< ઊત્પત્તિ 48 >

1 એ બાબતો થયા પછી કોઈએ યૂસફને કહ્યું, “જો, તારો પિતા બીમાર પડ્યો છે.” તેથી તે પોતાના બે દીકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને પિતાની પાસે ગયો.
ಕೆಲವು ಕಾಲವಾದ ಮೇಲೆ ಯೋಸೇಫನಿಗೆ, “ಅವನ ತಂದೆಯು ಅಸ್ವಸ್ಥನಾಗಿದ್ದಾನೆ” ಎಂಬ ವಾರ್ತೆಯು ದೊರಕಿತು. ಆಗ ಯೋಸೇಫನು ಮನಸ್ಸೆ ಎಫ್ರಾಯೀಮರೆಂಬ ತನ್ನಿಬ್ಬರು ಮಕ್ಕಳನ್ನು ತನ್ನ ಸಂಗಡ ಕರೆದುಕೊಂಡು ತಂದೆಯ ಬಳಿಗೆ ಬಂದನು.
2 યાકૂબને કોઈએ ખબર આપી, “જો, તારો દીકરો યૂસફ તારી પાસે આવી પહોંચ્યો છે,” ત્યારે ઇઝરાયલ બળ કરીને પલંગ પર બેઠો થયો.
“ನಿನ್ನ ಮಗನಾದ ಯೋಸೇಫನು ನಿನ್ನ ಬಳಿಗೆ ಬಂದಿದ್ದಾನೆ” ಎಂದು ಯಾಕೋಬನಿಗೆ ತಿಳಿಸಲು, ಇಸ್ರಾಯೇಲನು ಚೇತರಿಸಿಕೊಂಡು ಹಾಸಿಗೆಯ ಮೇಲೆ ಎದ್ದು ಕುಳಿತುಕೊಂಡನು.
3 યાકૂબે યૂસફને કહ્યું, “કનાન દેશના લૂઝમાં સર્વસમર્થ ઈશ્વરે મને દર્શન આપ્યું હતું. તેમણે મને આશીર્વાદ આપીને,
ಯಾಕೋಬನು, ಯೋಸೇಫನಿಗೆ, “ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು ಕಾನಾನ್ ದೇಶದ ಲೂಜ್ ಎಂಬಲ್ಲಿ ನನಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟು ಆಶೀರ್ವದಿಸಿದನು.
4 કહ્યું હતું, ‘ધ્યાન આપ, હું તને સફળ કરીશ અને તને વધારીશ. હું તારાથી મોટો સમુદાય ઉત્પન્ન કરીશ. તારા પછી હું તારા વંશજોને આ દેશ સદાકાળના વતનને માટે આપીશ.”
ಆತನು ನನಗೆ, ‘ನಿನ್ನನ್ನು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸಿ ನಿನ್ನ ಸಂತತಿಯನ್ನು ಹೆಚ್ಚಿಸುವೆನು. ಅನೇಕ ಜನಾಂಗಗಳು ನಿನ್ನಿಂದುಟಾಗುವಂತೆ ಮಾಡುವೆನು. ನಿನ್ನ ತರುವಾಯ ನಿನ್ನ ಸಂತತಿಗೆ ಈ ದೇಶವನ್ನು ಶಾಶ್ವತ ಸೊತ್ತನ್ನಾಗಿ ಕೊಡುವೆನು’” ಎಂದು ಹೇಳಿದನು.
5 હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા અગાઉ તારા બે દીકરા મિસર દેશમાં જન્મ્યા છે તેઓ એટલે એફ્રાઇમ તથા મનાશ્શા મારા છે. રુબેન તથા શિમયોનની જેમ તેઓ મારા થશે.
ಐಗುಪ್ತ ದೇಶಕ್ಕೆ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರುವುದಕ್ಕಿಂತ ಮೊದಲು ಇಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ನಿನ್ನಿಬ್ಬರು ಮಕ್ಕಳು ನನಗೆ ಮಕ್ಕಳಾಗಿರಬೇಕು. ರೂಬೇನ್ ಸಿಮೆಯೋನರು ನನ್ನ ಮಕ್ಕಳಾಗಿರುವಂತೆಯೆ ಎಫ್ರಾಯೀಮ್ ಮನಸ್ಸೆಯರೂ ನನ್ನ ಮಕ್ಕಳಾಗಿರಲಿ.
6 તેઓ પછી તારાં જે સંતાનો થશે તેઓ તારાં થશે; અને તારા તરફથી એફ્રાઇમ તથા મનાશ્શાને મળનારા ભાગના વારસ થશે.
ಅವರ ತರುವಾಯ ನೀನು ಪಡೆದ ಮಕ್ಕಳು ನಿನ್ನವರಾಗಿರಲಿ. ಅವರು ತಮ್ಮ ಅಣ್ಣಂದಿರ ಸ್ವತ್ತಿನಲ್ಲಿ ಬಾಧ್ಯತೆ ಹೊಂದಿ, ಅವರ ಕುಲದ ಹೆಸರನ್ನೇ ಇಟ್ಟುಕೊಳ್ಳಲಿ.
7 જયારે અમે પાદ્દાનથી આવતા હતા ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતાં માર્ગમાં કનાન દેશમાં મૃત્યુ પામી. ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દફનાવી.”
ನಾನು ಪದ್ದನ್ ಅರಾಮಿನಿಂದ ಬರುವಾಗ ಕಾನಾನ್ ದೇಶದಲ್ಲಿ ಎಫ್ರಾತನ್ನು ಸೇರುವುದಕ್ಕೆ ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ದೂರವಿದ್ದಾಗ ರಾಹೇಲಳು ದಾರಿಯಲ್ಲೇ ಸತ್ತುಹೋದಳು. ಬೇತ್ಲೆಹೇಮ್ ಎಂಬ ಎಫ್ರಾತಿಗೆ ಹೋಗುವ ಮಾರ್ಗದಲ್ಲಿ ಆಕೆಗೆ ಸಮಾಧಿ ಮಾಡಿದೆನು ಎಂದನು.
8 ઇઝરાયલે યૂસફના દીકરાઓને જોઈને પૂછ્યું કે, “આ કોણ છે?”
ನಂತರ ಇಸ್ರಾಯೇಲನು ಯೋಸೇಫನ ಮಕ್ಕಳನ್ನು ನೋಡಿ, “ಇವರು ಯಾರು?” ಎಂದು ಕೇಳಲು,
9 યૂસફે તેના પિતાને કહ્યું, “તેઓ મારા દીકરા છે, જેમને ઈશ્વરે મને અહીં આપ્યાં છે.” ઇઝરાયલે કહ્યું, “તેઓને મારી પાસે લાવ કે હું તેઓને આશીર્વાદ આપું.”
ಯೋಸೇಫನು ತನ್ನ ತಂದೆಗೆ, “ಇವರು ಈ ದೇಶದಲ್ಲಿ ನನಗೆ ದೇವರು ಅನುಗ್ರಹಿಸಿದ ಮಕ್ಕಳು” ಎಂದು ಹೇಳಿದನು. ಅದಕ್ಕವನು, “ನಾನು ಇವರನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತೇನೆ. ನನ್ನ ಹತ್ತಿರ ಕರೆದುಕೊಂಡು ಬಾ” ಎಂದನು.
10 ૧૦ હવે ઇઝરાયલની આંખો તેની વૃદ્ધાવસ્થાને કારણે ઝાંખી પડી હતી, તે બરાબર જોઈ શકતો ન હતો. તેથી યૂસફ તેઓને તેની એકદમ નજીક લાવ્યો અને તેણે તેઓને ચુંબન કરીને તેઓને બાથમાં લીધા.
೧೦ಇಸ್ರಾಯೇಲನು ವೃದ್ಧಾಪ್ಯದಿಂದ ಮೊಬ್ಬು ಕಣ್ಣುಳ್ಳವನಾಗಿ ನೋಡಲಾರದೆ ಇದ್ದನು. ಯೋಸೇಫನು ಅವರನ್ನು ಅವನ ಬಳಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಬರಲು ಅವನು ಅವರನ್ನು ಮುದ್ದಿಟ್ಟು ಅಪ್ಪಿಕೊಂಡನು.
11 ૧૧ ઇઝરાયલે યૂસફને કહ્યું, “મને જરા પણ આશા નહોતી કે હું તારું મુખ જોઈ શકીશ. પણ ઈશ્વરે તો તારા સંતાન પણ મને બતાવ્યાં છે.”
೧೧ಆಗ ಇಸ್ರಾಯೇಲನು ಯೋಸೇಫನಿಗೆ, “ನಿನ್ನ ಮುಖವನ್ನು ತಿರುಗಿ ನೋಡುವೆನೆಂದು ನಾನು ನೆನಸಿರಲಿಲ್ಲ. ಆದರೆ ನಾನು ನಿನ್ನನ್ನು ಮಾತ್ರವಲ್ಲದೆ ನಿನ್ನ ಸಂತಾನವನ್ನೂ ನೋಡುವಂತೆ ದೇವರು ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ” ಎಂದನು.
12 ૧૨ યૂસફે તેઓને ઇઝરાયલ પાસેથી થોડા દૂર કર્યા અને પોતે જમીન સુધી નમીને તેને પ્રણામ કર્યા.
೧೨ಆಗ ಯೋಸೇಫನು ಅವರನ್ನು ತಂದೆಯ ಮಡಿಲಿನಿಂದ ಎತ್ತಿಕೊಂಡು ತನ್ನ ತಂದೆಗೆ ತಲೆಬಾಗಿ ನಮಸ್ಕರಿಸಿದನು.
13 ૧૩ પછી યૂસફે તે બન્નેને લઈને પોતાને જમણે હાથે એફ્રાઇમને ઇઝરાયલના ડાબા હાથની સામે અને પોતાને ડાબે હાથે મનાશ્શાને ઇઝરાયલના જમણા હાથની સામે રાખ્યા અને એમ તેઓને તેની પાસે લાવ્યો.
೧೩ತರುವಾಯ ಯೋಸೇಫನು ತನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲನ ಎಡಗೈಗೆ ಎದುರಾಗಿ ಎಫ್ರಾಯೀಮನನ್ನೂ, ತನ್ನ ಎಡಗಡೆಯಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲನ ಬಲಗೈಗೆ ಎದುರಾಗಿ ಮನಸ್ಸೆಯನ್ನೂ ನಿಲ್ಲಿಸಿ, ಅವರಿಬ್ಬರನ್ನೂ ತನ್ನ ತಂದೆಯ ಬಳಿ ನಿಲ್ಲಿಸಿದನು.
14 ૧૪ ઇઝરાયલે તેનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો અને તેનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે સમજપૂર્વક તેના હાથ એ રીતે મૂક્યા હતા. આમ તો મનાશ્શા જ્યેષ્ઠ હતો.
೧೪ಮನಸ್ಸೆಯು ಚೊಚ್ಚಲ ಮಗನಾಗಿದ್ದರೂ, ಇಸ್ರಾಯೇಲನು ತನ್ನ ಕೈಗಳನ್ನು ಅಡ್ಡವಾಗಿ ಚಾಚಿ ಕಿರಿಯವನಾದ ಎಫ್ರಾಯೀಮನ ತಲೆಯ ಮೇಲೆ ಬಲಗೈಯನ್ನೂ, ಮನಸ್ಸೆಯ ತಲೆಯ ಮೇಲೆ ಎಡಗೈಯನ್ನೂ ಇಟ್ಟನು.
15 ૧૫ ઇઝરાયલે યૂસફને આશીર્વાદ આપીને કહ્યું, “જે ઈશ્વરની આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઇસહાક ચાલ્યા, જે ઈશ્વરે મને આજ સુધી સંભાળ્યો અને
೧೫ನಂತರ ಅವನು ಯೋಸೇಫನನ್ನು, ಆಶೀರ್ವದಿಸಿ, “ನನ್ನ ಪೂರ್ವಿಕರಾದ ಅಬ್ರಹಾಮ ಇಸಾಕರು ಸೇವಿಸಿದ ದೇವರೇ, ನನ್ನನ್ನು ಚಿಕ್ಕಂದಿನಿಂದ ಈ ದಿನದ ವರೆಗೂ ಪರಾಂಬರಿಸುತ್ತಾ ಬಂದ ದೇವರು,
16 ૧૬ દૂત સ્વરૂપે મને સર્વ દુષ્ટતાથી બચાવ્યો છે, તે આ દીકરાઓને આશીર્વાદ આપો. તેઓ મારું, મારા દાદા ઇબ્રાહિમનું તથા પિતા ઇસહાકનું નામ પ્રતિષ્ઠિત કરનારા થાઓ. તેઓ પૃથ્વીમાં વધીને વિશાળ સમુદાય થાઓ.”
೧೬ನನ್ನನ್ನು ಎಲ್ಲಾ ಕೇಡುಗಳಿಂದ ತಪ್ಪಿಸಿ ಕಾಪಾಡುತ್ತಾ ಬಂದ ದೂತನಾಗಿಯೂ ಇರುವಾತನು ಈ ಹುಡುಗರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಇವರು ನನ್ನ ಹೆಸರನ್ನು, ನನ್ನ ಪೂರ್ವಿಕರಾದ ಅಬ್ರಹಾಮ ಇಸಾಕರ ಹೆಸರಿನಿಂದ ಇವರ ಹೆಸರುಗಳು ನೆಲೆಗೊಳ್ಳಲಿ, ಇವರು ಭೂಮಿಯ ಮೇಲೆ ಹೆಚ್ಚಿ ಬಹು ಸಂತಾನವನ್ನು ಪಡೆಯಲಿ” ಎಂದನು.
17 ૧૭ જયારે યૂસફે જોયું કે તેના પિતાએ તેનો જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂક્યો, ત્યારે તે નાખુશ થયો. એફ્રાઇમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે તેના પિતાનો હાથ ઊંચો કર્યો,
೧೭ತನ್ನ ತಂದೆಯು ಬಲಗೈಯನ್ನು ಎಫ್ರಾಯೀಮನ ತಲೆಯ ಮೇಲೆ ಇಡುವುದನ್ನು ಯೋಸೇಫನು ಕಂಡು ಅಸಮಾಧಾನಪಟ್ಟು ಅವನ ಕೈಯನ್ನು ಎಫ್ರಾಯೀಮನ ತಲೆಯಿಂದ ಎತ್ತಿ ಮನಸ್ಸೆಯ ತಲೆಯ ಮೇಲೆ ಇಟ್ಟು,
18 ૧૮ યૂસફે પિતાને કહ્યું, “મારા પિતા, એમ નહિ; કેમ કે મનાશ્શા જ્યેષ્ઠ છે. તેના માથા પર તારો જમણો હાથ મૂક.”
೧೮ಯೋಸೇಫನು ತಂದೆಗೆ, “ಅಪ್ಪಾ, ಇವನೇ ಚೊಚ್ಚಲ ಮಗನು ಬಲಗೈಯನ್ನು ಇವನ ತಲೆಯ ಮೇಲೆ ಇಡಬೇಕು” ಎಂದು ಹೇಳಿದನು.
19 ૧૯ તેનો પિતાએ ઇનકાર કરતા કહ્યું, “હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે અને તે પણ મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં વધારે મહાન થશે અને તેનાં વંશજોની બેશુમાર વૃદ્ધિ થશે.”
೧೯ಆದರೆ ಅವನ ತಂದೆ ಒಪ್ಪದೆ, “ಮಗನೇ ನಾನು ಬಲ್ಲೆ. ನನಗೆ ಗೊತ್ತು. ಇವನಿಂದಲೂ ಜನಾಂಗವುಂಟಾಗುವುದು. ಇವನು ಬಲಿಷ್ಠನಾಗುವನು. ಆದರೂ ಇವನಿಗಿಂತಲೂ ಇವನ ತಮ್ಮನು ಬಲಿಷ್ಠನಾಗುವನು. ತಮ್ಮನ ಸಂತತಿಯಲ್ಲಿಯೇ ಜನರು ಹೇರಳವಾಗಿ ಹುಟ್ಟುವರು” ಎಂದು ಹೇಳಿದನು.
20 ૨૦ ઇઝરાયલે તે દિવસે તેઓને આ રીતે આશીર્વાદ આપ્યો, “ઇઝરાયલ લોકો તમારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપીને કહેશે, ‘ઈશ્વર એફ્રાઇમ તથા મનાશ્શા જેવો તને બનાવે.’ આ રીતે તેણે એફ્રાઇમને મનાશ્શા કરતાં અગ્રસ્થાન આપ્યું.
೨೦ಆ ದಿನದಲ್ಲಿ ಅವನು ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ, “ನಿಮ್ಮ ಹೆಸರಿನಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡುವರು. ಎಫ್ರಾಯೀಮ್ ಹಾಗೂ ಮನಸ್ಸೆಯ ಹಾಗೆ ದೇವರು ನಿಮ್ಮನ್ನೂ ಆಶೀರ್ವದಿಸಲಿ” ಎಂದು ಹೇಳಿ ಎಫ್ರಾಯೀಮನನ್ನು ಮನಸ್ಸೆಯ ಮುಂದೆ ನಿಲ್ಲಿಸಿದನು.
21 ૨૧ ઇઝરાયલે યૂસફને કહ્યું, “હું મરણ પામી રહ્યો છું, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને આપણા પિતૃઓના કનાન દેશમાં પાછા લઈ જશે.
೨೧ಇಸ್ರಾಯೇಲನು ಯೋಸೇಫನಿಗೆ, “ನನಗೆ ಮರಣವು ಸಮೀಪಿಸಿದೆ, ಆದರೆ ದೇವರು ನಿಮ್ಮೊಂದಿಗಿದ್ದು, ನಿಮ್ಮನ್ನು ಪೂರ್ವಿಕರ ದೇಶಕ್ಕೆ ಪುನಃ ಬರಮಾಡುವನು.
22 ૨૨ મેં શખેમનો પ્રદેશ તારા ભાઈઓને નહિ પણ તને આપ્યો છે. એ પ્રદેશ મેં મારી તલવારથી તથા ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી જીતી લીધો હતો.”
೨೨ಇದಲ್ಲದೆ, ನಾನು ನಿನ್ನ ಅಣ್ಣಂದಿರಿಗೆ ಕೊಟ್ಟ ಪಾಲಿಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ನಾನು ಕತ್ತಿ ಬಿಲ್ಲುಗಳಿಂದ ಅಮೋರಿಯರ ವಶದಿಂದ ತಪ್ಪಿಸಿ ಪಡೆದ ಬೆಟ್ಟದ ತಪ್ಪಲನ್ನು ನಿನಗೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ” ಎಂದು ಹೇಳಿದನು.

< ઊત્પત્તિ 48 >