< ઊત્પત્તિ 43 >
1 ૧ કનાન દેશમાં ભયંકર દુકાળ તો વ્યાપેલો જ હતો.
Nạn đói càng thêm trầm trọng.
2 ૨ તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા, તે પૂરું થવા આવ્યું હતું ત્યારે તેઓના પિતાએ તેઓને કહ્યું, “તમે ફરીથી જઈને આપણે માટે અન્ન વેચાતું લઈ આવો.”
Khi gia đình ăn hết lương thực đem từ Ai Cập về, Gia-cốp bảo các con: “Hãy đi một chuyến nữa và mua ít lương thực về dùng.”
3 ૩ યહૂદાએ તેને કહ્યું, “તે માણસે અમને ગંભીરતાથી ચેતવણી આપેલી છે, ‘જો તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.’
Giu-đa thưa: “Tể tướng ấy đã nghiêm khắc bảo chúng con: ‘Nếu không đem đứa út theo, đừng trở lại gặp mặt ta nữa.’
4 ૪ જો તું અમારા ભાઈને અમારી સાથે મોકલે તો જ અમે જઈને આપણે માટે અનાજ લાવી શકીએ એવું છે.
Nếu cha bằng lòng cho em đi, chúng con mới mua lương thực được.
5 ૫ પણ જો તું તેને નહિ મોકલે તો અમે જઈશું નહિ. કેમ કે તે માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.’”
Nếu không, chúng con không đi, vì tể tướng ấy nói quả quyết lắm.”
6 ૬ ઇઝરાયલે કહ્યું, “અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારી સાથે આવું વર્તન કેમ કર્યું?”
Ít-ra-ên trách: “Sao chúng mày hại tao mà mách với ông ấy chúng mày còn một đứa em nữa.”
7 ૭ તેઓએ કહ્યું, “આપણા વિષે તથા આપણા કુટુંબ વિષે તે માણસે પૂછપરછ કરીને કહ્યું, ‘શું તમારો પિતા હજુ હયાત છે? શું તમારો બીજો કોઈ ભાઈ છે?’ અમે તેના પ્રશ્નો પ્રમાણે તેને ઉત્તર આપ્યો. અમને શું ખબર કે તે એમ કહેશે, ‘તમારા ભાઈને અહીં લાવો?’”
Họ đáp: “Ông ấy hỏi chúng con rất kỹ về gia đình: ‘Cha các anh còn sống không? Còn người em nào nữa không?’ Chúng con cứ theo đó trả lời. Làm sao biết trước ông ấy bảo phải đem em xuống?”
8 ૮ યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, “અમારી સાથે બિન્યામીનને મોકલ કે, અમે રવાના થઈએ અને મિસરમાંથી અનાજ લાવીએ કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.
Giu-đa thưa với Ít-ra-ên: “Xin cha giao em cho con, chúng con xin lên đường để tất cả chúng ta—cha, chúng con, và các cháu nhỏ—khỏi chết đói.
9 ૯ હું તેની ખાતરી આપું છું કે તું તેને મારી પાસેથી માગજે. જો હું તેને તારી પાસે ન લાવું અને તેને તારી આગળ રજૂ ન કરું, તો તેનો દોષ સદા મારા પર રહેશે.
Con xin bảo lãnh em và chịu hoàn toàn trách nhiệm. Nếu con không đem em về cho cha, con sẽ mang tội với cha suốt đời.
10 ૧૦ કેમ કે જો આપણે વિલંબ કર્યો ન હોત, તો ચોક્કસ અમે અત્યાર સુધીમાં બીજીવાર જઈને પાછા આવ્યા હોત.”
Nếu không trì hoãn, chúng con đã đi được hai chuyến rồi.”
11 ૧૧ ઇઝરાયલે તેઓને કહ્યું, “હવે જો એમ જ હોય, તો આ દેશની કેટલીક ઉત્તમ ચીજ વસ્તુઓ તે માણસને ભેટ તરીકે આપવા માટે તમારી સાથે લઈ જાઓ: ખાસ કરીને દેશની ઔષધ, મધ, મસાલા, બોળ, પિસ્તા તથા બદામ લઈ જાઓ.
Ít-ra-ên nói: “Đã thế, các con phải chọn sản phẩm trong xứ làm lễ vật dâng cho ông ấy—nhựa thơm, mật ong, hương liệu, hạt đào, và hạnh nhân.
12 ૧૨ તમારી મોટી ગૂણોમાં મૂકીને પાછું અપાયેલું નાણું પણ લઈ જાઓ. કદાચ એ ભૂલથી આવી ગયું હશે.
Các con cũng đem theo hai phần tiền để trả lại tiền trong miệng bao, vì có lẽ họ nhầm lẫn.
13 ૧૩ તમારા ભાઈ બિન્યામીનને પણ સાથે લઈ જાઓ. તૈયાર થાઓ અને મિસરમાં તે માણસ પાસે ફરીથી જાઓ.
Các con hãy đem em xuống đó.
14 ૧૪ સર્વસમર્થ ઈશ્વર તમને તે માણસ દ્વારા કૃપા દર્શાવે કે જેથી તે તમારી સાથે તમારા બીજા ભાઈને તથા બિન્યામીનને મુક્ત કરે. જો મારે મારા દીકરાથી વંચિત થવાનું થાય તો તે સહન કરવું જ પડશે.
Cầu Đức Chúa Trời Toàn Năng cho các con được ông ấy thương xót, để tha cho Si-mê-ôn và Bên-gia-min về với các con. Còn cha nếu phải mất con, cũng đành chịu chứ biết sao.”
15 ૧૫ તેઓએ ભેટ લીધી, બમણાં નાણાં લીધાં અને બિન્યામીનને સાથે લઈને તેઓ મિસરમાં ગયા; અને યૂસફની સમક્ષ આવીને ઊભા રહ્યા.
Các anh em đem lễ vật, hai phần bạc, và dẫn Bên-gia-min xuống Ai Cập; họ ra mắt Giô-sép.
16 ૧૬ જયારે યૂસફે તેઓની સાથે બિન્યામીનને જોયો, ત્યારે તેણે તેના ઘરના કારભારીને કહ્યું, “આ માણસોને ઘરમાં લઈ આવ, પશુને કાપીને તેને રાંધીને તે માણસોને માટે તૈયાર કર; કે જેથી તેઓ બપોરે મારી સાથે જમે.”
Thấy Bên-gia-min đi với các anh, Giô-sép bảo quản gia: “Anh đưa mấy người này vào nhà và chuẩn bị dọn tiệc, vì trưa nay họ sẽ ăn với ta.”
17 ૧૭ જે પ્રમાણે યૂસફે કહ્યું હતું તે પ્રમાણે કારભારીએ કર્યું. તે તેઓને યૂસફના ઘરે લઈ આવ્યો.
Quản gia vâng lệnh, dẫn các anh em vào tư dinh Giô-sép.
18 ૧૮ તેઓને યૂસફના ઘરમાં લાવવામાં આવ્યા તેથી તેઓને બીક લાગી. તેઓ બોલ્યા, “આપણે પ્રથમ વાર આવ્યા ત્યારે આપણા થેલાઓ સાથે જે નાણું પાછું આપવામાં આવ્યું હતું, તેને કારણે તે આપણી વિરુદ્ધ તક શોધતો હોય એવું શક્ય છે. તે કદાચ આપણી અટકાયત કરે, આપણને ગુલામ બનાવે અને આપણા ગધેડાં પણ જપ્ત કરી લે ખરો.”
Thấy mình bị dẫn vào nhà Giô-sép, mấy anh em sợ hãi và bảo nhau: “Vì số bạc để lại trong bao, mà họ dẫn chúng ta vào đây để bắt chúng ta làm nô lệ và cướp lừa của chúng ta.”
19 ૧૯ તેઓ યૂસફના ઘરના કારભારી પાસે ગયા, ઘરના દરવાજા આગળ તેઓએ વાતચીત કરતાં તેને કહ્યું,
Các anh em bước đến gần cửa và trình với quản gia của Giô-sép:
20 ૨૦ “ઓ અમારા માલિક, અમે પ્રથમવાર અનાજ ખરીદવાને આવ્યા હતા.
“Thưa ông, kỳ trước chúng tôi đến mua lương thực,
21 ૨૧ ત્યારે એવું બન્યું હતું કે, અમે જયારે અમારા ઉતારાના સ્થાને પહોંચ્યા અને અમે અમારા થેલાઓ છોડ્યા, ત્યારે અમારામાંના દરેકની ગૂણોમાં અમે ચૂકવેલાં નાણાં અમારા જોવામાં આવ્યાં. અમે તે નાણાં પાછાં લાવ્યા છીએ.
khi về quán trọ mở bao ra, chúng tôi thấy bạc mỗi người còn nguyên trong miệng bao. Hiện chúng tôi có đem bạc ấy theo đây,
22 ૨૨ તે ઉપરાંત વધારાનાં નાણાં પણ અમે અનાજ ખરીદવા લાવ્યા છીએ. અમારા થેલાઓમાં નાણાં કોણે મૂકેલાં હતાં એ અમે જાણતા નથી.”
cùng với tiền mua lương thực kỳ này. Ai đã bỏ bạc vào bao, chúng tôi chẳng biết.”
23 ૨૩ કારભારીએ કહ્યું, “તમને શાંતિ થાઓ, ગભરાશો નહિ. તમારા તથા તમારા પિતાના ઈશ્વરે જ એ નાણું તમારા થેલાઓમાં મૂક્યું હશે. મને તમારા નાણાં મળ્યા હતા.” ત્યાર પછી કારભારી શિમયોનને તેઓની પાસે લાવ્યો.
Quản gia đáp: “Các anh cứ an tâm, đừng sợ. Đức Chúa Trời của các anh và cha của các anh đã cho các anh bạc đó. Còn bạc mua lúa, chúng tôi đã nhận đủ.” Tiếp đó, quản gia thả Si-mê-ôn và đem anh ấy đến với họ.
24 ૨૪ પછી કારભારી બધા ભાઈઓને યૂસફના ઘરમાં લઈ ગયો. તેણે તેઓને પાણી આપ્યું અને તેઓએ પગ ધોયા. તેણે તેઓનાં ગધેડાંને ચારો આપ્યો.
Tất cả anh em được vào dinh Giô-sép, được cho nước rửa chân, và lừa được ăn.
25 ૨૫ તેઓએ જાણ્યું કે અમારે યૂસફના ઘરે જમવાનું છે, માટે યૂસફ ઘરે આવે તે પહેલા તેઓએ ભેટો તૈયાર કરી.
Các anh em soạn lễ vật dâng Giô-sép trưa hôm ấy, vì họ được mời ăn tiệc tại dinh.
26 ૨૬ જયારે યૂસફ ઘરમાં આવ્યો, ત્યારે તેઓના હાથમાં જે ભેટો હતી તે તેની પાસે ઘરમાં લઈ આવીને જમીન સુધી નમીને પ્રણામ કર્યાં.
Khi Giô-sép về, các anh em đem lễ vật đến dâng và quỳ gối sấp mình trước mặt ông.
27 ૨૭ યૂસફે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “જે વૃદ્ધ પિતા વિષે તમે મને કહ્યું હતું તે શું ક્ષેમકુશળ છે? તે શું હજી હયાત છે?”
Ông chào thăm họ và hỏi: “Cha các anh còn sống không? Mạnh khỏe không?”
28 ૨૮ તેઓએ કહ્યું, “તારો દાસ અમારો પિતા ક્ષેમકુશળ છે. તે હજી હયાત છે.” ફરીથી તેઓએ નમીને યૂસફને પ્રણામ કર્યાં.
Họ đáp: “Đầy tớ ông, thân phụ chúng tôi, vẫn còn sống mạnh khỏe.” Họ sấp mình tỏ lòng tôn kính.
29 ૨૯ યૂસફે તેના ભાઈ બિન્યામીનને એટલે તેની માતાના દીકરાને જોયો અને બોલ્યો, “શું આ તમારો સૌથી નાનો ભાઈ છે કે જેના વિષે તમે મને કહ્યું હતું? “તેણે પૂછ્યું, “મારા દીકરા, તું કેમ છે? ઈશ્વરની કૃપા તારા પર થાઓ.”
Giô-sép nhìn thấy Bên-gia-min, em ruột mình, liền hỏi: “Đây có phải em út mà các anh đã hứa đem đến không?” Và tiếp: “Cầu xin Đức Chúa Trời ban phước lành cho em.”
30 ૩૦ યૂસફ ઉતાવળથી ઓરડાની બહાર ચાલ્યો ગયો, કારણ કે તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યાં જઈને તે રડ્યો.
Nhìn thấy em, Giô-sép vô cùng xúc động, vội đi vào phòng riêng mà khóc.
31 ૩૧ તેણે પોતાનો ચહેરો ધોયો અને બહાર આવ્યો. તેની લાગણીઓ દબાવી રાખીને બોલ્યો, “ચાલો, આપણે જમીએ.”
Rửa mặt xong, ông bước ra, cố giữ vẻ điềm tĩnh, Giô-sép nói: “Dọn thức ăn đi.”
32 ૩૨ દાસોએ યૂસફને માટે, તેના ભાઈઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમવાના હતા તેઓને માટે અલગ અલગ ટેબલ પર ભોજન પીરસ્યું. કેમ કે મિસરીઓ હિબ્રૂઓ સાથે જમતા ન હતા, કેમ કે મિસરીઓ તેઓ સાથે અમંગળપણું લાગે છે.
Người nhà dọn cho Giô-sép ăn riêng, các anh em ngồi bàn khác, và người Ai Cập dự tiệc cũng ngồi riêng, vì người Ai Cập ghê tởm người Hê-bơ-rơ nên không bao giờ ăn chung.
33 ૩૩ યૂસફે ભાઈઓને તેઓની ઉંમર પ્રમાણે પ્રથમજનિતથી માંડીને મોટાથી નાના સુધી દરેકને ક્રમાનુસાર બેસાડ્યા હતા. તેથી તેઓ અંદરોઅંદર વિસ્મિત થયા.
Giô-sép xếp các anh em ngồi theo thứ tự, từ anh cả đến em út, khiến họ kinh ngạc nhìn nhau.
34 ૩૪ યૂસફના ટેબલ પરના ખોરાકમાંથી ભાઈઓને પીરસવામાં આવ્યું. બિન્યામીનને બધાના કરતાં પાંચગણું વધારે પીરસાયું. તેઓ સંતોષથી જમ્યા અને યૂસફની સાથે આનંદ કર્યો. પછી પુષ્કળ પ્રમાણમાં દ્રાક્ષારસ પણ આપવામાં આવ્યો.
Thức ăn từ bàn Giô-sép đưa qua bàn các anh em. Phần của Bên-gia-min nhiều gấp năm lần của các anh. Ai nấy đều ăn uống vui vẻ với Giô-sép.