< ઊત્પત્તિ 6 >

1 પૃથ્વી પર માણસો વધવા લાગ્યાં. તેમાં દીકરીઓના પણ જન્મ થયા, ત્યારે એમ થયું કે,
Ɛberɛ a nnipa dɔɔso wɔ asase so no, wɔwoo mmammaa.
2 ઈશ્વરના દીકરાઓએ જોયું કે માણસોની દીકરીઓ મનમોહક છે. તેઓમાંથી તેઓએ પોતાને માટે તેમને પત્નીઓ તરીકે પસંદ કરી.
Onyankopɔn mmammarima no hunuu sɛ nnipa mmammaa no ho yɛ fɛ enti, deɛ obiara pɛ no no, ɔfaa no wareeɛ.
3 ઈશ્વરે કહ્યું કે, “મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે.”
Afei, Awurade kaa sɛ, “Me honhom rentena nnipa mu nkɔsi daa, ɛfiri sɛ, wɔyɛ ɔhonam; na wɔn nkwa nna bɛyɛ mfeɛ ɔha aduonu.”
4 ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા.
Saa ɛberɛ no, na nnipa akwabrane wɔ asase no so. Ɛberɛ a Onyankopɔn mmammarima yi kɔɔ nnipa mmammaa yi ho no, wɔne wɔn wowoeɛ. Saa nnipa yi ne kane tete nnipa atitire a na wɔyɛ akofoɔ a wɔgyee edin no.
5 ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે.
Awurade Onyankopɔn hunuu sɛ adasamma amumuyɛ adɔɔso wɔ asase so, na nnipa nsusuiɛ nyinaa yɛ bɔne nko ara.
6 તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તે નિરાશ થયા.
Ɛyɛɛ Awurade Onyankopɔn awerɛhoɔ sɛ ɔbɔɔ wɔn bɛtenaa asase so. Saa bɔne no yɛɛ Awurade Onyankopɔn awerɛhoɔ.
7 ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશના પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.”
Awurade kaa sɛ, “Mɛpepa nnipa a mabɔ wɔn no afiri asase so; mmoa ne mmoa a wɔwea asase so ne ewiem nnomaa, ɛfiri sɛ, ɛyɛ me ya sɛ mebɔɔ wɔn.”
8 પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.
Nanso, Noa deɛ, ɔnyaa adom Awurade anim.
9 નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો.
Noa awoɔ ntoatoasoɔ nie. Na Noa yɛ onipa teneneeni a ne ho nni asɛm wɔ ne berɛsofoɔ mu. Ɔyɛɛ Onyankopɔn apɛdeɛ.
10 ૧૦ નૂહને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ.
Noa woo mmammarima baasa na wɔn din de Sem, Ham ne Yafet.
11 ૧૧ ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.
Na bɔne ahyɛ asase so ma a amumuyɛsɛm adɔɔso.
12 ૧૨ ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા.
Onyankopɔn hunuu saa bɔne yi nyinaa wɔ asase so, hunuu awurukasɛm ne amumuyɛsɛm, afanan nyinaa nso.
13 ૧૩ ઈશ્વરે નૂહને કહ્યું કે, “હું જોઉં છું કે સર્વ માનવજાત નષ્ટ થવાની છે, કેમ કે પૃથ્વીમાં તેઓની હિંસા અને દુરાચાર વ્યાપી ગયો છે. નિશ્ચે, હું તેઓનો પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ.”
Enti, Onyankopɔn ka kyerɛɛ Noa sɛ, “Esiane sɛ nnipa ama basabasa aba asase so enti, mɛsɛe nnipa ne asase a wɔte so no nyinaa.
14 ૧૪ તું પોતાને સારુ એરેજનાં લાકડાંનું વહાણ બનાવ. તે વહાણમાં રૂમો બનાવ. વહાણની અંદર તથા બહાર ડામર લગાવીને તેનું આવરણ કર.
Fa ɔwawa dua yɛ adaka. Yɛ adan wɔ Adaka no mu, na fa ama ka emu ne akyire nyinaa.
15 ૧૫ તું તેને આ પ્રમાણે બનાવ: એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, પહોળાઈ પચાસ હાથ અને તેની ઊંચાઈ ત્રીસ હાથ હોય.
Sei na ɛsɛ sɛ woyɛ no: ma ne tenten nyɛ anammɔn ahanan aduonum, ne trɛ anammɔn aduɔson enum, na ne ɔsorokɔ nso nyɛ anammɔn aduanan enum.
16 ૧૬ વહાણમાં છતથી એક હાથ નીચે બારી બનાવ. અને તું તેમાં નીચેનો, વચ્ચેનો તથા ઉપરનો એવા ત્રણ ખંડો બનાવ.
Bɔ adaka no so. Ma ne ɔsorokɔ nyɛ bɛyɛ sɛ nsateakwaa dunwɔtwe. Fa ɛpono to adaka no nkyɛn, na yɛ nsamsoɔ mmiɛnsa; deɛ ɛdi ɛkan, deɛ ɛda ntam ne deɛ ɛwɔ soro.
17 ૧૭ સાંભળ, આકાશ નીચેના સર્વ સજીવો કે જેઓમાં જીવનનો શ્વાસ છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવવાનો છું. તેનાથી પૃથ્વી પરનાં સર્વ જીવ મરણ પામશે.
Tie! Mede nsuyire bɛkata asase so nyinaa, na mede asɛe abɔdeɛ a nkwa wɔ mu; biribiara a nkwa wɔ mu no, ne nyinaa bɛwuwu.
18 ૧૮ પણ હું તારી સાથે મારો કરાર કરું છું. તું, તારી સાથે તારા દીકરા, તારી પત્ની અને તારી પુત્રવધુઓને હું વહાણમાં સલામત રાખીશ.
Na wo deɛ, me ne wo bɛyɛ apam; na wo, wo mmammarima, wo yere ne wo mmammarima yerenom nyinaa ne wo bɛba Adaka no mu.
19 ૧૯ સર્વ પ્રકારના જાનવરોમાંથી બબ્બે સજીવો, એટલે એક નર તથા એક નારી બચાવવા માટે તારી સાથે તું વહાણમાં લાવ.
Ɛsɛ sɛ wode abɔdeɛ a nkwa wɔ mu nyinaa, mmienu mmienu a, ɛyɛ onini ne ɔbereɛ a, wo ne wɔn bɛtena adaka no mu nsuyire berɛ no a, wɔnwuwuo.
20 ૨૦ દરેક જાતનાં પક્ષીઓ, પશુઓ તથા પેટે ચાલનારાંઓમાંથી નર અને નારીની એક એક જોડને વહાણમાં લાવ.
Nnomaa ahodoɔ biara mmienu, mmoa biara mmienu, ne abɔdeɛ biara a ɛwea asase so mmienu bɛba wo nkyɛn, na woahwɛ wɔn, na wɔanwuwu.
21 ૨૧ સર્વ પ્રકારની ખાદ્ય સામગ્રી ભેગી કરીને તારી પાસે વહાણમાં તેનો સંગ્રહ કરી રાખ. તે તારે માટે તથા તેઓને માટે ખોરાક થશે.
Afei, fa nnuane ahodoɔ a, wɔdie na kora. Ɛno na ɛbɛyɛ wo ne wɔn nnuane a mobɛdi.”
22 ૨૨ ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહે બધાં કામ પૂરાં કર્યાં.
Noa yɛɛ biribiara pɛpɛɛpɛ, sɛdeɛ Onyankopɔn ka kyerɛɛ no sɛ ɔnyɛ no.

< ઊત્પત્તિ 6 >

The World is Destroyed by Water
The World is Destroyed by Water