< હિબ્રૂઓને પત્ર 13 >
1 ૧ ભાઈઓ પરનો પ્રેમ જાળવી રાખો.
Kochajcie się jak bracia
2 ૨ પરોણાગત કરવાનું તમે ભુલશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે.
i zawsze bądźcie gościnni. Postępując tak, niektórzy—zupełnie nieświadomie—gościli u siebie aniołów.
3 ૩ બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો, એવું સમજીને તેઓનું સ્મરણ કરો અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો.
Okazujcie pomoc tym z was, którzy—z powodu wierności Chrystusowi—trafili do więzienia. Troszczcie się również o cierpiących, sami przecież również dobrze wiecie, co to znaczy cierpienie.
4 ૪ લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.
Niech wszyscy cenią związek małżeński, a małżonkowie niech będą sobie wierni. Bóg ukarze bowiem tych, którzy dopuszczają się niewierności i rozwiązłości seksualnej.
5 ૫ દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, ‘હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.’”
Nie bądźcie zachłanni. Wręcz przeciwnie, cieszcie się z tego, co macie. Bóg powiedział przecież: „Nie porzucę cię i nigdy cię nie opuszczę”.
6 ૬ તેથી આપણે નિર્ભય થઈને કહીએ કે, ‘પ્રભુ મને સહાય કરનાર છે, હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
Śmiało możemy mówić: „Pan mi pomaga, więc nie będę się niczego bał, Co może mi zrobić człowiek?”.
7 ૭ જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરનું વચન કહ્યું છે, તેઓનું સ્મરણ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસને અનુસરો.
Przypominajcie sobie swoich przywódców duchowych, którzy uczyli was słowa Bożego. Pamiętając, jak odeszli, bierzcie z nich przykład. Tak jak oni, wierzcie Panu!
8 ૮ ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે. (aiōn )
Jezus Chrystus nigdy się nie zmienia. W przeszłości był dokładnie taki sam, jaki jest dziś i jaki będzie w przyszłości. (aiōn )
9 ૯ તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ; કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે; અમુક ખોરાક ખાવા કે ના ખાવાથી એ પ્રમાણે વર્તવાથી કશો લાભ થતો નથી.
Dlatego nie dajcie się oszukać różnym nowym, obcym naukom. Całym sercem polegajcie na łasce Boga, a nie na przepisach dotyczących spożywania różnych pokarmów. Tym, którzy się do nich zastosowali, nie przyniosły one żadnego pożytku.
10 ૧૦ આપણને એવી યજ્ઞવેદી છે કે તે પરનું ખાવાનો અધિકાર મંડપની સેવા કરનારાઓને નથી.
My zaś mamy dostęp do ołtarza, z którego nie mogą jeść ci, którzy służą w ziemskiej świątyni.
11 ૧૧ કેમ કે પાપોના બલિદાનને માટે જે પશુઓનું લોહી પ્રમુખ યાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બળાય છે.
Zgodnie z Prawem Mojżesza, najwyższy kapłan przynosi do świątyni krew zwierząt składanych w ofierze za grzechy. Ciała tych zwierząt spala się natomiast poza obozem.
12 ૧૨ એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું.
Dlatego również Jezus cierpiał i umarł poza murami miasta, aby własną krwią pojednać ludzi z Bogiem.
13 ૧૩ તેથી આપણે પણ તેમનું અપમાન સહન કરીને તેમની પાસે છાવણી બહાર જઈએ.
Wyjdźmy więc i my do Niego—na zewnątrz, aby mieć udział w hańbie, której doświadczył.
14 ૧૪ કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ.
Ten świat nie jest naszym domem, czekamy bowiem na ten, który nadejdzie.
15 ૧૫ માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.
Dlatego zawsze składajmy Bogu ofiarę chwały—wołajmy do Niego, oddając Mu cześć w imieniu Jezusa!
16 ૧૬ ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.
Pamiętajcie też o czynieniu dobra i pomaganiu innym—takie ofiary podobają się Bogu!
17 ૧૭ તમે પોતાના આગેવાનોની આજ્ઞાઓ માનીને તેઓને આધીન થાઓ, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થશે.
Okazujcie posłuszeństwo waszym duchowym przywódcom. Oni bowiem dbają o wasze dobro i odpowiadają za to przed Bogiem. Pomóżcie im wykonywać to zadanie z radością i bez narzekania. Jeśli jednak sprawicie, że popadną przez was w przygnębienie, nie będą w stanie okazywać wam potrzebnej pomocy.
18 ૧૮ તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.
Módlcie się za nas, jesteśmy bowiem przekonani, że mamy czyste sumienie, i nadal chcemy we wszystkim dobrze postępować.
19 ૧૯ તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું.
Szczególnie zachęcam was do modlitwy o to, abym jak najszybciej mógł do was przybyć.
20 ૨૦ હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં, (aiōnios )
Niech Bóg, który obdarza ludzi pokojem, uzdalnia was do wszelkiego dobra, abyście wykonywali Jego wolę! Niech sprawi też, abyście—dzięki Jezusowi Chrystusowi—pragnęli czynić wszystko to, co Mu się podoba. On ożywił Jezusa—naszego Pana i wielkiego Pasterza—oraz przypieczętował przymierze z nami Jego krwią. Jemu niech będzie wieczna chwała. Amen! (aiōn , aiōnios )
21 ૨૧ તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન. (aiōn )
22 ૨૨ ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા બોધના આ વચન સહન કરો, કેમ કે મેં તમારા પર સંક્ષિપ્તમાં લખ્યું છે.
Przyjaciele, przyjmijcie ten krótki list jako słowo zachęty.
23 ૨૩ તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થએલો છે. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.
Wiedzcie, że Tymoteusz, nasz drogi przyjaciel, wyszedł już z więzienia. Jeśli wkrótce do mnie przybędzie, odwiedzimy was obydwaj.
24 ૨૪ તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો; ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ પાઠવે છે.
Przekażcie pozdrowienia waszym przywódcom i wszystkim świętym. Pozdrawiają was wierzący z Italii.
25 ૨૫ તમ સર્વ ઉપર કૃપા હો. આમીન.
Niech Bóg obdarza was wszystkich swoją łaską!