< ઊત્પત્તિ 47 >

1 પછી યૂસફ ફારુનને મળવા ગયો. તેણે ફારુનને કહ્યું, “મારા પિતા, મારા ભાઈઓ તથા તેઓનાં બકરાં, અન્ય જાનવરો તથા જે સર્વ તેઓનું છે તે સહિત તેઓ કનાન દેશથી આવ્યા છે. તેઓ ગોશેન દેશમાં છે.”
ထိုစကားအတိုင်း ယောသပ်သည် ဖါရောမင်း ထံသို့သွား၍၊ ကျွန်တော်အဘနှင့်အစ်ကိုတို့သည် သိုးနွား၊ ဥစ္စရှိသမျှကို ဆောင်လျက် ခါနာန်ပြည်ကရောက်လာ၍၊ ဂေါရှင်ပြည်၌ရှိကြပါသည်ဟု လျှောက်သဖြင့်၊
2 તેણે પોતાના ભાઈઓમાંના પાંચનો પરિચય ફારુન સાથે કરાવ્યો.
အစ်ကိုစုထဲက ရွေး၍ ငါးယောက်တို့ကို အထံ တော်သို့သွင်းလေ၏။
3 ફારુને તેના ભાઈઓને પૂછ્યું, “તમારો વ્યવસાય શો છે? “અમે તારા દાસો અમારા પૂર્વજોની જેમ ભરવાડો છીએ.
ဖာရောမင်းကလည်း၊ သင်တို့သည် အဘယ်သို့ လုပ်ဆောင်လေ့ရှိကြသနည်းဟုမေးလျှင်၊ သူတို့က၊ ကိုယ်တော် ကျွန်တို့သည် ဘိုးဘေးနှင့်တကွ သိုးထိန်း ဖြစ်ကြပါ၏ဟူ၍၎င်း၊
4 પછી તેઓએ ફારુનને કહ્યું, “અમે આ દેશમાં પ્રવાસી તરીકે આવ્યા છીએ. કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે અમારા ટોળાંને સારુ ચારો નથી. માટે હવે અમને કૃપા કરીને ગોશેન દેશમાં રહેવા દે.”
ခါနာန်ပြည်၌ အလွန်အစာခေါင်းပါး၍ သိုးနွား ကျက်စားရာမရှိသောကြောင့်၊ ကိုယ်တော်ကျွန်တို့သည် ပြည်တော်၌ တည်းခိုခြင်းငှါ လာကြပါ၏။ သို့ဖြစ်၍ ကိုယ်တော်ကျွန်တို့သည် ဂေါရှင်ပြည်၌ နေရမည် အကြောင်း အခွင့်ပေးတော်မူပါဟူ၍၎င်း လျှောက်ကြ၏။
5 પછી ફારુને યૂસફને કહ્યું, “તારા પિતા તથા તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે.
ဖါရောမင်းကလည်း၊ သင်၏အဘနှင့်အစ်ကို တို့သည် သင့်ထံသို့ ရောက်လာကြသည်ဖြစ်၍၊
6 આખો મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. તેઓ ગોશેન દેશમાં રહે. જો તું જાણતો હોય કે તેઓમાં કોઈ માણસો હોશિયાર છે, તો મારાં જાનવરો પણ તેઓના હવાલામાં સોંપ.”
အဲဂုတ္တပြည်သည် သင့်ရှေ့မှာ ရှိ၏။ သင်၏ အဘနှင့် သင်၏အစ်ကိုတို့ကို အကောင်းဆုံးသော အရပ် ဂေါရှင်ပြည်၌ နေရာချလော့။ သူတို့တွင် အစွမ်းသတ္တိ ရှိသောသူအချို့တို့ကို တွေ့လျှင် ငါ၏သိုးနွားအုပ်အရာ၌ ခန့်ထားလော့ဟု ယောသပ်အား မိန့်တော်မူ၏။
7 પછી યૂસફે તેના પિતા યાકૂબને ફારુનની સમક્ષ બોલાવ્યો. યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો.
ယောသပ်သည် အဘယာကုပ်ကို သွင်း၍ ဖါရောမင်းရှေ့မှာ ထားသဖြင့်၊ ယာကုပ်သည် ဖါရောမင်း ကို ကောင်းကြီးပေး၏။
8 ફારુને યાકૂબને કહ્યું, “તમારી ઉંમર કેટલી થઈ છે?”
ဖါရောမင်းက၊ သင်သည် အသက်အဘယ်မျှ လောက်ရှိပြီနည်းဟု ယာကုပ်အား မေးလျှင်၊
9 યાકૂબે ફારુનને કહ્યું, “મારા જીવનપ્રવાસના એકસો ત્રીસ વર્ષ થયાં છે. એ અતિ પરિશ્રમવાળા રહ્યાં છે. હજી મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની ઉંમરના જેટલાં મારા વર્ષો થયાં નથી.”
ကျွန်တော်သည် ဧည့်သည်အာဂန္တုဖြစ်၍ လွန် သော အသက်သည် အနှစ်တရာသုံးဆယ်ရှိပါပြီ။ ကျွန်တော်အသက်ရှင်သော နှစ်ပေါင်းနည်း၍ဆိုးပါ၏။ ဧည့်သည် အာဂန္တုဖြစ်သော ဘိုးဘေးတို့၏ အသက်တန်း ကို မမှီပါဟု လျှောက်ဆိုပြီးလျှင်၊
10 ૧૦ પછી યાકૂબ ફારુનને આશીર્વાદ આપીને તેની હજૂરમાંથી બહાર ગયો.
၁၀ဖါရောမင်းကို ကောင်းကြီးပေး၍ အထံတော်က ထွက်သွားလေ၏။
11 ૧૧ યૂસફે તેના પિતાને તથા તેના ભાઈઓને રહેવાને જગ્યા આપી. તેણે તેઓને મિસર દેશની ઉત્તમ જગ્યામાં એટલે રામસેસમાં ફારુનની આજ્ઞા પ્રમાણે વસવાનો પ્રદેશ આપ્યો.
၁၁ဖါရောမင်းအမိန့်တော်ရှိသည့်အတိုင်း၊ ယောသပ် သည် အဘနှင့် အစ်ကိုတို့ကို နေရာချ၍ အဲဂုတ္တုပြည်၌ အကောင်းဆုံးသောအရပ် ရာမသက်မြေကိုအပိုင်ပေး၏။
12 ૧૨ યૂસફે તેના પિતાને, ભાઈઓને તથા તેના પિતાના ઘરનાં સર્વને તેઓની સંખ્યા પ્રમાણે અન્ન પૂરું પાડ્યું.
၁၂အဘနှင့် အစ်ကိုများ၊ အဘ၏အိမ်သားရှိသမျှ တို့ကို အနည်းအများအလိုက် ကျွေးမွေး၏။
13 ૧૩ હવે તે આખા દેશમાં અન્ન ન હતું; કેમ કે દુકાળ વધતો જતો હતો. મિસર દેશ તથા કનાન દેશના લોકો દુકાળને કારણે વેદનાગ્રસ્ત થયા.
၁၃အလွန်အစာခေါင်းပါး၍ တပြည်လုံးစားစရာ မရှိသောကြောင့်၊ အဲဂုတ္တုပြည်နှင့် ခါနာန်ပြည်သည် အားလျော့လေ၏။
14 ૧૪ લોકોએ જે અન્ન વેચાતું લીધું તેને બદલે જે નાણાં મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યા, તે સર્વ યૂસફે એકઠા કર્યાં. પછી યૂસફે તે નાણાં ફારુનના રાજ્યભંડારમાં જમા કરાવ્યા.
၁၄ပြည်သားဝယ်သော စပါးအဘိုး၊ အဲဂုတ္တုပြည်၊ ခါနာန်ပြည်၌ တွေ့သမျှသော ငွေကိုယောသပ်စုသိမ်း၍ နန်းတော်သို့ သွင်းထားလေ၏။
15 ૧૫ જયારે મિસર દેશમાં તથા કનાન દેશમાં નાણાંની અછત થઈ, ત્યારે સર્વ મિસરીઓ યૂસફની પાસે આવીને બોલ્યા, “અમને ખાવાનું આપ! શા માટે અમે તારી આગળ મરીએ? અમારી પાસે હવે નાણાં રહ્યાં નથી.”
၁၅အဲဂုတ္တုပြည်၊ ခါနာန်ပြည်၌ ငွေကုန်သောအခါ၊ အဲဂုတ္တုလူအပေါင်းတို့သည် ယောသပ်ထံသို့လာ၍ စား စရာဘို့ ပေးသနားတော်မူပါ။ ကျွန်တော်တို့သည် ငွေကုန်သော်လည်း ရှေ့တော်၌ အဘယ်ကြောင့် သေရပါအံ့နည်းဟု လျှောက်ကြသော်၊
16 ૧૬ યૂસફે કહ્યું, “જો તમારાં નાણાં પતી ગયાં હોય, તો તમારાં જાનવરો આપો અને તમારાં જાનવરોના બદલે હું તમને અનાજ આપીશ.”
၁၆ယောသပ်က၊ ငွေကုန်လျှင် တိရစ္ဆာန်များကို ပေးကြ။ တိရစ္ဆာန်အတွက် စပါးကိုပေးမည်ဟုဆိုသည် အတိုင်း၊
17 ૧૭ તેથી તેઓ પોતાના જાનવરો યૂસફ પાસે લાવ્યાં. યૂસફે ઘોડા, બકરાં, અન્ય જાનવરો તથા ગધેડાંના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે પશુઓના બદલામાં તે વર્ષે તેઓનું ભરણપોષણ કર્યું.
၁၇သူတို့သည် တိရစ္ဆာန်တို့ကိုယူခဲ့၍၊ ယောသပ် သည် မြင်း၊ သိုး၊ နွား၊ မြည်းတို့အတွက် စပါးကိုပေးသဖြင့် ထိုနှစ်တွင် တိရစ္ဆာန်ရှိသမျှတို့အတွက် ပြည်သားများကို ကျွေးမွေး၏။
18 ૧૮ જયારે તે વર્ષ પૂરું થયું, ત્યારે તેઓએ બીજા વર્ષે યૂસફની પાસે આવીને તેને કહ્યું, “નાણાંની અછત છે એ અમે અમારા ઘણીથી છુપાવી રાખતાં નથી. વળી અમારા જાનવરો પણ તારી પાસે છે. અમારા શરીરો તથા અમારી જમીન સિવાય અમારી પાસે બીજું કંઈ બાકી રહ્યું નથી.
၁၈ထိုနှစ်ကုန်ပြီးမှ ဒုတိယနှစ်တွင်လာကြလျှင်၊ ကျွန်တော်တို့ ငွေကုန်ကြောင်းကို သခင်ရှေ့မှာ မထိမ်ဝှက်ပါ။ ကျွန်တော်တို့ တိရစ္ဆာန်များကိုလည်း သခင် ရပါပြီ။ သခင်ရှေ့မှာ ကျွန်တော်တို့ကိုယ်နှင့် မြေမှတပါး အဘယ်အရာမျှ မကျန်ပါ။
19 ૧૯ તારા દેખતાં અમે, અમારા ખેતરો સહિત શા માટે મરણ પામીએ? અનાજને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લે અને અમે તથા અમારા ખેતર ફારુનને હવાલે કરીશું. અમને અનાજ આપ કે અમે જીવતા રહીએ, મરીએ નહિ. અમે મજૂરી કરીશું અને જમીન પડતર નહિ રહે.”
၁၉ရှေ့တော်၌ အဘယ်ကြောင့်သေ၍ ပြည်တော် ပျက်ရပါအံ့နည်း။ အစာကို ပေး၍ကျွန်တော်တို့နှင့် ကျွန်တော်တို့မြေကို ဝယ်ပါ။ ကျွန်တော်တို့သည် မြေနှင့် တကွ ဖါရောဘုရင်၏ ကျွန်ခံပါမည်။ ကျွန်တော်တို့သည် မသေ၊ အသက်ရှင်စေခြင်းငှါ၎င်း၊ ပြည်တော်သည် လူမဆိတ်ညံစေခြင်းငှါ၎င်း၊ မျိုးစေ့ကို ပေးပါဟု လျှောက်ကြ သော်၊
20 ૨૦ તેથી યૂસફે મિસરીઓની સર્વ જમીન ફારુનને સારુ વેચાતી લીધી. દરેક મિસરીએ પોતાની જમીન ફારુનને વેચી દીધી હતી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. આ રીતે તે દેશની જમીન ફારુનની થઈ.
၂၀ယောသပ်သည် အဲဂုတ္တုမြေရှိသမျှကို ဖါရော မင်းမဘို့ဝယ်လေ၏။ အစာခေါင်းပါး၍ အဲဂုတ္တုလူတို့သည် မတတ်နိုင်သောကြောင့်၊ အသီးအသီးပိုင်သော မြေအကွက်တို့ကို ရောင်းကြသဖြင့် မြေသည် ဘဏ္ဍာတော် ဖြစ်လေ၏။
21 ૨૧ તેણે મિસરની સીમાના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકોને નગરોમાં મોકલ્યા.
၂၁လူတို့ကိုကား၊ အဲဂုတ္တုပြည် တစွန်းမှသည် တစွန်းတိုင်အောင် မြို့တို့သို့ပြောင်းစေ၏။
22 ૨૨ ફક્ત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ, કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો. તેઓનો જે ભાગ ફારુને તેઓને આપ્યો હતો તેનાથી તેઓ ગુજરાન ચલાવતા હતા. તેથી તેઓએ તેમની જમીન વેચવી પડી નહિ.
၂၂ယဇ်ပုရောဟိတ်တို့ ပိုင်သောမြေကိုကားမဝယ်။ သူတို့သည် ဖါရောမင်းကျွေးမွေးသည်အတိုင်း ကျွေးမွေး သော အစာကိုစားရကြ၏။ ထိုကြောင့် မိမိတို့မြေကို မရောင်းရကြ။
23 ૨૩ પછી યૂસફે લોકોને કહ્યું, “જુઓ, મેં તમને તથા તમારી જમીનને ફારુનને માટે આજે વેચાતાં લીધાં છે. હવે અહીં તમારા માટે બિયારણ છે. તે હું તમને આપું છું. જમીનમાં તેની વાવણી કરજો.
၂၃ယောသပ်ကလည်း၊ သင်တို့နှင့် သင်တို့မြေကို ဖါရောမင်းဘို့ ယနေ့ငါဝယ်ပြီ။ မျိုးစေ့ကို ယူ၍ လယ်လုပ်ကြလော့။
24 ૨૪ તેમાંથી જે ઊપજ થાય તેનો પાંચમો ભાગ ફારુનને આપજો અને બાકીના ચાર ભાગ ખેતરના બીજ માટે, તમારા પોતાના, તમારાં ઘરનાં તથા તમારાં છોકરાંનાં ખોરાકને માટે તમે રાખજો.”
၂၄အသီးအနှံကိုရသောအခါ၊ ငါးဘို့တွင်တဘို့ကို ဖါရောမင်းအား ဆက်ရကြမည်။ လေးဘို့ကိုကား သင်တို့ ယူ၍ နောက်တဖန်မျိုးစေ့ကို ကြဲကြလော့။ သင်တို့စား၍ အိမ်သားများ၊ သူငယ်များတို့ကို ကျွေးကြလော့ဟု ပြည်သားတို့အား ဆို၏။
25 ૨૫ તેઓએ કહ્યું, “તેં અમારા જીવ બચાવ્યા છે. અમારા પર તારી કૃપાદ્રષ્ટિ રાખજે અને અમે ફારુનના દાસ થઈને રહીશું.”
၂၅သူတို့ကလည်း၊ ကိုယ်တော်သည် ကျွန်တော်တို့ အသက်ကို ကယ်ပါပြီ။ သနားသော စိတ်နှင့်ကြည့်ရှုတော် မူပါ။ ကျွန်တော်တို့သည် ဖာရောဘုရင်၏ကျွန်ခံရပါမည် ဟု လျှောက်ကြ၏။
26 ૨૬ મિસર દેશમાં યૂસફે એવો કાનૂન બનાવ્યો કે બધી જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે અને એ કાનૂન આજ સુધી ચાલે છે. ફક્ત યાજકોની જમીન ફારુનના તાબામાં ન આવી.
၂၆ထိုကြောင့် ဖါရောမင်းမပိုင်သော ယဇ်ပုရော ဟိတ်တို့ မြေကိုထား၍၊ ဖါရောမင်းသည် ငါးဘို့တွင် တဘို့ကိုပိုင်တော်မူစေဟု ယနေ့တိုင်အောင် အဲဂုတ္တုပြည်၌တည်သော ဓမ္မသတ်ကို ယောသပ်စီရင်၍ ထား သတည်း။
27 ૨૭ ઇઝરાયલ અને તેનાં સંતાનો મિસર દેશના ગોશેનમાં રહ્યા. તેના લોકોએ ત્યાં માલમિલકત વસાવી. તેઓ સફળ થઈને બહુ વધ્યા.
၂၇ဣသရေလ သားတို့သည်၊ အဲဂုတ္တုပြည် ဂေါရှင် အရပ်၌နေသဖြင့်၊ ဥစ္စာရတတ်၍ တိုးပွါးများပြားကြ၏။
28 ૨૮ યાકૂબને મિસર દેશમાં આવ્યે સત્તર વર્ષ થયાં, તેની ઉંમરના વર્ષો એકસો સુડતાળીસ થયાં.
၂၈ယာကုပ်သည် အဲဂုတ္တုပြည်၌ ဆယ်ခုနစ်နှစ် အသက်ရှင်၍ အသက်နှစ်ပေါင်း တရာလေးဆယ်ခုနစ် နှစ်ရှိသတည်း။
29 ૨૯ જયારે ઇઝરાયલના મરણનો સમય પાસે આવ્યો, ત્યારે તેણે તેના દીકરા યૂસફને બોલાવીને કહ્યું, “હવે જો તને મારા પર વહાલ હોય તો મને વચન આપ. તું ખરા હૃદયથી મારી સાથે વર્તજે અને મહેરબાની કરીને મૃત્યુ પછી મને મિસરમાં દફનાવીશ નહિ.
၂၉ဣသရေလသည် သေရသောအချိန်နီးသော်၊ သားယောသပ်ကို ခေါ်၍ ငါ့ကိုသနားလျှင် သင်၏ လက်ကို ငါ့ပေါင်အောက်၌ ထားပါလော့။ ကရုဏာသစ္စာ နှင့်အညီ ငါ၌ပြုပါ။ အဲဂုတ္တုပြည်၌ ငါ့ကိုမသင်္ဂြိုဟ်ပါနှင့်။
30 ૩૦ જયારે મારું મરણ થાય ત્યારે તું મને મિસરમાંથી કનાન લઈ જજે અને મારા પિતૃઓની સાથે તેઓના કબરસ્થાનમાં દફનાવજે.” યૂસફે કહ્યું, “હું તારા કહ્યા પ્રમાણે કરીશ.”
၃၀ငါသည်ဘိုးဘေးနှင့်အတူ အိပ်ချင်ပါ၏။ အဲဂုတ္တု ပြည်မှ ငါ့ကို ဆောင်သွား၍ သူတို့သင်္ချိုင်း၌ သင်္ဂြိုဟ် ရမည်ဟုဆို၏။ ယောသပ်ကလည်း၊ အဘဆိုသည် အတိုင်း အကျွန်ုပ်ပြုပါမည်ဟု ဝန်ခံလေ၏။
31 ૩૧ ઇઝરાયલ બોલ્યો, “મારી આગળ પ્રતિજ્ઞા લે,” યૂસફે તેની આગળ પ્રતિજ્ઞા લીધી. પછી ઇઝરાયલ ઓશીકા પર માથું ટેકવીને પથારીમાં સૂઈ ગયો.
၃၁ငါ့အားကျိန်ဆိုခြင်းကို ပြုပါဟု ဆိုပြန်လျှင်၊ ကျိန်ဆိုခြင်းကို ပြု၏။ ဣသရေလသည်လည်း ခုတင် ခေါင်းရင်းပေါ်မှာ ကိုးကွယ်လေ၏။

< ઊત્પત્તિ 47 >