< ઊત્પત્તિ 40 >
1 ૧ એ બીનાઓ પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા રસોઈયાએ તેમના માલિક મિસરના રાજાનો ગુન્હો કર્યો.
Poslije toga dogodi se, te peharnik cara Misirskoga i hljebar skriviše gospodaru svojemu, caru Misirskom.
2 ૨ ફારુન તેના બન્ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ક્રોધિત થયો.
I Faraon se razgnjevi na ta dva dvoranina, na starješinu nad peharnicima i na starješinu nad hljebarima;
3 ૩ જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે અંગરક્ષકોના ઉપરી અમલદારને ત્યાં તેણે તે બન્નેને કેદ કરાવ્યા.
I baci ih u tamnicu u kuæi zapovjednika stražarskoga, gdje Josif bješe sužanj.
4 ૪ અંગરક્ષકોના ઉપરી અમલદારે યૂસફને તેઓના ઉત્તરદાયી તરીકે નીમ્યો. તેણે તેઓની દેખભાળ રાખી. તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા.
A zapovjednik stražarski odredi im Josifa da ih služi; i bijahu dugo u tamnici.
5 ૫ અને મિસરના રાજાનો પાત્રવાહકને તથા રસોઈયાને એક જ રાત્રે, સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં.
I usniše san obojica u jednu noæ, svaki po znaèenju svojega sna za sebe, i peharnik i hljebar cara Misirskoga, koji bijahu sužnji u tamnici.
6 ૬ યૂસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા ત્યારે તેઓ ઉદાસ હતા.
I sjutradan kad doðe Josif k njima, pogleda ih, a oni bjehu vrlo neveseli.
7 ૭ ફારુનના એ અમલદારો કે જેઓ તેની સાથે તેના માલિકના ઘરમાં કેદી હતા તેઓને યૂસફે પૂછ્યું, “તમે આજે ઉદાસ કેમ દેખાઓ છો?”
Pa zapita dvorane Faraonove, koji bijahu sužnji s njim u kuæi gospodara njegova, i reèe: što ste danas lica nevesela?
8 ૮ તેઓએ તેને કહ્યું, “અમને બન્નેને સ્વપ્ન આવ્યું છે અને તેનો અર્થ બતાવે એવો કોઈ મળી શકે તેમ નથી.” યૂસફે તેઓને કહ્યું, “અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તમારા સ્વપ્ન વિષે મને જણાવો તો ખરા!”
A oni mu rekoše: san usnismo obojica, a nema ko da nam kaže šta znaèe. A Josif im reèe: šta znaèe, nije li u Boga? ali pripovjedite mi.
9 ૯ મુખ્ય પાત્રવાહકે તેનું સ્વપ્ન યૂસફને જણાવ્યું, “જુઓ, મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષવેલો દેખાયો.
I starješina nad peharnicima pripovjedi san svoj Josifu govoreæi: snih, a preda mnom èokot;
10 ૧૦ તે દ્રાક્ષવેલાને ત્રણ ડાળીઓ હતી. તેઓને જાણે કળીઓ આવી, મોર ખીલ્યો અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી.
I na èokotu bjehu tri loze, i napupi i procvate, i grožðe na njemu uzre;
11 ૧૧ ફારુનનો પ્યાલો મારા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવીને એ પ્યાલો ફારુનના હાથમાં આપ્યો.”
A u ruci mi bješe èaša Faraonova, te pobrah zrelo grožðe i iscijedih ga u èašu Faraonovu, i dodadoh èašu Faraonu.
12 ૧૨ યૂસફે તેને કહ્યું, “એનો અર્થ આ છે: ત્રણ ડાળી તે ત્રણ દિવસ છે.
A Josif mu reèe: ovo znaèi: tri su loze tri dana.
13 ૧૩ ત્રણ દિવસમાં ફારુન તને પ્રતિષ્ઠિત કરશે અને તને પાછો તારી અસલ ફરજ પર પુનઃનિયુક્ત કરશે. તું તેનો પાત્રવાહક હતો ત્યારની પ્રણાલી પ્રમાણે તું ફારુનને તેનો પ્યાલો તેના હાથમાં આપીશ.
Još tri dana, i Faraon brojeæi svoje dvorane uzeæe i tebe, i opet te postaviti u preðašnju službu, i opet æeš mu dodavati èašu kao i preðe dok si mu bio peharnik.
14 ૧૪ પણ તારું સારું થાય ત્યારે કૃપા કરીને મને યાદ કરીને મારા પર દયા કરજે. મારા વિષે ફારુનને જણાવીને આ કેદમાંથી હું બહાર આવું એવું કરજે.
Ali nemoj zaboraviti mene kad budeš u dobru, uèini milost i pomeni za me Faraonu, i izvadi me iz ove kuæe.
15 ૧૫ કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ફેંકાઈ ગયેલો છું. અહીં પણ કેદમાં નંખાવા જેવો કોઈ અપરાધ મેં કરેલો નથી.”
Jer su me ukrali iz zemlje Jevrejske, a ovdje nijesam ništa uèinio da me bace u ovu jamu.
16 ૧૬ જયારે મુખ્ય રસોઈયાએ જોયું કે ખુલાસાનો અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, “મને પણ સ્વપ્ન આવ્યું હતું. રોટલી ભરેલી ત્રણ ટોપલીઓ મારા માથા પર હતી.
A kad vidje starješina nad hljebarima kako lijepo kaza san, reèe Josifu: i ja snih, a meni na glavi tri kotarice bijele;
17 ૧૭ ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં, પણ મારા માથા પરની એ ટોપલીઓમાંથી પક્ષીઓ ખાઈ જતા હતાં.”
I u najgornjoj kotarici bijaše svakojakih kolaèa za Faraona, i ptice jeðahu iz kotarice na mojoj glavi.
18 ૧૮ યૂસફે ઉત્તર આપીને કહ્યું, “એનો અર્થ આ છે. તે ત્રણ ટોપલી ત્રણ દિવસ છે.
A Josif odgovori i reèe: ovo znaèi: tri kotarice tri su dana.
19 ૧૯ ત્રણ દિવસમાં ફારુન તારું માથું તારા ધડ પરથી દૂર કરશે અને તને ઝાડ પર લટકાવવામાં આવશે. પક્ષીઓ તારું માંસ ખાશે.”
Još tri dana, i Faraon brojeæi dvorane svoje izbaciæe te i objesiæe te na vješala, i ptice æe jesti s tebe meso.
20 ૨૦ ત્રીજે દિવસે, એટલે ફારુનના જન્મ દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી. તેણે તેના બીજા અધિકારીઓ સમક્ષ કરતાં મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ધ્યાન આપ્યું.
I kad doðe treæi dan, to bješe dan u koji se rodio Faraon, i uèini Faraon gozbu svima slugama svojim, i naiðe meðu slugama svojim na starješinu nad peharnicima i na starješinu nad hljebarima;
21 ૨૧ તેણે મુખ્ય પાત્રવાહકને તેની અસલની પદવી પર પાછો નિયુક્ત કર્યો અને તેણે પ્યાલો ફારુનના હાથમાં ફરીથી મુક્યો.
I povrati starješinu nad peharnicima u službu da dodaje èašu Faraonu;
22 ૨૨ યૂસફે મુખ્ય રસોઈયાને અર્થ સમજાવ્યો હતો તે પ્રમાણે ફારુને તેને ફાંસી આપી.
A starješinu nad hljebarima objesi, kao što kaza Josif.
23 ૨૩ પણ મુખ્ય પાત્રવાહકે યૂસફને યાદ કર્યો નહિ. તે તેને ભૂલી ગયો.
I starješina nad peharnicima ne opomenu se Josifa, nego ga zaboravi.