< ઊત્પત્તિ 6 >
1 ૧ પૃથ્વી પર માણસો વધવા લાગ્યાં. તેમાં દીકરીઓના પણ જન્મ થયા, ત્યારે એમ થયું કે,
मानिसहरूको संख्या पृथ्वीमा वृद्धि हुँदैजाँदा र तिनीहरूका छोरीहरू जन्मे,
2 ૨ ઈશ્વરના દીકરાઓએ જોયું કે માણસોની દીકરીઓ મનમોહક છે. તેઓમાંથી તેઓએ પોતાને માટે તેમને પત્નીઓ તરીકે પસંદ કરી.
परमेश्वरका छोराहरूले मानव-जातिका छोरीहरूलाई आकर्षक (राम्री) देखे । तिनीहरूले तिनीहरूमध्ये कसैलाई आफैले चुनेको पत्नी ल्याए ।
3 ૩ ઈશ્વરે કહ્યું કે, “મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે.”
परमप्रभुले भन्नुभयो, “मेरो आत्मा मानव-जातिमा सदासर्वदा रहनेछैन, किनभने तिनीहरू शरीर हुन् । तिनीहरू १२० वर्ष बाँच्नेछन् ।”
4 ૪ ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા.
ती दिनहरूमा र पछि पनि पृथ्वीमा ठुला कदका मानिसहरू (राक्षस) थिए । जब परमेश्वरका छोराहरूले मानिसका छोरीहरूसँग विवाह गरे, तिनीहरूका छोराछोरीहरू जन्मे । यिनीहरू उहिलेका शक्तिशाली अर्थात् प्रख्यात मानिसहरू थिए ।
5 ૫ ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે.
पृथ्वीका मानिसहरूको दुष्टता बढी भएको र तिनीहरूका हृदयका विचारको हरेक भावना निरन्तर खराबै मात्र भएको परमप्रभुले देख्नुभयो ।
6 ૬ તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તે નિરાશ થયા.
पृथ्वीमा मानव-जातिलाई बनाउनुभएकोमा परमप्रभुले पछुतो मान्नुभयो, र यसले उहाँलाई दुःखित तुल्यायो ।
7 ૭ ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશના પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.”
यसैले परमप्रभुले भन्नुभयो, “मैले सृष्टि गरेका मानव-जातिलाई पृथ्वीको सतहबाट नामेट पार्नेछु; मानव-जाति र ठुला-ठुला जनावरहरू, घस्रने जन्तुहरू र आकाशमा उड्ने पक्षीहरू सबैलाई नमाेट पार्नेछु, किनकि तिनीहरूलाई बनाएकोमा म दुःखित छु ।”
8 ૮ પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.
तर नोआले परमप्रभुको निगाह पाए ।
9 ૯ નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો.
यिनीहरू नोआ बारेका घटनाहरू थिए । नोआ तिनका समयमा मानिसहरूमा धर्मी र दोषरहित मानिस थिए । नोआ परमेश्वरसँग हिँडे ।
10 ૧૦ નૂહને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ.
नोआ शेम, हाम र येपेत तिन छोराहरूका बुबा भए ।
11 ૧૧ ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.
परमेश्वरको दृष्टिमा पृथ्वी भ्रष्ट भएको र हिंसाले भरिएको थियो ।
12 ૧૨ ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા.
परमेश्वरले पृथ्वीलाई देख्नुभयो; हेर, यो त भ्रष्ट थियो, किनकि पृथ्वीका सबै मानिसहरूका मार्ग भ्रष्ट भएका थिए ।
13 ૧૩ ઈશ્વરે નૂહને કહ્યું કે, “હું જોઉં છું કે સર્વ માનવજાત નષ્ટ થવાની છે, કેમ કે પૃથ્વીમાં તેઓની હિંસા અને દુરાચાર વ્યાપી ગયો છે. નિશ્ચે, હું તેઓનો પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ.”
परमेश्वरले नोआलाई भन्नुभयो, “यो सबै प्राणीको अन्त गर्ने समय आएको म देख्न सक्छु, किनभने पृथ्वी तिनीहरूको हिंसाले भरिएको छ । वास्तवमा, मैले तिनीहरूलाई पृथ्वीसँगै नष्ट पार्नेछु ।
14 ૧૪ તું પોતાને સારુ એરેજનાં લાકડાંનું વહાણ બનાવ. તે વહાણમાં રૂમો બનાવ. વહાણની અંદર તથા બહાર ડામર લગાવીને તેનું આવરણ કર.
तैँले आफ्नो निम्ति गोपेर काठको एउटा जहाज बनाउनू । जहाजभित्र कोठाहरू बनाउनू र त्यसलाई भित्र-बाहिर अलकत्र लगाउनू ।
15 ૧૫ તું તેને આ પ્રમાણે બનાવ: એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, પહોળાઈ પચાસ હાથ અને તેની ઊંચાઈ ત્રીસ હાથ હોય.
तैँले यसलाई यसरी बनाउनुः यसको लम्बाइ एक सय चालिस मिटर, चौडाइ तेईस मिटर र यसको उच्चाइ चौध मिटरको होस् ।
16 ૧૬ વહાણમાં છતથી એક હાથ નીચે બારી બનાવ. અને તું તેમાં નીચેનો, વચ્ચેનો તથા ઉપરનો એવા ત્રણ ખંડો બનાવ.
जहाजको छानो बनाउनू र यसलाई टुप्पोमा एक पट्टी एक हात छोडेर सिद्ध्याउनू । जहाजको एकपट्टी ढोका राख्नू र पहिलो, दोस्रो र तेस्रो तला बनाउनू ।
17 ૧૭ સાંભળ, આકાશ નીચેના સર્વ સજીવો કે જેઓમાં જીવનનો શ્વાસ છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવવાનો છું. તેનાથી પૃથ્વી પરનાં સર્વ જીવ મરણ પામશે.
सुन, जीवनको सास हुने आकाशमुनिका सबै प्राणीलाई सर्वनाश पार्न मैले पृथ्वीमा जलप्रलय ल्याउन लागेको छु । पृथ्वीमा भएको सबै प्राणी मर्नेछन् ।
18 ૧૮ પણ હું તારી સાથે મારો કરાર કરું છું. તું, તારી સાથે તારા દીકરા, તારી પત્ની અને તારી પુત્રવધુઓને હું વહાણમાં સલામત રાખીશ.
तर तँसँग म मेरो करार स्थापित गर्नेछु । तँ, तेरा छोराहरू, तेरी पत्नी र तेरा छोराहरूका पत्नीहरू जहाजभित्र आउनेछौ ।
19 ૧૯ સર્વ પ્રકારના જાનવરોમાંથી બબ્બે સજીવો, એટલે એક નર તથા એક નારી બચાવવા માટે તારી સાથે તું વહાણમાં લાવ.
हरेक जीवित प्रणीमध्ये ठुला जनावरहरू र
20 ૨૦ દરેક જાતનાં પક્ષીઓ, પશુઓ તથા પેટે ચાલનારાંઓમાંથી નર અને નારીની એક એક જોડને વહાણમાં લાવ.
पृथ्वीमाथि घस्रने जन्तुहरूलाई जीवित राख्न भाले र पोथी गरी दुइ-दुइ वटा जहाजभित्र ल्याउनू ।
21 ૨૧ સર્વ પ્રકારની ખાદ્ય સામગ્રી ભેગી કરીને તારી પાસે વહાણમાં તેનો સંગ્રહ કરી રાખ. તે તારે માટે તથા તેઓને માટે ખોરાક થશે.
खानलाई र भण्डरण गर्नलाई सबै किसिमका खानेकुराहरू जम्मा गर्नू, जुन तेरो र तिनीहरूका निम्ति आहारा हुनेछ ।”
22 ૨૨ ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહે બધાં કામ પૂરાં કર્યાં.
यसैले नोआले यो गरे । तिनले परमेश्वरले आज्ञा गर्नुभएबमोजिम गरे ।