< ઊત્પત્તિ 7 >
1 ૧ ઈશ્વરે નૂહને કહ્યું, “તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ષ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે.
၁ထိုနောက်ထာဝရဘုရားကနောဧအား``သင် နှင့်တကွ သင်၏မိသားစုအားလုံးတို့သင်္ဘောထဲ သို့ဝင်ကြစေ။ ကမ္ဘာပေါ်တွင်သင်တစ်ယောက်တည်း သာ သူတော်ကောင်းဖြစ်ကြောင်းငါတွေ့မြင်ရ၏။-
2 ૨ દરેક શુદ્ધ પશુઓમાંથી સાત નર અને સાત નારીને લાવ અને અશુદ્ધ પશુઓમાંથી બે નર અને બે નારીને વહાણમાં લે.
၂သင်နှင့်အတူသန့်စင်သောတိရစ္ဆာန်များမှတစ် မျိုးလျှင် ခုနစ်စုံစီကိုခေါ်ဆောင်လော့။ မသန့်စင် သောတိရစ္ဆာန်များမှ တစ်မျိုးလျှင်အထီးနှင့် အမတစ်စုံစီကိုသာခေါ်ဆောင်ရမည်။-
3 ૩ તેની સાથે આકાશના પક્ષીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથી જળપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.
၃ငှက်တစ်မျိုးလျှင်ခုနစ်စုံစီကိုလည်းခေါ်ဆောင် လော့။ တိရစ္ဆာန်နှင့်ငှက်များမြေကြီးပေါ်တွင် အသက်ရှင်၍မျိုးပွားနိုင်စေရန်ဤသို့ပြု လုပ်လော့။-
4 ૪ સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હું પૃથ્વી પરથી નાશ કરીશ.”
၄ခုနစ်ရက်ကြာလျှင်ဖန်ဆင်းခဲ့သမျှသော သတ္တဝါများကိုသေကြေပျက်စီးစေခြင်းငှာ ကမ္ဘာမြေကြီးပေါ်၌အရက်လေးဆယ်ကြာမျှ နေ့ညမပြတ်မိုးကိုငါရွာစေမည်'' ဟု မိန့်တော်မူ၏။-
5 ૫ ઈશ્વરે જે સર્વ આજ્ઞા નૂહને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.
၅နောဧသည်လည်းထာဝရဘုရားမိန့်မှာ တော်မူသည့်အတိုင်းဆောင်ရွက်လေ၏။
6 ૬ જળપ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ષની હતી.
၆ကမ္ဘာမြေကြီးပေါ်၌ရေလွှမ်းမိုးသောအခါ နောဧသည်အသက်ခြောက်ရာရှိသတည်း။-
7 ૭ જળપ્રલય થવાનો હોવાને કારણે નૂહ, તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ એકસાથે વહાણમાં ગયાં.
၇နောဧနှင့်သူ၏မယား၊ သားများနှင့်ချွေးမ များသည် ရေလွှမ်းမိုးခြင်းဘေးမှလွတ်မြောက် ရန်သင်္ဘောထဲသို့ဝင်ရောက်ကြ၏။-
8 ૮ શુદ્ધ તથા અશુદ્ધ પશુઓ, પક્ષીઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વ સજીવો હતા,
၈ဘုရားသခင်မိန့်မှာသည့်အတိုင်းသန့်စင်သော တိရစ္ဆာန်နှင့်ငှက်၊ မသန့်စင်သောတိရစ္ဆာန်နှင့်ငှက်မှ တစ်မျိုးလျှင် အဖိုနှင့်အမအစုံတို့သည် နောဧနှင့်အတူသင်္ဘောထဲသို့ဝင်ကြ၏။-
9 ૯ તેઓમાંના દરેક નર તથા નારીની જોડી ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહ પાસે આવ્યાં અને વહાણમાં ગયા.
၉
10 ૧૦ સાત દિવસ પછી પૃથ્વી પર જળપ્રલય થયો.
၁၀ခုနစ်ရက်ကြာသော်ကမ္ဘာမြေကြီးပေါ်တွင် ရေလွှမ်းလေ၏။
11 ૧૧ નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દિવસે જળનિધિના મોટા ઝરા ફૂટી નીકળ્યા અને આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.
၁၁နောဧအသက်ခြောက်ရာပြည့်သောနှစ်၊ ဒုတိယ လတစ်ဆယ့်ခုနစ်ရက်နေ့၌သမုဒ္ဒရာစမ်းပေါက် တို့ပွင့်လေ၏။ မိုးကောင်းကင်ရေတံခါးအားလုံး တို့လည်းပွင့်သဖြင့်၊-
12 ૧૨ ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી પૃથ્વી પર સતત વરસાદ વરસ્યો.
၁၂ကမ္ဘာမြေကြီးတွင်အရက်လေးဆယ်ကြာမျှ နေ့ညမပြတ်မိုးရွာသွန်းလေ၏။-
13 ૧૩ તે જ દિવસે નૂહ, તેના દીકરાઓ શેમ, હામ, યાફેથ તથા તેની પત્ની અને પુત્રવધૂઓ સહિત વહાણમાં ગયો.
၁၃ထိုနေ့၌ပင်နောဧနှင့်သူ၏မယား၊ သားသုံး ယောက်ဖြစ်ကြသောရှေမ၊ ဟာမ၊ ယာဖက်နှင့် သူတို့၏မယားတို့သည်သင်္ဘောထဲသို့ဝင်ကြ၏။-
14 ૧૪ તેઓની સાથે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વન્ય પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પાલતુ પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પેટે ચાલનારાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં મોટાં તથા નાનાં સર્વ પક્ષીઓ વહાણમાં ગયાં.
၁၄တိရစ္ဆာန်အယဉ်အရိုင်း၊ အကြီးအငယ်အမျိုး မျိုးနှင့် ငှက်အမျိုးမျိုးတို့သည်လည်း သူတို့ နှင့်အတူသင်္ဘောထဲသို့ဝင်ကြ၏။-
15 ૧૫ સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે તેમાંથી બબ્બે નૂહ પાસે વહાણમાં ગયાં.
၁၅ဘုရားသခင်မိန့်မှာတော်မူသည့်အတိုင်း သက် ရှိသတ္တဝါတစ်မျိုးစီမှအဖိုနှင့်အမအစုံ တို့သည် နောဧနှင့်သင်္ဘောထဲသို့ဝင်ကြ၏။ နောဧ သင်္ဘောထဲသို့ဝင်ပြီးနောက်ထာဝရဘုရားသည် တံခါးကိုပိတ်တော်မူ၏။
16 ૧૬ જેઓ વહાણમાં ગયાં તે સર્વ પ્રાણીઓમાં નર તથા નારી હતાં; ઈશ્વરે નૂહને એ માટેની આજ્ઞા આપી હતી. પછી ઈશ્વરે વહાણનું દ્વાર બંધ કર્યું.
၁၆
17 ૧૭ પછી પૃથ્વી પર ચાળીસ રાત દિવસો સુધી જળપ્રલય થયો અને પાણી વધવાથી વહાણ પૃથ્વીની સપાટી પરથી ઊંચકાઈને તરતું થયું.
၁၇အရက်လေးဆယ်ကြာမျှကမ္ဘာမြေကြီးပေါ် တွင် ဆက်လက်၍ရေလွှမ်းမိုးလာရာသင်္ဘောသည် မြေပေါ်မှကြွတက်၏။-
18 ૧૮ પાણીનો પુરવઠો વધ્યો અને પૃથ્વી પર તે ઘણું ઊંચે ચઢ્યું અને વહાણ પાણી પર તરવા લાગ્યું.
၁၈ရေပို၍နက်လာသောအခါ သင်္ဘောသည်ရေပေါ် ၌ပေါ်လာ၏။-
19 ૧૯ પૃથ્વી પર પાણી એટલું બધું વધ્યું કે પૃથ્વી પરના સર્વ ઊંચા પહાડો પાણીથી ઢંકાઈ ગયા.
၁၉ရေနက်သည်ထက်နက်လာပြန်သဖြင့် အမြင့် ဆုံးသောတောင်တို့သည်ပင်လျှင်ရေမြုပ်ကြ ကုန်၏။-
20 ૨૦ પર્વતોનાં સૌથી ઊંચા શિખર કરતાં પણ પાણીની સપાટી પંદર હાથ જેટલી ઊંચી વધી ગઈ.
၂၀ထိုနောက်တောင်ထိပ်များအထက်သို့နှစ်ဆယ့် ငါးပေအထိရေတက်လာလေ၏။-
21 ૨૧ પૃથ્વી પર ફરનારાં સર્વ પશુઓ, પક્ષીઓ, જાનવરો, વન્ય પ્રાણીઓ, જીવજંતુઓ તથા સર્વ માણસો મરણ પામ્યા.
၂၁ထိုအခါကမ္ဘာမြေကြီးပေါ်မှလူ၊ တိရစ္ဆာန်၊ ငှက် စသောသက်ရှိသတ္တဝါအပေါင်းတို့သည်သေ ကြေပျက်စီးကြကုန်၏။-
22 ૨૨ કોરી ભૂમિ પરનાં સર્વ, જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ સર્વનો નાશ થયો.
၂၂သို့ဖြစ်၍အသက်ရှင်သမျှသောသတ္တဝါတို့ သေကြေကြကုန်၏။-
23 ૨૩ આમ પૃથ્વીના સર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટે ચાલનારાં તથા આકાશના પક્ષીઓ પૃથ્વી પરથી નષ્ટ થયાં. માત્ર નૂહ તથા તેની સાથે જેઓ વહાણમાં હતાં તેઓ જ જીવતાં રહ્યાં.
၂၃ထာဝရဘုရားသည် လူ၊ တိရစ္ဆာန်၊ ငှက်စသော သက်ရှိသတ္တဝါအပေါင်းတို့ကိုသုတ်သင်ဖျက် ဆီးတော်မူ၏။ သင်္ဘောပေါ်၌နောဧနှင့်အတူ ရှိသမျှတို့သာလျှင်အသက်ချမ်းသာရာ ရကြ၏။-
24 ૨૪ પૃથ્વી પર એકસો પચાસ દિવસો સુધી પાણી છવાયેલું રહ્યું.
၂၄မြေပြင်ပေါ်တွင် ရက်ပေါင်းတစ်ရာ့ငါးဆယ် ပတ်လုံးရေလွှမ်းလျက်ရှိနေ၏။