< ઊત્પત્તિ 4 >
1 ૧ આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ અને તેણે પુત્ર કાઈનને જન્મ આપ્યો. તેણે કહ્યું, “ઈશ્વરની કૃપાથી મને દીકરો જન્મ્યો છે.”
І пізнав Адам Єву, жінку свою, і вона завагітніла, і породила Каїна, і сказала: „Набула чоловіка від Господа“.
2 ૨ પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો.
А далі вона породила брата йому Авеля. І був Авель пастух отари, а Каїн був рільник.
3 ૩ આગળ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાં ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો.
І сталось по деякім часі, і приніс Каїн Богові жертву від плоду землі.
4 ૪ હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પણો લાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં,
А Авель, — він також приніс від своїх перворідних з отари та від їхнього лою. І зглянувся Господь на Авеля й на жертву його,
5 ૫ પણ કાઈનને તથા તેના અર્પણને અમાન્ય કર્યાં. તેથી કાઈન ઘણો ગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું.
а на Каїна й на жертву його не зглянувся. І сильно розгнівався Каїн, і обличчя його похилилось.
6 ૬ યહોવાહે કાઈનને કહ્યું કે, “તને શા માટે ગુસ્સો આવ્યો છે અને તારું મોં ઊતરી ગયું છે?
І сказав Господь Каїнові: „Чого ти розгнівався, і чого похилилось обличчя твоє?
7 ૭ જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? પણ જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્ષણ કરશે, પણ તું તેના પર જીત મેળવી શકીશ.”
Отож, коли ти добре робитимеш, то підіймеш обличчя своє, а коли недобре, то в дверях гріх підстерігає. І до тебе його пожада́ння, а ти мусиш над ним панувати“.
8 ૮ કાઈને પોતાના ભાઈ હાબેલ સાથે વાત કર્યો જયારે તેઓ ખેતરમાં હતા, ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખ્યો.
І говорив Каїн до Авеля, брата свого. І сталось, як були вони в полі, повстав Каїн на Авеля, брата свого, — і вбив його.
9 ૯ પછી ઈશ્વરે કાઈનને કહ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે? “તેણે કહ્યું, “હું જાણતો નથી? શું હું મારા ભાઈનો રખેવાળ છું?”
І сказав Господь Каїнові: „Де Авель, твій брат?“А той відказав: „Не знаю. Чи я сторож брата свого́?“
10 ૧૦ ઈશ્વરે કહ્યું, “આ તેં શું કર્યું છે? તારા ભાઈનું લોહી ભૂમિમાંથી બદલો લેવા માટે મને હાંક મારે છે.
І сказав Господь: „Що́ ти зробив? Голос крови брата твого взиває до Мене з землі.
11 ૧૧ હવે તારા ભાઈનું લોહી તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મુખ ઉઘાડ્યું છે, તેથી તું શાપિત થયો છે.
А тепер ти прокля́тий від землі, що розкрила уста свої, щоб прийняти кров твого брата з твоєї руки.
12 ૧૨ તું ગમે તેટલી મહેનતથી ભૂમિને ખેડશે, પણ તે પોતાનાં બળ તને આપશે નહિ. તું પૃથ્વી પર નિરાશ્રિતની માફક અહીંતહીં ભટકતો રહેશે.”
Коли бу́деш ти порати землю, вона більше не дасть тобі сили своєї. Мандрівником та заволокою будеш ти на землі“.
13 ૧૩ કાઈને ઈશ્વરને કહ્યું કે, “હું સહન કરું તે કરતાં તમે મને વધારે સજા કરી છે.
І сказав Каїн до Господа: „Більший мій гріх, аніж можна знести.
14 ૧૪ તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગળથી મારે સંતાવાનું, પૃથ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.”
Ось Ти виганяєш сьогодні мене з цієї землі, і я буду ховатись від лиця Твого. І я стану мандрівником та заволокою на землі, і буде, — кожен, хто стріне мене, той уб'є мене“.
15 ૧૫ ઈશ્વરે તેને કહ્યું કે, “જે કોઈ તને મારી નાખશે, તેને સાત ગણી સજા થશે.” પછી ઈશ્વરે કાઈનને ઓળખવા સારુ તેના શરીર પર ચિહ્ન મૂક્યું કે જે કોઈ તેને જુએ, તે તેને મારી નાખે નહિ.
І промовив до нього Господь: „Через те кожен, хто вб'є Каїна, семикратно буде пімщений“. І вмістив Господь знака на Каїні, щоб не вбив його кожен, хто стріне його.
16 ૧૬ કાઈન ઈશ્વરની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. અને જઈને એદનની પૂર્વના નોદ દેશમાં રહ્યો.
І вийшов Каїн з-перед лиця Господнього, й осів у країні Нод, на схід від Едену.
17 ૧૭ કાઈને તેની પત્ની સાથે વૈવાહિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ. તેણે હનોખને જન્મ આપ્યો. કાઈને એક નગર બાંધ્યું અને તેનું નામ પોતાના દીકરાના નામ પરથી હનોખ નગર રાખ્યું.
І Каїн пізнав свою жінку, і стала вона вагітна, і вродила Еноха. І збудував він місто, і назвав ім'я́ тому містові, як ім'я́ свого сина: Енох.
18 ૧૮ હનોખથી ઇરાદ જન્મ્યો. ઇરાદ મહૂયાએલનો પિતા હતો. મહૂયાએલ મથૂશાએલનો પિતા હતો. મથૂશાએલ લામેખનો પિતા હતો.
І народився в Еноха Ірад, а Ірад породив Мегуяїла, а Мегуяїл породив Метушаїла, а Метушаїл породив Ламеха.
19 ૧૯ લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં: એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લાહ હતું.
І взяв собі Ламех дві жінки, — ім'я одній Ада, а ймення другій Цілла.
20 ૨૦ આદાએ યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા ગોવાળિયાનો આદિપિતા હતો.
І породила Ада Явала, — він був батьком тих, що сидять по наметах і мають череду.
21 ૨૧ તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તાર તથા પવનથી વાગતાં વાંજિત્રો વગાડનારાઓનો આદિપિતા હતો.
А ймення брата його Ювал, — він був батьком усім, хто держить у рука́х гусла й сопілку.
22 ૨૨ સિલ્લાહએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. જે સર્વ તાંબાના તથા લોખંડનાં હથિયાર બનાવનાર હતો. તૂબાલ-કાઈનની બહેન નાઅમાહ હતી.
А Цілла також породила Тувалкаїна, що кував всіляку мідь та залізо. А сестра Тувалкаїнова Ноема́.
23 ૨૩ લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે, “આદા તથા સિલ્લાહ, હું જે કહું તે સાંભળો, હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો. મને ઘાયલ કરનાર એક માણસને, મેં મારી નાખ્યો છે, મને જખમી કરનાર એક જુવાનને મેં મારી નાખ્યો છે.
І промовив Ламех до жінок своїх: „Адо й Цілло, послухайте ви мого голосу, жони Ламехові, почуйте ви сло́ва мого! Бо якби я мужа забив за уразу свою, а дитину — за рану свою,
24 ૨૪ જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય, તો લામેખનો સિત્તોતેર ગણો લેવાશે.”
і як буде усемеро пімщений Каїн, то Ламех — у сімдесятеро й семеро!“
25 ૨૫ પછી આદમથી સગર્ભા થયેલી તેની પત્ની હવાએ બીજા એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ શેથ રાખવામાં આવ્યું. ત્યારે હવાના ઉદ્દગાર આ હતા: “કાઈને હાબેલને મારી નાખ્યો હતો. એ હાબેલના બદલામાં ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.”
І пізнав Адам ще свою жінку, — і сина вона породила. І назвала ймення йому: Сиф, бо „Бог дав мені інше насіння за Авеля, що забив його Каїн“.
26 ૨૬ શેથની પત્નીએ પણ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ અનોશ રાખ્યું. અનોશના જન્મ પછી લોકોમાં ઈશ્વરની ઉપાસના કરવાની શરૂઆત થઈ.
А Сифові теж народився був син, і він назвав імення йому: Енош. Тоді зачали були призивати Ймення Господнє.