< હિબ્રૂઓને પત્ર 2 >

1 તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તેનાથી આપણે કદી દૂર જઈએ નહિ, તે માટે તેના પર આપણે વધારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ.
Därför böra vi så mycket mer akta på det som vi hava hört, så att vi icke gå förlorade.
2 કેમ કે જો સ્વર્ગદૂતો દ્વારા કહેલું વચન સત્ય ઠર્યું અને દરેક પાપ તથા આજ્ઞાભંગ કરનારાઓને યોગ્ય બદલો મળ્યો,
Ty om det ord som talades genom änglar blev beståndande, och all överträdelse och olydnad fick sin rättvisa lön,
3 તો આપણે આ મહાન ઉદ્ધાર વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે ઉદ્ધારની વાત પહેલાં ઈશ્વરે પોતે કહી, પછી સાંભળનારાઓએ તેની ખાતરી અમને કરી આપી.
huru skola då vi kunna undkomma, om vi icke taga vara på en sådan frälsning? -- en frälsning som ju först förkunnades genom Herren och sedan bekräftades för oss av dem som hade hört honom,
4 ઈશ્વર પણ ચમત્કારિક ચિહ્નોથી, આશ્ચર્યકર્મોથી, વિવિધ પરાક્રમી કામોથી તથા પવિત્ર આત્માએ પોતાની ઇચ્છા પ્રમાણે આપેલાં દાનથી તેઓની સાથે સાક્ષી આપતા રહ્યાં છે.
varjämte Gud själv ytterligare gav sitt vittnesbörd genom tecken och under och allahanda kraftgärningar, och genom att utdela helig ande, allt efter sin vilja.
5 કેમ કે જે આગામી યુગ સંબંધી અમે તમને કહીએ છીએ તેનું નિયંત્રણ તેમણે સ્વર્ગદૂતોને આધીન કર્યું નથી.
Ty det var icke under änglars välde som han lade den tillkommande världen, den som vi tala om.
6 પણ ગીતકર્તા દાઉદ જણાવે છે કે, ‘માણસ વળી કોણ છે, કે તમે તેનું સ્મરણ કરો છો? અથવા મનુષ્યપુત્ર કોણ છે કે તમે તેની મુલાકાત લો છો?
Däremot har någon någonstädes betygat och sagt: "Vad är en människa, att du tänker på henne, eller en människoson, att du låter dig vårda om honom?
7 તેમણે તેને થોડા સમય માટે સ્વર્ગદૂતો કરતાં ઊતરતો કર્યો છે; અને તેના મસ્તક પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. તમારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.
En liten tid lät du honom vara ringare än änglarna, men krönte honom sedan med härlighet och ära och satte honom till herre över dina händers verk;
8 તમે સમગ્ર સૃષ્ટિ તેના હાથમાં સોંપી છે; આમ બધું તેને સ્વાધીન કરવાથી તેને સુપ્રત કર્યું ના હોય એવું કંઈ બાકાત રાખ્યું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજી સુધી આપણી નજરે પડતું નથી.
allt lade du under hans fötter." När han underlade honom allting, undantog han nämligen intet från att bliva honom underlagt -- om vi ock ännu icke se allting vara honom underlagt.
9 પણ ઈશ્વરની કૃપાથી સઘળાં માણસને માટે મૃત્યુ પામવાને અર્થે જેમને સ્વર્ગદૂતો કરતાં થોડીવાર સુધી ઊતરતા કરવામાં આવ્યા છે, અને મરણ સહેવાને લીધે જેમનાં પર મહિમા તથા ગૌરવનો મુગટ મૂકવામાં આવ્યો, તે ઈસુને જોઈએ છીએ.
Men honom som en liten tid hade blivit gjord "ringare än änglarna", honom, Jesus, se vi för sitt dödslidandes skull hava blivit krönt med härlighet och ära, för att det genom Guds nåd skulle komma alla till godo att han smakade döden.
10 ૧૦ કેમ કે જેમને માટે બધું છે, તથા જેમનાંથી સઘળાં ઉત્પન્ન થયાં છે, તેમને એ યોગ્ય હતું કે, તે ઘણાં દીકરાઓને મહિમામાં લાવતાં તેઓના ઉદ્ધારના અધિકારીને દુઃખ ભોગવવાથી પરિપૂર્ણ કરે.
Ty den för vilkens skull allting är, och genom vilken allting är, honom hövdes det, att när han ville föra många sina barn till härlighet, genom lidanden fullkomna deras frälsnings hövding.
11 ૧૧ કેમ કે જે પવિત્ર કરે છે અને જે પવિત્ર કરાય છે, તે સઘળાં એકથી જ છે, એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી.
Han som helgar och de som bliva helgade hava nämligen alla en och samme Fader. Fördenskull blyges han icke för att kalla dem bröder;
12 ૧૨ તે કહે છે કે, “હું તમારું નામ ભાઈઓને પ્રગટ કરીશ, વિશ્વાસી સમુદાયમાં ગીત ગાતાં હું તમારી સ્તુતિ કરીશ.
han säger ju: "Jag skall förkunna ditt namn för mina bröder, mitt i församlingen skall jag prisa dig";
13 ૧૩ હું તેમના પર ભરોસો રાખીશ; વળી, જુઓ, હું તથા જે બાળકો ઈશ્વરે મને આપ્યાં છે તેઓ ભરોસો કરીશું.”
så ock: "Jag vill sätta min förtröstan till honom"; så ock: "Se här äro jag och barnen som Gud har givit mig."
14 ૧૪ જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે.
Då nu barnen hade blivit delaktiga av kött och blod, blev ock han på ett liknande sätt delaktig därav, för att han genom sin död skulle göra dens makt om intet, som hade döden i sitt våld, det är djävulen,
15 ૧૫ અને મરણની બીકથી જે પોતાના આખા જીવનભર ગુલામ જેવા હતા તેઓને પણ મુક્ત કરે.
och göra alla dem fria, som av fruktan för döden hela sitt liv igenom hade varit hemfallna till träldom.
16 ૧૬ કેમ કે નિશ્ચે તે સ્વર્ગદૂતોની સહાય નથી કરતા, પણ ઇબ્રાહિમનાં સંતાનની સહાય કરે છે.
Ty det är ju icke änglar som han tager sig an; det är Abrahams säd som han tager sig an.
17 ૧૭ એ માટે તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, કે લોકોનાં પાપો માટે પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતો સંબંધી તેઓ દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.
Därför måste han i allt bliva lik sina bröder, för att han skulle bliva barmhärtig och en trogen överstepräst i sin tjänst inför Gud, till att försona folkets synder.
18 ૧૮ કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે એટલા માટે દુઃખ સહન કર્યું કે જેઓનું પરીક્ષણ થાય છે, તેઓને સહાય કરવાને તે સર્વશક્તિમાન છે.
Ty därigenom att han har lidit, i det han själv blev frestad, kan han hjälpa dem som frestas.

< હિબ્રૂઓને પત્ર 2 >