< ઊત્પત્તિ 33 >
1 ૧ યાકૂબે સામે દૂર સુધી નજર કરી તો જોવામાં આવ્યું કે, એસાવ તથા તેની સાથે ચારસો માણસો આવી રહ્યા હતા. યાકૂબે લેઆને, રાહેલને તથા તેઓની બે દાસીઓને બાળકો વહેંચી આપ્યાં.
Un Jēkabs pacēla savas acis un skatījās, un redzi, Ēsavs nāca un četrsimt vīri līdz ar to; tad viņš piedalīja tos bērnus pie Leas un pie Rahēles un pie tām divām kalponēm,
2 ૨ પછી તેણે દાસીઓને તથા તેઓનાં સંતાનોને આગળ રાખ્યાં, તે પછી લેઆ તથા તેના પુત્રો અને તે પછી છેલ્લે રાહેલ તથા યૂસફને રાખ્યાં.
Un lika tās kalpones un viņu bērnus priekšā, un Leū un viņas bērnus tiem pakaļ, un Rahēli un Jāzepu visu pēc.
3 ૩ તે પોતે સૌની આગળ ચાલતો રહ્યો. તેના ભાઈની પાસે તે આવ્યો ત્યાં સુધીમાં તેણે સાત વાર નમીને તેને દંડવત પ્રણામ કર્યા.
Un viņš pats gāja tiem priekšā un klanījās septiņreiz pie zemes, tiekams viņš tapa klāt pie sava brāļa.
4 ૪ એસાવ તેને મળવાને ઉતાવળે આવ્યો. તે તેને ગળે ભેટીને ચૂમ્યો. પછી તેઓ ભાવુક થઈને રડી પડ્યા.
Un Ēsavs tecēja tam pretī un to apkampa un metās viņam ap kaklu un to skūpstīja, un tie raudāja.
5 ૫ જયારે એસાવે સામે જોયું તો તેણે સ્ત્રીઓ તથા છોકરાંને જોયા. તેણે કહ્યું, “તારી સાથે આ કોણ છે?” યાકૂબે કહ્યું, તેઓ તો ઈશ્વરે કૃપા કરીને તારા દાસને આપેલાં સંતાનો છે.”
Un viņš pacēla savas acis un redzēja tās sievas un tos bērnus un sacīja: kas šie tev ir? Un tas sacīja: šie ir tie bērni, ar ko Dievs tavu kalpu svētījis.
6 ૬ પછી દાસીઓ તેઓનાં સંતાનો સાથે આગળ આવી અને તેઓએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
Tad tās kalpones piegāja, viņas un viņu bērni, un klanījās
7 ૭ પછી લેઆ પણ તેનાં સંતાનો સાથે આવી અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. છેલ્લે યૂસફ તથા રાહેલ આવ્યાં અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
Un Lea piegāja arīdzan un viņas bērni, un klanījās, un pēc nāca Jāzeps un Rahēle un klanījās.
8 ૮ એસાવે કહ્યું, “આ જે સર્વ જાનવરોના ટોળાં મને મળ્યાં તેનો મતલબ શું છે?” યાકૂબે કહ્યું, “મારા માલિકની નજરમાં કૃપા પામવા માટેની એ ભેટ છે.”
Un viņš sacīja: kas viss tas tev par pulku, ko es esmu sastapis? Un tas sacīja: lai es žēlastību atrastu tavās acīs, mans kungs.
9 ૯ એસાવ બોલ્યો, “મારા ભાઈ, મારી પાસે પૂરતું છે. તારું સઘળું તું તારી પાસે રાખ.”
Un Ēsavs sacīja: man pašam diezgan, brāli; paturi, kas tev ir.
10 ૧૦ યાકૂબે કહ્યું, “એમ નહિ, જો હું તારી નજરમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરી મારા હાથથી મારી ભેટ સ્વીકાર, કેમ કે જાણે ઈશ્વરનું મુખ જોયું હોય તેમ મેં તારું મુખ જોયું છે અને તેં મને સ્વીકાર્યો છે.
Bet Jēkabs sacīja: ak ne! Lūdzams, ja es žēlastību esmu atradis tavās acīs, tad ņem manu dāvanu no manas rokas; jo tāpēc es tavu vaigu esmu redzējis, tā kā redz Dieva vaigu, un tu mani mīļi esi saņēmis.
11 ૧૧ મારી જે ભેંટ તારી પાસે લાવવામાં આવી છે તે કૃપા કરી સ્વીકાર, કેમ કે ઈશ્વરે મારા ઉપર કૃપા કરી છે તેથી મારી પાસે પુષ્કળ છે.” યાકૂબે તેને આગ્રહ કર્યો અને એસાવે તેનો સ્વીકાર કર્યો.
Pieņem lūdzams manu svētību, kas tev ir pievesta, jo Dievs mani ar to svētījis, un man ir viss papilnam. Un tas viņu spieda, ka viņš to ņēma.
12 ૧૨ પછી એસાવે કહ્યું, “ચાલો, આપણે આપણા રસ્તે જઈએ. હું તારી આગળ ચાલીશ.”
Un viņš sacīja: nāc, ejam projām, es iešu tev līdzi.
13 ૧૩ યાકૂબે તેને કહ્યું, “મારા માલિક તું જાણે છે કે સંતાનો કિશોર છે અને બકરીઓનાં તથા અન્ય જાનવરોના બચ્ચાં મારી સાથે છે. જો તેઓને એક દિવસ પણ વધારે લાંબા અંતરે હાંકવામાં આવે તો સર્વ ટોળાં મરી જાય એવું થાય.
Bet tas uz viņu sacīja: mans kungs zin, ka man sīki bērni un avis un teļu mātes; kad tos tikai vienu dienu pārdzītu, tad man visi lopiņi apmirtu.
14 ૧૪ માટે મારા માલિક તારા દાસની આગળ જા. હું સેઈરમાં તારી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે જાનવરો મારી આગળ છે તેઓ તથા સંતાનો ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ.”
Ej, kungs, lūdzams savam kalpam papriekš, un es iešu ceļā lēniņām, tā kā mani lopiņi spēj, kas manā priekšā, un tā kā tie bērni spēj, tiekams es nāku pie sava kunga Seīrā.
15 ૧૫ એસાવે કહ્યું, “મારી સાથેના લોકોમાંથી હું થોડા તારી પાસે રહેવા દઉં છું.” પણ યાકૂબે કહ્યું, “શા માટે? હું મારા માલિકની નજરમાં કૃપા પામું એટલું પૂરતું છે.”
Un Ēsavs sacīja: tad nu es atstāšu pie tevis kādus no tiem ļaudīm, kas pie manis. Un tas sacīja: kam tā vajag? Lai žēlastību atrodu sava kunga acīs.
16 ૧૬ તેથી તે દિવસે એસાવ સેઈર જવાને પાછો ફર્યો.
Un Ēsavs tanī dienā griezās atpakaļ pa savu ceļu uz Seīru.
17 ૧૭ સુક્કોથમાં યાકૂબ ચાલતો આવ્યો, તેણે પોતાને માટે ઘર બાંધ્યું અને તેનાં ઢોરને માટે આશ્રયસ્થાનો બનાવ્યા. એ માટે તે જગ્યાનું નામ સુક્કોથ પડ્યું.
Bet Jēkabs nogāja uz Sukotu un uzcēla sev namu, un taisīja laidarus saviem lopiem; tādēļ viņš tās vietas vārdu nosauca Sukotu (laidari).
18 ૧૮ જયારે યાકૂબ પાદ્દાનારામમાંથી આવ્યો, ત્યારે તે કનાન દેશના શખેમ સુધી સહીસલામત આવ્યો. તેણે શહેરની નજીક મુકામ કર્યો.
Un Jēkabs nonāca sveiks vesels Šehemas pilsētā, kas ir Kanaāna zemē, no Mezopotamijas nākdams, un apmetās tās pilsētas priekšā.
19 ૧૯ પછી જે જમીનના ટુકડામાં તેણે પોતાનો મુકામ કર્યો હતો, તે જમીન તેણે શખેમના પિતા હમોરના દીકરાઓની પાસેથી સો ચાંદીના સિક્કાથી વેચાતી લીધી.
Un viņš pirka vienu zemes gabalu no Hamora, Šehema tēva, bērniem, par simts sudraba gabaliem, un uzcēla tur savu dzīvokli
20 ૨૦ ત્યાં તેણે વેદી બાંધી અને તેનું નામ એલ-એલોહે ઇઝરાયલ પાડ્યું.
Un uztaisīja tur altāri un to nosauca: tas Stiprais Dievs ir Israēla Dievs.