< ઊત્પત્તિ 36 >

1 એસાવ એટલે અદોમની વંશાવળી આ છે.
एसाव (अर्थात् एदोम) के वंशज इस प्रकार है:
2 એસાવે કનાનીઓની દીકરીઓ સાથે લગ્ન કર્યા. આ તેની પત્નીઓ હતી: આદા જે એલોન હિત્તીની દીકરી; ઓહોલીબામાહ જે સિબયોન હિવ્વીની દીકરી અનાની દીકરી હતી,
एसाव ने कनान देश की ही कन्याओं से विवाह कर लिया. हित्ती एलोन की पुत्री अदाह, अनाह की पुत्री तथा हिव्वी ज़िबेओन की पौत्री ओहोलिबामाह थे.
3 અને બાસમાથ જે ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન.
इसके अलावा उन्होंने इशमाएल की पुत्री नेबाइयोथ की बहन बसेमाथ से भी विवाह किया था.
4 આદાએ એસાવને માટે અલિફાઝને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો.
एसाव से अदाह ने एलिफाज़ को जन्म दिया तथा बसेमाथ ने रियुएल को जन्म दिया,
5 ઓહોલીબામાહએ યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યાં. એસાવને કનાન દેશમાં જે દીકરા જન્મ્યા હતા તેઓ એ હતા.
ओहोलिबामाह ने योउश, यालम तथा कोराह को जन्म दिया. कनान देश में ही एसाव के ये पुत्र पैदा हुए.
6 એસાવ તેની પત્નીઓ, તેના દીકરા, તેની દીકરીઓ, તેના ઘરના સર્વ લોકો, તેનાં સર્વ જાનવરો, તથા તેની સર્વ માલમિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી, તે સર્વ લઈને તેના ભાઈ યાકૂબની પાસેથી બીજા દેશમાં ગયો.
इसके बाद एसाव अपनी पत्नियों, पुत्र-पुत्रियों, अपने संपूर्ण घर-परिवार, अपने पशु, तथा अपनी समस्त संपत्ति को लेकर, जो उसने कनान देश में पाई थी, अपने भाई याकोब से दूर देश में जाकर रहा.
7 તેણે આમ કર્યું કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકસાથે રહી શકે તેમ ન હતું. જે દેશમાં તેઓ રહેતા હતા ત્યાં તેઓનાં જાનવરોને લીધે તેઓને કોઈ આશરો ન મળ્યો.
उन दोनों की संपत्ति इतनी अधिक थी कि दोनों का एक साथ रहना मुश्किल था; वह भूमि दोनों परिवारों के पोषण के लिए काफ़ी नहीं थी. उनके पास अत्यधिक पशु थे.
8 તેથી એસાવ એટલે જે અદોમ કહેવાય છે તેણે સેઈર પહાડ પર જઈને વસવાટ કર્યો.
इसलिये एसाव (अर्थात् एदोम) सेईर के पर्वतीय क्षेत्र में रहने लगे.
9 સેઈર પહાડ પરના અદોમી લોકના પૂર્વજ, એસાવની વંશાવળી આ પ્રમાણે છે.
सेईर के पर्वतीय क्षेत्र में बसे हुए एदोमियों के वंश एसाव की पीढ़ियां इस प्रकार हैं.
10 ૧૦ એસાવના દીકરાઓ: એસાવની પત્ની આદાનો દીકરો અલિફાઝ; અને એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ.
एसाव के पुत्र थे: एसाव की पत्नी अदाह से जन्मे एलिफाज़, एसाव दूसरी की पत्नी बसेमाथ का पुत्र रियुएल.
11 ૧૧ તેમાન, ઓમાર, સફો, ગાતામ તથા કનાઝ એ અલિફાઝના દીકરા હતા.
एलिफाज़ के पुत्र: तेमान, ओमर, ज़ेफो, गाताम तथा केनाज़ थे.
12 ૧૨ એસાવના દીકરા અલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી, તેણે અલિફાઝને માટે અમાલેકને જન્મ આપ્યો. એસાવની પત્ની આદાના દીકરા એ છે.
एसाव के पुत्र एलिफाज़ की दासी का नाम तिम्ना था, जिसने एलिफाज़ से अमालेक को जन्म दिया. ये एसाव की पत्नी अदाह की संतान हैं.
13 ૧૩ રેઉએલના દીકરા આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા. આ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.
रियुएल के पुत्र थे: नाहाथ, ज़ेराह, शम्माह तथा मिज्जाह. ये एसाव की पत्नी बसेमाथ द्वारा पैदा हुए थे.
14 ૧૪ સિબયોનની દીકરી અનાની દીકરી ઓહોલીબામાહ જે એસાવની પત્ની હતી તેના દીકરા આ છે: તેણે યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યો.
अनाह की पुत्री, ज़िबेओन की पौत्री, एसाव की पत्नी ओहोलिबामाह के पुत्र योउश, यालम तथा कोराह थे.
15 ૧૫ એસાવના વંશજોનાં સરદારો આ હતાં: એસાવના જ્યેષ્ઠ દીકરા અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફો, કનાઝ,
एसाव के पुत्रों में प्रमुख ये थे: एसाव के बड़े बेटे एलिफाज़ के पुत्र: तेमान, ओमर, ज़ेफो, केनाज़,
16 ૧૬ કોરા, ગાતામ તથા અમાલેક હતા. જે સરદારો અલિફાઝથી અદોમ દેશમાં થયા તેઓ એ છે. તેઓ આદાના પૌત્રો હતા.
कोराह, गाताम, अमालेक. एदोम देश में एलिफाज़ के ये पुत्र थे; ये सभी अदाह वंश के थे.
17 ૧૭ એસાવના દીકરા રેઉએલના કુટુંબો આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા, મિઝઝા. એ વંશજો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.
एसाव के पुत्र रियुएल के पुत्र: नाहाथ, ज़ेराह, शम्माह, मिज्जाह. ये वे प्रधान हैं, जो एदोम देश में रियुएल द्वारा जन्मे थे—ये वे हैं, जो एसाव की पत्नी बसेमाथ से पैदा हुए थे.
18 ૧૮ એસાવની પત્ની ઓહોલીબામાહના દીકરા આ છે: યેઉશ, યાલામ, કોરા. એ સરદારોને એસાવની પત્ની ઓહોલીબામાહ જે અનાની દીકરી હતી તેણે જન્મ આપ્યાં હતા.
एसाव की पत्नी ओहोलिबामाह से पुत्र हैं: योउश, यालम, कोराह. ये एसाव की पत्नी अनाह की पुत्री ओहोलिबामाह के द्वारा जन्मे हैं.
19 ૧૯ એસાવના દીકરા અને તેઓના સરદારો આ છે.
ये एसाव (अर्थात् एदोम) के पुत्र तथा उनके प्रधान हैं.
20 ૨૦ સેઈર હોરીના દીકરા જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે: લોટાન, શોબાલ, સિબયોન, અના,
ये उस देश के होरी सेईर के पुत्र हैं: लोतन, शोबल, ज़िबेओन, अनाह,
21 ૨૧ દિશોન, એસેર તથા દિશાન. તે સેઈર હોરીઓના કુટુંબનાં સરદારો જે અદોમ દેશમાં થયા એ હતા.
दिशोन, एज़र तथा दिशान. ये सभी एदोम देश के वे प्रधान हैं. जो होरियों के वंश के सेईर के पुत्र हैं.
22 ૨૨ લોટાનના દીકરા હોરી તથા હોમામ હતા. તિમ્ના લોટાનની બહેન હતી.
लोतन के पुत्र: होरी तथा होमाम, तथा तिम्ना लोतन की बहन थी.
23 ૨૩ શોબાલના દીકરા આ છે, એટલે આલ્વાન, માનાહાથ, એબાલ, શફો તથા ઓનામ.
शोबल के पुत्र थे: अलवान, मानाहाथ, एबल, शेफो तथा ओनम.
24 ૨૪ સિબયોનના દીકરા આ છે, એટલે એયાહ તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં ઝરા મળ્યા હતા તે એ છે.
ज़िबेओन के पुत्र ये है: अइयाह तथा अनाह (यह वही अनाह है, जिसने निर्जन देश में, अपने पिता ज़िबेओन के गधों को चराते हुए गर्म पानी के झरने की खोज की थी.)
25 ૨૫ અનાનાં સંતાનો આ છે: દિશોન તથા અનાની દીકરી ઓહોલીબામાહ.
अनाह की संतान हैं: दिशोन तथा ओहोलिबामाह, जो अनाह की पुत्री थी.
26 ૨૬ દિશોનના દીકરા આ છે; હેમ્દાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
दिशोन के पुत्र: हेमदान, एशबान, इथरान तथा चेरन.
27 ૨૭ એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન.
एज़र के पुत्र: बिलहान, त्सावन और आकन.
28 ૨૮ દિશાનના દીકરા આ છે; ઉસ તથા આરાન.
दिशान के पुत्र: उज़ और अरान.
29 ૨૯ હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબયોન તથા અના.
वे प्रधान, जो होरियों वंश के, ये है: लोतन, शोबल, ज़िबेओन, अनाह,
30 ૩૦ દિશોન, એસેર, દિશાન; સેઈર દેશમાં સરદારોની યાદી પ્રમાણે હોરીઓનું કુટુંબ એ છે.
दिशोन, एज़र तथा दिशान. सेईर देश में होरी जाति के लोग प्रधान बने.
31 ૩૧ ઇઝરાયલીઓ પર કોઈ રાજાએ રાજ્ય કર્યા પહેલા અદોમ દેશમાં જે રાજાઓ રાજ્ય કરતા હતા તે આ છે:
इसके पहले कि इस्राएल पर किसी राजा का शासन होता, एदोम देश पर राज्य करनेवाले राजा ये थे:
32 ૩૨ બેઓરનો દીકરો બેલા અદોમમાં રાજ્ય કરતો હતો અને તેના શહેરનું નામ દિનહાબા હતું.
बेओर का पुत्र बेला एदोम का राजा बना, तथा उसके द्वारा शासित नगर का नाम था दिनहाबाह.
33 ૩૩ જયારે બેલા મૃત્યુ પામ્યો, ત્યારે તેની જગ્યાએ બોસરામાંના ઝેરાહનો દીકરો યોબાબ રાજા થયો.
बेला के मरने के बाद, उसके स्थान पर बोज़राहवासी ज़ेराह का पुत्र योबाब राजा बना.
34 ૩૪ જયારે યોબાબ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ તેમાન દેશના હુશામે રાજ કર્યું.
योबाब के मरने के बाद, उसके स्थान पर तेमानियों के देश का व्यक्ति हुशम राजा बना.
35 ૩૫ જયારે હુશામ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબના પ્રદેશમાં મિદ્યાનીઓને હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું.
हुशम के मरने के बाद, उसके स्थान पर बेदद का पुत्र हदद राजा बना. उसने मोआब देश में मिदियानी सेना को हरा दिया. उसके द्वारा शासित नगर का नाम था आविथ.
36 ૩૬ જ્યારે હદાદ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ માસરેકામાંના સામ્લાએ રાજ કર્યું.
हदद के मरने के बाद, उसके स्थान पर मसरेकाह का सामलाह राजा बना.
37 ૩૭ જયારે સામ્લા મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ નદી પાસેના રહોબોથના શાઉલે રાજ કર્યું.
सामलाह के मरने के बाद, फरात नदी पर बसे रेहोबोथ का निवासी शाऊल उनके स्थान पर राजा बना.
38 ૩૮ જયારે શાઉલ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ આખ્બોરના દીકરા બાલ-હનાને રાજ કર્યું.
शाऊल के मरने के बाद, उसके स्थान पर अखबोर का पुत्र बाल-हनन राजा बना.
39 ૩૯ જયારે આખ્બોરનો દીકરો બાલ-હનાન મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ હદારે રાજ કર્યું. તેના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે માટ્રેદની દીકરી, મેઝાહાબની પૌત્રી હતી.
अखबोर के पुत्र बाल-हनन के मरने के बाद, उसके स्थान पर हदद राजा बना. उस नगर का नाम पाऊ था तथा उसकी पत्नी का नाम मेहेताबेल था. वह मातरेद की पुत्री, और मातरेद मेत्साहब की पुत्री थी.
40 ૪૦ એસાવના વંશજોના, તેમના કુટુંબનાં આગેવાનોના નામ તેમના પ્રદેશ પ્રમાણે આ છે: તિમ્ના, આલ્વાહ, યથેથ,
एसाव के वंश में जो प्रधान थे उनके नाम: तिम्ना, अलवाह, यथेथ,
41 ૪૧ ઓહોલીબામાહ, એલા, પીનોન,
ओहोलिबामाह, एलाह, पिनोन,
42 ૪૨ કનાઝ, તેમાન, મિબ્સાર,
केनाज़, तेमान, मिबज़ार,
43 ૪૩ માગ્દીએલ તથા ઇરામ; તેઓએ કબજે કરેલ દેશમાં તેમના વતન પ્રમાણે અદોમના કુટુંબોના વડા એ છે. અદોમીઓનો પિતા એસાવ છે.
मगदिएल, इराम. ये सभी एदोम देश के प्रधान हुए. एक प्रदेश में जो रहा, उस प्रदेश का नाम भी वही था जो उनका पारिवारिक नाम था. यह एसाव, जो एदोमियों का गोत्रपिता था, उसका परिवार है.

< ઊત્પત્તિ 36 >