< હબાક્કુક 2 >
1 ૧ હું મારી ચોકી પર ઊભો રહીશ, અને હું બુરજ પર ઊભો રહીને ધ્યાનથી જોયા કરીશ કે તે મારી સાથે શું બોલે છે અને મારી ફરિયાદનો શો જવાબ આપે છે.
Stat ću na stražu svoju, postavit se na bedem, paziti što će mi reći, kako odgovorit na moje tužbe.
2 ૨ યહોવાહે મને જવાબ આપીને કહ્યું, “આ દર્શનને લખ, તેને પાટીઓ પર એવી રીતે લખ કે જે વાંચે તે દોડે.
Tada Jahve odgovori i reče: “Zapiši viđenje, ureži ga na pločice, da ga čitač lako čita.”
3 ૩ કેમ કે સંદર્શન ભવિષ્ય માટે છે અને તે પૂર્ણ થવાને ઉતાવળું થઈ રહ્યું છે અને તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે તોપણ તેની રાહ જો! કેમ કે તે વિલંબ કર્યા વિના નિશ્ચે આવશે અને થોભશે નહિ.
Jer ovo je viđenje samo za svoje vrijeme: ispunjenju teži, ne vara; ako stiže polako, čekaj, jer odista će doći i neće zakasniti!
4 ૪ જુઓ! માણસનું મન ગર્વિષ્ઠ થયું છે અને તેનામાં સ્થિરતા નથી, પણ ન્યાયી માણસ તેના વિશ્વાસથી જીવશે.
Gle: propada onaj čija duša nije pravedna, a pravednik živi od svoje vjere.
5 ૫ કેમ કે દ્રાક્ષારસ તો તેનો વિશ્વાસઘાત કરે છે, તે ઘમંડી છે, જેથી તે ઘરે ન રહેતાં બહાર ભટકે છે, તે પોતાની લાલસા વધારીને કબર જેવી કરે છે, તે મોતની પેઠે કદી તૃપ્ત થતી નથી. તે દરેક પ્રજાને અને લોકોને પોતાના માટે ભેગા કરે છે. (Sheol )
Bogatstvo je odista podmuklo! Ohol je i ne može počinuti tko ždrijelo razvaljuje k'o Podzemlje, tko je kao smrt nezasitan, tko sabire za se sve narode, tko kupi za se sva plemena! (Sheol )
6 ૬ શું લોકો તેની વિરુદ્ધ દ્રષ્ટાંત આપીને તથા મહેણાં મારીને એવું નહિ કહે કે, ‘જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ? ક્યાં સુધી તું ગીરવે લીધેલી વસ્તુનું વજન ઊંચકાવે છે?’
Zar mu se neće svi podrugivati, rugalicu i zagonetku spjevat' protiv njega? Reći će: Jao onom tko množi što nije njegovo (a dokle će?) i opterećuje se zalogama!
7 ૭ શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે? શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે?
Neće li naglo ustat' vjerovnici tvoji, neće li se probuditi ljuti tvoji tlačitelji? Tada ćeš im plijen biti!
8 ૮ કેમ કે તેં ઘણાં પ્રજાઓને લૂંટ્યા છે, તેથી તે બાકી રહેલા લોકો તને લૂંટશે, માણસોના રક્તપાત અને દેશમાં થતી હિંસાને લીધે નગર તથા તેના સર્વ રહેવાસીઓને લૂંટી લેવાશે.
Jer si opljačkao mnoge narode, sav ostatak naroda opljačkat će tebe, jer si prolio krv ljudsku, poharao zemlju, grad i sve mu žitelje.
9 ૯ જે દુષ્ટના હાથમાંથી બચાવને સારુ, પોતાનો માળો ઊંચે બાંધવાને સારુ અન્યાયના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે તેને અફસોસ!’
Jao onom tko otimačinu zgrće nepravednu kući svojoj, da visoko svije gnijezdo svoje i otkloni ruku zla!
10 ૧૦ ઘણાં લોકોનો સંહાર કરવાથી તેં તારા ઘરને શરમજનક કર્યું છે, તેં તારા પોતાના આત્માની વિરુદ્ધ પાપ કર્યું છે.
Nanese sramotu kući svojoj: zatirući mnoga plemena, griješiš protiv sebe.
11 ૧૧ કેમ કે દીવાલમાંથી પથ્થર પોકાર કરશે, છતમાંથી ભારોટીયા તેમને જવાબ આપશે.
Jer iz samih zidova kamen kriči, a krovna mu greda odgovara.
12 ૧૨ ‘જે રક્તપાત કરીને શહેર બાંધે છે અને જે અન્યાયથી નગર વસાવે છે તેને ધિક્કાર છે.’
Jao onom tko grad diže krvlju i tvrđavu zasnuje na nepravdi!
13 ૧૩ શું આ સૈન્યોના યહોવાહે કર્યું નથી? લોકો અગ્નિને સારુ પરિશ્રમ કરે છે અને પ્રજા નકામી બાબતો માટે પોતાને થકવી નાખે છે?
Nije li to, gle, od Jahve nad Vojskama da se narodi za oganj trude, puci nizašto muče?
14 ૧૪ કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે.
Jer će se zemlja napuniti znanja o slavi Jahvinoj kao što vode prekrivaju more.
15 ૧૫ તું તારા પડોશીને મદ્યપાન કરાવે છે, ઝેર ઉમેરીને તેને નશાથી ચૂર બનાવે છે કે જેથી તું તેની વસ્ત્રહીન અવસ્થા જોઈ શકે, તને અફસોસ!’
Jao onom tko bližnjeg navodi na piće, ulijeva otrov dok on pije da bi promatrao njegovu nagost!
16 ૧૬ તું કીર્તિને બદલે શરમથી ઘાયલ છે, તું પી અને તારી પોતાની વસ્ત્રહીન અવસ્થાને પ્રગટ કર! યહોવાહના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, તારી કીર્તિને થૂંકી નાખવામાં આવશે.
Ti si pijan od sramote, ne od slave! Pij samo i pokazuj kapicu. Dolazi ti pehar iz desnice Jahvine i sramota na slavu tvoju!
17 ૧૭ લબાનોન પર કરેલી હિંસા તને ઢાંકી દેશે, પશુઓનો વિનાશ તને ભયભીત બનાવી દેશે, માણસોના રક્તપાતને કારણે અને દેશમાં, નગરોમાં તથા બધા રહેવાસીઓ સાથે કરેલી હિંસાને કારણે એ પ્રમાણે થશે.
Nasilje nad Libanonom tebe će prestraviti, pokolj zvijeri, jer si ljudsku krv prolio, poharao zemlju, grad i njegove žitelje.
18 ૧૮ મૂર્તિકારે મૂર્તિ ઘડી છે. માણસે બનાવેલી મૂર્તિઓથી તથા ઢાળેલી મૂર્તિઓ જે જુઠાણાનો શિક્ષક છે; તેઓનાથી તને શો ફાયદો છે? કેમ કે તે પોતાના હાથના કામ પર વિશ્વાસ કરીને આ મૂંગા દેવો બનાવે છે.
Čemu koristi tesan lik da ga umjetnik teše? Čemu lijevan lik, lažno proroštvo, da se tvorac njegov u nj pouzdaje oblikujuć' nijeme kipove?
19 ૧૯ જે મનુષ્ય લાકડાને કહે છે જાગ. તથા પથ્થરને કહે છે ઊઠ.’ તેને અફસોસ! શું તે આ શીખવી શકે? જુઓ, તે તો સોના અને ચાંદીથી મઢેલી છે, પણ તેની અંદર બિલકુલ શ્વાસ નથી.
Jao onom tko komadu drva kaže: “Probudi se!” Kamenu nijemom: “Preni se!” On da prorokuje? Optočen može biti i zlatom i srebrom, ali nikakva daha životnog nema u njemu.
20 ૨૦ પણ યહોવાહ તેમના પવિત્ર ઘરમાં છે! તેમની આગળ આખી પૃથ્વી શાંત રહો.
Ali je Jahve u svojem svetom Hramu: nek' zemlja sva zašuti pred njime!