< ઊત્પત્તિ 44 >
1 ૧ યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, “આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો.
Giô-sép bèn truyền lịnh cho quản gia rằng: Hễ các người đó chở nổi bao nhiêu, thì hãy đổ lương thực cho họ đầy bao bấy nhiêu, rồi để bạc của mỗi người lại nơi miệng bao họ.
2 ૨ મારો પ્યાલો જે ચાંદીનો છે તે તથા અનાજના નાણાં સૌથી નાના ભાઈની ગૂણમાં ઉપર મૂકો.” યૂસફે કારભારીને જેવું કહ્યું હતું તેમ તેણે કર્યું.
Lại hãy để cái chén bằng bạc ta tại miệng bao chung với bạc mua lúa của người út nữa. Quản gia bèn làm y như lời Giô-sép dặn mình.
3 ૩ સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા.
Ngày mai, trời vừa sáng, người ta cho các người đó và lừa về.
4 ૪ તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, “ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, ‘તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે?
Khi đi ra khỏi thành chưa xa, Giô-sép nói cùng quản gia rằng: Ngươi hãy đứng dậy, đuổi theo mấy người đó; khi theo kịp rồi, hãy nói rằng: Sao các ngươi lấy oán trả ơn như vậy?
5 ૫ મારા માલિકનો પાણી પીવાનો ચાંદીનો પ્યાલો તમે કેમ ચોરી લીધો છે? એ પ્યાલાનો ઉપયોગ તો તે શુકન જોવા માટે પણ કરે છે. આ તમે જે કર્યું છે તે તો દુષ્કૃત્ય છે.’”
Có phải cái chén nầy là của chúa ta thường dùng uống rượu và bói chăng? Các ngươi đã làm một việc chẳng thiện đó.
6 ૬ કારભારીએ તેમની પાસે પહોંચીને તેઓને આ શબ્દો કહ્યા.
Quản gia theo kịp, lặp lại mấy lời ấy;
7 ૭ તેઓએ તેને કહ્યું, “શા માટે મારો માલિક આ શબ્દો અમને કહે છે? આવું કંઈ પણ તારા સેવકો કદાપિ ન કરો!
các anh em bèn đáp rằng: Sao chúa nói như vậy? Chẳng bao giờ kẻ tôi tớ chúa có tưởng làm đến việc thế nầy!
8 ૮ અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ?
Ðây, từ xứ Ca-na-an chúng tôi có đem bạc đã được nơi miệng bao xuống giao lại cho người thay; dễ nào lại có ý mong ăn cắp bạc hay vàng của dinh chủ người sao?
9 ૯ હવે તપાસી લે. અમારામાંથી જેની ગૂણોમાંથી પ્યાલો મળે તે માર્યો જાય. બાકીના અમે પણ મારા માલિકના ગુલામ થઈ જઈશું.”
Xin cho kẻ tôi tớ nào mà người tìm được cái chén đó phải chết đi, và chính chúng tôi sẽ làm tôi mọi cho chúa.
10 ૧૦ કારભારીએ કહ્યું, “હવે તમારા કહ્યા પ્રમાણે થશે. જેની પાસેથી તે પ્યાલો મળશે તે ગુલામ થશે અને બીજા બધા નિર્દોષ ઠરશો.”
Quản gia đáp: Ừ thôi! hãy làm như lời các ngươi đã nói: ta tìm được chén nơi ai thì người đó sẽ làm tôi mọi cho ta đó; còn các người thì vô tội.
11 ૧૧ પછી દરેકે પોતાની ગૂણો ઝડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી.
Tức thì, mỗi người lật đật hạ bao mình xuống đất và mở ra.
12 ૧૨ કારભારીએ શોધ કરી. તેણે મોટાથી માંડીને નાના સુધીના સર્વની ગૂણો તપાસી. ત્યારે પ્યાલો બિન્યામીનની ગૂણમાંથી પકડાયો.
Quản gia lục soát, bắt từ bao anh cả lần đến bao em út. Cái chén bèn tìm đặng trong bao Bê-gia-min.
13 ૧૩ તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને રડ્યા. તેઓ ગૂણો પાછી ગધેડાં પર મૂકીને પાછા શહેરમાં આવ્યા.
Mỗi người xé áo mình ra, chất bao lúa lên lưng lừa, rồi cùng trở lại thành.
14 ૧૪ યહૂદા તથા તેના ભાઈઓ યૂસફના ઘરે આવ્યા. તે હજુ પણ ત્યાં જ હતો. તેઓએ તેની આગળ જમીન સુધી પડીને નમન કર્યું.
Giu-đa cùng anh em đồng vào đến nhà Giô-sép, người hãy còn ở nơi đó; họ bèn sấp mình xuống đất trước mặt người.
15 ૧૫ યૂસફે તેઓને કહ્યું, “તમે આ શું કર્યું છે? શું તમે જાણતા નથી કે હું શુકન જોઉં છું?”
Giô-sép hỏi: Các ngươi gây nên nông nỗi chi vậy? Há chẳng biết một kẻ như ta đây có tài bói sao?
16 ૧૬ યહૂદા બોલ્યો, “અમે અમારા માલિકને શું કહીએ? શું મોં બતાવીએ? અમે અમારી જાતને કેવી રીતે ન્યાયી ઠરાવીએ? ઈશ્વરે અમારો અન્યાય ધ્યાનમાં લીધો છે. હવે અમે તથા જેની ગૂણમાંથી પ્યાલો મળ્યો તે તમારા ગુલામો છીએ.”
Giu-đa đáp: Chúng tôi sẽ nói cùng chúa làm sao? sẽ phân lại làm sao? sẽ chữa mình chúng tôi làm sao? Ðức Chúa Trời đã thấu rõ điều gian ác của tôi tớ chúa rồi. Nầy, chúng tôi cùng kẻ đã bị bắt được chén nơi tay đều làm kẻ tôi tớ cho chúa.
17 ૧૭ યૂસફે કહ્યું, “એવું નહિ. બધા નહિ પણ માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ મારા ગુલામ તરીકે અહીં રહે. બાકીના તમે બધા શાંતિથી તમારા પિતાની પાસે પાછા જાઓ.”
Nhưng Giô-sép đáp rằng: Ta chẳng hề có ý làm như vậy đâu! Người mà đã bị bắt được chén nơi tay sẽ làm tôi mọi ta; còn các ngươi hãy trở về nhà cha mình bình yên.
18 ૧૮ પછી યહૂદાએ તેની પાસે આવીને કહ્યું, “ઓ મારા માલિક, કૃપા કરીને તારા આ દાસને તારા કાનમાં એક વાત કહેવા દે જો કે તું ફારુન સમાન છે તો પણ તારા આ સેવક પર ક્રોધિત ન થઈશ.
Giu-đa bèn lại gần Giô-sép mà thưa rằng: Vì chúa ngang vai Pha-ra-ôn, xin lỗi chúa, chớ nổi giận cùng kẻ tôi tớ, để tôi nói một lời cho chúa nghe.
19 ૧૯ જયારે મારા ઘણીએ અમોને પૂછ્યું હતું કે, “શું તમારે પિતા અથવા ભાઈ છે?
Chúa có hỏi kẻ tôi tớ rằng: Các ngươi còn cha hay là anh em nào chăng?
20 ૨૦ અમે અમારા ઘણીને કહ્યું હતું કે, ‘અમારે વૃદ્ધ પિતા છે અને પિતાને મોટી ઉંમરે મળેલ પુત્ર એટલે અમારો નાનો ભાઈ છે. તેનો ભાઈ મૃત્યુ પામ્યો છે અને તેની માતાને તે એકલો જ પુત્ર બાકી રહ્યો છે તેથી તેના પિતા તેના પર ખૂબ પ્રેમ કરે છે.”
Có thưa lại cùng chúa rằng: Chúng tôi còn một cha già, cùng một con trai đã sanh muộn cho người. Anh ruột đứa nầy đã chết rồi, nên trong vòng các con của mẹ nó, nó còn một mình, và cha thương nó lắm.
21 ૨૧ પછી તેં તારા ચાકરોને કહ્યું, ‘તેને અહીં મારી પાસે લાવો કે હું તેને જોઈ શકું.’
Vả, chúa có dặn rằng: Hãy dẫn nó xuống đến ta, hầu cho ta thấy nó được tận mắt.
22 ૨૨ અને અમે અમારા ઘણીને કહ્યું, ‘તે છોકરો તેના પિતાથી અલગ થઈ શકે તેમ નથી. કેમ કે જો તે પોતાના પિતાને છોડીને આવે તો તેના પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે.”
Và chúng tôi có thưa lại cùng chúa rằng: Ðứa trẻ chẳng lìa cha được; nếu lìa ra thì cha sẽ chết.
23 ૨૩ અને તેં અમને કહ્યું, ‘જ્યાં સુધી તમારો નાનો ભાઈ તમારી સાથે નહિ આવે ત્યાં સુધી હું તમારી સાથે રૂબરૂ વાત નહિ કરું.’
Nhưng chúa lại dạy: Nếu em út không theo các ngươi xuống đây, thì các ngươi chẳng còn thấy mặt ta nữa.
24 ૨૪ પછી જયારે અમે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેને અમારા ઘણીએ કહેલા શબ્દો સંભળાવ્યા.
Nên khi chúng tôi trở về nhà kẻ tôi tớ chúa, là cha tôi, thì chúng tôi có thuật lại cho người nghe những lời của chúa.
25 ૨૫ પછી અમારા પિતાએ કહ્યું, ‘ફરીથી જાઓ; અને કેટલુંક અનાજ ખરીદી લાવો.’
Kế ấy, cha lại biểu chúng tôi rằng: Hãy trở xuống đặng mua một ít lương thực.
26 ૨૬ પણ અમે કહ્યું, ‘અમારાથી નહિ જવાય. જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારા નાના ભાઈને અમારી સાથે લઈ ગયા વગર અમે તે માણસની મુલાકાત કરી શકીશું નહિ.”
Chúng tôi thưa lại rằng: Không được; nhưng nếu em út đi theo cùng, thì mới trở xuống được; bằng không, thì chúng tôi không thế ra mắt người đó.
27 ૨૭ એટલે અમારા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે મારી પત્નીએ બે દીકરાઓને જન્મ આપ્યો હતો.
Kẻ tôi tớ chúa, là cha tôi, đáp rằng: Bây biết rằng vợ ta sanh cho ta hai đứa con trai;
28 ૨૮ તેઓમાંનો એક મારાથી દૂર થઈ ગયો છે અને મેં કહ્યું, “ચોક્કસ તેના ટુકડાં થઈ ગયા છે. મેં તેને અત્યાર સુધી જોયો નથી.”
một đứa đã từ ta đi mất-biệt; ta cũng đã nói: Chắc đã bị thú dữ xé rồi, vì đến bây giờ chưa thấy lại.
29 ૨૯ પછી પિતાએ કહ્યું કે તમે આને પણ મારી પાસેથી લઈ જશો અને એને કોઈ નુકસાન થશે, તો આ ઉંમરે મારે મરવાનું થશે.” (Sheol )
Nếu bây còn dắt đứa nầy đi khỏi mặt ta nữa, rủi có điều tai hại chi xảy đến cho nó, tức nhiên bây sẽ làm cho kẻ tóc bạc nầy đau lòng xót dạ mà xuống âm phủ. (Sheol )
30 ૩૦ તેથી હવે, જયારે હું મારા પિતાની પાસે પાછો જઈશ ત્યારે જે દીકરામાં તેનો જીવ છે, તે અમારી સાથે ન હોય,
Cha thương em út tôi lắm đến đỗi hai linh hồn khắng khít nhau; nếu bây giờ, khi tôi trở về nơi kẻ tôi tớ chúa, là cha tôi, mà không có em út đó,
31 ૩૧ અને તેના જાણવામાં આવે કે તેનો દીકરો અમારી સાથે પાછો આવ્યો નથી તો તે આ વાતથી મૃત્યુ પામશે અને અમારે અમારા પિતાને દુઃખ સહિત દફનાવવાનાં થશે. (Sheol )
thì khi vừa thấy con út không còn nữa, chắc người sẽ chết. Nếu vậy, các tôi tớ chúa sẽ làm cha già tóc bạc của chúng tôi, cũng là kẻ tôi tớ chúa, đau lòng xót dạ xuống âm phủ. (Sheol )
32 ૩૨ કેમ કે હું યહૂદા મારા પિતાની પાસે બિન્યામીનનો જામીન થયો હતો અને મેં કહ્યું હતું, ‘જો હું તેને તારી પાસે પાછો ન લાવું, તો હું સર્વકાળ તારો અપરાધી થઈશ.”
Vì kẻ tôi tớ nầy có chịu bảo lãnh đứa con út đó mà thưa rằng: Nếu con không đem em về cho cha, thì sẽ cam tội cùng cha mãi mãi.
33 ૩૩ હવે કૃપા કરીને આ દીકરા બિન્યામીનના બદલે તારા સેવકને એટલે મને મારા ઘણીના ગુલામ તરીકે રાખ અને બિન્યામીનને તેના ભાઈઓની સાથે પાછો ઘરે જવા દે.
Vậy bây giờ, xin cho kẻ tôi tớ chúa ở tôi mọi thế cho đứa trẻ, đặng nó theo trở lên cùng các anh mình.
34 ૩૪ કેમ કે જો તે મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે કેવી રીતે જાઉં? મારા પિતા પર જે આપત્તિ આવે તે મારાથી જોઈ શકાશે નહિ.”
Vì, nếu đứa trẻ không theo về, làm sao tôi dám về cùng cha tôi? Ôi, tôi nỡ nào thấy điều tai họa của cha tôi ư!