< ઊત્પત્તિ 46 >
1 ૧ ઇઝરાયલ પોતાના કુટુંબકબીલા અને સર્વ સહિત બેરશેબા આવ્યો. અહીં તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.
१इस्राएलाने, आपले जे काही होते त्याबरोबर प्रवासास सुरुवात केली आणि तो बैर-शेबास गेला. तेथे त्याने आपला बाप इसहाक याच्या देवाला अर्पणे वाहिली.
2 ૨ ઈશ્વરે ઇઝરાયલને રાત્રે સ્વપ્નમાં સંદર્શન આપીને કહ્યું, “યાકૂબ, યાકૂબ.” તેણે કહ્યું, “હું અહીં છું.”
२रात्री देव स्वप्नात दर्शन देऊन इस्राएलाशी बोलला, तो म्हणाला, “याकोबा, याकोबा.” त्याने उत्तर दिले, “काय आज्ञा?”
3 ૩ તેમણે કહ્યું, “હું પ્રભુ, તારા પિતાનો ઈશ્વર છું. મિસરમાં જતા બીશ નહિ, કેમ કે ત્યાં હું તારાથી વિશાળ પ્રજા ઉત્પન્ન કરીશ.
३तो म्हणाला “मी देव आहे, तुझ्या बापाचा देव आहे. खाली मिसर देशास जाण्यास तू भिऊ नको, कारण मी तुझ्यापासून तेथे एक मोठे राष्ट्र तयार करीन.
4 ૪ હું તારી સાથે મિસરમાં આવીશ અને હું ત્યાંથી નિશ્ચે તારા વંશજોને પાછા લાવીશ. મિસરમાં તારા મૃત્યુસમયે યૂસફ તારી પાસે હશે.”
४मी तुझ्याबरोबर खाली मिसरात जाईन, आणि मी तुला मिसरमधून पुन्हा आणीन. आणि योसेफ आपल्या हातांनी तुझे डोळे झाकील.”
5 ૫ યાકૂબ બેરશેબાથી રવાના થયો. તેને લઈ જવાને જે ગાડાં ફારુને મોકલ્યાં હતાં તેમાં ઇઝરાયલના પુત્રોએ પોતાના પિતા યાકૂબને, પોતાના બાળકોને તથા પોતાની પત્નીઓને બેસાડ્યાં.
५मग याकोब बैर-शेबाहून उठला. इस्राएलाच्या मुलांनी आपला बाप, आपल्या स्त्रिया व मुले या सर्वांना फारोने पाठवलेल्या गाड्यांतून मिसरला आणले.
6 ૬ તેમનાં જાનવરો તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેના વંશજો મિસરમાં આવ્યા.
६त्याच प्रमाणे त्यांनी आपली शेरडेमेंढरे, गुरेढोरे आणि कनान देशात त्यांनी मिळवलेले सर्वकाही मिसरला नेले; याप्रमाणे याकोब व त्याची संतती मिसर देशास आली.
7 ૭ તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાના દીકરા, તેની દીકરીઓ તથા તેના દીકરાઓની દીકરીઓને તથા તેના સર્વ સંતાનને તે તેની સાથે મિસરમાં લાવ્યો.
७त्याने आपल्यासोबत आपली मुले व नातू, आपल्या मुली व नाती या सर्व संतानांना मिसरात नेले.
8 ૮ જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન;
८इस्राएलाचे जे पुत्र त्याच्याबरोबर मिसरला गेले त्याची नावे अशी: याकोबाचा प्रथम जन्मलेला रऊबेन;
9 ૯ રુબેનના દીકરા: હનોખ, પાલ્લૂ, હેસ્રોન તથા કાર્મી;
९रऊबेनाचे पुत्र हनोख आणि पल्लू आणि हेस्रोन आणि कर्मी;
10 ૧૦ શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ;
१०शिमोनाचे पुत्र यमुवेल, यामीन, ओहाद, याकोन, जोहर आणि कनानी स्त्रीपासून झालेला मुलगा शौल;
11 ૧૧ લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી.
११लेवीचे पुत्र गेर्षोन, कहाथ व मरारी;
12 ૧૨ યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરાહ, પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસ્રોન તથા હામૂલ હતા;
१२यहूदाचे पुत्र एर, ओनान, शेला, पेरेस व जेरह, (परंतु एर व ओनान हे कनान देशात मरण पावले. पेरेसाचे पुत्र हेस्रोन व हामूल),
13 ૧૩ ઇસ્સાખાર તથા તેના દીકરા: તોલા, પુવાહ, લોબ તથા શિમ્રોન;
१३इस्साखाराचे पुत्र तोला, पुवा, लोब व शिम्रोन;
14 ૧૪ ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.
१४जबुलूनाचे पुत्र सेरेद, एलोन व याहलेल
15 ૧૫ યાકૂબને લેઆથી પાદ્દાનારામમાં જન્મેલા દીકરા તથા તેની દીકરી દીના. તેઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.
१५(याकोबाला लेआपासून पदन-अरामात झालेली सहा मुले व दीना ही मुलगी; त्याच्या कुटुंबात मुले आणि मुली मिळून तेहतीस जण होते),
16 ૧૬ ગાદ તથા તેના દીકરા: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી તથા આરએલી;
१६गादाचे पुत्र सिफयोन आणि हग्गी, शूनी आणि एसबोन, एरी, अरोदी, आणि अरेली;
17 ૧૭ આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા તથા તેઓની બહેન સેરાહ; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ.
१७आशेराचे पुत्र इम्ना आणि इश्वा, इश्वी, आणि बरीया, आणि त्याची बहीण सेराह; आणि बरीयाचे पुत्र हेबर व मलकीएल
18 ૧૮ લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં.
१८(जिल्पा जी लाबानने आपली मुलगी लेआ हिला दिली होती, तिच्यापासून झालेले हे सगळे याकोबाचे पुत्र होते. ती एकंदर सोळा माणसे होती),
19 ૧૯ યાકૂબની પત્ની રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન;
१९याकोबाची पत्नी राहेल हिचे पुत्र योसेफ व बन्यामीन हे होते;
20 ૨૦ યૂસફના મિસર દેશમાં જન્મેલા દીકરાઓ મનાશ્શા તથા એફ્રાઇમ. તેઓને ઓનના યાજક પોટીફારની દીકરી આસનાથે જન્મ આપ્યો હતો;
२०(योसेफास मिसर देशातील ओनचा याजक पोटीफर याची मुलगी आसनथ हिच्या पोटी मनश्शे व एफ्राईम हे पुत्र झाले),
21 ૨૧ બિન્યામીનના દીકરા: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ તથા આર્દ.
२१बन्यामिनाचे पुत्र बेला, बेकेर, आशबेल, गेरा, नामान, एही, रोष, मुप्पीम, हुप्पीम आणि आर्द.
22 ૨૨ તેઓ રાહેલના દીકરા, જે યાકૂબ દ્વારા થયા. તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા.
२२(याकोबापासून राहेलीस झालेली ही मुले. सर्व मिळून ते सर्व चौदा जण होते),
23 ૨૩ દાન તથા તેનો દીકરો હુશીમ;
२३हुशीम हा दान याचा मुलगा होता;
24 ૨૪ નફતાલી તથા તેના દીકરા: યાહસએલ, ગૂની, યેસેર તથા શિલ્લેમ.
२४नफतालीचे पुत्र यासहेल, गुनी, येसेर आणि शिल्लेम हे होते.
25 ૨૫ લાબાને તેની દીકરી રાહેલને જે દાસી બિલ્હા આપી તેના દીકરા એ છે જેઓ યાકૂબ દ્વારા તેને થયા. તે સર્વ મળીને સાત જણ હતા.
२५(लाबानाने आपली मुलगी राहेल हिला दिलेल्या बिल्हाचे याकोबापासून झालेले हे पुत्र. हे सर्व मिळून सात जण होते).
26 ૨૬ યાકૂબના દીકરાઓની પત્નીઓ સિવાય કનાનમાં જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.
२६याकोबाच्या वंशातील जी माणसे मिसरमध्ये गेली ती याकोबाच्या मुलांच्या स्त्रिया सोडून सहासष्ट जण होती.
27 ૨૭ યૂસફના દીકરા જે મિસર દેશમાં તેને જન્મ્યા હતા, તે બે હતા. યાકૂબના ઘરનાં સર્વ માણસો જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.
२७योसेफास मिसर देशात झालेले दोन पुत्र मिळून एकंदर याकोबाच्या घराण्यातले सत्तर जण मिसर देशात होते.
28 ૨૮ યાકૂબે તેની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે અને તેઓ ગોશેન દેશમાં આવ્યા.
२८याकोबाने प्रथम यहूदाला योसेफाकडे पाठवले; यहूदा गोशेन प्रांतात योसेफाकडे गेला त्यानंतर याकोब व त्याच्या परिवारातील सर्व मंडळी यहूदाच्या मागे गोशेन प्रांतात गेली.
29 ૨૯ યૂસફે તેના રથ તૈયાર કર્યા અને તેના પિતા ઇઝરાયલને મળવાને તે ગોશેનમાં આવ્યો. પિતાને જોઈને યૂસફ ભેટીને ઘણી વાર સુધી રડ્યો.
२९योसेफास आपला रथ तयार करून आपला बाप इस्राएल याच्या भेटीस गोशेन प्रांतात त्यास सामोरा गेला. योसेफाने आपल्या पित्यास पाहिले तेव्हा त्याने त्याच्या गळ्यास मिठी मारली व त्याच्या गळ्यात गळा घालून तो बराच वेळ रडला.
30 ૩૦ ઇઝરાયલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું અને તું હજી હયાત છે. હવે મારું મરણ ભલે આવે.”
३०मग इस्राएल योसेफाला म्हणाला, “आता मात्र मला शांतीने मरण येवो, मी तुझे तोंड पाहिले आहे, आणि तू जिवंत आहेस हे मला समजले आहे.”
31 ૩૧ યૂસફે તેના ભાઈઓને તથા તેના પિતાના ઘરનાંને કહ્યું, “હું જઈને ફારુનને જણાવીને કહીશ કે, ‘મારા ભાઈઓ તથા મારા પિતાના ઘરનાં જે કનાન દેશમાં હતાં તેઓ મારી પાસે આવ્યાં છે.
३१मग योसेफ आपल्या भावांना व आपल्या वडिलाच्या घरच्या सर्वांना म्हणाला, “मी जाऊन फारोला सांगतो की, ‘माझे भाऊ व माझ्या वडिलाच्या घरातील सर्व मंडळी हे कनान देश सोडून येथे माझ्याकडे आले आहेत.
32 ૩૨ તેઓ ભરવાડ છે અને જાનવરો પાળનારા છે. તેઓ તેમનાં બકરાં, અન્ય જાનવરો તથા તેઓનું જે સર્વ છે તે બધું લાવ્યા છે.”
३२माझ्या वडिलाच्या घरचे सर्वजण मेंढपाळ आहेत, ते त्यांची शेरडेमेंढरे व गुरेढोरे पाळत आले आहेत. ते त्यांची शेरडेमेंढरे, गुरेढोरे व त्यांचे तेथे जे काही होते ते सर्व घेऊन आले आहेत.’
33 ૩૩ અને એમ થશે કે, જયારે ફારુન તમને બોલાવે અને તમને પૂછે, તમારો વ્યવસાય શો છે?’
३३जेव्हा फारो राजा तुम्हास बोलावून विचारील, ‘तुम्ही काय काम धंदा करता?’
34 ૩૪ ત્યારે તમારે આ પ્રમાણે કહેવું, ‘તારા ચાકરોનો એટલે અમારો તથા અમારા પિતૃઓનો વ્યવસાય નાનપણથી તે અત્યાર સુધી જાનવરો પાળવાનો છે.’ આ પ્રમાણે કહેશો એટલે તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળશે. કેમ કે મિસરીઓ ભરવાડોને ધિક્કારે છે.”
३४तेव्हा तुम्ही असे सांगा, ‘आम्ही सर्व मेंढपाळ आहोत. हा आमचा पिढीजात धंदा आहे. आमच्या आधी आमचे वाडवडील हाच धंदा करीत होते.’ मग फारो तुम्हास गोशेन प्रांतात राहू देईल. मिसरी लोकांस मेंढपाळ आवडत नाहीत.”