< હિબ્રૂઓને પત્ર 5 >

1 કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને સારું નીમેલો છે, એ માટે કે તે પાપોને સારુ અર્પણો તથા બલિદાન આપે;
Tokkoon tokkoon luba ol aanaa namoota gidduudhaa filatamee waan Waaqa ilaallatu irratti namoota iddoo buʼee sababii cubbuutiif kennaa fi aarsaa dhiʼeessuuf muudama.
2 તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે. તેથી તે અજ્ઞાનીઓની તથા ભૂલ કરનારાઓની સાથે સહાનુભૂતિથી વર્તી શકે છે.
Inni mataan isaa iyyuu waan dadhabbii keessa jiruuf wallaaltotaa fi warra karaa irraa jallataniif garaa laafuu ni dandaʼa.
3 તેથી તેણે જેમ લોકોને માટે તેમ પોતાને સારું પણ પાપોને લીધે અર્પણ કરવું જોઈએ.
Sababii kanaaf inni cubbuu ofii isaatiif, akkasumas cubbuu namootaatiif aarsaa dhiʼeessuu qaba.
4 હારુનની માફક જેને ઈશ્વરે બોલાવ્યો હોય તેના વિના અન્ય કોઈ પોતાને માટે આ સન્માન લેતો નથી.
Nama akkuma Aroonitti Waaqaan waamame malee, namni kam iyyuu ulfina kana ofii isaatiif hin fudhatu.
5 એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહિ, પણ જેણે તેમને કહ્યું કે, તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે,’ તેમણે તેમને તે સન્માન આપ્યું.
Kiristoosis akkasuma luba ol aanaa taʼuuf of hin ulfeessine. Waaqni garuu, “Ati Ilma koo ti; ani harʼa si dhalcheera” jedheen.
6 વળી તે પ્રમાણે પણ બીજી જગ્યાએ પણ તે કહે છે કે, ‘મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે, ‘તમે સનાતન યાજક છો.’” (aiōn g165)
Iddoo biraattis, “Akkuma sirna Malkiiseedeqitti, ati luba bara baraa ti” jedha. (aiōn g165)
7 તેઓ મનુષ્યદેહધારી હતા એ સમયે પોતાને મૃત્યુમાંથી છોડાવવાને જે સર્વશક્તિમાન હતા, તેઓની પાસે મોટે અવાજે, આંસુસહિત પ્રાર્થના તથા વિનંતી કર્યાં અને તેમણે અધીનતાથી ઈશ્વરની વાતોને મહિમા આપ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી;
Yesuus yeroo lafa irra jiraachaa turetti iyya guddaa fi imimmaaniin isa duʼa isa oolchuu dandaʼu sanatti kadhannaa fi waammata dhiʼeeffate; sababii inni sodaa Waaqaa qabuufis kadhannaan isaa ni dhagaʼameef.
8 તે પુત્ર હતા તે છતાં પણ પોતે જે જે સંકટો સહ્યાં તેથી તે ખ્રિસ્ત આજ્ઞાપાલન શીખ્યા.
Inni Ilma taʼu iyyuu dhiphina isaa sana irraa ajajamuu barate;
9 અને પરિપૂર્ણ થઈને પોતાની આજ્ઞાનું પાલન કરનારા સઘળાંને માટે અનંત ઉદ્ધારનું કારણ બન્યા. (aiōnios g166)
erga kan mudaa hin qabne taasifamee immoo warra isaaf ajajaman hundaaf burqaa fayyina bara baraa taʼe. (aiōnios g166)
10 ૧૦ ઈશ્વરે તેમને મેલ્ખીસેદેકનાં નિયમ પ્રમાણે પ્રમુખ યાજક જાહેર કર્યાં.
Akka sirna Malkiiseedeqittis luba ol aanaa jedhamee Waaqaan waamame.
11 ૧૧ આ મેલ્ખીસેદેક વિષે અમારે ઘણી બાબતો કહેવાની છે, પણ અર્થ સમજાવવો અઘરો છે, કેમ કે તમે સાંભળવામાં ધીમા છો.
Nu waaʼee isaa waan jennu baayʼee qabna; isin garuu waan hubachuutti dadhaboo taataniif isinii ibsuun rakkisaa dha.
12 ૧૨ કેમ કે આટલા સમયમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો ઈશ્વરનાં વચનનાં પાયાના સિદ્ધાંત શાં છે, એ કોઈ તમને ફરી શીખવે એવી જરૂર ઊભી થઈ છે; અને તમે એવા બાળક જેવા થયા છો કે જેને દૂધની અગત્ય છે અને જે ભારે ખોરાક પચાવી શકે તેમ નથી.
Isin yeroo kanatti barsiistota taʼuu qabdu ture; isin immoo nama waaʼee dhugaa dubbii Waaqaa kan jalqabaa irra deebiʼee isin barsiisutu isin barbaachisa. Nyaata jabaataas utuu hin taʼin aannan isin barbaachisa.
13 ૧૩ કેમ કે જે દરેક દૂધ પીએ છે તે ન્યાયીપણાની બાબતો સંબંધી બિનઅનુભવી છે, કેમ કે આત્મિક જીવનમાં તે હજી બાળક છે.
Namni aannaniin jiraatu kam iyyuu waan amma illee daaʼima taʼeef dubbii qajeelummaa hin beeku.
14 ૧૪ પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ભારે ખોરાક છે.
Nyaanni jabaataan garuu namoota bilchaatoo kanneen waan gaarii fi waan hamaa gargar baasanii beekuuf of leenjisaniif taʼa.

< હિબ્રૂઓને પત્ર 5 >