< હિબ્રૂઓને પત્ર 8 >
1 ૧ હવે જે વાતો અમે કહીએ છીએ, તેનો સારાંશ એ છે, કે આપણને એવા પ્રમુખ યાજક મળ્યા છે, કે જે સ્વર્ગમાં ઈશ્વરના મહત્વના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે.
Головна ж річ у то́му, про що я говорю: маємо Первосвященика, що засі́в на небеса́х, по прави́ці престолу величности,
2 ૨ પવિત્રસ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહિ, પણ પ્રભુએ બાંધેલો છે, તેના તે સેવક છે.
що Він Священнослужи́тель святині й правдивої скинії, що її збудував був Госпо́дь, а не люди́на.
3 ૩ દરેક પ્રમુખ યાજક અર્પણો તથા બલિદાન આપવા માટે નિમાયેલા છે; માટે તેમની પાસે પણ અર્પણ કરવાનું કંઈ હોય એ જરૂરી છે.
Усякий бо первосвященик настановляється, щоб прино́сити да́ри та жертви, а тому було треба, щоб і Цей щось мав, що принести.
4 ૪ વળી જો તે પૃથ્વી પર હોત, તો તે યાજક હોત જ નહિ; કેમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણો કરનારા યાજકો તો અહીં છે જ;
Бо коли б на землі перебува́в, то не був би Він священиком, бо тут пробувають священики, що да́ри приносять за Зако́ном.
5 ૫ જેઓ સ્વર્ગમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે, કેમ કે જેમ મૂસા જયારે મંડપ ઊભો કરવાનો હતો ત્યારે તેને ઈશ્વરે કહ્યું કે, ‘જે નમૂનો તને પહાડ પર બતાવ્યો હતો, તે પ્રમાણે તમામ બાબતોની રચના કાળજીપૂર્વક કર.’”
Вони служать о́бразові й тіні небесного, як Мойсеєві сказано, коли мав докінчи́ти скинію: „Дивись бо, сказав, зроби все за зразко́м, що тобі на горі був показаний!“
6 ૬ પણ હવે જેમ ખ્રિસ્ત વધારે સારાં વચનોથી ઠરાવેલા અને વધારે સારા કરારના મધ્યસ્થ છે, તેમ તેમને વધારે સારું સેવાકાર્ય કરવાનું મળ્યું.
А тепер оде́ржав Він краще служі́ння, поскільки Він посередник і кращого заповіту, який на кращих обітницях був узаконений.
7 ૭ કેમ કે જો તે પહેલા કરાર નિર્દોષ હતો, તો બીજા કરારને માટે સ્થાન શોધવાની જરૂર રહેત નહિ.
Бо коли б отой перший був бездоганний, не шукалося б місця для другого.
8 ૮ પણ દોષ કાઢતાં ઈશ્વર તેઓને કહે છે કે, ‘જુઓ, પ્રભુ એમ કહે છે કે, એવા દિવસો આવે છે, કે જેમાં હું ઇઝરાયલના લોકોની સાથે તથા યહૂદિયા લોકોની સાથે નવો કરાર કરીશ.
Бо їм докоряючи, каже: „Ото дні надхо́дять, говорить Господь, коли з домом Ізраїля й з Юдиним домом Я складу́ Заповіта Ново́го,
9 ૯ તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવવા માટે જે દિવસે મેં તેઓનો હાથ પકડ્યો, ત્યારે તેઓની સાથે જે કરાર મેં કર્યો હતો, તે પ્રમાણેનો કરાર તે નહિ હોય કારણ કે તેઓ મારા કરાર મુજબ ચાલ્યા નહિ એટલે મેં તેઓ સંબંધી કશી પરવા કરી નહિ, એવું પ્રભુ કહે છે.’”
не за заповітом, що його Я склав був з отцями їхніми дня, коли взяв їх за руку, щоб вивести їх із землі єгипетської. А що вони не залишилися в Моїм заповіті, то й Я їх покинув, говорить Господь!
10 ૧૦ કેમ કે પ્રભુ કહે છે કે, ‘તે દિવસો પછી, ઇઝરાયલના સંતાનોની સાથે જે કરાર હું કરીશ, તે આ છે; હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ અને તે તેઓના હૃદયપટ પર તે લખીશ હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.
Оце Заповіт, що його Я складу́ по тих днях із домом Ізраїлевим, говорить Господь: Покладу Я Зако́ни Свої в їхні думки́, і на їхніх серцях напишу́ їх, і буду їм Богом, вони ж будуть наро́дом Моїм!“
11 ૧૧ હવે પછી ‘પ્રભુને ઓળખ’ એમ કહીને દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી, સર્વ મને પ્રભુને ઓળખશે.
І кожен не буде навчати свого ближнього, і кожен брата свого, промовляючи: „Пізнай Господа“! Усі бо вони будуть знати Мене від мало́го та аж до великого з них!
12 ૧૨ કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓનાં પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહિ.’”
Буду бо Я милости́вий до їхніх неправд, і їхніх гріхів не згадаю Я більш“!
13 ૧૩ તો, ‘નવો કરાર’ એવું કહીને તેમણે પહેલા કરારને જૂનો ઠરાવ્યો છે. પણ જે જૂનું તથા જર્જરિત થતું જાય છે તે નાશ પામવાની તૈયારીમાં છે.
Коли ж каже „Нови́й Заповіт “, то тим назвав перший стари́м. А що́ порохня́віє й старі́є, те близьке́ до зотління.