< હિબ્રૂઓને પત્ર 7 >
1 ૧ આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા અને પરાત્પર ઈશ્વરનો યાજક હતો, જયારે ઇબ્રાહિમ રાજાઓની હત્યા કરીને પાછો આવ્યો, ત્યારે તેણે તેને મળીને આશીર્વાદ આપ્યો;
Fiindcă acest Melchisedec, împărat al Salemului, preot al Dumnezeului cel preaînalt, cel care a întâlnit pe Avraam întorcându-se de la măcelul împăraților și l-a binecuvântat,
2 ૨ અને ઇબ્રાહિમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો દસમો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ‘ન્યાયીપણાનો રાજા,’ પછી ‘શાલેમનો રાજા,’ એટલે ‘શાંતિનો રાજા’ છે.
Lui, de asemenea, Avraam i-a dat a zecea parte din tot; întâi, fiind prin interpretare, Împărat al dreptății, iar după aceea și Împărat al Salemului, care este Împărat al păcii;
3 ૩ તે પિતા વગરનો, માતા વગરનો અને વંશાવળી વગરનો હતો, તેના આરંભનો સમય કે આયુષ્યનો અંત ન હતો, પણ તે ઈશ્વરના પુત્રના જેવો સદા યાજક રહે છે.
Fără tată, fără mamă, fără genealogie, neavând început al zilelor, nici sfârșit al vieții, dar făcut asemenea Fiului lui Dumnezeu, rămâne preot pentru totdeauna.
4 ૪ તો જેને આદિપિતા ઇબ્રાહિમે લૂટમાંનો દસમો ભાગ આપ્યો, તે કેવો મહાન હશે એનો વિચાર કરો.
Dar pricepeți ce mare a fost acesta, căruia chiar patriarhul Avraam i-a dat a zecea parte din prăzi.
5 ૫ અને ખરેખર, લેવીના સંતાનમાંના જેઓ યાજકપદ પામે છે, તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહિમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી, નિયમશાસ્ત્ર પ્રમાણે દસમો ભાગ લેવાની આજ્ઞા છે ખરી;
Și, într-adevăr, cei dintre fiii lui Levi, care primesc serviciul preoției, conform legii au poruncă să ia zeciuieli de la popor, adică de la frații lor, cu toate că au ieșit din coapsele lui Avraam.
6 ૬ પણ જે તેઓની વંશવાળીનો ન હતો, તેણે ઇબ્રાહિમની પાસેથી દસમો ભાગ લીધો અને જેને વચનો મળ્યાં હતાં તેને તેણે આશીર્વાદ આપ્યો.
Dar el, a cărui genealogie nu este considerată dintre ei, a primit zeciuieli de la Avraam și a binecuvântat pe cel ce avea promisiunile.
7 ૭ હવે, મોટો નાનાને આશીર્વાદ આપે છે તેમાં તો કંઈ પણ વાંધો નથી.
Dar dincolo de orice contradicție, cel mic este binecuvântat de cel mare.
8 ૮ અહીંયાં યહૂદી યાજકો જેઓ મૃત્યુપાત્ર છે તે આ દસમો ભાગ લે છે; પણ ત્યાં જેનાં સંબંધી સાક્ષી આપેલી છે, કે તે જીવંત છે, તે લે છે.
Și aici, oamenii care mor primesc zeciuieli; dar acolo, le primește el, despre care se mărturisește că trăiește.
9 ૯ અને એમ પણ કહેવાય છે કે, જે લેવી દસમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દસમો ભાગ આપ્યો;
Și ca să spun așa și Levi, care primește zeciuieli, a dat zeciuieli în Avraam.
10 ૧૦ કેમ કે જયારે મેલ્ખીસેદેક તેના પિતાને મળ્યો, ત્યારે તે પોતાના પિતાનાં અંગમાં હતો.
Fiindcă era încă în coapsele tatălui său, când l-a întâmpinat Melchisedec.
11 ૧૧ એ માટે જો લેવીના યાજકપણાથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારુનના નિયમ પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના નિયમ અનુસાર ઉત્પન્ન થાય એની શી અગત્ય હતી?
De aceea dacă desăvârșirea ar fi fost prin preoția levitică, (fiindcă sub aceasta a primit poporul legea, ) ce nevoie mai era ca un alt preot să se ridice după rânduiala lui Melchisedec și să nu fie chemat după rânduiala lui Aaron?
12 ૧૨ કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની જરૂર છે.
Căci, fiind schimbată preoția, se face din necesitate și o schimbare a legii.
13 ૧૩ કેમ કે જે સંબંધી એ વાતો કહેવાયેલી છે, તે અન્ય કુળનો છે, તેઓમાંના કોઈએ યજ્ઞવેદીની સેવા કરી નથી.
Fiindcă cel despre care sunt spuse acestea, aparține unui alt trib, din care nimeni nu a servit la altar.
14 ૧૪ કેમ કે એ સ્પષ્ટ છે, કે યહૂદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો, તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કશું કહ્યું નથી.
Fiindcă este evident că Domnul nostru a răsărit din Iuda, trib referitor la care Moise nu a spus nimic în legătură cu preoția.
15 ૧૫ હવે જે મેલ્ખીસેદેકના જેવો, એટલે કે જગિક આજ્ઞાના ધારા ધોરણ પ્રમાણે નહિ પણ અવિનાશી જીવનનાં સામર્થ્ય પ્રમાણે;
Și este încă și mai evident, căci după asemănarea lui Melchisedec se ridică un alt preot,
16 ૧૬ બીજો એક યાજક ઊભો થયો છે, તો આ બાબત વિષે સ્પષ્ટ થાય છે.
Care a fost făcut nu după legea unei porunci carnale, ci după puterea unei vieți fără sfârșit.
17 ૧૭ કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે, મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે ‘તમે સનાતન યાજક છો.’” (aiōn )
Fiindcă el aduce mărturie: Tu ești preot pentru totdeauna, după rânduiala lui Melchisedec. (aiōn )
18 ૧૮ કેમ કે અગાઉની આજ્ઞા અશક્ત તથા નિરુપયોગી હતી તે માટે તે રદ કરવામાં આવે છે.
Fiindcă este într-adevăr o anulare a poruncii premergătoare din cauza slăbiciunii și inutilității ei.
19 ૧૯ કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી, અને જેને બદલે જેનાંથી આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ, એવી વધારે સારી આશાનો ઉદભવ થાય છે.
Fiindcă legea nu a făcut nimic desăvârșit, ci aducerea unei speranțe mai bune a făcut aceasta, prin care ne apropiem de Dumnezeu.
20 ૨૦ પણ આ તો સમ વગર આપવામાં આવ્યું નહોતું. બીજા તો સમ વગર યાજક થયા છે તે વિશેષ સારું છે કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું,
Și, întrucât nu fără jurământ, el a fost făcut preot;
21 ૨૧ પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે, ‘પ્રભુએ સમ ખાધા, અને તે પસ્તાવો કરનાર નથી, કે તું સનાતન યાજક છે, આવી રીતે તે તેમનાંથી યાજક થયા.’” (aiōn )
(Fiindcă acei preoți au fost făcuți fără jurământ, dar acesta, cu jurământ, prin cel ce i-a spus: Domnul a jurat și nu se va pocăi, Tu ești preot pentru totdeauna, după rânduiala lui Melchisedec); (aiōn )
22 ૨૨ તે જ પ્રમાણે ઈસુ સારા કરારની ખાતરી થયા છે.
Cu atât mai mult Isus s-a făcut garantul unui testament mai bun.
23 ૨૩ જેઓ યાજક થયા તેઓ પુષ્કળ પ્રમાણમાં હતા ખરા, કેમ કે મૃત્યુને લીધે તેઓ સદા રહી શક્યા ન હતા.
Și ei, într-adevăr, au devenit preoți mulți, pentru că nu le era permis să continue din cauza morții.
24 ૨૪ પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે. (aiōn )
Dar acesta, fiindcă rămâne pentru totdeauna, are o preoție neschimbătoare. (aiōn )
25 ૨૫ માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરવાને ઈસુ સમર્થ છે. કેમ કે દરેકને માટે મધ્યસ્થી કરવાને તેઓ સદા જીવંત રહે છે.
De aceea și este în stare să îi salveze până la capăt pe cei ce vin la Dumnezeu prin el, văzând că el trăiește întotdeauna pentru a mijloci pentru ei.
26 ૨૬ તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી, તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે, અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચસ્થાને બિરાજવામાં આવેલા છે.
Fiindcă un astfel de mare preot ne era cuvenit nouă, care este sfânt, lipsit de răutate, neîntinat, separat de păcătoși și făcut mai presus de ceruri;
27 ૨૭ પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારુ, પછી લોકોના પાપોને સારુ નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી; કેમ કે તેમણે, પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે.
Care nu are nevoie zilnic, ca acei înalți preoți, să ofere sacrificii, întâi pentru propriile sale păcate și apoi pentru ale poporului, fiindcă a făcut aceasta o [singură] dată, când s-a oferit pe sine însuși.
28 ૨૮ કેમ કે નિયમશાસ્ત્ર નબળા માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછી જે સમનું વચન છે તે તો સદાને માટે સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે. (aiōn )
Fiindcă legea îi face înalți preoți pe oamenii care au slăbiciuni, dar cuvântul jurământului, care a fost după lege, îl face pe Fiul, care este consacrat pentru totdeauna. (aiōn )