< ઊત્પત્તિ 3 >
1 ૧ હવે યહોવાહ ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, ‘વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?’
Inyoka yayilobuqili-ke kulayo yonke inyamazana yeganga, eyayiyenzile iNkosi uNkulunkulu. Yasisithi kowesifazana: Yebo uNkulunkulu watsho yini ukuthi: Kumele lingadli kuso sonke isihlahla sesivande?
2 ૨ સ્ત્રીએ સાપને કહ્યું કે, “વાડીના વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ,
Owesifazana wasesithi enyokeni: Singadla okwesithelo sezihlahla zesivande;
3 ૩ પણ ઈશ્વરે કહેલું છે કે, જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ ‘તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.””
kodwa okwesithelo sesihlahla esiphakathi kwesivande, uNkulunkulu wathi: Lingadli kuso, njalo lingasithinti, hlezi life.
4 ૪ સાપે સ્ત્રીને કહ્યું કે, “તમે મૃત્યુ નહિ પામો.
Inyoka yasisithi kowesifazana: Kaliyikufa sibili.
5 ૫ કેમ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તેને ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વરો સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો.”
Ngoba uNkulunkulu uyazi ukuthi mhla lisidla kuso, amehlo enu azavuleka, njalo libe njengoNkulunkulu, lisazi okuhle lokubi.
6 ૬ તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.
Owesifazana ebona-ke ukuthi isihlahla silungile ukuba yikudla, lokuthi sona siyabukeka emehlweni, lesihlahla sikhwabitheka ukwenza uhlakaniphe, wakha okwesithelo saso, wadla; wasenika lendoda yakhe kanye laye, yasisidla.
7 ૭ ત્યારે તેઓ બન્નેની આંખો ઉઘડી ગઈ અને તેઓ સમજ્યા કે અમે વસ્ત્રહીન છીએ. તેથી તેઓએ અંજીરનાં પાંદડાં જોડીને પોતાને માટે આવરણ બનાવ્યાં.
Asevuleka amehlo abo bobabili, basebesazi ukuthi babenqunu; basebethungela ndawonye amahlamvu omkhiwa, bazenzela amafasikoti.
8 ૮ દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.
Basebesizwa ilizwi leNkosi uNkulunkulu ihamba esivandeni ekupholeni kosuku; uAdamu lomkakhe basebecatsha ebusweni beNkosi uNkulunkulu phakathi kwezihlahla zesivande.
9 ૯ યહોવાહ ઈશ્વરે આદમને હાંક મારી કે, “તું ક્યાં છે?”
INkosi uNkulunkulu yasibiza uAdamu, yathi kuye: Ungaphi?
10 ૧૦ આદમે કહ્યું કે, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો.”
Wasesithi: Ilizwi lakho ngilizwe esivandeni, ngesaba, ngoba nginqunu; ngasengicatsha.
11 ૧૧ ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ખાધું છે શું?”
Yasisithi: Ngubani okutshele ukuthi unqunu? Udlile yini okwesihlahla, engakulaya ngaso ukuthi ungadli okwaso?
12 ૧૨ તે માણસે કહ્યું કે, “મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ખાધું.”
UAdamu wasesithi: Owesifazana owangipha yena ukuthi abe lami, yena unginike okwesihlahla, ngasengisidla.
13 ૧૩ યહોવાહ ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું?” સ્ત્રીએ કહ્યું કે, “સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું.”
INkosi uNkulunkulu yasisithi kowesifazana: Kuyini lokhu okwenzileyo? Owesifazana wasesithi: Inyoka ingikhohlisile, ngasengisidla.
14 ૧૪ યહોવાહ ઈશ્વરે સાપને કહ્યું કે, “તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે.
INkosi uNkulunkulu yasisithi enyokeni: Njengoba usukwenzile lokhu, uqalekisiwe wena okwedlula sonke isifuyo lokwedlula yonke inyamazana yeganga. Uzahamba ngesisu sakho, njalo udle uthuli insuku zonke zempilo yakho.
15 ૧૫ તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે.”
Njalo ngizafaka ubutha phakathi kwakho lowesifazana laphakathi kwenzalo yakho lenzalo yakhe. Yona izakuchoboza ikhanda, wena uzayichoboza isithende.
16 ૧૬ વળી યહોવાહ ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”
Kowesifazana yathi: Ngokwandisa ngizakwandisa ubuhlungu bakho lokuzithwala kwakho; ngobuhlungu uzabeletha abantwana, lokukhanuka kwakho kuzakuba sendodeni yakho, njalo yona izakubusa.
17 ૧૭ તેમણે આદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, ‘તારે તે ન ખાવું’ તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે.
Njalo kuAdamu yathi: Njengoba ulalele ilizwi lomkakho, wasusidla okwesihlahla engakulaya ngaso ukuthi: Ungadli okwaso, uqalekisiwe umhlaba ngenxa yakho; ngokukhathazeka uzakudla okwawo insuku zonke zempilo yakho.
18 ૧૮ ભૂમિ તારે માટે કાંટા તથા ઝાંખરાં ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે.
Njalo uzakumilisela ameva lokhula oluhlabayo, ubususidla imibhida yeganga.
19 ૧૯ તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.”
Ngesithukuthuku sobuso bakho uzakudla ukudla, uze ubuyele emhlabathini, ngoba wathathwa kuwo; ngoba wena uluthuli, njalo uzabuyela ethulini.
20 ૨૦ તે માણસે તેની પત્નીનું નામ હવા પાડ્યું કેમ કે તે સમગ્ર માનવોની માતા થવાની હતી.
UAdamu wasebiza ibizo lomkakhe ngokuthi nguEva, ngoba yena ungunina wabo bonke abaphilayo.
21 ૨૧ યહોવાહ ઈશ્વરે આદમ તથા તેની પત્ની માટે પશુઓનાં ચર્મનાં વસ્ત્ર બનાવ્યાં અને તેઓને પહેરાવ્યાં.
INkosi uNkulunkulu yasisenzela uAdamu lomkakhe izigqoko zezigogo, yasibagqokisa.
22 ૨૨ પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ખાય અને અમર થઈ જાય.”
INkosi uNkulunkulu yasisithi: Khangela, umuntu usenjengomunye wethu, esazi okuhle lokubi. Khathesi-ke, hlezi elule isandla sakhe athathe njalo okwesihlahla sempilo, adle aphile kuze kube sephakadeni.
23 ૨૩ તે માટે જે જમીનમાંથી તેનું સર્જન કરાયું હતું, તે ખેડવાને, પ્રભુ ઈશ્વરે તેને એદન વાડીમાંથી બહાર કાઢી મૂક્યો.
Ngakho iNkosi uNkulunkulu yamkhupha esivandeni seEdeni ukuthi alime umhlabathi, lapho athathwa khona.
24 ૨૪ ઈશ્વરે તે માણસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનના વૃક્ષની સીમાને સાચવવા તેમણે એદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તલવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા.
Yasimxotsha umuntu; yabeka empumalanga kwesivande seEdeni amakherubhi lenkemba evuthayo ephenduphendukayo, ukulinda indlela yesihlahla sempilo.