< હિબ્રૂઓને પત્ર 6 >
1 ૧ માટે હવે, ખ્રિસ્ત વિષેનાં પાયાના સિદ્ધાંતોનો ઉપદેશ જે આપણે અગાઉ શીખ્યા છીએ તેને રહેવા દઈને હવે આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ; અને નિર્જીવ કામ સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો,
Therefore let us leave the commencement of the word of the Messiah, and let us proceed to the completion. Or will ye again lay another foundation for the repentance which is from dead works, and for the faith in God,
2 ૨ બાપ્તિસ્મા સંબંધીના ઉપદેશનો, હાથ મૂકવાનો, મૃત્યુ પામેલાંઓના પુનરુત્થાનનો અને અનંતકાળના ન્યાયચુકાદાનો પાયો ફરીથી ન નાખીએ. (aiōnios )
and for the doctrine of baptism, and for the laying on of a hand, and for the resurrection from the dead, and for the eternal judgment? (aiōnios )
3 ૩ જો ઈશ્વરની ઇચ્છા હોય તો આપણે એ પ્રમાણે કરીશું.
We will do this, if the Lord permit.
4 ૪ કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ કર્યો, જેઓ પવિત્ર આત્માનાં ભાગીદાર પણ થયા,
But they who have once descended to baptism, and have tasted the gift from heaven, and have received the Holy Spirit,
5 ૫ જેઓએ ઈશ્વરનું સારું વચન તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો, (aiōn )
and have tasted the good word of God, and the power of the world to come, (aiōn )
6 ૬ અને ત્યાર પછી જેઓ તે વીસરી જઈને પતિત થયા, તેઓને ફરીથી પશ્ચાતાપ કરાવવો એ શક્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.
cannot again sin, and a second time be renewed to repentance; or a second time crucify and insult the Son of God.
7 ૭ જે જમીન પોતા પર વારંવાર વરસેલા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેઓને માટે ઉપયોગી વનસ્પતિ ઉપજાવે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.
For the earth that drinketh the rain which cometh often upon it, and produceth the herb that is of use to those for whom it is cultivated, receiveth a blessing from God.
8 ૮ પણ જે કાંટા તથા ઝાંખરાં ઉપજાવે છે, તે જમીન નાપસંદ થયેલી તથા શાપિત કરાયેલી છે; અંતે તેને બાળી નાખવામાં આવશે.
But if it should put forth thorns and briers, it would have reprobation, and be not far from a curse, and its end would be a burning.
9 ૯ પણ પ્રિય બંધુઓ, જોકે અમે એવું કહીએ છીએ તોપણ તમારા સંબંધી એનાં કરતાં સારી તથા ઉદ્ધારને લગતી બાબતોનો અમને ભરોસો છે.
But, in regard to you, my brethren, we are persuaded better things, and things pertaining to life, although we thus speak.
10 ૧૦ કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે; અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી.
For God is not unrighteous, to forget your works, and your charity which ye have shown in his name, in that ye have ministered and do minister to the saints.
11 ૧૧ અને અમે અંતઃકરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ, કે તમારામાંનો દરેક, આશામાં પરિપૂર્ણ થવાને અર્થે, એવો જ ઉત્સાહ અંત સુધી દર્શાવી રાખે,
And we desire, that each one of you may show this same activity, for the completion of your hope, even to the end:
12 ૧૨ માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે, તેઓનું અનુસરણ કરો.
and that ye faint not; but that ye be emulators of them who by faith and patience have become heirs of the promise.
13 ૧૩ કેમ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું ત્યારે પોતાના કરતાં કોઈ મોટો ન હતો કે જેનાં સમ તે ખાય, માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે,
For when God made the promise to Abraham, because there was none greater than himself by whom he could swear, he swore by himself;
14 ૧૪ ખરેખર હું તને આશીર્વાદ આપીશ જ, અને તારાથી મહાન પ્રજા ઉત્પન્ન કરીશ.’”
and said: Blessing, I will bless thee, and multiplying I will multiply thee.
15 ૧૫ એ પ્રમાણે, ધીરજ રાખ્યા પછી તે વચનનું ફળ પામ્યો.
And so he was patient, and obtained the promise.
16 ૧૬ માણસો પોતાના કરતા જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓના સમ ખાય છે અને સોગનથી તેઓનાં સઘળાં વિવાદનો અંત આવે છે.
For men swear by one greater than themselves: and in every controversy that occurs among them, the sure termination of it is by an oath.
17 ૧૭ તે પ્રમાણે ઈશ્વર પોતાના સંકલ્પની નિશ્ચયતા, આશાવચનના વારસોને બતાવવા ચાહતા સમ ખાઈને મધ્યસ્થ બન્યા,
Therefore, God, being abundantly willing to show to the heirs of the promise, that his promising was irreversible, bound it up in an oath;
18 ૧૮ એ માટે કે જે વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા સારુ આશ્રયને માટે દોડનારાંને, પુષ્કળ પ્રમાણમાં ઉત્તેજન મળે.
so that, by two things which change not, and in which God cannot lie, we, who have sought refuge in him, might have great consolation, and might hold fast the hope promised to us;
19 ૧૯ તે આશા આપણા આત્માને સારુ લંગર સરખી, સુરક્ષિત તથા ભરોસાપાત્ર અને પડદા પાછળના સ્થાનમાં પ્રવેશ કરનારી છે.
which is to us as an anchor, that retaineth our soul, so that it swerveth not; and it entereth into that within the veil,
20 ૨૦ ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે તે સદાને માટે પ્રમુખ યાજક થયા છે. (aiōn )
whither Jesus hath previously entered for us, and hath become a priest for ever, after the likeness of Melchisedec. (aiōn )