< ઊત્પત્તિ 9 >
1 ૧ પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો.
Đức Chúa Trời ban phước cho Nô-ê và các con. Ngài phán: “Hãy sinh sản thêm nhiều cho đầy mặt đất.
2 ૨ પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.
Các loài thú dưới đất, loài chim trên trời, loài cá dưới biển đều khiếp sợ các con và phục quyền các con.
3 ૩ પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું.
Ta cho các con mọi loài đó làm lương thực, cũng như Ta đã cho cây trái.
4 ૪ પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું.
Tuy nhiên, con không được ăn thịt còn máu.
5 ૫ હું નિશ્ચે તમારા લોહીનો બદલો માગીશ. દરેક પશુ પાસેથી હું બદલો લઈશ. કોઈપણ માણસના હાથ પાસેથી, એટલે કે, જે હાથે તેણે પોતાના ભાઈની હત્યા કરી છે, તેના જીવનો બદલો હું માંગીશ.
Ta chắc chắn sẽ đòi máu của sinh mạng con hoặc từ nơi thú vật, hoặc từ tay người, hoặc nơi tay của anh em con.
6 ૬ જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે.
Kẻ giết người phải bị xử tử, vì Đức Chúa Trời đã tạo nên loài người theo hình ảnh Ngài.
7 ૭ તમે સફળ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ.”
Các con hãy sinh sản thêm nhiều và làm cho đầy mặt đất.”
8 ૮ પછી ઈશ્વરે નૂહ સાથે તથા તેના દીકરાઓ સાથે વાત કરતા કહ્યું,
Đức Chúa Trời phán với Nô-ê và các con:
9 ૯ “હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ.
“Ta lập giao ước với các con và dòng dõi các con,
10 ૧૦ અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.
cùng mọi sinh vật ở với con—các loài chim, các loài súc vật, và các loài dã thú.
11 ૧૧ તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ.
Ta lập giao ước với các con và các sinh vật rằng chúng chẳng bao giờ bị nước lụt giết hại nữa và cũng chẳng có nước lụt tàn phá đất nữa.”
12 ૧૨ ઈશ્વરે કહ્યું, “મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે:
Đức Chúa Trời phán: “Đây là dấu chỉ về giao ước Ta lập cùng các con và muôn loài trên đất trải qua các thời đại.
13 ૧૩ મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે.
Ta sẽ đặt cầu vồng trên mây, biểu hiện lời hứa bất diệt của Ta với con và muôn loài trên đất.
14 ૧૪ જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે,
Khi nào Ta giăng mây trên trời, và cầu vồng xuất hiện trên mây,
15 ૧૫ ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદી જળપ્રલય થશે નહિ.
Ta sẽ nhớ lại lời hứa với con và muôn loài: Nước lụt sẽ chẳng hủy diệt mọi sinh vật nữa.
16 ૧૬ મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ.”
Khi Ta thấy cầu vồng trên mây, Ta sẽ nhớ lại lời hứa vĩnh viễn của Ta với con và mọi sinh vật trên đất.”
17 ૧૭ પછી ઈશ્વરે નૂહને કહ્યું, “મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે.”
Đức Chúa Trời lại phán cùng Nô-ê: “Đó là dấu chỉ về giao ước Ta đã lập giữa Ta và các sinh vật trên đất.”
18 ૧૮ નૂહના દીકરા જેઓ વહાણમાંથી બહાર આવ્યા તે શેમ, હામ તથા યાફેથ હતા. હામ કનાનનો પિતા હતો.
Các con trai Nô-ê đã ra khỏi tàu là Sem, Cham, và Gia-phết. (Cham là cha của Ca-na-an.)
19 ૧૯ નૂહના આ ત્રણ દીકરાઓ હતા. તેઓથી આખી પૃથ્વી પર વસ્તી થઈ.
Do ba con trai Nô-ê mà mọi dân tộc trên mặt đất được sinh ra.
20 ૨૦ નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષવાડી રોપી.
Nô-ê bắt đầu cày đất và trồng nho.
21 ૨૧ તેણે દ્રાક્ષાસવ પીધો અને તેને નશો ચઢ્યો હોવાથી તે તેના તંબુમાં નિર્વસ્ત્ર સ્થિતિમાં જ સૂઈ ગયો.
Ông uống rượu say, nằm trần truồng trong trại.
22 ૨૨ કનાનના પિતા હામે તેના પિતાને નિર્વસ્ત્ર અવસ્થામાં જોયા અને બહાર જઈને તેના બન્ને ભાઈઓને તે વિષે કહ્યું.
Cham, cha Ca-na-an, thấy thế, liền ra ngoài thuật cho Sem và Gia-phết.
23 ૨૩ તેથી શેમ તથા યાફેથે એક વસ્ત્ર લીધું, તેને તેમના બન્ને ખભા પર નાખ્યું અને તેઓએ પાછા પગલે ચાલીને તેમના પિતાના શરીરને ઓઢાડ્યું. તેઓનાં મુખ બીજી તરફ ફેરવેલાં હતાં તેથી તેઓને પિતાની નિર્વસ્ત્ર અવસ્થા દેખાઈ નહિ.
Sem và Gia-phết lấy áo choàng vắt vai, đi giật lùi vào trại và phủ cho cha. Mặt họ quay ra bên ngoài, nên không nhìn thấy cha trần truồng.
24 ૨૪ જયારે નૂહ નશામાંથી જાગ્યો ત્યારે તેના નાના દીકરાએ તેની સાથે જે કર્યું હતું તે તેણે જાણ્યું.
Khi Nô-ê tỉnh rượu, biết được việc Cham đã làm cho mình,
25 ૨૫ તેથી તેણે કહ્યું કે, “કનાન શાપિત થાય. દાસોનો દાસ તે તેના ભાઈઓને સારુ થશે.”
ông nói: “Nguyện Ca-na-an bị nguyền rủa, Nó sẽ làm nô lệ thấp hèn nhất của anh em mình.”
26 ૨૬ તેણે કહ્યું કે, “ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ. કનાન તેનો દાસ થાઓ.
Ông tiếp: “Tôn vinh Chúa Hằng Hữu, Đức Chúa Trời của Sem, nguyện Ca-na-an làm nô lệ cho nó!
27 ૨૭ યાફેથને યહોવાહ વૃદ્ધિ આપો, અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે. કનાન તેનો દાસ થાઓ.”
Nguyện Đức Chúa Trời mở rộng bờ cõi của Gia-phết, cho nó sống trong trại của Sem, và Ca-na-an làm nô lệ cho nó.”
28 ૨૮ જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો.
Sau nước lụt, Nô-ê sống thêm 350 năm.
29 ૨૯ નૂહનો સર્વ દિવસ નવસો પચાસ વર્ષનો હતો અને તે મરણ પામ્યો.
Ông qua đời năm 950 tuổi.