< હિબ્રૂઓને પત્ર 10 >
1 ૧ કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમા તેમાં નહોતી, માટે જે બલિદાનો વર્ષોવર્ષ તેઓ હંમેશા કરતા હતા તેથી તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું.
Prawo Mojżesza jest tylko zapowiedzią nadchodzącej rzeczywistości. Dlatego składane co roku ofiary nigdy nie będą w stanie w doskonały sposób oczyścić tych, którzy je przynoszą.
2 ૨ જો એમ હોત, તો બલિદાનો કરવાનું શું બંધ ન થાત? કેમ કે એક વખત પવિત્ર થયા પછી ભજન કરનારાઓનાં અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતઃવાસના થાત નહિ.
Gdyby to było możliwe, ludzie przestaliby je składać, bowiem przynosząc jedną ofiarę, raz na zawsze oczyściliby się z grzechów i nie mieliby już poczucia winy.
3 ૩ પણ તે બલિદાનોથી વર્ષોવર્ષ પાપોનું ફરીથી સ્મરણ થયા કરે છે.
Jest jednak zupełnie inaczej—coroczne ofiary przypominają ludziom o popełnionych grzechach.
4 ૪ કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપો દૂર કરવાને સમર્થ નથી.
Niemożliwe jest bowiem, aby krew zwierząt ofiarnych mogła oczyścić ludzi z win.
5 ૫ એ માટે દુનિયામાં આવતાં જ તે કહે છે, ‘તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે.
Właśnie dlatego Chrystus, przychodząc na świat, powiedział: „Nie chciałeś ofiar ani darów, ale przygotowałeś mi ciało.
6 ૬ દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તમે પ્રસન્ન થતાં ન હતા.
Nie zadowalały Cię ofiary całopalne i ofiary za grzechy.
7 ૭ ત્યારે મેં કહ્યું કે, ‘ઓ ઈશ્વર, જુઓ, શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખ્યું છે, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું.
Wtedy powiedziałem: Boże, oto przychodzę wypełnić Twoją wolę, zgodnie z tym, co mówi o Mnie Pismo”.
8 ૮ ઉપર જયારે તેમણે કહ્યું કે, ‘બલિદાનો, અર્પણો, દહનાર્પણો, પાપાર્થાર્પણો જે નિયમશાસ્ત્ર પ્રમાણે કરાય છે તેઓની ઇચ્છા રાખી નહિ અને તેઓથી તમે પ્રસન્ન થતાં ન હતા.
Chrystus powiedział, że wszystkie te ofiary—mimo że są składane zgodnie z przepisami Prawa Mojżesza—nie zadowalały Boga!
9 ૯ ત્યારે તેમણે કહ્યું કે, ‘જો, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવું છું;’ બીજાને સ્થાપવા સારુ પહેલાને તે રદ કરે છે.
Następnie dodał: „Oto przychodzę wypełnić Twoją wolę”. Usunął więc pierwsze przymierze, aby ustanowić nowe.
10 ૧૦ તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વખત અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.
Jezus Chrystus, wypełniając Bożą wolę, złożył siebie samego w ofierze. W ten sposób raz na zawsze pojednał nas z Bogiem!
11 ૧૧ દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી.
Każdy kapłan codziennie sprawuje swoją służbę i wiele razy składa te same ofiary, które jednak nie są w stanie oczyścić kogokolwiek z grzechów.
12 ૧૨ પણ ખ્રિસ્ત તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.
Natomiast Chrystus złożył tylko jedną ofiarę i na zawsze zasiadł po prawej stronie Boga,
13 ૧૩ હવે પછી તેમના વૈરીઓને તેમના પગ નીચે કચડવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે.
gdzie czeka, aż wszyscy wrogowie padną u Jego stóp.
14 ૧૪ કેમ કે જેઓ પવિત્ર કરાય છે તેઓને તેમણે એક જે અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કરી દીધાં છે.
Poprzez swoją jedną ofiarę na zawsze uczynił doskonałymi tych, których pojednał z Bogiem.
15 ૧૫ પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે તેમણે કહ્યું હતું કે,
Potwierdza to również Duch Święty, mówiąc:
16 ૧૬ ‘તે દિવસોમાં જે કરાર હું તેઓની સાથે કરીશ તે એ જ છે કે, હું મારા નિયમો તેઓના હૃદયપટ પર લખીશ અને તેઓના મનમાં મૂકીશ, એમ પ્રભુ કહે છે.’”
„Wkrótce zawrę z nimi nowe przymierze —mówi Pan. Moje prawa włożę w ich serca, i zapiszę je w ich umysłach.
17 ૧૭ પછી તે કહે છે કે, ‘તેઓનાં પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહિ.’”
I nie będę pamiętał o ich grzechach oraz złych czynach”.
18 ૧૮ હવે જ્યાં તેઓના પાપ માફ થયા છે, ત્યાં ફરી પાપને સારુ બીજા અર્પણની જરૂરિયાત નથી.
Skoro grzechy zostały już odpuszczone, to ofiara za nie jest niepotrzebna.
19 ૧૯ મારા ભાઈઓ, તેણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે.
Przyjaciele, dzięki przelanej krwi Jezusa mamy teraz dostęp do miejsca najświętszego!
20 ૨૦ તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે;
Poprzez swoją śmierć, otworzył On bowiem przed nami drogę prowadzącą do życia i usunął zasłonę oddzielającą nas od miejsca najświętszego.
21 ૨૧ વળી ઈશ્વરના ઘર પર આપણે માટે એક મોટો યાજક છે,
On jest najwyższym kapłanem domu Boga!
22 ૨૨ તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે હૃદયો પર છંટકાવ પામીને તથા સ્વચ્છ પાણીથી શરીર ધોઈને, આપણે ખરા હૃદયથી અને વિશ્વાસના પૂરા નિશ્ચય સાથે ઈશ્વરના સાન્નિધ્યમાં જઈએ.
Przychodźmy więc do Boga ze szczerym sercem i pełnym zaufaniem. Nasze serca zostały bowiem oczyszczone ze zła, a ciała obmyte czystą wodą.
23 ૨૩ આપણે આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ, કેમ કે જેમણે આશાવચન આપ્યું તે વિશ્વાસપાત્ર છે.
Nieugięcie oczekujmy spełnienia się naszej nadziei, bo Bóg zawsze dotrzymuje obietnic.
24 ૨૪ પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા માટે પરસ્પર ઉત્તેજન પ્રાપ્ત થાય માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.
Troszczmy się o siebie nawzajem i zachęcajmy się do okazywania innym miłości oraz do dobrych czynów.
25 ૨૫ જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.
Nie opuszczajmy też naszych spotkań, jak to niektórzy mają w zwyczaju, ale dodawajmy sobie otuchy—tym bardziej, że widzimy zbliżający się dzień powrotu Pana.
26 ૨૬ કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી,
Jeśli bowiem poznaliśmy Bożą prawdę, a dalej z rozmysłem grzeszymy, to nie ma już dla nas żadnej dodatkowej ofiary za grzechy, z której moglibyśmy skorzystać.
27 ૨૭ પણ ન્યાયચુકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે.
Pozostaje nam tylko oczekiwanie w strachu na Boży sąd i ogień, który pochłonie wrogów Boga.
28 ૨૮ જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો, તેના પર દયા રખાતી ન હતી, પણ બે કે ત્રણ જણની સાક્ષીથી તેને મોતની સજા કરવામાં આવતી હતી.
Kto odrzucał Prawo Mojżesza, ponosił—bez litości—karę śmierci na podstawie zeznań dwóch lub trzech świadków.
29 ૨૯ તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો?
Pomyślcie zatem, o ile surowsza kara spotka tego, kto podeptał ofiarę Syna Bożego, zlekceważył przelaną przez Niego krew przymierza, która pojednała Go z Bogiem, i znieważył Ducha obdarzającego łaską?
30 ૩૦ કેમ કે ‘બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ.’” ત્યાર બાદ ફરી, ‘પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,’ એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ.
Wiemy dobrze, że Bóg powiedział: „To Ja wymierzam sprawiedliwość i to Ja odpłacam za zło”. Pismo mówi również: „Sam Pan osądzi swój lud”.
31 ૩૧ જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ અતિ ભયંકર છે.
Straszna to rzecz wpaść w ręce żywego Boga!
32 ૩૨ પણ પહેલાના દિવસોનું સ્મરણ કરો, કે જેમાં તમે પ્રકાશિત થયા પછી,
Przypomnijcie sobie wcześniejsze czasy. Po tym, jak poznaliście Pana, musieliście zmagać się z wieloma trudnościami.
33 ૩૩ પહેલાં તો નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ જેવા થયા અને પછી તો જેઓને સતાવાયા હતા તેઓના ભાગીદાર થઈને દુઃખોનો ભારે હુમલો સહન કર્યો.
Byliście publicznie wyśmiewani, prześladowani i doświadczaliście tych samych cierpień, co inni wierzący.
34 ૩૪ કેમ કે જેઓ બંધનમાં હતા તેઓ પ્રત્યે તમે કરુણા દર્શાવી અને તમારી સંપત્તિની લૂંટ કરાઈ તેને તમે આનંદથી સહન કર્યું, કેમ કે તમે એ જાણતા હતા, કે તમારે માટે તેના કરતા વધારે યોગ્ય તથા સર્વકાળ રહેનારું ધન સ્વર્ગમાં રાખી મૂકવામાં આવેલું છે.
Współczuliście uwięzionym i—pomimo utraty całego majątku—byliście pełni radości. Wiedzieliście bowiem, że w niebie macie o wiele wspanialszy i trwalszy skarb.
35 ૩૫ એ માટે તમારા વિશ્વાસના ફળરૂપી જે મોટો બદલો તમને મળવાનો છે, તેને નાખી ન દો.
Nie porzucajcie więc waszego zaufania, bo zostanie ono nagrodzone.
36 ૩૬ કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને આશાવચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.
Wytrwale wykonujcie wolę Boga, abyście otrzymali to, co obiecał. Pismo mówi bowiem:
37 ૩૭ કેમ કે જે આવવાના છે, તે તદ્દન થોડીવારમાં જ આવશે અને વિલંબ કરશે નહિ.
„On już niedługo przyjdzie i nie spóźni się”. Bóg powiedział również:
38 ૩૮ પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હટે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.
„Ten, który jest prawy i należy do Mnie, będzie żył dzięki wierze. Jeśli jednak odwróci się ode Mnie, straci Moją przychylność”.
39 ૩૯ પણ આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.
My jednak nie należymy do tych, którzy odwracają się od Pana i ściągają na siebie zgubę. Przeciwnie, należymy do tych, którzy wierzą Mu i dostępują zbawienia.