A jako postanowiono ludziom raz umrzeć, a potem będzie sąd:
28 ૨૮ તેમ ખ્રિસ્તે ઘણાંઓનાં પાપ માથે લેવા માટે એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ તેમની વાટ જુએ છે તેઓના સંબંધમાં ઉદ્ધારને અર્થે તે બીજી વખત પાપ વગર પ્રગટ થશે.
Tak i Chrystus, raz będąc ofiarowany na zgładzenie wielu grzechów, drugi raz się bez grzechu okaże tym, którzy go oczekują ku zbawieniu.

< હિબ્રૂઓને પત્ર 9 >