< હિબ્રૂઓને પત્ર 3 >

1 એ માટે, ઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર પવિત્ર ભાઈઓ, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર તમે લક્ષ રાખો.
Derfor, hellige brødre, I som har fått del i et himmelsk kall, gi akt på den apostel og yppersteprest som vi bekjenner, Jesus,
2 જેમ મૂસા પણ પોતાના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ તેઓ પોતાના નીમનાર ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ હતા.
han som var tro mot den som gjorde ham dertil, likesom og Moses var i hele hans hus.
3 કેમ કે જે પ્રમાણે ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન મળે છે, તે પ્રમાણે મૂસા કરતાં વિશેષ માનયોગ્ય ઈસુને ગણવામાં આવ્યા છે.
For denne er aktet så meget større ære verd enn Moses, som den som har gjort huset, har større ære enn huset selv.
4 કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તો ઈશ્વર જ છે.
Hvert hus blir jo gjort av nogen; men den som har gjort alt, er Gud;
5 મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની ખાતરી આપવા માટે, સેવકની પેઠે ઈશ્વરના ઘરમાં વિશ્વાસુ હતા.
og Moses var vel tro i hele hans hus som tjener til å vidne om det som skulde tales,
6 પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશામાં ગૌરવ રાખીને દૃઢ રહીએ તો આપણે તેમનું ઘર છીએ.
men Kristus som Sønn over hans hus, og hans hus er vi, såfremt vi holder vår frimodighet og det håp som vi roser oss av, fast inntil enden.
7 એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “આજે જો તમે ઈશ્વરની વાણી સાંભળો,
Derfor, som den Hellige Ånd sier: Idag, om I hører hans røst,
8 તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.
da forherd ikke eders hjerter som ved forbitrelsen, på fristelsesdagen i ørkenen,
9 ત્યાં તમારા પૂર્વજોએ મને પારખવા મારી કસોટી કરી; અને ચાળીસ વરસ સુધી મારાં કામો નિહાળ્યાં.
hvor eders fedre fristet mig ved å sette mig på prøve, enda de så mine gjerninger i firti år;
10 ૧૦ એ માટે તે પેઢી પર હું નારાજ થયો અને મેં કહ્યું કે, “તેઓ પોતાના હૃદયમાં સદા ભટકી જઈને ખોટા માર્ગે જાય છે અને તેઓએ મારા માર્ગ જાણ્યાં નહિ.
derfor harmedes jeg på denne slekt og sa: De farer alltid vill i hjertet; men de kjente ikke mine veier,
11 ૧૧ માટે મેં મારા ક્રોધાવેશમાં પ્રણ લીધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”
så jeg svor i min vrede: Sannelig, de skal ikke komme inn til min hvile!
12 ૧૨ હવે ભાઈઓ, તમે સાવધાન થાઓ, જેથી તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય.
Se til, brødre, at det ikke i nogen av eder er et ondt, vantro hjerte, så han faller fra den levende Gud;
13 ૧૩ પણ જ્યાં સુધી ‘આજ’ કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો; કે પાપના કપટથી તમારામાંના કોઈનું હૃદય કઠણ થાય નહિ.
men forman hverandre hver dag, så lenge det heter idag, forat ikke nogen av eder skal forherdes ved syndens svik;
14 ૧૪ કેમ કે જો આપણે પ્રારંભનો આપણો વિશ્વાસ અંત સુધી ટકાવી રાખીએ, તો આપણે ખ્રિસ્તનાં ભાગીદાર થયા છીએ.
for vi har fått del med Kristus, såfremt vi holder vår første fulle visshet fast inntil enden.
15 ૧૫ કેમ કે એમ કહ્યું છે કે, ‘આજ જો તમે તેમની વાણી સાંભળો; તો જેમ ક્રોધકાળે તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.
Når det sies: Idag, om I hører hans røst, da forherd ikke eders hjerter som ved forbitrelsen,
16 ૧૬ કેમ કે તે વાણી સાંભળ્યાં છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું મૂસાની આગેવાનીમાં મિસરમાંથી જેઓ બહાર નીકળ્યા તે બધાએ નહિ?
hvem var det da vel som hørte den og dog forbitret ham? var det ikke alle de som gikk ut av Egypten ved Moses?
17 ૧૭ વળી ચાળીસ વરસ સુધી તે કોનાં પર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યું, જેઓનાં મૃતદેહ અરણ્યમાં પડ્યા રહ્યાં?
Og hvem var det han harmedes på i firti år? var det ikke på dem som hadde syndet, så deres kropper falt i ørkenen?
18 ૧૮ જેઓએ વિશ્વાસ કર્યો નહિ તેઓ વગર કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું કે, ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ?’
Og om hvem var det han svor at de ikke skulde komme inn til hans hvile, uten om dem som ikke hadde villet tro?
19 ૧૯ આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને કારણે તેઓ પ્રવેશ પામી શક્યા નહીં.
Så ser vi da at det var for vantros skyld de ikke kunde komme inn.

< હિબ્રૂઓને પત્ર 3 >