< ઊત્પત્તિ 47 >
1 ૧ પછી યૂસફ ફારુનને મળવા ગયો. તેણે ફારુનને કહ્યું, “મારા પિતા, મારા ભાઈઓ તથા તેઓનાં બકરાં, અન્ય જાનવરો તથા જે સર્વ તેઓનું છે તે સહિત તેઓ કનાન દેશથી આવ્યા છે. તેઓ ગોશેન દેશમાં છે.”
ଏଥିଉତ୍ତାରେ ଯୋଷେଫ ଯାଇ ଫାରୋଙ୍କୁ ସମ୍ବାଦ ଦେଇ କହିଲେ, “ମୋʼ ପିତା ଓ ଭାଇମାନେ କିଣାନ ଦେଶରୁ ଆପଣା ଗୋମେଷାଦି ପଲ ପ୍ରଭୃତି ସର୍ବସ୍ୱ ନେଇ ଆସିଅଛନ୍ତି; ଦେଖନ୍ତୁ, ସେମାନେ ଗୋଶନ ପ୍ରଦେଶରେ ଅଛନ୍ତି।”
2 ૨ તેણે પોતાના ભાઈઓમાંના પાંચનો પરિચય ફારુન સાથે કરાવ્યો.
ପୁଣି, ଯୋଷେଫ ଆପଣା ଭ୍ରାତୃଗଣ ମଧ୍ୟରୁ ପାଞ୍ଚ ଜଣଙ୍କୁ ନେଇ ଫାରୋଙ୍କ ସହିତ ସାକ୍ଷାତ କରାଇଲେ।
3 ૩ ફારુને તેના ભાઈઓને પૂછ્યું, “તમારો વ્યવસાય શો છે? “અમે તારા દાસો અમારા પૂર્વજોની જેમ ભરવાડો છીએ.
ତହିଁରେ ଫାରୋ ଯୋଷେଫଙ୍କ ଭାଇମାନଙ୍କୁ ପଚାରିଲେ, “ତୁମ୍ଭମାନଙ୍କର କେଉଁ ବ୍ୟବସାୟ?” ସେମାନେ ଫାରୋଙ୍କୁ କହିଲେ, “ଆପଣଙ୍କର ଏହି ଦାସମାନେ ପୂର୍ବପୁରୁଷାନୁକ୍ରମେ ପଶୁପାଳକ।”
4 ૪ પછી તેઓએ ફારુનને કહ્યું, “અમે આ દેશમાં પ્રવાસી તરીકે આવ્યા છીએ. કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે અમારા ટોળાંને સારુ ચારો નથી. માટે હવે અમને કૃપા કરીને ગોશેન દેશમાં રહેવા દે.”
ସେମାନେ ଫାରୋଙ୍କୁ ଆହୁରି କହିଲେ, “ଆମ୍ଭେମାନେ ଏ ଦେଶରେ ପ୍ରବାସ କରିବାକୁ ଆସିଅଛୁ; ଯେଣୁ ଆପଣଙ୍କ ଏହି ଦାସମାନଙ୍କ ପଶୁପଲ ପାଇଁ କିଛି ଚରା ନାହିଁ; କିଣାନ ଦେଶରେ ଅତି ଭାରୀ ଦୁର୍ଭିକ୍ଷ ପଡ଼ିଅଛି; ଏହେତୁ ବିନତି କରୁଅଛୁ, ଆପଣ ଏହି ଦାସମାନଙ୍କୁ ଗୋଶନ ପ୍ରଦେଶରେ ବାସ କରିବାକୁ ଦେଉନ୍ତୁ।”
5 ૫ પછી ફારુને યૂસફને કહ્યું, “તારા પિતા તથા તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે.
ତହିଁରେ ଫାରୋ ଯୋଷେଫଙ୍କୁ ଆଜ୍ଞା ଦେଲେ, “ତୁମ୍ଭର ପିତା ଓ ଭ୍ରାତୃଗଣ ତୁମ୍ଭ ନିକଟକୁ ଆସିଅଛନ୍ତି,
6 ૬ આખો મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. તેઓ ગોશેન દેશમાં રહે. જો તું જાણતો હોય કે તેઓમાં કોઈ માણસો હોશિયાર છે, તો મારાં જાનવરો પણ તેઓના હવાલામાં સોંપ.”
ମିସର ଦେଶ ତୁମ୍ଭ ସମ୍ମୁଖରେ ଅଛି; ଦେଶର ସର୍ବୋତ୍ତମ ସ୍ଥାନରେ ଆପଣା ପିତା ଓ ଭାଇମାନଙ୍କୁ ବାସ କରାଅ; ଗୋଶନ ପ୍ରଦେଶରେ ସେମାନେ ବାସ କରନ୍ତୁ; ପୁଣି, ସେମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଯାହାକୁ ଯାହାକୁ ପାରଙ୍ଗମ ଲୋକ ବୋଲି ଜାଣୁଅଛ, ସେମାନଙ୍କୁ ଆମ୍ଭ ପଶୁପଲର ଅଧ୍ୟକ୍ଷ ପଦରେ ନିଯୁକ୍ତ କର।”
7 ૭ પછી યૂસફે તેના પિતા યાકૂબને ફારુનની સમક્ષ બોલાવ્યો. યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો.
ଏଥିଉତ୍ତାରେ ଯୋଷେଫ ଆପଣା ପିତା ଯାକୁବଙ୍କୁ ଆଣି ଫାରୋଙ୍କ ସାକ୍ଷାତରେ ଉପସ୍ଥିତ କରାଇଲେ; ତହିଁରେ ଯାକୁବ ଫାରୋଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କଲେ।
8 ૮ ફારુને યાકૂબને કહ્યું, “તમારી ઉંમર કેટલી થઈ છે?”
ସେତେବେଳେ ଫାରୋ ଯାକୁବଙ୍କୁ ପଚାରିଲେ, “ଆପଣଙ୍କ ପରମାୟୁର ଦିନ କେତେ?”
9 ૯ યાકૂબે ફારુનને કહ્યું, “મારા જીવનપ્રવાસના એકસો ત્રીસ વર્ષ થયાં છે. એ અતિ પરિશ્રમવાળા રહ્યાં છે. હજી મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની ઉંમરના જેટલાં મારા વર્ષો થયાં નથી.”
ଯାକୁବ ଫାରୋଙ୍କୁ କହିଲେ, “ମୋହର ପ୍ରବାସ କାଳର ଦିନ ଶହେ ତିରିଶ ବର୍ଷ; ମୋʼ ପରମାୟୁର ଦିନ ଅଳ୍ପ ଓ ଆପଦଜନକ; ପୁଣି, ମୋହର ପୂର୍ବପୁରୁଷମାନଙ୍କ ପ୍ରବାସକାଳୀନ ଆୟୁର ଦିନ ତୁଲ୍ୟ ନୁହେଁ।”
10 ૧૦ પછી યાકૂબ ફારુનને આશીર્વાદ આપીને તેની હજૂરમાંથી બહાર ગયો.
ଏଥିଉତ୍ତାରେ ଯାକୁବ ଫାରୋଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରି ତାଙ୍କ ଛାମୁରୁ ବିଦାୟ ହେଲେ।
11 ૧૧ યૂસફે તેના પિતાને તથા તેના ભાઈઓને રહેવાને જગ્યા આપી. તેણે તેઓને મિસર દેશની ઉત્તમ જગ્યામાં એટલે રામસેસમાં ફારુનની આજ્ઞા પ્રમાણે વસવાનો પ્રદેશ આપ્યો.
ତହୁଁ ଯୋଷେଫ ଫାରୋଙ୍କର ଆଜ୍ଞାନୁସାରେ ମିସର ଦେଶର ସର୍ବୋତ୍ତମ ଅଞ୍ଚଳରେ, ଅର୍ଥାତ୍, ରାମିଷେଷ୍ ପ୍ରଦେଶରେ ଅଧିକାର ଦେଇ ଆପଣା ପିତା ଓ ଭାଇମାନଙ୍କର ଅବସ୍ଥିତି କରାଇଲେ।
12 ૧૨ યૂસફે તેના પિતાને, ભાઈઓને તથા તેના પિતાના ઘરનાં સર્વને તેઓની સંખ્યા પ્રમાણે અન્ન પૂરું પાડ્યું.
ପୁଣି, ଯୋଷେଫ ଆପଣା ପିତା ଓ ଭାଇମାନଙ୍କୁ ଓ ସମସ୍ତ ପିତୃପରିବାରକୁ ପ୍ରତ୍ୟେକର ପରିବାରାନୁସାରେ ଭକ୍ଷ୍ୟଦ୍ରବ୍ୟ ଦେଇ ପ୍ରତିପାଳନ କଲେ।
13 ૧૩ હવે તે આખા દેશમાં અન્ન ન હતું; કેમ કે દુકાળ વધતો જતો હતો. મિસર દેશ તથા કનાન દેશના લોકો દુકાળને કારણે વેદનાગ્રસ્ત થયા.
ସେହି ସମୟରେ ଅତିଶୟ ଦୁର୍ଭିକ୍ଷ ହେବାରୁ ସର୍ବଦେଶରେ ଖାଦ୍ୟଦ୍ରବ୍ୟର ଅଭାବ ହେଲା; ତହିଁରେ ମିସର ଦେଶୀୟ ଓ କିଣାନ ଦେଶୀୟ ଲୋକମାନେ ଦୁର୍ଭିକ୍ଷ ହେତୁ ପ୍ରାୟ ମୂର୍ଚ୍ଛାଗତ ହେବାକୁ ଲାଗିଲେ।
14 ૧૪ લોકોએ જે અન્ન વેચાતું લીધું તેને બદલે જે નાણાં મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યા, તે સર્વ યૂસફે એકઠા કર્યાં. પછી યૂસફે તે નાણાં ફારુનના રાજ્યભંડારમાં જમા કરાવ્યા.
ଆଉ ମିସର ଦେଶରେ ଓ କିଣାନ ଦେଶରେ ଯେତେ ରୂପା ଥିଲା, ଲୋକମାନେ ତାହା ଦେଇ ଶସ୍ୟ କିଣିବାରୁ ଯୋଷେଫ ସେସବୁ ରୂପା ସଂଗ୍ରହ କରି ଫାରୋଙ୍କର ଗୃହକୁ ଆଣିଲେ।
15 ૧૫ જયારે મિસર દેશમાં તથા કનાન દેશમાં નાણાંની અછત થઈ, ત્યારે સર્વ મિસરીઓ યૂસફની પાસે આવીને બોલ્યા, “અમને ખાવાનું આપ! શા માટે અમે તારી આગળ મરીએ? અમારી પાસે હવે નાણાં રહ્યાં નથી.”
ଏଥିଉତ୍ତାରେ ମିସର ଦେଶରେ ଓ କିଣାନ ଦେଶରେ ରୂପାର ଅଭାବ ହୁଅନ୍ତେ, ମିସରୀୟ ଲୋକ ସମସ୍ତେ ଯୋଷେଫଙ୍କ ନିକଟକୁ ଆସି କହିଲେ, “ଆମ୍ଭମାନଙ୍କୁ ଖାଦ୍ୟସାମଗ୍ରୀ ଦେଉନ୍ତୁ, ଆମ୍ଭମାନଙ୍କର ରୂପା ଶେଷ ହେଉଅଛି ବୋଲି କାହିଁକି ଆମ୍ଭେମାନେ ଆପଣଙ୍କ ସମ୍ମୁଖରେ ମରିବୁ?”
16 ૧૬ યૂસફે કહ્યું, “જો તમારાં નાણાં પતી ગયાં હોય, તો તમારાં જાનવરો આપો અને તમારાં જાનવરોના બદલે હું તમને અનાજ આપીશ.”
ତହିଁରେ ଯୋଷେଫ କହିଲେ, “ତୁମ୍ଭମାନଙ୍କର ପଶୁ ଦିଅ; ଯଦି ରୂପା ଶେଷ ହୋଇଥାଏ, ତେବେ ପଶୁ ବଦଳେ ଆମ୍ଭେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଶସ୍ୟ ଦେବା।”
17 ૧૭ તેથી તેઓ પોતાના જાનવરો યૂસફ પાસે લાવ્યાં. યૂસફે ઘોડા, બકરાં, અન્ય જાનવરો તથા ગધેડાંના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે પશુઓના બદલામાં તે વર્ષે તેઓનું ભરણપોષણ કર્યું.
ତହୁଁ ସେମାନେ ଯୋଷେଫଙ୍କ ନିକଟକୁ ଆପଣା ଆପଣା ପଶୁ ଆଣିଲେ; ତହିଁରେ ଯୋଷେଫ ଅଶ୍ୱ ଓ ମେଷ ଓ ଗୋରୁପଲ ଓ ଗର୍ଦ୍ଦଭ ଆଦି ବଦଳ ନେଇ ସେମାନଙ୍କୁ ଭକ୍ଷ୍ୟ ଦେବାକୁ ଲାଗିଲେ; ଏହି ପ୍ରକାରେ ଯୋଷେଫ ପଶୁ ବଦଳେ ସେମାନଙ୍କୁ ଭକ୍ଷ୍ୟ ଦେଇ ସେହି ବର୍ଷ ଚଳାଇ ନେଲେ।
18 ૧૮ જયારે તે વર્ષ પૂરું થયું, ત્યારે તેઓએ બીજા વર્ષે યૂસફની પાસે આવીને તેને કહ્યું, “નાણાંની અછત છે એ અમે અમારા ઘણીથી છુપાવી રાખતાં નથી. વળી અમારા જાનવરો પણ તારી પાસે છે. અમારા શરીરો તથા અમારી જમીન સિવાય અમારી પાસે બીજું કંઈ બાકી રહ્યું નથી.
ପୁଣି, ସେ ବର୍ଷ ସମ୍ପୂର୍ଣ୍ଣ ହୁଅନ୍ତେ, ଦ୍ୱିତୀୟ ବର୍ଷରେ ସେମାନେ ଯୋଷେଫଙ୍କ ନିକଟକୁ ଆସି କହିଲେ, “ଆମ୍ଭମାନଙ୍କର ସମସ୍ତ ରୂପା ଶେଷ ହୋଇଅଛି; ତାହା ପ୍ରଭୁଙ୍କଠାରୁ ଲୁଚାଇବା ନାହିଁ; ପୁଣି, ଆମ୍ଭମାନଙ୍କର ସମସ୍ତ ପଶୁଧନ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କର ହୋଇଅଛି; ଏବେ ପ୍ରଭୁଙ୍କ ସାକ୍ଷାତରେ ଆମ୍ଭମାନଙ୍କର ଦେହ ଓ ଭୂମି ବିନା ଆଉ କିଛି ଅବଶିଷ୍ଟ ନାହିଁ।
19 ૧૯ તારા દેખતાં અમે, અમારા ખેતરો સહિત શા માટે મરણ પામીએ? અનાજને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લે અને અમે તથા અમારા ખેતર ફારુનને હવાલે કરીશું. અમને અનાજ આપ કે અમે જીવતા રહીએ, મરીએ નહિ. અમે મજૂરી કરીશું અને જમીન પડતર નહિ રહે.”
ଏଥିପାଇଁ ଆମ୍ଭେମାନେ ଓ ଆମ୍ଭମାନଙ୍କର ଭୂମି ଦୁହେଁ କାହିଁକି ଆପଣଙ୍କ ଦୃଷ୍ଟିଗୋଚରରେ ମରିବୁ? ଆପଣ ଭକ୍ଷ୍ୟ ଦେଇ ଆମ୍ଭମାନଙ୍କୁ ଓ ଆମ୍ଭମାନଙ୍କ ଭୂମି କିଣି ନେଉନ୍ତୁ, ତହିଁରେ ଆମ୍ଭେମାନେ ଓ ଆମ୍ଭମାନଙ୍କ ଭୂମି ଫାରୋଙ୍କର ଦାସ ହେବୁ; ତାʼପରେ ଆମ୍ଭମାନଙ୍କୁ ବିହନ ଦେଉନ୍ତୁ, ତହିଁରେ ବଞ୍ଚିବୁ; ନୋହିଲେ ଆମ୍ଭେମାନେ ମରିଯିବୁ, ପୁଣି, ଭୂମି ମଧ୍ୟ ବିନଷ୍ଟ ହେବ।”
20 ૨૦ તેથી યૂસફે મિસરીઓની સર્વ જમીન ફારુનને સારુ વેચાતી લીધી. દરેક મિસરીએ પોતાની જમીન ફારુનને વેચી દીધી હતી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. આ રીતે તે દેશની જમીન ફારુનની થઈ.
ଏହିରୂପେ ଦୁର୍ଭିକ୍ଷ ସେମାନଙ୍କ ପ୍ରତି ଅତି ଅସହ୍ୟ ହୁଅନ୍ତେ, ମିସରୀୟମାନେ ପ୍ରତ୍ୟେକେ ଆପଣା ଆପଣା ଭୂମି ବିକ୍ରୟ କଲେ; ତହିଁରେ ଯୋଷେଫ ଫାରୋଙ୍କ ନିମନ୍ତେ ମିସର ଦେଶର ସମସ୍ତ ଭୂମି କ୍ରୟ କଲେ; ତେଣୁ ସମସ୍ତ ଭୂମି ଫାରୋଙ୍କର ହେଲା।
21 ૨૧ તેણે મિસરની સીમાના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકોને નગરોમાં મોકલ્યા.
ତହିଁରେ ସେ ମିସରର ଏକ ସୀମାଠାରୁ ଅନ୍ୟ ସୀମା ପର୍ଯ୍ୟନ୍ତ ନଗରେ ନଗରେ ପ୍ରଜାମାନଙ୍କୁ ପ୍ରବାସ କରାଇଲେ।
22 ૨૨ ફક્ત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ, કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો. તેઓનો જે ભાગ ફારુને તેઓને આપ્યો હતો તેનાથી તેઓ ગુજરાન ચલાવતા હતા. તેથી તેઓએ તેમની જમીન વેચવી પડી નહિ.
ସେ କେବଳ ଯାଜକମାନଙ୍କର ଭୂମି କ୍ରୟ କଲେ ନାହିଁ; କାରଣ ଯାଜକମାନେ ଫାରୋଙ୍କଠାରୁ ବୃତ୍ତି ପାଇଲେ; ଏଣୁ ଫାରୋଙ୍କର ଦତ୍ତ ବୃତ୍ତି ଦ୍ୱାରା ସେମାନଙ୍କର ନିର୍ବାହ ହେବାରୁ ସେମାନେ ଆପଣା ଆପଣା ଭୂମି ବିକ୍ରୟ କଲେ ନାହିଁ।
23 ૨૩ પછી યૂસફે લોકોને કહ્યું, “જુઓ, મેં તમને તથા તમારી જમીનને ફારુનને માટે આજે વેચાતાં લીધાં છે. હવે અહીં તમારા માટે બિયારણ છે. તે હું તમને આપું છું. જમીનમાં તેની વાવણી કરજો.
ଏଥିଉତ୍ତାରେ ଯୋଷେଫ ପ୍ରଜାମାନଙ୍କୁ କହିଲେ, “ଦେଖ, ଆମ୍ଭେ ଫାରୋଙ୍କ ନିମନ୍ତେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଓ ତୁମ୍ଭମାନଙ୍କ ଭୂମି ସବୁ କିଣିଲୁ; ଏବେ ଏହି ବିହନ ନେଇ ଭୂମିରେ ବୁଣ।
24 ૨૪ તેમાંથી જે ઊપજ થાય તેનો પાંચમો ભાગ ફારુનને આપજો અને બાકીના ચાર ભાગ ખેતરના બીજ માટે, તમારા પોતાના, તમારાં ઘરનાં તથા તમારાં છોકરાંનાં ખોરાકને માટે તમે રાખજો.”
ତହିଁରୁ ଯାହା ଉତ୍ପନ୍ନ ହେବ, ତାହାର ପଞ୍ଚମାଂଶ ଫାରୋଙ୍କୁ ଦେବ, ପୁଣି, ଅନ୍ୟ ଚାରି ଅଂଶ ଭୂମିର ବିହନ ପାଇଁ ଓ ଆପଣା ଆପଣା ପରିଜନ ଓ ବାଳକମାନଙ୍କ ନିମନ୍ତେ ରଖିବ।”
25 ૨૫ તેઓએ કહ્યું, “તેં અમારા જીવ બચાવ્યા છે. અમારા પર તારી કૃપાદ્રષ્ટિ રાખજે અને અમે ફારુનના દાસ થઈને રહીશું.”
ତହିଁରେ ସେମାନେ କହିଲେ, “ଆପଣ ଆମ୍ଭମାନଙ୍କ ପ୍ରାଣ ରକ୍ଷା କଲେ; ଆପଣଙ୍କ କୃପାଦୃଷ୍ଟି ହେଲେ, ଆମ୍ଭେମାନେ ଫାରୋଙ୍କର ଦାସ ହେବୁ।”
26 ૨૬ મિસર દેશમાં યૂસફે એવો કાનૂન બનાવ્યો કે બધી જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે અને એ કાનૂન આજ સુધી ચાલે છે. ફક્ત યાજકોની જમીન ફારુનના તાબામાં ન આવી.
ପଞ୍ଚମାଂଶ ଫାରୋ ପାଇବେ, ମିସରର ସମସ୍ତ ଭୂମି ବିଷୟରେ ଯୋଷେଫଙ୍କର ସ୍ଥାପିତ ଏହି ନିୟମ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଚଳୁଅଛି; କେବଳ ଯାଜକମାନଙ୍କର ଭୂମି ଫାରୋଙ୍କର ହେଲା ନାହିଁ।
27 ૨૭ ઇઝરાયલ અને તેનાં સંતાનો મિસર દેશના ગોશેનમાં રહ્યા. તેના લોકોએ ત્યાં માલમિલકત વસાવી. તેઓ સફળ થઈને બહુ વધ્યા.
ସେସମୟରେ ଇସ୍ରାଏଲ ମିସରର ଗୋଶନ ପ୍ରଦେଶରେ ବାସ କଲେ, ପୁଣି, ସେଠାରେ ସେମାନେ ଅଧିକାର ପାଇ ପ୍ରଜାବନ୍ତ ଓ ଅତିଶୟ ବହୁବଂଶ ହେଲେ।
28 ૨૮ યાકૂબને મિસર દેશમાં આવ્યે સત્તર વર્ષ થયાં, તેની ઉંમરના વર્ષો એકસો સુડતાળીસ થયાં.
ଯାକୁବ ମିସର ଦେଶରେ ସତର ବର୍ଷ କାଳ କ୍ଷେପଣ କଲେ, ତାଙ୍କର ପରମାୟୁର ଦିବସ ଶହେ ସତଚାଳିଶ ବର୍ଷ ଥିଲା।
29 ૨૯ જયારે ઇઝરાયલના મરણનો સમય પાસે આવ્યો, ત્યારે તેણે તેના દીકરા યૂસફને બોલાવીને કહ્યું, “હવે જો તને મારા પર વહાલ હોય તો મને વચન આપ. તું ખરા હૃદયથી મારી સાથે વર્તજે અને મહેરબાની કરીને મૃત્યુ પછી મને મિસરમાં દફનાવીશ નહિ.
ଇସ୍ରାଏଲଙ୍କର ମରଣ ଦିନ ସନ୍ନିକଟ ହେବାରୁ ସେ ଆପଣା ପୁତ୍ର ଯୋଷେଫଙ୍କୁ ଡକାଇ କହିଲେ, “ମୁଁ ଯଦି ତୁମ୍ଭ ସାକ୍ଷାତରେ ଅନୁଗ୍ରହ ପାଇଲି, ତେବେ ବିନୟ କରୁଅଛି, ତୁମ୍ଭେ ମୋʼ ଜଙ୍ଘରେ ହସ୍ତ ଦିଅ; ପୁଣି, ମୋʼ ପ୍ରତି ଦୟା ଓ ସତ୍ୟ ବ୍ୟବହାର କରି ଏହି ମିସର ଦେଶରେ ମୋତେ କବର ଦିଅ ନାହିଁ।
30 ૩૦ જયારે મારું મરણ થાય ત્યારે તું મને મિસરમાંથી કનાન લઈ જજે અને મારા પિતૃઓની સાથે તેઓના કબરસ્થાનમાં દફનાવજે.” યૂસફે કહ્યું, “હું તારા કહ્યા પ્રમાણે કરીશ.”
ମାତ୍ର ମୁଁ ଆପଣା ପୂର୍ବପୁରୁଷମାନଙ୍କ ସହିତ ଶୟନ କଲେ, ତୁମ୍ଭେ ମୋତେ ଏହି ମିସର ଦେଶରୁ ଘେନିଯାଇ ସେମାନଙ୍କ କବର ସ୍ଥାନରେ କବରଶାୟୀ କରାଅ।” ତହିଁରେ ଯୋଷେଫ କହିଲେ, “ତୁମ୍ଭ ଆଜ୍ଞା ପ୍ରମାଣେ କରିବି।”
31 ૩૧ ઇઝરાયલ બોલ્યો, “મારી આગળ પ્રતિજ્ઞા લે,” યૂસફે તેની આગળ પ્રતિજ્ઞા લીધી. પછી ઇઝરાયલ ઓશીકા પર માથું ટેકવીને પથારીમાં સૂઈ ગયો.
ତହୁଁ ଯାକୁବ ଯୋଷେଫଙ୍କୁ ଶପଥ କରିବାକୁ କହନ୍ତେ, “ସେ ତାଙ୍କ ନିକଟରେ ଶପଥ କଲେ।” ସେତେବେଳେ ଇସ୍ରାଏଲ ଶଯ୍ୟାର ମୁଣ୍ଡଆଡ଼େ ପ୍ରଣାମ କରି ପରମେଶ୍ୱରଙ୍କ ଆରାଧନା କଲେ।