< હિબ્રૂઓને પત્ર 3 >
1 ૧ એ માટે, ઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર પવિત્ર ભાઈઓ, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર તમે લક્ષ રાખો.
Naizvozvo, hama tsvene, vagovani vekudanwa kwekudenga, rangarirai muapositori nemupristi mukuru wekupupura kwedu, iye Kristu Jesu,
2 ૨ જેમ મૂસા પણ પોતાના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ તેઓ પોતાના નીમનાર ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ હતા.
wakatendeka kuna iye wakamugadza, saMozisiwo muimba yake yese.
3 ૩ કેમ કે જે પ્રમાણે ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન મળે છે, તે પ્રમાણે મૂસા કરતાં વિશેષ માનયોગ્ય ઈસુને ગણવામાં આવ્યા છે.
Nokuti uyu wakanzi wakafanira rukudzo kupfuura Mozisi, sezvo anovaka imba ane rukudzo kuipfuura.
4 ૪ કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તો ઈશ્વર જ છે.
Nokuti imba imwe neimwe inovakwa neumwe; asi anovaka zvese ndiMwari.
5 ૫ મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની ખાતરી આપવા માટે, સેવકની પેઠે ઈશ્વરના ઘરમાં વિશ્વાસુ હતા.
Zvino Mozisi zvirokwazvo wakanga akatendeka muimba yake yese semuranda, kuti huve uchapupu hwezvinhu zvaizotaurwa;
6 ૬ પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશામાં ગૌરવ રાખીને દૃઢ રહીએ તો આપણે તેમનું ઘર છીએ.
asi Kristu seMwanakomana pamusoro peimba yake; imba yake yatiri isu, kana chete tikabatisisa kushinga nekuzvirumbidza kwetariro kusvika pakuguma.
7 ૭ એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “આજે જો તમે ઈશ્વરની વાણી સાંભળો,
Naizvozvo sezvinotaura Mweya Mutsvene achiti: Nhasi kana muchinzwa inzwi rake,
8 ૮ તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.
musaomesa moyo yenyu, sepakumukira, nezuva rekuedzwa murenje,
9 ૯ ત્યાં તમારા પૂર્વજોએ મને પારખવા મારી કસોટી કરી; અને ચાળીસ વરસ સુધી મારાં કામો નિહાળ્યાં.
madzibaba enyu paakandiedza, vachindinzvera, ndokuona mabasa angu makore makumi mana.
10 ૧૦ એ માટે તે પેઢી પર હું નારાજ થયો અને મેં કહ્યું કે, “તેઓ પોતાના હૃદયમાં સદા ભટકી જઈને ખોટા માર્ગે જાય છે અને તેઓએ મારા માર્ગ જાણ્યાં નહિ.
Naizvozvo ndakatsamwiswa nezera iro, ndokuti: Vanogara vachitsauka pamoyo; uye ava havana kuziva nzira dzangu;
11 ૧૧ માટે મેં મારા ક્રોધાવેશમાં પ્રણ લીધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”
naizvozvo ndakapika pakutsamwa kwangu, ndikati: Havangatongopindi pazororo rangu.
12 ૧૨ હવે ભાઈઓ, તમે સાવધાન થાઓ, જેથી તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય.
Chenjererai, hama, kuti kusava nemoyo wakashata wekusatenda pakati peumwe neumwe wenyu, pakutsauka kubva kuna Mwari mupenyu;
13 ૧૩ પણ જ્યાં સુધી ‘આજ’ કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો; કે પાપના કપટથી તમારામાંના કોઈનું હૃદય કઠણ થાય નહિ.
asi kurudziranai pazuva nezuva, kuchanzi nhasi; kuti kurege kuva neumwe wenyu anoomeswa nekunyengera kwechivi;
14 ૧૪ કેમ કે જો આપણે પ્રારંભનો આપણો વિશ્વાસ અંત સુધી ટકાવી રાખીએ, તો આપણે ખ્રિસ્તનાં ભાગીદાર થયા છીએ.
nokuti tava vagovani vaKristu, kana chete tichibatisisa kuvamba kwechivimbo kusvikira pakuguma;
15 ૧૫ કેમ કે એમ કહ્યું છે કે, ‘આજ જો તમે તેમની વાણી સાંભળો; તો જેમ ક્રોધકાળે તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.
kuchanzi: Nhasi kana muchinzwa inzwi rake, musaomesa moyo yenyu, sepakumukira.
16 ૧૬ કેમ કે તે વાણી સાંભળ્યાં છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું મૂસાની આગેવાનીમાં મિસરમાંથી જેઓ બહાર નીકળ્યા તે બધાએ નહિ?
Nokuti vamwe vakati vanzwa vakamukira, asi havasi vese vakabva Egipita kubudikidza naMozisi.
17 ૧૭ વળી ચાળીસ વરસ સુધી તે કોનાં પર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યું, જેઓનાં મૃતદેહ અરણ્યમાં પડ્યા રહ્યાં?
Asi wakatsamwiswa nani makore makumi mana? Havasi ivo vakatadza here, vane mitumbi yakawira murenje?
18 ૧૮ જેઓએ વિશ્વાસ કર્યો નહિ તેઓ વગર કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું કે, ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ?’
Uye ndivana ani vaakapikira kuti havangapindi pazororo rake, kunze kweavo vasina kutenda?
19 ૧૯ આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને કારણે તેઓ પ્રવેશ પામી શક્યા નહીં.
Zvino tinoona kuti vakange vasingagoni kupinda nekuda kwekusatenda.