< ઊત્પત્તિ 34 >

1 હવે લેઆથી જન્મેલી યાકૂબની દીકરી દીના તે દેશની સ્ત્રીઓને મળવા બહાર ગઈ.
And Dinah the daughter of Leah, which she bore to Jacob, went out to see the daughters of the land.
2 હમોર હિવ્વી જે દેશનો હાકેમ હતો, તેના દીકરા શખેમે તેને જોઈને તેને પકડી અને બળાત્કાર કર્યો.
And when Shechem, the son of Hamor the Hivite, prince of the country, saw her, he took her, and lay with her, and defiled her.
3 યાકૂબની દીકરી દીના પર તેનું દિલ મોહી પડ્યું. તેણે તે જુવાન દીના પર પ્રેમ કર્યો અને તેણે તેની સાથે વાત કરી.
And his soul cleaved to Dinah the daughter of Jacob, and he loved the damsel, and spoke kindly to the damsel.
4 શખેમે પોતાના પિતા હમોરને કહ્યું, “આ યુવાન કન્યા સાથે મારું લગ્ન કરાવી આપ.”
And Shechem spoke to his father Hamor, saying, Get me this damsel for a wife.
5 હવે યાકૂબે સાંભળ્યું કે મારી દીકરી દીનાની સાથે તેણે બળાત્કાર કર્યો છે. તેના દીકરા ખેતરમાં જાનવરોની પાસે હતા, તેથી તેઓ આવ્યા ત્યાં સુધી યાકૂબ ચૂપ રહ્યો.
And Jacob heard that he had defiled Dinah his daughter (now his sons were with his cattle in the field: ) and Jacob held his peace till they had come.
6 શખેમનો પિતા હમોર યાકૂબની સાથે વાતચીત કરવાને તેની પાસે બહાર ગયો.
And Hamor the father of Shechem went out to Jacob to commune with him.
7 જયારે યાકૂબના દીકરાઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને ખેતરમાંથી આવ્યા. તેઓ ક્રોધિત થયા, કેમ કે શખેમે યાકૂબની દીકરી સાથે બળાત્કાર કરીને ઇઝરાયલને બદનામ કર્યું હતું આ બનાવ અણઘટતો હતો.
And the sons of Jacob came from the field when they heard [it]: and the men were grieved, and they were very wroth, because he had wrought folly in Israel, in lying with Jacob's daughter; which thing ought not to be done.
8 હમોર તેઓની સાથે વાતચીત કરીને બોલ્યો, “મારો દીકરો શખેમ તમારી દીકરીને પ્રેમ કરે છે. કૃપા કરી તેને તેની સાથે લગ્ન કરાવી આપો.
And Hamor communed with them, saying, The soul of my son Shechem longeth for your daughter: I pray you give her to him for a wife.
9 આપણે અરસપરસ વિવાહ કરીએ, એટલે તમારી દીકરીઓ અમને આપો અને અમારી દીકરીઓ તમે પોતાને માટે લો.
And make ye marriages with us: give your daughters to us, and take our daughters to you.
10 ૧૦ તમે અમારી સાથે રહો અને દેશ તમારી આગળ છે, તેમાં તમે રહો અને વેપાર કરીને માલમિલકત મેળવો.
And ye shall dwell with us: and the land shall be before you; dwell and trade ye therein, and get you possessions therein.
11 ૧૧ શખેમે તેના પિતા તથા ભાઈઓને કહ્યું, “મહેરબાની કરીને મારી પર કૃપા દર્શાવો, તો તમે મને જે કહેશો તે હું આપીશ.
And Shechem said to her father, and to her brethren, Let me find favor in your eyes, and what ye shall say to me, I will give.
12 ૧૨ તમે મારી પાસે ગમે તેટલું મૂલ્ય તથા ભેટ માગો અને જે તમે મને કહેશો, તે પ્રમાણે આપીશ, પણ આ યુવાન કન્યા દીનાના લગ્ન મારી સાથે કરાવો.”
Ask me never so much dower and gift, and I will give according as ye shall say to me: but give me the damsel for a wife.
13 ૧૩ તેઓની બહેન દીના પર તેણે બળાત્કાર કર્યો હતો, માટે યાકૂબના દીકરાઓએ શખેમ તથા તેના પિતા હમોરને કપટથી ઉત્તર આપ્યો.
And the sons of Jacob answered Shechem and Hamor his father deceitfully, and said, (because he had defiled Dinah their sister, )
14 ૧૪ તેઓએ તેઓને કહ્યું, “જે માણસની સુન્નત ન થઈ હોય તેને અમારી બહેન આપવી એ કામ અમે કરી શકતા નથી, કેમ કે તેથી અમારી બદનામી થાય.
And they said to them, We cannot do this thing, to give our sister to one that is uncircumcised: for that [would be] a reproach to us:
15 ૧૫ કેવળ આ શરતે અમે તમારું માનીએ કે: જેમ અમે સુન્નત પામેલા છીએ, તેમ તમારાં સર્વ પુરુષોની સુન્નત કરાય.
But in this will we consent to you: If ye will be as we [are], that every male of you shall be circumcised;
16 ૧૬ પછી અમે અમારી દીકરીઓનાં લગ્ન તમારી સાથે કરાવીએ, તમારી દીકરીઓ સાથે અમે લગ્ન કરીએ અને તમારી સાથે રહીએ. આપણે પરસ્પર એકતામાં આવીએ.
Then will we give our daughters to you, and we will take your daughters to us, and we will dwell with you, and we will become one people.
17 ૧૭ પણ જો સુન્નત કરવા વિષે તમે અમારું ન સાંભળો, તો અમે અમારી બહેનને લઈને ચાલ્યા જઈશું.”
But if ye will not hearken to us, to be circumcised; then will we take our daughter, and we will be gone.
18 ૧૮ તેઓની વાત હમોર તથા તેના દીકરા શખેમને સારી લાગી.
And their words pleased Hamor, and Shechem Hamor's son.
19 ૧૯ તે જુવાન માણસે તે પ્રમાણે કરવામાં વાર ન લગાડી, કેમ કે તે યાકૂબની દીકરી માટે આશક્ત થયેલો હતો. તે પોતાના પિતાના ઘરમાં સર્વ કરતાં માનવંત માણસ હતો.
And the young man deferred not to do the thing, because he had delight in Jacob's daughter: and he [was] more honorable than all the house of his father.
20 ૨૦ હમોર તથા તેનો દીકરો શખેમ પોતાના નગરના દરવાજે આવ્યા અને પોતાના નગરના માણસો સાથે વાતચીત કરીને કહ્યું,
And Hamor and Shechem his son came to the gate of their city, and communed with the men of their city, saying,
21 ૨૧ “આ માણસો આપણી સાથે શાંતિથી રહે છે, તે માટે તેઓને દેશમાં રહેવા દો; અને તેમાં વેપાર કરવા દો કેમ કે નિશ્ચે, આ દેશ તેઓ માટે પૂરતો છે. આપણે તેઓની દીકરીઓ સાથે લગ્ન કરીએ અને તેઓ આપણી દીકરીઓ સાથે લગ્ન કરે.
These men [are] peaceable with us, therefore let them dwell in the land, and trade therein: for the land, behold, [it is] large enough for them: let us take their daughters to us for wives, and let us give them our daughters.
22 ૨૨ તેથી જેમ તેઓમાંના દરેક પુરુષની સુન્નત કરવામાં આવે છે, તેમ આપણા પણ દરેક પુરુષની સુન્નત કરવામાં આવે, કેવળ આ એક શરતે તેઓ આપણી સાથે રહેવા અને એકતામાં જોડાવાને સંમત થશે.
Only herein, will the men consent to us to dwell with us, to be one people, if every male among us shall be circumcised, as they [are] circumcised.
23 ૨૩ તેઓના ટોળાં, તેઓની સંપત્તિ તથા તેઓનાં ઢોરઢાંક, શું આપણાં નહિ થશે? તેથી આપણે તેઓની વાત માનીએ. તેઓ આપણી મધ્યે રહેશે.”
[Will] not their cattle, and their substance, and every beast of theirs [be] ours? only let us consent to them, and they will dwell with us.
24 ૨૪ શહેરના સર્વ પુરુષોએ હમોર તથા તેના દીકરા શખેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને સર્વ પુરુષોની સુન્નત કરવામાં આવી.
And to Hamor and to Shechem his son hearkened all that went out of the gate of his city: and every male was circumcised, all that went out of the gate of his city.
25 ૨૫ ત્રીજા દિવસે, સુન્નતના કારણે જયારે તેઓ પીડાતા હતા, ત્યારે યાકૂબના બે દીકરા, દીનાના ભાઈઓ, શિમયોન તથા લેવીએ તેમની તલવાર લીધી અને ઓચિંતા નગરમાં ધસી જઈને સર્વ પુરુષોને મારી નાખ્યા.
And it came to pass on the third day, when they were sore, that two of the sons of Jacob, Simeon and Levi, Dinah's brethren, took each man his sword, and came upon the city boldly, and slew all the males.
26 ૨૬ તેઓએ હમોરને તથા તેના દીકરા શખેમને તલવારની ધારથી માર્યા અને શખેમના ઘરેથી દીનાને લઈને ચાલ્યા ગયા.
And they slew Hamor and Shechem his son with the edge of the sword, and took Dinah out of Shechem's house, and went out.
27 ૨૭ યાકૂબના બાકીના દીકરાઓએ મૃત્યુ પામેલાઓના એ નગરમાં આવીને તેને લૂટ્યું, કેમ કે તે લોકોએ તેઓની બહેનને ભ્રષ્ટ કરી હતી.
The sons of Jacob came upon the slain, and spoiled the city; because they had defiled their sister.
28 ૨૮ તેઓએ તેઓનાં ઘેટાંબકરાં, ગધેડાં અને અન્ય જાનવરો તથા નગરમાં તથા ખેતરમાં જે હતું તે સર્વ તેઓની સંપત્તિ સહિત લૂંટી લીધું.
They took their sheep, and their oxen, and their asses, and that which [was] in the city, and that which [was] in the field.
29 ૨૯ તેઓનાં સર્વ બાળકો તથા તેઓની પત્નીઓને તેઓએ કબજે કરી. વળી તેઓએ તેઓના ઘરોમાં જે હતું તે બધું પણ લઈ લીધું.
And all their wealth, and all their little ones, and their wives they took captive, and spoiled even all that [was] in the house.
30 ૩૦ યાકૂબે શિમયોનને તથા લેવીને કહ્યું, “તમે મારા પર મુશ્કેલી લાવ્યા છો, આ દેશના રહેવાસીઓ એટલે કનાનીઓ તથા પરિઝીઓમાં તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. સંખ્યામાં મારા માણસો થોડા છે. જો તેઓ મારી વિરુદ્ધ એકઠા થઈને હુમલો કરે તો પછી મારો અને મારા પરિવારનો નાશ થશે.”
And Jacob said to Simeon and Levi, Ye have troubled me to make me odious among the inhabitants of the land, among the Canaanites, and the Perizzites: and I [being] few in number, they will assemble themselves against me, and slay me, and I shall be destroyed, I and my house.
31 ૩૧ પણ શિમયોન તથા લેવીએ કહ્યું, “શખેમ ગણિકાની સાથે જેવું વર્તન કરે તેવું જ વર્તન અમારી બહેન સાથે કરે એ શું બરાબર છે?”
And they said, Should he deal with our sister, as with a harlot?

< ઊત્પત્તિ 34 >