< હબાક્કુક 1 >
1 ૧ હબાકુક પ્રબોધકને સંદર્શન દ્વારા પ્રાપ્ત થયેલો ઈશ્વરનો વચન.
Umthwalo uHabhakhukhi umprofethi awubonayo.
2 ૨ હે યહોવાહ, ક્યાં સુધી હું મદદ માટે પોકાર કરીશ અને તમે સાંભળશો નહિ? હિંસા વિષે હું પોકાર કરું છું, તો પણ તમે મને બચાવતા નથી.
Nkosi, ngizakhala kuze kube nini, wena ungezwa! Ngimemeza kuwe ngodlakela, wena ungasindisi!
3 ૩ શા માટે તમે અન્યાયને મારી નજરમાં લાવો છો અને ખરાબ કાર્યો બતાવો છો? વિનાશ અને હિંસા મારી આગળ છે; ઝઘડા અને તકરારો ચાલે છે.
Ungitshengiselani isiphambeko, ukhangele inkathazo? Ngoba incithakalo lodlakela kuphambi kwami, njalo kulenkani, kuphakame ingxabano.
4 ૪ તે માટેના કાયદાનો અમલ થતો નથી, તેથી કદી ઇનસાફ મળતો નથી. કેમ કે ન્યાયી લોકોને દુષ્ટોએ ઘેરી લીધા છે; તેથી જૂઠા ન્યાયચુકાદા થાય છે.
Ngakho-ke umlayo ubuthakathaka, lesahlulelo kasiphumi lakanye; ngoba omubi uhanqa olungileyo; ngakho-ke isahlulelo esigobileyo siyaphuma.
5 ૫ પ્રભુએ કહ્યું, “તમે પ્રજાઓ તરફ જુઓ અને લક્ષ આપો; તો તમે આશ્ચર્ય પામશો. કેમ કે તમારા સમયમાં હું નિશ્ચે એવું કાર્ય કરવાનો છું, જે તમને કહેવામાં આવશે પણ તમે વિશ્વાસ કરવાના નથી.
Bonani phakathi kwabezizwe, likhangele, mangalani limangale, ngoba ngizakwenza umsebenzi ezinsukwini zenu, elingayikuwukholwa, lanxa ulandiswa.
6 ૬ કેમ કે જુઓ, એટલે કે ખાલદીઓ જે ક્રૂર તથા ઉતાવળી પ્રજા છે તેઓને હું ઊભા કરું છું, જે ઘરો તેઓનાં પોતાના નથી તેનો કબજો કરવા તેઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધી કૂચ કરે છે.
Ngoba, khangelani, ngivusa amaKhaladiya, isizwe esilesihluku lesiphangisayo, esizahamba ebubanzini bomhlaba, ukudla ilifa lendawo zokuhlala ezingeyisizo ezaso.
7 ૭ તેઓ ભયાનક અને બિહામણા છે; તેઓનો વૈભવ તથા ન્યાય તેઓમાંથી જ આવે છે!
Siyesabeka, siyethusa; isahlulelo saso lokuphakama kwaso kuzaphuma kuso.
8 ૮ તેઓના ઘોડાઓ દીપડાઓ કરતાં વધારે જલદ છે, સાંજના વરુઓ કરતાં વિકરાળ છે. તેઓના ઘોડાઓ પર છાપ મારેલી છે, અને તેઓના ઘોડેસવારો ઘણે દૂરથી આવે છે. તેઓ ઝડપથી ઊડતા ગરુડની માફક ભક્ષ કરવા માટે દોડે છે.
Amabhiza aso lawo alejubane kulezingwe, njalo abukhali kulezimpisi zakusihlwa; labagadi bamabhiza baso bazasabalala, labagadi bamabhiza baso bazavela khatshana; bazandiza njengokhozi oluphangisela ukudla.
9 ૯ તેઓ સર્વ હિંસા માટે આવે છે, તેઓના લોકો અરણ્યના પવન જેવા છે; તેઓ રેતીના કણ જેટલા બંદીવાનો એકઠા કરે છે.
Bonke bazafikela udlakela; ukubuthana kobuso babo kungasempumalanga; babuthe abathunjiweyo njengetshebetshebe.
10 ૧૦ તેઓ રાજાઓની મશ્કરી કરે છે, સરદારો તો તેમની નજરમાં હાસ્યરૂપ છે. તે દરેક કિલ્લાઓની હાંસી ઉડાવે છે, કેમ કે તેઓ પૃથ્વી પરથી ધૂળના ઢગલા કરી તેને લઈ લે છે!
Bona-ke bazaklolodela amakhosi, lababusi bazakuba yinhlekisa kubo; bona bazahleka usulu ngayo yonke inqaba, ngoba bazabuthelela inhlabathi, bayithumbe.
11 ૧૧ પછી પવનની માફક તેઓ ધસી જશે, જેઓ પોતાના બળને પોતાનો દેવ ગણે છે, તે અપરાધી ઠરશે.”
Besesikhukhula njengomoya, sedlule, siphambeke, sibalela la amandla aso kunkulunkulu waso.
12 ૧૨ “યહોવાહ મારા ઈશ્વર, મારા પવિત્ર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી. તમે ન્યાય માટે તેનું નિર્માણ કર્યું છે, હે મારા ખડક, સુધારાને માટે મેં તેને સ્થાપ્યો છે.
Kawusukeli ephakadeni yini, Nkosi Nkulunkulu wami, oNgcwele wami? Kasiyikufa. Wena, Nkosi, ubamisele isahlulelo; lawe Dwala, ubamisele isijeziso.
13 ૧૩ તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે અશુદ્ધતા જોઈ શકતા નથી, અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી. તો પછી જેઓ વિશ્વાસઘાતી છે તેઓના પક્ષમાં તમે શા માટે જુઓ છો? દુષ્ટ માણસ પોતાના કરતાં ન્યાયી માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે ચૂપ રહો છો?
Wena uhlambuluke kakhulu emehlweni kulokuthi ubone okubi, ongelakukhangela inkathazo. Ubakhangelelani abakhohlisayo, uthula lapho omubi eginya olungileyo kulaye?
14 ૧૪ તમે માણસોને સમુદ્રના માછલાં જેવા બનાવો છો, જેઓની ઉપર કોઈ અધિકારી ન હોય તેવાં પેટે ચાલનારાં સજીવો જેવા તમે માણસોના હાલ કરો છો.
Usenza abantu babe njengenhlanzi zolwandle, njengezinto ezihahabayo, ezingelambusi phezu kwazo?
15 ૧૫ વિશ્વાસઘાતી માણસો તેઓને ગલથી ઉપર લાવે છે, તેઓ માણસોને જોરથી ખેંચીને જાળમાં ભેગા કરે છે તેથી તેઓ આનંદ કરે છે અને ખુશીથી પોકાર કરે છે.
Bayabakhupha bonke ngengwegwe, bababambe embuleni labo, bababuthe embuleni labo; ngakho-ke bayathokoza bajabule.
16 ૧૬ તે માટે તેઓ પોતાની જાળને બલિદાન આપે છે, પોતાની જાળની આગળ ધૂપ બાળે છે; કેમ કે ચરબીવાળાં જાનવરો તેઓનો હિસ્સો છે, ચરબીવાળું માંસ તેઓનો ખોરાક છે.
Ngakho-ke bayalihlabela imbule labo, batshisele imbule labo lokugola impepha; ngoba ngakho isabelo sabo sinonile, lokudla kwabo kulamafutha.
17 ૧૭ તેથી શું તેઓ તેઓની જાળ ખાલી કરશે? અને દયા કે લાગણી વગર લોકોનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?”
Ngakho-ke bayathulula imbule labo yini, bangayekeli yini ukubulala izizwe njalonjalo?