< હબાક્કુક 2 >

1 હું મારી ચોકી પર ઊભો રહીશ, અને હું બુરજ પર ઊભો રહીને ધ્યાનથી જોયા કરીશ કે તે મારી સાથે શું બોલે છે અને મારી ફરિયાદનો શો જવાબ આપે છે.
על משמרתי אעמדה ואתיצבה על מצור ואצפה לראות מה ידבר בי ומה אשיב על תוכחתי
2 યહોવાહે મને જવાબ આપીને કહ્યું, “આ દર્શનને લખ, તેને પાટીઓ પર એવી રીતે લખ કે જે વાંચે તે દોડે.
ויענני יהוה ויאמר כתב חזון ובאר על הלחות--למען ירוץ קורא בו
3 કેમ કે સંદર્શન ભવિષ્ય માટે છે અને તે પૂર્ણ થવાને ઉતાવળું થઈ રહ્યું છે અને તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે તોપણ તેની રાહ જો! કેમ કે તે વિલંબ કર્યા વિના નિશ્ચે આવશે અને થોભશે નહિ.
כי עוד חזון למועד ויפח לקץ ולא יכזב אם יתמהמה חכה לו--כי בא יבא לא יאחר
4 જુઓ! માણસનું મન ગર્વિષ્ઠ થયું છે અને તેનામાં સ્થિરતા નથી, પણ ન્યાયી માણસ તેના વિશ્વાસથી જીવશે.
הנה עפלה לא ישרה נפשו בו וצדיק באמונתו יחיה
5 કેમ કે દ્રાક્ષારસ તો તેનો વિશ્વાસઘાત કરે છે, તે ઘમંડી છે, જેથી તે ઘરે ન રહેતાં બહાર ભટકે છે, તે પોતાની લાલસા વધારીને કબર જેવી કરે છે, તે મોતની પેઠે કદી તૃપ્ત થતી નથી. તે દરેક પ્રજાને અને લોકોને પોતાના માટે ભેગા કરે છે. (Sheol h7585)
ואף כי היין בגד גבר יהיר ולא ינוה אשר הרחיב כשאול נפשו והוא כמות ולא ישבע ויאסף אליו כל הגוים ויקבץ אליו כל העמים (Sheol h7585)
6 શું લોકો તેની વિરુદ્ધ દ્રષ્ટાંત આપીને તથા મહેણાં મારીને એવું નહિ કહે કે, ‘જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ? ક્યાં સુધી તું ગીરવે લીધેલી વસ્તુનું વજન ઊંચકાવે છે?’
הלוא אלה כלם עליו משל ישאו ומליצה חידות לו ויאמר הוי המרבה לא לו--עד מתי ומכביד עליו עבטיט
7 શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે? શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે?
הלוא פתע יקומו נשכיך ויקצו מזעזעיך והיית למשסות למו
8 કેમ કે તેં ઘણાં પ્રજાઓને લૂંટ્યા છે, તેથી તે બાકી રહેલા લોકો તને લૂંટશે, માણસોના રક્તપાત અને દેશમાં થતી હિંસાને લીધે નગર તથા તેના સર્વ રહેવાસીઓને લૂંટી લેવાશે.
כי אתה שלות גוים רבים ישלוך כל יתר עמים מדמי אדם וחמס ארץ קריה וכל ישבי בה
9 જે દુષ્ટના હાથમાંથી બચાવને સારુ, પોતાનો માળો ઊંચે બાંધવાને સારુ અન્યાયના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે તેને અફસોસ!’
הוי בצע בצע רע--לביתו לשום במרום קנו להנצל מכף רע
10 ૧૦ ઘણાં લોકોનો સંહાર કરવાથી તેં તારા ઘરને શરમજનક કર્યું છે, તેં તારા પોતાના આત્માની વિરુદ્ધ પાપ કર્યું છે.
יעצת בשת לביתך קצות עמים רבים וחוטא נפשך
11 ૧૧ કેમ કે દીવાલમાંથી પથ્થર પોકાર કરશે, છતમાંથી ભારોટીયા તેમને જવાબ આપશે.
כי אבן מקיר תזעק וכפיס מעץ יעננה
12 ૧૨ ‘જે રક્તપાત કરીને શહેર બાંધે છે અને જે અન્યાયથી નગર વસાવે છે તેને ધિક્કાર છે.’
הוי בנה עיר בדמים וכונן קריה בעולה
13 ૧૩ શું આ સૈન્યોના યહોવાહે કર્યું નથી? લોકો અગ્નિને સારુ પરિશ્રમ કરે છે અને પ્રજા નકામી બાબતો માટે પોતાને થકવી નાખે છે?
הלוא הנה מאת יהוה צבאות וייגעו עמים בדי אש ולאמים בדי ריק יעפו
14 ૧૪ કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે.
כי תמלא הארץ לדעת את כבוד יהוה כמים יכסו על ים
15 ૧૫ તું તારા પડોશીને મદ્યપાન કરાવે છે, ઝેર ઉમેરીને તેને નશાથી ચૂર બનાવે છે કે જેથી તું તેની વસ્ત્રહીન અવસ્થા જોઈ શકે, તને અફસોસ!’
הוי משקה רעהו מספח חמתך ואף שכר--למען הביט על מעוריהם
16 ૧૬ તું કીર્તિને બદલે શરમથી ઘાયલ છે, તું પી અને તારી પોતાની વસ્ત્રહીન અવસ્થાને પ્રગટ કર! યહોવાહના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, તારી કીર્તિને થૂંકી નાખવામાં આવશે.
שבעת קלון מכבוד שתה גם אתה והערל תסוב עליך כוס ימין יהוה וקיקלון על כבודך
17 ૧૭ લબાનોન પર કરેલી હિંસા તને ઢાંકી દેશે, પશુઓનો વિનાશ તને ભયભીત બનાવી દેશે, માણસોના રક્તપાતને કારણે અને દેશમાં, નગરોમાં તથા બધા રહેવાસીઓ સાથે કરેલી હિંસાને કારણે એ પ્રમાણે થશે.
כי חמס לבנון יכסך ושד בהמות יחיתן מדמי אדם וחמס ארץ קריה וכל ישבי בה
18 ૧૮ મૂર્તિકારે મૂર્તિ ઘડી છે. માણસે બનાવેલી મૂર્તિઓથી તથા ઢાળેલી મૂર્તિઓ જે જુઠાણાનો શિક્ષક છે; તેઓનાથી તને શો ફાયદો છે? કેમ કે તે પોતાના હાથના કામ પર વિશ્વાસ કરીને આ મૂંગા દેવો બનાવે છે.
מה הועיל פסל כי פסלו יצרו--מסכה ומורה שקר כי בטח יצר יצרו עליו לעשות אלילים אלמים
19 ૧૯ જે મનુષ્ય લાકડાને કહે છે જાગ. તથા પથ્થરને કહે છે ઊઠ.’ તેને અફસોસ! શું તે આ શીખવી શકે? જુઓ, તે તો સોના અને ચાંદીથી મઢેલી છે, પણ તેની અંદર બિલકુલ શ્વાસ નથી.
הוי אמר לעץ הקיצה עורי לאבן דומם הוא יורה--הנה הוא תפוש זהב וכסף וכל רוח אין בקרבו
20 ૨૦ પણ યહોવાહ તેમના પવિત્ર ઘરમાં છે! તેમની આગળ આખી પૃથ્વી શાંત રહો.
ויהוה בהיכל קדשו הס מפניו כל הארץ

< હબાક્કુક 2 >