< ઊત્પત્તિ 35 >
1 ૧ ઈશ્વરે યાકૂબને કહ્યું, “હવે તું બેથેલમાં જા અને ત્યાં રહે. જયારે તું તારા ભાઈ એસાવથી ડરીને નાસી ગયો હતો ત્યારે જેમણે તને દર્શન આપ્યું હતું, તે ઈશ્વરને સારુ તું ત્યાં વેદી બાંધ.”
ଏଥିଉତ୍ତାରେ ପରମେଶ୍ୱର ଯାକୁବଙ୍କୁ କହିଲେ, “ତୁମ୍ଭେ ଉଠି ବେଥେଲ୍କୁ ଯାଇ ସେଠାରେ ବାସ କର; ପୁଣି, ତୁମ୍ଭ ଭ୍ରାତା ଏଷୌ ସମ୍ମୁଖରୁ ପଳାଇବା ସମୟରେ ଯେଉଁ ପରମେଶ୍ୱର ଦର୍ଶନ ଦେଇଥିଲେ, ତାହାଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଯଜ୍ଞବେଦି ନିର୍ମାଣ କର।”
2 ૨ પછી યાકૂબે તેના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, “તમારી વચ્ચે જે અન્ય દેવો છે તેઓને દૂર કરો, પોતપોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલો.
ତହିଁରେ ଯାକୁବ ଆପଣା ପରିଜନ ଓ ସଙ୍ଗୀ ଲୋକମାନଙ୍କୁ କହିଲେ, “ତୁମ୍ଭମାନଙ୍କ ନିକଟରେ ଯେଉଁସବୁ ବିଦେଶୀୟ ଦେବତା ଅଛନ୍ତି, ସେମାନଙ୍କୁ ଦୂର କର, ଆପଣାମାନଙ୍କୁ ଶୁଚି କର, ପୁଣି, ଆପଣାମାନଙ୍କ ବସ୍ତ୍ର ପରିବର୍ତ୍ତନ କର।
3 ૩ પછી આપણે બેથેલમાં જઈએ. જે ઈશ્વરે મારી આપત્તિના દિવસે મને સાંભળ્યો હતો અને જ્યાં કંઈ હું ગયો ત્યાં જેઓ મારી સાથે રહ્યા, તેમને સારુ ત્યાં વેદી બાંધવાની છે.”
ପୁଣି, ଆସ, ଆମ୍ଭେମାନେ ଉଠି ବେଥେଲ୍କୁ ଯାଉ; ଯେଉଁ ପରମେଶ୍ୱର ମୋର ଦୁଃଖର ଦିନରେ ମୋʼ ପ୍ରାର୍ଥନାର ଉତ୍ତର ଦେଲେ, ଓ ମୋର ଗମନର ପଥରେ ମୋର ସହାୟ ହୋଇଥିଲେ, ତାହାଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ମୁଁ ସେହି ସ୍ଥାନରେ ଗୋଟିଏ ଯଜ୍ଞବେଦି ନିର୍ମାଣ କରିବି।”
4 ૪ તેથી તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે સર્વ યાકૂબને આપ્યાં. યાકૂબે શખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં.
ତହିଁରେ ସେମାନେ ଆପଣାମାନଙ୍କ ନିକଟସ୍ଥ ବିଦେଶୀୟ ଦେବତା ଓ କର୍ଣ୍ଣକୁଣ୍ଡଳ ସକଳ ଘେନି ଯାକୁବଙ୍କୁ ଦେଲେ, ପୁଣି, ସେ ତାହାସବୁ ନେଇ ଶିଖିମ ନିକଟବର୍ତ୍ତୀ ଅଲୋନ ବୃକ୍ଷ ମୂଳେ ଲୁଚାଇ ରଖିଲେ।
5 ૫ જેમ જેમ તેઓ આગળ વધતાં ગયાં, તેમ તેમ ઈશ્વરે તેઓની ચારેગમનાં નગરોને ભયભીત કર્યા. તેથી ત્યાંના લોકોએ યાકૂબના દીકરાઓનો પીછો કર્યો નહિ.
ଏଉତ୍ତାରେ ସେମାନେ ଯାତ୍ରା କଲେ; ସେତେବେଳେ ଚତୁର୍ଦ୍ଦିଗସ୍ଥ ନଗରରେ ପରମେଶ୍ୱରଙ୍କଠାରୁ ଭୟ ଉପସ୍ଥିତ ହେବାରୁ ସେମାନେ ଯାକୁବଙ୍କର ପୁତ୍ରମାନଙ୍କୁ ଗୋଡ଼ାଇଲେ ନାହିଁ।
6 ૬ યાકૂબ તથા તેની સાથેના સર્વ લોકો કનાન દેશમાં આવેલા લૂઝ એટલે બેથેલમાં પહોંચ્યાં.
ଏଥିଉତ୍ତାରେ ଯାକୁବ ଓ ତାଙ୍କର ସଙ୍ଗୀସମୂହ କିଣାନ ଦେଶସ୍ଥ ଲୂସ୍ରେ, ଅର୍ଥାତ୍, ବେଥେଲ୍ରେ ଉପସ୍ଥିତ ହେଲେ।
7 ૭ તેણે ત્યાં વેદી બાંધી અને તે જગ્યાનું નામ એલ બેથેલ પાડ્યું, કેમ કે જયારે તે તેના ભાઈથી નાસી જતો હતો, ત્યારે ત્યાં ઈશ્વરે તેને દર્શન આપ્યું હતું.
ସେଠାରେ ସେ ଏକ ଯଜ୍ଞବେଦି ନିର୍ମାଣ କରି ସେହି ସ୍ଥାନର ନାମ ଏଲ-ବେଥେଲ୍ ରଖିଲେ; କାରଣ ଯାକୁବ ଭ୍ରାତୃଭୟରେ ପଳାଇବା ବେଳେ ପରମେଶ୍ୱର ସେହି ସ୍ଥାନରେ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଇଥିଲେ।
8 ૮ રિબકાની સંભાળ રાખનારી દાઈ દબોરા મૃત્યુ પામી. તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દફનાવામાં આવી તેથી તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ રાખવામાં આવ્યું.
ଆଉ ସେହି ସ୍ଥାନରେ ରିବିକାର ଦବୋରା ନାମ୍ନୀ ଧାତ୍ରୀର ମୃତ୍ୟୁୁ ହୁଅନ୍ତେ, ବେଥେଲ୍ର ଅଧଃସ୍ଥିତ ଅଲୋନ ବୃକ୍ଷ ମୂଳେ ତାହାର କବର ହେଲା, ପୁଣି, ସେହି ସ୍ଥାନର ନାମ ଅଲୋନ-ବାଖୁତ୍ ହେଲା।
9 ૯ જયારે પાદ્દાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને આશીર્વાદ આપ્યો.
ଏଥିଉତ୍ତାରେ ଯାକୁବ ପଦ୍ଦନ୍ ଅରାମଠାରୁ ବାହୁଡ଼ି ଆସନ୍ତେ, ପରମେଶ୍ୱର ପୁନର୍ବାର ଦର୍ଶନ ଦେଇ ତାଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କଲେ।
10 ૧૦ ઈશ્વરે તેને કહ્યું, “તારું નામ યાકૂબ છે પણ હવેથી તારું નામ યાકૂબ કહેવાશે નહિ. તારું નામ ઇઝરાયલ થશે.” તેમણે તેનું નામ ઇઝરાયલ પાડ્યું.
ପୁଣି, ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ କହିଲେ, “ତୁମ୍ଭର ନାମ ଯାକୁବ; ମାତ୍ର ତୁମ୍ଭର ନାମ ଆଉ ଯାକୁବ ହେବ ନାହିଁ, ତୁମ୍ଭର ନାମ ଇସ୍ରାଏଲ ହେବ;” ଆଉ ସେ ତାଙ୍କର ନାମ ଇସ୍ରାଏଲ ରଖିଲେ।
11 ૧૧ ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સફળ થા અને વૃદ્ધિ પામ. તારા વંશમાં પ્રજાઓ અને પ્રજાઓના સમુદાયો પેદા થશે અને તારાં સંતાનોમાંથી કેટલાંક રાજાઓ થશે.
ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ ଆହୁରି କହିଲେ, “ଆମ୍ଭେ ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର; ତୁମ୍ଭେ ପ୍ରଜାବନ୍ତ ଓ ବହୁବଂଶ ହୁଅ; ତୁମ୍ଭଠାରୁ ଏକ ଗୋଷ୍ଠୀ, ବରଂ ଗୋଷ୍ଠୀ ସମାଜ ଉତ୍ପନ୍ନ ହେବ, ପୁଣି, ତୁମ୍ଭ କଟିଦେଶରୁ ରାଜାଗଣ ଜାତ ହେବେ।
12 ૧૨ મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ અને તારા પછી તારા સંતાનોને પણ હું તે દેશ આપીશ.”
ପୁଣି, ଆମ୍ଭେ ଅବ୍ରହାମ ଓ ଇସ୍ହାକକୁ ଯେଉଁ ଦେଶ ଦାନ କରିଅଛୁ, ସେହି ଦେଶ ତୁମ୍ଭକୁ ଓ ତୁମ୍ଭ ଭବିଷ୍ୟତ ବଂଶକୁ ଦେବା।”
13 ૧૩ જે જગ્યાએ ઈશ્વરે તેની સાથે વાત કરી હતી ત્યાંથી તેઓ ચાલ્યા ગયા.
ସେହି ସ୍ଥାନରେ ତାଙ୍କ ସହିତ ଏହିପରି କଥାବାର୍ତ୍ତା କରି ପରମେଶ୍ୱର ତାଙ୍କ ନିକଟରୁ ଊର୍ଦ୍ଧ୍ୱଗମନ କଲେ।
14 ૧૪ જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાએ યાકૂબે પથ્થરનું એક સ્મારક એટલે સ્તંભ ઊભો કર્યો. તેણે તેના પર પેયાર્પણ કર્યું તથા તેલ રેડ્યું.
ତହିଁରେ ଯାକୁବ ସେହି କଥୋପକଥନର ସ୍ଥାନରେ ଏକ ସ୍ତମ୍ଭ, ଅର୍ଥାତ୍, ପ୍ରସ୍ତର ସ୍ତମ୍ଭ ସ୍ଥାପନ କରି ତହିଁ ଉପରେ ପାନୀୟ ନୈବେଦ୍ୟ ଉତ୍ସର୍ଗ କଲେ ଓ ତୈଳ ଢାଳିଲେ।
15 ૧૫ જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાનું નામ યાકૂબે બેથેલ પાડ્યું.
ପୁଣି, ଯାକୁବ ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ କଥୋପକଥନ ସ୍ଥାନର ନାମ ବେଥେଲ୍ ରଖିଲେ।
16 ૧૬ તેઓ બેથેલથી આગળ વધ્યા. એફ્રાથ પહોંચવાને હજી થોડું અંતર બાકી રહ્યું હતું ત્યારે રાહેલને પ્રસૂતિપીડા થઈ. તેને સખત દુઃખાવો ઊપડ્યો.
ଏଥିଉତ୍ତାରେ ସେମାନେ ବେଥେଲ୍ଠାରୁ ପ୍ରସ୍ଥାନ କଲେ, ମାତ୍ର ଇଫ୍ରାଥାରେ ଉପସ୍ଥିତ ହେବା ପାଇଁ ଅଳ୍ପ ପଥ ଥାଉ ଥାଉ ରାହେଲର ପ୍ରସବବେଦନା ହେଲା; ପୁଣି, ତାହାର ପ୍ରସବ କରିବାରେ ଅତିଶୟ କଷ୍ଟ ହେଲା।
17 ૧૭ જયારે તે સખત પીડાતી હતી ત્યારે તેને તેની દાઈએ કહ્યું, “બીશ નહિ, કેમ કે હવે તને બીજો દીકરો જન્મ્યો છે.”
ଆଉ ପ୍ରସବ ବ୍ୟଥା ଅତିଶୟ ହୁଅନ୍ତେ, ଧାତ୍ରୀ ତାହାକୁ କହିଲା, “ଭୟ କର ନାହିଁ, ତୁମ୍ଭେ ଏହିଥର ମଧ୍ୟ ପୁତ୍ର ପ୍ରସବ କରିବ।”
18 ૧૮ જયારે તેનો જીવ જવા જેવો થયો ત્યારે તેના છેલ્લાં શ્વાસે તેણે તેનું નામ બેનોની પાડ્યું પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડ્યું.
ତଥାପି ସେ ମଲା, ପୁଣି, ପ୍ରାଣତ୍ୟାଗ ସମୟରେ ପୁତ୍ରର ନାମ ବିନୋନୀ ରଖିଲା; ମାତ୍ର ତାହାର ପିତା ତାହାର ନାମ ବିନ୍ୟାମୀନ୍ ରଖିଲେ।
19 ૧૯ રાહેલ મૃત્યુ પામી. તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.
ଏହି ପ୍ରକାରେ ରାହେଲର ମୃତ୍ୟୁୁ ହୁଅନ୍ତେ, ଇଫ୍ରାଥା, ଅର୍ଥାତ୍, ବେଥଲିହିମକୁ ଯିବା ପଥ ନିକଟରେ ତାହାର କବର ହେଲା।
20 ૨૦ યાકૂબે તેની કબર પર સ્તંભ ઊભો કર્યો, તે આજ સુધી રાહેલની કબરનો સ્તંભ કહેવાય છે.
ଏଥିଉତ୍ତାରେ ଯାକୁବ ସେହି କବର ଉପରେ ଏକ ସ୍ତମ୍ଭ ସ୍ଥାପନ କଲେ; ରାହେଲ-କବରସ୍ଥ ସେହି ସ୍ତମ୍ଭ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଅଛି।
21 ૨૧ ઇઝરાયલ મુસાફરી કરતાં આગળ વધ્યો અને મિગ્દાલ એદેરના બુરજની પેલી બાજુએ મુકામ કર્યો.
ଏଥିଉତ୍ତାରେ ଇସ୍ରାଏଲ ସେଠାରୁ ପ୍ରସ୍ଥାନ କରି ଏଦର ଗଡ଼ ପାର ହୋଇ ତହିଁ ନିକଟରେ ତମ୍ବୁ ସ୍ଥାପନ କଲେ।
22 ૨૨ જયારે ઇઝરાયલ તે દેશમાં હતો, ત્યારે રુબેન તેના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો. તે ઘટના ઇઝરાયલના સાંભળવામાં આવી. યાકૂબના બાર દીકરા હતા.
ସେହି ଦେଶରେ ଇସ୍ରାଏଲ ବାସ କରିବା ବେଳେ ରୁବେନ୍ ଯାଇ ଆପଣା ପିତାଙ୍କର ବିଲ୍ହା ନାମ୍ନୀ ଉପପତ୍ନୀ ସଙ୍ଗରେ ଶୟନ କଲା, ପୁଣି, ଇସ୍ରାଏଲ ତାହା ଶୁଣିଲେ।
23 ૨૩ લેઆના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન તથા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર તથા ઝબુલોન.
ଯାକୁବଙ୍କର ଦ୍ୱାଦଶ ପୁତ୍ର ଥିଲେ; ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ରୁବେନ୍ ଯାକୁବଙ୍କର ଜ୍ୟେଷ୍ଠ ପୁତ୍ର, ସେ, ପୁଣି, ଶିମୀୟୋନ ଓ ଲେବୀ ଓ ଯିହୁଦା ଓ ଇଷାଖର ଓ ସବୂଲୂନ, ଏମାନେ ଲେୟାର ସନ୍ତାନ;
24 ૨૪ રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન.
ପୁଣି, ଯୋଷେଫ ଓ ବିନ୍ୟାମୀନ୍ ରାହେଲର ସନ୍ତାନ;
25 ૨૫ રાહેલની દાસી બિલ્હાના દીકરા: દાન તથા નફતાલી.
ପୁଣି, ଦାନ୍ ଓ ନପ୍ତାଲି ରାହେଲର ଦାସୀ ବିଲ୍ହାର ସନ୍ତାନ;
26 ૨૬ લેઆની દાસી ઝિલ્પાના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા.
ଆଉ ଗାଦ୍ ଓ ଆଶେର ଲେୟାର ଦାସୀ ସିଳ୍ପାର ସନ୍ତାନ। ଯାକୁବଙ୍କର ଏହି ସମସ୍ତ ପୁତ୍ର ପଦ୍ଦନ୍ ଅରାମଠାରେ ଜନ୍ମିଥିଲେ।
27 ૨૭ મામરે, એટલે કિર્યાથ-આર્બા જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહિમ તથા ઇસહાક રહ્યાં હતા, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો.
ଏଥିଉତ୍ତାରେ କିରୀୟଥ୍-ଅର୍ବ, ଅର୍ଥାତ୍, ହିବ୍ରୋଣ ନଗରର ନିକଟବର୍ତ୍ତୀ ମମ୍ରି ନାମକ ଯେଉଁ ସ୍ଥାନରେ ଅବ୍ରହାମ ଓ ଇସ୍ହାକ ପ୍ରବାସ କରିଥିଲେ, ସେହି ସ୍ଥାନରେ ଯାକୁବ ଆପଣା ପିତା ଇସ୍ହାକ ନିକଟରେ ଉପସ୍ଥିତ ହେଲେ।
28 ૨૮ ઇસહાકનું આયુષ્ય એકસો એંસી વર્ષનું હતું.
ଇସ୍ହାକଙ୍କର ଆୟୁର ପରିମାଣ ଏକ ଶହ ଅଶୀ ବର୍ଷ ଥିଲା।
29 ૨૯ ઇસહાક ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને તેના પૂર્વજો સાથે મળી ગયો. તેના દીકરા એસાવે તથા યાકૂબે તેને દફનાવ્યો.
ଏଥିଉତ୍ତାରେ ଇସ୍ହାକ ବୃଦ୍ଧ ଓ ପୂର୍ଣ୍ଣାୟୁ ହୋଇ ପ୍ରାଣତ୍ୟାଗ କରନ୍ତେ, ଆପଣା ଲୋକମାନଙ୍କ ନିକଟରେ ସଂଗୃହୀତ ହେଲେ; ପୁଣି, ତାଙ୍କର ପୁତ୍ର ଏଷୌ ଓ ଯାକୁବ ତାଙ୍କୁ କବର ଦେଲେ।