< હાગ્ગાચ 2 >
1 ૧ સાતમા માસના એકવીસમા દિવસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે,
सातौँ महिनाको एक्काईसौँ दिनमा, अगमवक्ता हाग्गैद्धारा परमप्रभुको यस्तो वचन आयो,
2 ૨ હવે યહૂદિયાના રાજકર્તા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆને તથા બાકી રહેલા લોકોને કહે કે,
यहूदाका राज्यपाल, शालतिएलका छोरा यरुबाबेल, र यहोसादाकका छोरा प्रधान पूजाहारी यहोशू, र बाँकी रहेका मानिसहरूलाई यस्तो भन् ।
3 ૩ ‘શું આ સભાસ્થાનનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઈ તમારામાં જીવતો રહ્યો છે? હમણાં તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ નથી?
‘तिमीहरूमध्ये को बाँकी छ जसले यो भवनलाई त्यसको पहिलेको महिमामा देखेको थियो? अहिले तिमीहरूले यो कस्तो देख्छौ? के तिमीहरूका नजरमा यो केही मोल नभएको जस्तो छैन र?
4 ૪ હવે, યહોવાહ કહે છે, હે ઝરુબ્બાબેલ, બળવાન થા’ હે યહોસાદાકના દીકરા પ્રમુખ યાજક યહોશુઆ, ‘બળવાન થા;’ યહોવાહ કહે છે, હે દેશના સર્વ લોકો!’ તમે બળવાન થાઓ ‘અને કામ કરો કેમ કે હું તમારી સાથે છું,’ આ સૈન્યોના યહોવાહ કહે છે.
अब, यरुबाबेल साहसी हो! - परमप्रभु घोषणा गर्नुहुन्छ, र यहोसादाकका छोरा यहोशू साहसी हो, र भूमिका सबै मानिसहरू, साहसी होओ! - परमप्रभु घोषणा गर्नुहुन्छ- र काम गर्, किनकि म तिमीहरूसँग छु! यो सेनाहरूका परमप्रभुको घोषणा हो ।
5 ૫ જ્યારે તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે તમારી સાથે કરાર કરીને જે વચનો સ્થાપ્યાં તે પ્રમાણે, મારો આત્મા તમારી મધ્યે છે. તમે બીશો નહિ.’
यो त्यही करार हो जुन मैले तिमीहरू मिश्रदेशबाट बाहिर आउँदा तिमीहरूसँग स्थापित गरेको थिएँ, र मेरो आत्मा तिमीहरूसँग छ । नडराओ!
6 ૬ કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે, ‘થોડી જ વારમાં હું આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા સૂકી ધરતીને હલાવું છું.
किनभने सेनाहरूका परमप्रभु यस्तो भन्नुहुन्छ: केही समयमा, म फेरि आकाश र पृथ्वी, र समुद्र र सुक्खा भूमिलाई हल्लाउनेछु!
7 ૭ અને હું બધી પ્રજાઓને હલાવીશ, દરેક પ્રજા તેઓની કિંમતી વસ્તુઓ મારી પાસે લાવશે, અને આ સભાસ્થાનને હું ગૌરવથી ભરી દઈશ. સૈન્યોના યહોવાહ કહે છે.
म हरेक जातिलाई हल्लाउनेछु, र हरेक जातिले तिनीहरूका बहुमुल्य थोकहरू मकहाँ ल्याउनेछन्, अनि म यो भवनलाई महिमाले भर्नेछु, सेनाहरूका परमप्रभु भन्नुहुन्छ ।
8 ૮ સૈન્યોના યહોવાહ એવું કહે છે, ચાંદી તથા સોનું મારું છે.
चाँदी र सुन मेरै हुन्! - सेनाहरूका परमप्रभु यो घोषणा गर्नुहुन्छ ।
9 ૯ ‘સૈન્યોના યહોવાહ કહે છે, આ સભાસ્થાનનું ભૂતકાળનું ગૌરવ તેની શરૂઆતના ગૌરવ કરતાં વધારે હશે, ‘અને આ જગ્યામાં હું સુલેહ શાંતિ આપીશ. એવું સૈન્યોના યહોવાહ કહે છે.”
यस भवनको महिमा सुरुवातको समयको भन्दा पछि अति महान् हुनेछ, सेनाहरूका परमप्रभु भन्नुहुन्छ, र म यस ठाउँमा शान्ति दिनेछु - सेनाहरूका परमप्रभु यो घोषणा गर्नुहुन्छ ।”
10 ૧૦ દાર્યાવેશના બીજા વર્ષના નવમા માસના ચોવીસમાં દિવસે હાગ્ગાય પ્રબોધક મારફતે યહોવાહનું વચન આવ્યું કે,
दाराको दोस्रो वर्षको नवौँ महिनाको चौबीसौँ दिनमा, अगमवक्ता हाग्गैद्धारा परमप्रभुको यस्तो वचन आयो,
11 ૧૧ સૈન્યોના યહોવાહ કહે છે ‘યાજકોને નિયમશાસ્ત્ર વિષે પૂછ.
“सेनाहरूका परमप्रभु यस्तो भन्नुहुन्छ: व्यवस्थाको विषयमा पूजाहारीहरुलाई सोध्,
12 ૧૨ જો તમારામાંનો કોઈ પોતાના પહેરેલા વસ્ત્રમાં પવિત્ર માંસને બાંધીને લઈ જતો હોય અને જો તે રોટલી, ભાજી, દ્રાક્ષારસ, તેલ કે બીજા કોઈ ખોરાકને અડકે તો શું તે પવિત્ર થાય?” યાજકોએ જવાબ આપ્યો કે, “ના.”
‘परमप्रभुको निम्ति अलग गरिएको मासुलाई कसैले आफ्नो लुगामा पोको पारेर लग्यो, र त्यो पोकोले रोटी वा सुरुवा, मद्य वा तेल, वा कुनै भोजनलाई छोयो भने, के त्यो पवित्र हुन्छ?’” पूजाहारीहरुले यस्तो जवाफ दिए, “हुँदैन ।”
13 ૧૩ ત્યારે હાગ્ગાયે કહ્યું, “જો કોઈ માણસ શબને અડકવાથી અશુદ્ધ થયો હોય અને આ વસ્તુઓને અડે તો શું તે અશુદ્ધ ગણાય?” ત્યારે યાજકોએ જવાબ આપ્યો કે, “હા, તેઓ અશુદ્ધ ગણાય.”
अनि हाग्गैले भने, “मरेको मानिस छोएर अशुद्ध भएको कोहीले यी कुराहरू छोयो भने, के ती अशुद्ध हुन्छन्?” पूजाहारीहरुले जवाफ दिए, “हो, ती अशुद्ध हुन्छन् ।”
14 ૧૪ હાગ્ગાયે કહ્યું, “યહોવાહ કહે છે કે “મારી આગળ આ લોકો અને આ પ્રજા એવા જ છે.’ તેઓના હાથનાં કામો એવાં જ છે, અને તેઓ જે કંઈ અર્પણ કરે છે તે અશુદ્ધ છે.”
यसैकारण हाग्गैले जवाफ दिए, “यसैकारण मेरो अगि यी मानिसहरू र यो जाति, र तिनीहरूका हातले गरेका सबै कुरा यस्तै छन्! - परमप्रभु घोषणा गर्नुहुन्छ । तिनीहरूले मलाई अर्पण गरेका कुरा अशुद्ध छन्!
15 ૧૫ હવે, કૃપા કરીને આજથી માંડીને વીતેલા વખતનો, એટલે યહોવાહના સભાસ્થાનના પથ્થર પર પથ્થર મૂકવામાં આવ્યો હતો તે અગાઉના વખતનો વિચાર કરો,
यसैकारण अब, आजको दिनसम्म पुर्याउने बितेको समयको बारेमा विचार गर । परमप्रभुको मन्दिरमा एउटा ढुङ्गामाथि अर्को ढुङ्गा राख्नअगि त्यो कस्तो थियो?
16 ૧૬ જ્યારે કોઈ વીસ માપ અનાજના ઢગલા પાસે આવતો, ત્યાં તેને માત્ર દશ જ માપ મળતાં, જ્યારે કોઈ દ્રાક્ષકુંડ પાસે પચાસ માપ કાઢવા આવતો ત્યારે ત્યાંથી તેને માત્ર વીસ જ મળતાં.
तिमीहरू बिस मुरी अन्नको छेऊमा आउँदा, त्यहाँ दश मात्र थिए, र तिमीहरू पचास लिटर दखमद्य लिन कोलमा आउँदा, त्यहाँ बिसमात्र थिए ।
17 ૧૭ યહોવાહ એવું કહે છે કે તમારા હાથોનાં બધાં કાર્યોમાં મેં તમને લૂથી તથા ઝાકળથી દુઃખી કર્યા, પણ તમે મારી તરફ પાછા ફર્યા નહિ.’”
मैले तिमीहरू र तिमीहरूका सबै कामहरूलाई शीत र ढुसीले सताएँ, तर पनि तिमीहरू मकहाँ फर्केनौ, परमप्रभु घोषणा गर्नुहुन्छ ।
18 ૧૮ ‘આજથી અગાઉના દિવસોનો વિચાર કરો, નવમા માસના ચોવીસમાં દિવસે, એટલે કે જે દિવસે યહોવાહના સભાસ્થાનનો પાયો નાખવામાં આવ્યો હતો. તેનો વિચાર કરો!
नवौँ महिनाको चौबीसौँ दिनबाट उसो परमप्रभुको मन्दिरको जग बसालिएको कुरामाथि ध्यान देओ ।
19 ૧૯ શું હજી સુધી કોઠારમાં બી છે? દ્રાક્ષાવેલો, અંજીરીઓ, દાડમડીઓ તથા જૈતૂનના વૃક્ષો હજી ફળ્યાં નથી, પણ આજથી હું તમને આશીર્વાદ આપીશ.’”
के भण्डारमा अझै बीउ छ? दाखको बोट, अन्जिरको रूख, अनार, र जैतूनको रूखले फल दिएको छैन । तर यस दिनदेखि म तिमीहरूलाई आशिष् दिनेछु!”
20 ૨૦ તે જ માસના ચોવીસમાં દિવસે, ફરીવાર યહોવાહનું વચન હાગ્ગાય પ્રબોધકની પાસે આવ્યું અને કહ્યું,
त्यस महिनाको चौबीसौँ दिनमा परमप्रभुको यस्तो वचन फेरि एक पटक हाग्गैकहाँ आयो,
21 ૨૧ યહૂદિયાના રાજકર્તા ઝરુબ્બાબેલને કહે કે, ‘હું આકાશોને તથા પૃથ્વીને હલાવીશ.
“‘मैले आकाश र पृथ्वी हल्लाउनेछु भनी यहूदाका राज्यपाल यरुबाबेललाई भन् ।
22 ૨૨ કેમ કે હું રાજ્યાસનો ઉથલાવી નાખીશ અને હું પ્રજાઓનાં રાજ્યોની શક્તિનો નાશ કરીશ. હું તેઓના રથોને તથા તેમાં સવારી કરનારાઓને ઉથલાવી નાખીશ. તેઓના ઘોડાઓ તથા સવારો દરેક પોતાના ભાઈની તલવારથી નીચે ઢળી પડશે.
किनभने म जाति-जातिहरूका राज्यहरूको सिंहासनलाई पल्टाइदिनेछु र तिनीहरूका शक्तिलाई नष्ट गर्नेछु । रथहरू र तिनीहरूमा सवारहरूलाई म पल्टाइदिनेछु । घोडाहरू र तिनमा सवारहरू आफ्ना दाजुभाइहरूका तरवारद्धारा तल खस्नेछन् ।
23 ૨૩ તે દિવસે’ સૈન્યોના યહોવાહ એવું કહે છે’ મારા સેવક, શાલ્તીએલના દીકરા, ઝરુબ્બાબેલ હું તને પસંદ કરીશ. ‘હું તને મારી મુદ્રારૂપ બનાવીશ, કેમ કે મેં તને પસંદ કર્યો છે.’ ‘એવું સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે!”
सेनाहरूका परमप्रभु घोषणा गर्नुहुन्छ, त्यस दिन ए शालतिएलका छोरा यरुबाबेल, म तँलाई मेरो दास बनाउनेछु । म तँलाई छाप-औँठीझैँ बनाउनेछु, किनभने मैले तँलाई चुनेको छु! परमप्रभु घोषणा गर्नुहुन्छ!’”