< ઊત્પત્તિ 45 >
1 ૧ પછી યૂસફ તેની આસપાસ ઊભા રહેલા સર્વ દાસોની ઉપસ્થિતિમાં તેની સંવેદના સમાવી રાખી શક્યો નહિ. તેણે મોટેથી હુકમ કર્યો, “દરેક વ્યક્તિ મારી પાસેથી દૂર જાય.” તેઓ ગયા ત્યારે યૂસફે તેના ભાઈઓ આગળ પોતાની ઓળખ આપી. તે વખતે કોઈપણ ચાકર ત્યાં હતો નહિ.
Then Joseph could not control himself before all the servants who stood by him. He said loudly, “Everyone must leave me.” So no servant stood by him when Joseph made himself known to his brothers.
2 ૨ પછી યૂસફ મોટેથી રડ્યો. તેનું રુદન મિસરીઓએ તથા ફારુનના મહેલમાંના સૌએ સાંભળ્યું.
He wept loudly, the Egyptians heard it, and the house of Pharaoh heard of it.
3 ૩ યૂસફે પોતાના ભાઈઓને કહ્યું, “હું યૂસફ છું. શું આપણા પિતા હજુ હયાત છે? “તેના ભાઈઓ તેને ઉત્તર આપી શક્યા નહિ. તેઓ યૂસફને ઓળખીને સખત ગભરાઈ ગયા હતા.
Joseph said to his brothers, “I am Joseph. Is my father still alive?” His brothers could not answer him, for they were shocked in his presence.
4 ૪ પછી યૂસફે ભાઈઓને કહ્યું, “કૃપા કરી મારી પાસે આવો.” તેઓ પાસે આવ્યા અને તેણે કહ્યું, “હું તમારો ભાઈ યૂસફ છું, જેને તમે મિસરમાં વેચી દીધો હતો.
Then Joseph said to his brothers, “Come near to me, please.” They came near. He said, “I am Joseph your brother, whom you sold into Egypt.
5 ૫ પરંતુ તમે મને અહીં વેચી દીધો હોવાને કારણે હવે કશો અપરાધ કે ઉચાટ અનુભવશો નહિ, કેમ કે એ ઈશ્વરની યોજના હતી. જીવનો બચાવવા માટે તેમણે મને તમારી અગાઉ અહીં મોકલ્યો છે.
Do not be grieved or angry with yourselves that you sold me here, for God sent me ahead of you to preserve life.
6 ૬ કેમ કે બે વર્ષથી દેશમાં દુકાળ છે અને હજી બીજા પાંચ વર્ષ સુધી વાવણી તથા કાપણી થશે નહિ.
For these two years the famine has been in the land, and there are still five years in which there will be neither plowing nor harvest.
7 ૭ પૃથ્વીમાં તમારાં સંતાનો જીવંત રાખવાને તથા તમારા જીવનો બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો છે.
God sent me ahead of you to preserve you as a remnant in the earth, and to keep you alive by a great deliverance.
8 ૮ તેથી હવે તમે નહિ, પણ ઈશ્વર મને અહીં લાવ્યા હતા. તેમણે જ મને ફારુનનો સલાહકાર, તેના સમગ્ર રાજ્યનો પ્રભુ તથા આખા મિસરનો અધિપતિ બનાવ્યો છે.
So now it was not you who sent me here but God, and he has made me a father to Pharaoh, master of all his house, and ruler of all the land of Egypt.
9 ૯ તમે જેમ બને તેમ જલ્દી આપણા પિતા પાસે પાછા જાઓ અને તેને કહો, ‘તારો દીકરો યૂસફ આ પ્રમાણે કહે છે, ઈશ્વરે મને સમગ્ર મિસરનો અધિપતિ બનાવ્યો છે. તું મારી પાસે આવ અને વિલંબ કરીશ નહિ.
Hurry and go up to my father and say to him, 'This is what your son Joseph says, “God has made me master of all Egypt. Come down to me, do not delay.
10 ૧૦ ગોશેન દેશમાં તારો મુકામ થશે. તું, તારાં સંતાનો, તારા સંતાનોનાં સંતાનો, તારા જાનવરો તથા તારું સર્વસ્વ અહીં મારી નજીક રહેશો.
You will live in the land of Goshen, and you will be near me, you and your children and your children's children, and your flocks and your herds, and all that you have.
11 ૧૧ તું, તારું કુટુંબ તથા જેઓ પણ તારી સાથે છે તેઓ સર્વ ગરીબાઈમાં ન આવી પડે તે માટે હું સર્વનું પાલનપોષણ કરીશ, હજુ દુકાળનાં બીજા પાંચ વર્ષ બાકી છે.”
I will provide for you there, for there are still five years of famine, so that you do not come to poverty, you, your household, and all that you have.”'
12 ૧૨ ભાઈઓ, જુઓ, તમારી આંખો તથા મારા ભાઈ બિન્યામીનની આંખો જોઈ રહી છે કે મારું મુખ તમારી સાથે બોલી રહ્યું છે.
Look, your eyes see, and the eyes of my brother Benjamin, that it is my mouth that speaks to you.
13 ૧૩ મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે જોયું તે મારા પિતાને જણાવો. જલ્દી જઈને મારા પિતાને અહીં લઈ આવો.”
You will tell my father about all my honor in Egypt and of all that you have seen. You will hurry and bring my father down here.”
14 ૧૪ પછી યૂસફ તેના નાના ભાઈ બિન્યામીનને ભેટીને રડ્યો અને બિન્યામીન પણ તેને ભેટીને રડ્યો.
He hugged his brother Benjamin's neck and wept, and Benjamin wept on his neck.
15 ૧૫ તેણે સર્વ ભાઈઓને ચુંબન કર્યું અને તેઓને ભેટીને ગળગળો થયો. તે પછી તેના ભાઈઓએ હૃદય ખોલીને તેની સાથે વાતચીત કરી.
He kissed all his brothers and wept over them. After that his brothers talked with him.
16 ૧૬ ફારુનના કુટુંબમાં આ સમાચાર જણાવાયા કે, “યૂસફના ભાઈઓ આવ્યા છે.” ત્યારે ફારુનને તથા તેના દાસોને તે વાત સારી લાગી.
The news of the matter was told in Pharaoh's house: “Joseph's brothers have come.” It pleased Pharaoh and his servants very much.
17 ૧૭ ફારુને યૂસફને કહ્યું, “તું તારા ભાઈઓને કહે, ‘તમે આમ કરો, તમારાં પશુઓ પર અનાજ લાદીને કનાન દેશમાં જાઓ.
Pharaoh said to Joseph, “Say to your brothers, 'Do this: Load your animals and go to the land of Canaan.
18 ૧૮ પછી તમારા પિતાને તથા તમારા સમગ્ર કુટુંબને અહીં મિસરમાં મારી પાસે લઈ આવો. હું તેઓને મિસર દેશનો ઉત્તમ પ્રદેશ રહેવા માટે આપીશ અને દેશની ઉત્તમ પેદાશો તેઓ ખાશે.”
Get your father and your households and come to me. I will give you the good of the land of Egypt, and you will eat the fat of the land.'
19 ૧૯ હવે હું તને તારા ભાઈઓને આ પ્રમાણે કહેવાની આજ્ઞા આપું છું, ‘આ પ્રમાણે કરો. તમારાં બાળકોને માટે તથા તમારી પત્નીઓને માટે મિસર દેશમાંથી ગાડાં લઈ જાઓ અને તેમાં બેસાડીને તમારા પિતા સહિત બધાને અહીં લઈ આવો.
Now you are commanded, 'Do this, take carts out of the land of Egypt for your children and for your wives. Get your father and come.
20 ૨૦ તમારી માલમિલકતની ચિંતા ન કરો, કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ છે તે તમારું છે.’”
Do not be concerned about your possessions, for the good of all the land of Egypt is yours.'”
21 ૨૧ ઇઝરાયલના પુત્રોએ તે માન્ય રાખ્યું. યૂસફે ફારુનની આજ્ઞા પ્રમાણે તેઓને ગાડાં આપ્યાં અને તેઓની મુસાફરીને માટે સર્વ વ્યવસ્થા પણ કરી આપી.
The sons of Israel did so. Joseph gave them carts, according to the command of Pharaoh, and gave them provisions for the journey.
22 ૨૨ તેઓમાંના દરેકને યૂસફે એક જોડી વસ્ત્રો આપ્યાં, પણ બિન્યામીનને તેણે ત્રણસો ચાંદીના સિક્કા અને પાંચ જોડ વસ્ત્રો આપ્યાં.
To all of them he gave each man changes of clothing, but to Benjamin he gave three hundred pieces of silver and five changes of clothing.
23 ૨૩ તેણે તેના પિતાને માટે આ પ્રમાણે ભેટસોગાદો મોકલી: મિસર દેશની ઉત્તમ વસ્તુઓથી લાદેલા દસ ગધેડાં; અને મુસાફરીને માટે તેના પિતાને સારુ અનાજ, રોટલી તથા અન્ય ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ.
For his father he sent this: ten donkeys loaded with the good things of Egypt; and ten female donkeys loaded with grain, bread, and other supplies for his father for the journey.
24 ૨૪ આ રીતે તેણે તેના ભાઈઓને વિદાય કર્યાં અને તેઓના જતા અગાઉ તેણે તેઓને કહ્યું, “જુઓ, માર્ગમાં મુસાફરી દરમિયાન લડી પડતાં નહિ.”
So he sent his brothers away and they left. He said to them, “See that you do not quarrel on the journey.”
25 ૨૫ તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં તેના પિતા યાકૂબની પાસે આવ્યા.
They went up out of Egypt and came to the land of Canaan, to Jacob their father.
26 ૨૬ તેઓએ તેને કહ્યું, “યૂસફ હજી સુધી જીવે છે અને તે આખા મિસર દેશનો અધિપતિ થયેલો છે.” તે સાંભળીને યાકૂબ સ્તબ્ધ થઈ ગયો, તેણે તેઓની વાત પર વિશ્વાસ કર્યો નહિ.
They told him saying “Joseph is still alive, and he is ruler over all the land of Egypt.” His heart was astonished, for he could not believe what they told him.
27 ૨૭ પણ જ્યારે યૂસફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ પિતાને જણાવી અને યૂસફે તેને લેવા માટે જે ગાડાં મોકલ્યા હતાં તે જયારે તેના પિતા યાકૂબે જોયાં, ત્યારે તે સ્વસ્થ થયો.
They told him all the words of Joseph that he had said to them. When Jacob saw the carts that Joseph had sent to carry him, the spirit of Jacob their father revived.
28 ૨૮ ઇઝરાયલે કહ્યું, “આટલું પૂરતું છે. મારો દીકરો યૂસફ હજુ જીવે છે. મારા મૃત્યુ પહેલા હું મિસરમાં જઈશ અને તેને જોઈશ.”
Israel said, “It is enough. Joseph my son is still alive. I will go and see him before I die.”